Fari Malishu. - 7 in Gujarati Fiction Stories by ભાવેશ રોહિત books and stories PDF | ફરી મળીશું !! - પ્રકરણ - ૭

Featured Books
Categories
Share

ફરી મળીશું !! - પ્રકરણ - ૭

ફરી મળીશું !!
પ્રકરણ - ૭




આજે છેલ્લા વર્ષનું રિઝલ્ટ આવી ચૂક્યું હતું. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો. હું ફક્ત 47% સાથે પાસ થયો હતો જે નાપાસ થયા બરાબર હતું. આવા પરિણામવાળાને કોણ નોકરી આપશે. હું મમ્મી પપ્પાને શુ જવાબ આપીશ.. તેમની સામે આંખમાં આંખ મિલાવીને વાત પણ નહીં કરી શકું. ઇશાતો આખી કોલેજમાં ફર્સ્ટ આવી છે માટે તેને તો ટુક સમયમાં સારી જોબ પણ મળી જશે. હવે મારુ શુ? દિમાગમાં વિચારોનો ગૂંચવાડો થતો હતો. મારા પરિણામથી હું ખૂબ હતાશ થઈ ગયો હતો.

ઈશા આવીને મારી પાસે બેઠી તે પણ મારા રીઝલ્ટથી ખૂબ દુઃખી હતી. હું તેની સામે આંખ મિલાવીને જોઈ પણ નહોતો શકતો.

" ધવન, જે રીઝલ્ટ આવવાનું હતું એ આવી ગયું. હોવી એના માટે અફસોસ કરીને કોઈ મતલબ નથી." ઇશાએ કહ્યું.

ઈશા બોલી રહી હતી પણ મારી નજર બાજુમાં આવેલા લીમડાના ઝાડ પર ખિસકોલીઓ રમી રહી હતી તેમ હતી. મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો. મમ્મીપપ્પા ને શુ જણાવીશ? તેઓ મારા વિશે શું વેચાર શે? મેં તેમના બધા સપનાઓ ને ચકનાચૂર કરી નાખ્યા છે.

હું આમ વિચારી રહ્યો હતો એટલામાં ઈશા એ પૂછ્યું " તે મમ્મીપપ્પાને રીઝલ્ટ વિશે જણાવ્યું કે નહીં "

ના, હજુ નથી જણાવ્યું. પાસ તો થઈ ગયો છું પણ માર્ક્સ એટલા આવ્યા છે કે નાપાસ થવા બરાબર. આટલા રીઝલ્ટમાં
કોઈ પ્રાઇવેટ કંપનીમાં પણ નહીં ઉભા રહેવા દેય ત્યાં મમ્મીપપ્પાના સરકારી નોકરીના સપના છે તુજ કહે કેમનો તેમને જણાવું.

મેં કેટકેટલા સપના જોયા હતા કે સારી જોબ કરીશ. શહેરમાં પોતાનું ઘર લઈશ. તે ઘરમાં ગામડેથી મમ્મીપપ્પા અને કિસુ ને પણ અહીંયા લાવીશ. તેમને તારા વિશે જણાવીશ. તારા મમ્મીપપ્પા સાથે આપણા વિશે વાત કરીશ, તારા અને મારા લગ્નનો પ્રસ્તાવ મુકીશ. હવે એ બધા સપના અધૂરા રહી ગયા. આંખોના બંને ખૂણામાં આંસુ આવી ગયા હતા અને તે ઈશા જોઈ રહી હતી તેનો પણ મને ખ્યાલ ના રહ્યો.

"ધવન, તું આમ હિંમત ન હાર, આ ફક્ત એક રિઝલ્ટ છે આનાથી કાંઈ તારી જિંદગી નથી બદલાઈ જવાની. તારે હાર માણવાની જરૂર નથી. હું હંમેશા તારી સાથે છું." ઈશા એ મારો હાથ તેના હાથમાં લેતા કહ્યું.

" જો સાંભળ એવું હોય તો હમણાં તારે ઘરે કંઈજ કહેવાની જરૂર નથી. તું અહીંયા કોઈ પ્રાઇવેટ જોબ ચાલુ કરી દે સાથે સાથે સરકારી જોબ માટેની તૈયારી પણ કરજે. તું કોઈને કોઈ પરીક્ષા પાસ ક્રિજ લઈશ. મને તારા ઉપર પૂરેપૂરો ભરોસો છે." ઈશાના ચહેરા પર થોડું સ્મિત આવ્યું અને મારા હાથ ઉપર તેણે કિસ કરી.

મને પણ તેનો વિચાર યોગ્ય લાગી રહ્યો હતો. ઘરે જવા કરતા સારું છે કે અહીંયા રહીને તૈયારી કરું. ઈશા પણ સાથે છે તો વધારે સારું રહેશે.

