virgatha - 10 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 10

Featured Books
Categories
Share

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 10

ભુવનના ગળે તલવાર રાખી પણ ભુવન હાલ્યો કે ચાલ્યો નહિ. એટલું બોલ્યો આટલી બહાદુરી છે તો ત્રાસ કેમ ભોગવો છો.? કા રાજ્ય મેળવી લો અથવા શહીદ થઈ જાવ પણ આમ દાસી જેવી હાલત જીવવા કરતાં મરી કે મારી નાખવું યોગ્ય છે. જો હું સાચું કહેતો ન હોય તો આ મારું માથું ને તમારી તલવાર.

અચાનક સેનાપતિ શોર્યસેમના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ અને એક યોદ્ધો થઈ તે સેનાપતિ રડવા લાગ્યો. રડતો જોઈ ભુવન તેને શાંત કરે છે અને કહ્યું આપ રડશો નહિ તમારું દુઃખ બસ થોડા દિવસ છે.

ત્યારે સેનાપતિ શોર્યસેમએ તેની આપવીતી સંભળાવી. હું સેનાપતિ હોવા છતાં સભામાં મારી સાથે મહારાજ ગેરવર્તન તો કરતા જ પણ ક્યારેક તો તેઓ મારી પર તેનો હાથ ઉપડી પણ જતો તો પણ હું ચૂપચાપ બધું સહન કરતો. પણ એક દિવસ તો હદ થઈ ગઈ. એક રાત્રે મારા ઓરડામાં મહારાજ કોઈ સંદેશો આપ્યા વગર આવી ચડ્યા તે સમયે હું મારી અર્ધાંગિની સાથે પ્રેમ ભર્યો સમય પસાર કરી રહ્યો હતો. અમે એક બીજાને પ્રેમ કરી રહ્યા હતા.

અચાનક મહારાજ ના મારા ઓરડામાં આવવાથી હું ચોંકી ગયો ને તરત ઉભો થઇ મહારાજ નો આદર સત્કાર કર્યો. મહારાજ તો અમારી નજીક આવતા ગયા. ને મારી અર્ધાંગિની નો હાથ પકડી તેની સાથે લઈ જઈ રહ્યા. ત્યારે બસ મારાથી એટલું બોલાઈ ગયું. મહારાજ મારી અંધાંગીની છે. ત્યારે મહારાજનો જવાબ સાંભળી ને તો હું તંગ રહી ગયો.

તે તારી અર્ધાંગિની હતી આજે મારી દાસી છે. એમ કહી સૈનિકો ને બોલાવી મને થોડા દિવસ કારાવાસ માં ધકેલી દીધો ને હું કઈ જ કરી શક્યો નહિ. જ્યાર થી કારાવાસ માંથી મુક્ત થયો ત્યારથી મે મારી અંધંગીની ને ગુમાવી બેઠો પણ એક સંકલ્પ કરી લીધો કે જીવીશ ત્યાં સુધી મહારાજ ને મારી નાખવાના પ્રયાસો કરતો રહીશ. એ સંકલ્પ થી આજે હું જીવી રહ્યો છું. આજે તમે મળ્યા ને તમે જે વાત કરી તેનાથી દિલ ને સુકુન મળ્યું. તમે કહેશો તે હું કરવા તૈયાર છું.

તો સાંભળો સેનાપતિ આજથી દસમા દિવસે અમે તમારા દેશ પર ચડાઈ કરીશું અને યુદ્ધના મેદાનમાં યુદ્ધ શરૂ થાય તે પહેલાં તમે અને તમારા બધા સૈનિકો અમારી તરફેણમાં આવી જજો. ત્યારે ખબર પણ પડી જશે કે રાજા ની સાથે કોણ કોણ છે. જો થોડા સૈનિકો તેનો સાથ આપશે તો અમારી સૈન્ય તેને હરાવી રાજાને પણ હરાવી તમને સેનાપતિ માંથી રાજા ઘોષિત કરી દેશે. પછી તમારે રાજા ને કારાવાસ માં ધાલેલવો હોય કે મારી નાખવો તે તમારી પર નિર્ભર રહેશે.

સેનાપતિ શોર્યસેમ આટલું સાંભળી ને ભુવન ને કહ્યું આપ હવે અહીથી ચાલ્યા જાવ નહિ તો કોઈ આપણી વાતો સાંભળી લેશે. આપણે હવે દસ દિવસ પછી યુધ્ધ મેદાનમાં મળીશું. ભુવન પાસે રહેલા કપડાં ત્યાં મૂકી દીધા ને ભુવન ચાલતો થયો. ને મહારાજ કૃષ્ણવીર ને મળીને કહ્યું.

મહારાજ આપણી યોજના મુજબ નું કામ શરૂ થઈ ચૂક્યું છે. તે દેશ નો સેનાપતિ શોર્યસેમ આપની ફેવરમાં આવી ગયો છે. પણ તે એકલો આપણી ફેવરમાં તેનું આવવું અશક્ય હતું એટલે મે દસ દિવસ પછી આપણે યુદ્ધ કરીશું અને યુદ્ધ સમયે આપ અમારી સાથે આવી જજો ને મહારાજ ને તેને જાતે ખતમ કરી તે દેશ પર રાજ કરજો. મે આટલું તે સેનાપતિ શોર્યસેમ ને કહ્યું અને તે સેનાપતિ પણ આપણી વાત માની તૈયાર થઈ ગયો છે. આટલું કહી ભુવન તેના આસન પર બિરાજી ગયો.

ભુવન તે તો એક તીર થી બે નિશાન લીધા. મને તારી પર ગર્વ છે. તે બુધ્ધિ થી કામ લીધું. માંગ માંગ આજે હું તારા પર બહુ ખુશ થયો છું તું જે માંગીશ તે આપીશ. કહી મહારાજ
કૃષ્ણવીરે ભુવન પર મિત માંડી.

ભુવન ઉભો થયો ને કહ્યું મહારાજ જો તમે વચન જ આપવા જઇ રહ્યા હો તો એક વચન એવું આપી દો કે તું હંમેશા મારી સાથે રહીશ અને મારી સેવા કરીશ. બસ આટલું મારે વચન જોઈએ.

કૃષ્ણવીર ની છાતી ગજગજ ફૂલી ગઈ ને દોડીને ભુવન ને ભેટી પડ્યા.

કૃષ્ણવીરે એક દુત ને મોકલી ને તે દેશ ના રાજા વર્ધમાન ને સંદેશો મોકલ્યો કે અમે તમારી સાથે યુદ્ધ કરવા ઇચ્છીએ છીએ અને પાંચ દિવસમાં જ યુદ્ધ કરવા આવી રહ્યા છો. જો આપ શાંતિ ચાહત હો તો તમારો દેશ અમને ચોપી દો નહિ તો યુદ્ધ કરવા તૈયાર રહો.

આટલો સંદેશો લઈ દુત તે રાજ્યમાં પહોંચી મહારાજ કૃષ્ણવીર નો સંદેશો સંભળાવ્યો. સંદેશો સાંભળતા જ તે દેશનો રાજા વર્ધમાન કોર્ધિત થઈ ગયો ને તે ક્ષણે તે દુત ને મોત ને ઘાત ઉતારી દીધો. અને તેણે પણ એક દુત મોકલી કૃષ્ણવીર સંદેશો મોકલ્યો કે અમે યુદ્ધ કરવા તૈયાર છીએ.

તે દેશનો દુત તે સેનાપતિ શોર્યસેમ નો હિતેચ્છુ હતો એટલે તે જ્યારે કૃષ્ણવીર પાસે જઈ રહ્યો હતો ત્યારે છૂપી રીતે તે દેશ નો સેનાપતિ તેને રોકી ને કહ્યું કે મહારાજ કૃષ્ણવીર ને મારો સંદેશો આપજે કે તમારો દુત માર્યો ગયો છે ને યુદ્ધ માટે ની તૈયારી શરૂ કરી દે. આટલો સંદેશો આપી દેજે દુત. તમે જેવું ઈચ્છો છો તેવું જ થઈ રહ્યું છે જેવી આજ્ઞા કહી તે દેશ નો દુત મહારાજ કૃષ્ણવીર પાસે આવી પ્રેમ થી સંદેશો સંભાળ્યો ને કહ્યું
વર્ધ દેશના રાજા વર્ધમાન આપની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા છે. અને અમારા સેનાપતિ શોર્યસેમ નો પણ સંદેશો છે કે બધું બરાબર ચાલી રહ્યું છે. આટલું કહી દુત ચાલતો થયો ને મહારાજ કૃષ્ણવીર બધું સમજી ગયા.

મહારાજ કૃષ્ણવીર યુદ્ધની તૈયારી કરવા લાગ્યા ને દસ દિવસ માં તો તેમનું સૈન્ય તે દેશના યુદ્ધ મેદાન માં ખડકી દીધું. કૃષ્ણવીર નું સૈન્ય જોઈ તે દેશનો રાજા પણ તેમના સૈનિકો ને યુદ્ધ મેદાન માં ઉતારી દીધા. હવે બસ યુદ્ધ શરૂ થાય એટલી તૈયારી હતી. હજુ તો તે દેશ નો રાજા આક્રમણ કહે તે પહેલાં મહારાજ કૃષ્ણવીર આગળ આવી ને દુશ્મન પક્ષના સૈનિકો ને કહે છે. તમે જો યુદ્ધ ચાહતા ન હો અને શાંતિ ચાહતા હો તો આપ અમારી સૈન્ય માં આવી શકો છો. આટલું સાંભળતા જ સેનાપતિ સાથે તેમનું સૈન્ય કૃષ્ણવીર ના પક્ષમાં આવવા લાગ્યું.

પોતાનું સૈન્ય ને જતું જોઈ તે રાજા વર્ધમાન ને નવાઈ લાગી અને તે ક્રોધે ભરાયો, જઈ રહેલા સૈનિકો પર તલવાર થી વાર કરવા લાગ્યો. તે જ સમયે કૃષ્ણવીર તેની પાસે પહોંચી તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. જે સમજુ સૈનિકો હતા તે બધા કૃષ્ણવીર ના પક્ષ માં જવા લાગ્યા અને બાકી રહી ગયેલા સૈનિકો સામે કૃષ્ણવીર ના સૈનિકો યુદ્ધ કરવા લાગ્યા. હવે કૃષ્ણવીર ના પાચ હજાર સૈનિકો સામે દુશ્મન ના સાતસો સૈનિકો શું કરવાના.!! એટલે તેમને પણ તેમના હથિયારો નીચે મૂકી ને રાજા કૃષ્ણવીરના શરણે આવી ગયા.

હવે વર્ધ દેશના રાજાના પક્ષમાં કોઈ સૈનિક રહ્યો હતો નથી. તે રાજા કૃષ્ણવીર સામે લડી રહ્યો હતો. પોતાના સૈનિકો જતા રહેવાથી તે રાજા ભાંગી ગયો ને કૃષ્ણવીર સામે જુકી ગયો એટલે કૃષ્ણવીર તેમને બંધક બનાવી ને તે વર્ધ દેશ સેનાપતિ શોર્યસેમ ને સોંપી દીધો. તે જ સમયે તે સેનાપતિ કોઈ વિચાર કરતા વગર તેમના રાજા વર્ધમાન ને મોત ને ઘાત ઉતારી દીધો.

રાજાનું મસ્તક નીચે પડતા. કૃષ્ણવીરે એક સૈનિક ને કહ્યું જાઓ રાજા વર્ધમાનનું મુગટ લઈ આવો. તે સૈનિક મુગટ લઈ મહારાજા કૃષ્ણવીર ને આપે છે. કૃષ્ણવીર ચાલીને તે સૈનિક પાસે આવે છે અને તેમને તેમના હાથે મુગટ પહેરાવે છે. ને જઈ ઘોષ કરે છે. મહારાજ શોર્યસેમ નો જય હો .....

સેનાપતિ શોર્યસેમ વિજય મેળવ્યા બાદ કૃષ્ણવીર ને રાજ મહેલમાં લઈ જાય છે અને તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. મહેલમાં સૈનિકો ની સાથે નગરના લોકો પણ ખુશ દેખાઈ રહ્યા હતા. તેમને ખબર હતી નહિ કે ક્યાં રાજા દ્વારા આપણે અત્યાચાર થી મુક્ત થયા છીએ એ તો બસ મહારાજ ની જય હો મહારાજ ની જય હો કહી મહારાજ કૃષ્ણવીર માથે ફુલ વરસાવતા હતા.

બધા સભામાં દાખલ થયા. સેનાપતિ એ અગાઉથી રાજ્યાભિષેક ની તૈયારી કરાવી દીધી હતી. એટલે પંડિત સહિત બધા ઉપસ્થિત હતા. મહારાજ કૃષ્ણવીર આગળ આવ્યા ને સિંહાસન પાસે ઉભા રહી શોર્યસેમ ને પાસે બોલાવી કહ્યું. નગરજનો આજથી તમારા રાજા સેનાપતિ શોર્યસેમ છે. તેમ કહી રાજ્યાભિષેક શરૂ કર્યો.

રાજા બન્યા પછી કહ્યું હે નગરજનો હું તમારા અને મહારાજ નું ઋણી છું. હું નગરજનો ની સેવા માટે જ આજે રાજા થયો છું પણ રાજા થવાનો હકદાર મહારાજ કૃષ્ણવીર હતા પણ તેમની ઉદારતા ને કારણે આજે મને સેનાપતિ માંથી રાજા બનાવી દીધો તે બદલ હું અને નગરજનો આપણે બધા મહારાજ કૃષ્ણવીરના આભારી છીએ. તેમનું ઋણ ચૂકવવું આપણી ફરજ છે એટલે મહારાજ કૃષ્ણવીર જ્યારે પણ આપણી પાસે મદદ માગશે ત્યારે આપણે પાછી પાની નહિ કરીએ. એટલું કહી
મહારાજ કૃષ્ણવીર નો જય હો....
મહારાજ કૃષ્ણવીર નો જય હો....
જય ઘોષ થી સભા ગુંજી ઉઠી.

****

રાણી દામિની ના કુખે એક યોદ્ધા નો જન્મ થયા પછી આજે તેમનું નામકરણ નો દિવસ હતો. ગુરુ વિસ્વવામી એક જ્યોતિષ નો ગ્રંથ લઈ દીકરાનું નામકરણ કરવા બેઠા. તેમની પાસે તેમની પત્ની સાથે દાસી પ્રિયવતી પણ બેઠી હતી. ગુરુ વિસ્વસ્વામી થોડી વાર રાણી દામિની ના દીકરા સામે જુએ તો થોડી વાર તેમણે હાથમાં લીધેલા ગ્રંથ પર નજર કરે. ઘણો સમય થયો એટલે રાણી દામિની એ ગુરુને કહ્યું ગુરુદેવ નામકરણ કરવામાં આટલો વિલંબ કેમ કોઈ બાધા દેખાઈ રહી છે આપને.

ગુરુ જાણે હતાશ થયા હોય તેમ દામિની સામે નજર કરી કહ્યું દીકરી કોઈ બધા તો નથી પણ તેમના જન્મ પ્રમાણે યોગ્ય નામ મળી રહ્યું નથી.. વિસ્વાવામી આટલું બોલ્યા ત્યાં આકાશ માં એક ચમકારો થયો ને વિશ્વ જાણે નાચી રહ્યું હોય તેવું લાગવા લાગ્યું.

ક્રમશ....