*

કૃણાલ પણ અહીંયા રહીને બેન્કિંગની તૈયારી કરી રહ્યો હતો. અતુલ પણ તેની પોલીસ ની જોબ માટે ની તૈયારીમાં પરોવાયો હતો. મારે શું કરવું... ક્યાંથી શરૂ કરવું... કેમનું કરવું... કંઈ જ ખબર પડી રહી નહોતી. હવે ઘરે થી રૂપિયા મંગાવવા પણ પોસાય તેમ નહોતું. હવે મારા ખર્ચા મારે જાતે જ પુરા કરવાના હતા. મારા એક મિત્ર એ મને કહ્યું કે જો તું ઈચ્છતો હોય તો હું તને બીગબજારમાં કેશિયરની જોબ આપવી શકું છું. મેં તરત જ એ જોબ સ્વીકારી લીધી.

હવે પહેલા જેવા દિવસો રહ્યા નહોતા. બધા પોતપોતાની જિંદગીમાં મશગુલ હતા. હવે હું અને ઈશા પણ પહેલાની જેમ મળી નહોતા શકતા પણ ફોન થઈ રોજ વાત થઈ જતી હતી.

રાત્રે મેસ પરથી જમી ને રૂમ પર જય રહ્યો હતો. મમ્મીનો ફોન રસ્તામાંજ આવ્યો. વિછરી રહ્યો હતો કે આજે તો મમ્મીની બધું જણાવી દેવું હતું. છેલ્લા બે મહિનાથી મેં મમ્મીથી બધી વાત છુપાઈ રાખી હતી. હોવી વધારે જૂઠું બોલી શકાય નહીં.

" હેલો.... બેટા કેમ સે? કેટલા દિવસો થયા ટેરો તો હવે ફોન પણ નથી આવતો. મજામતો સેને? તબિયત કેવી સે તારી?

" ના...ના.. મમ્મી એવું કંઈ નથી. થોડા કામ માં હતો. બાકી બીજું બધું બરાબર છે."

" હવે તો તારી કોલેજ પણ પટવા આવી હશે તો ક્યારે ઘરે આવે સે? તારું રીઝલ્ટ તો સારું આવ્યું સેને?"

" હા... મમ્મી હું પાસ થઈ ગયો છું.મને અહીંયા સારી જોબ પણ મળી ગઈ છે. હોવી તો હમણાં હિયાજ રહેવાનો છું. નવી નવી નોકરી છે એટલે રજા પણ ના પડાયને માટે રાજા મળશે ત્યારે ઘરે આવી જઈશ."

મમ્મીને કેમનો સમજવું કે બીગબજારમાં કેશિયરનું કામ કરૂં છું. તેને મેં સારી જોબ ગણાવી છે. મારી મમ્મી બિચારી ગામડાની એને તો સારી અને સરકારી નોકરીમાંય ના ખબર પડે અને હું નાલાયક તેમની પાસે જૂઠું બોલી રહ્યો હતો.

" બેટા.. તને નોકરી મળી ગઈ. અમને તો જણાવ્યું પણ નહીં. તારા પપ્પા જાણશે તો કેટલા ખુશ થશે. આખા ગામમાં છાતી ફુલાવીને ફરશે."

" હા, મમ્મી હવે હું ટૂંક સમયમાં જ રજા લઈને તમને મળવા આવવાનો હતો." મેં આટલે જ વાત પતાવવા વિછર્યું. હોવી વધારે જૂઠું બોલી શકાતું નહોતું. મારા માટે મારી મમ્મીને છેતરવી તે દુનિયાનો સૌથી મોટો ગુનો હતો જે અત્યારે હું કરી રહ્યો હતો.

" જો બેટા... દરેક માબાપ પોતાના દીકરા ઉપર આશા રાખીને બેઠા હોય છે. દીકરો આગળ વધીને પોતાનું નામ રોશન કરશે. પોતાની સફળતાનાં ડંકા વગાડશે. તું તો મારો એકનો એક દીકરો સે. આજે તને લોકો મારા નામથી ઓળખે છે પણ આવતીકાલે મને લોકો તારા નામથી ઓળખે એવું કંઈક કરીને બતાવજે. એવી મારી ઈચ્છા છે....બેટા"

"હા....મમ્મી જરૂર" આથી વધારે હું કંઈજ બોલી ના શક્યો.

" સારું તારું ધ્યાન રાખજે. જમવાનું સમયસર લેજે. અને સમય મળે ત્યારે ઘરે આવી જજે" આટલું કહીને મમ્મીએ ફોન મૂકી દીધો.

હજુપણ મમ્મીના એ શબ્દો મારા મનમાં ફરી રહ્યા હતા. આવા ભોળા માબાપ ને હું છેતરી રહ્યો હતો એનું મને પારાવાર દુઃખ થઈ રહ્યું હતું.

મારે કઈક કારવુંજ પડશે. ગમેતેમ કરીને પણ સરકારી નોકરી મેળવવી જ રહી, તેના વગર મારો સંસાર અધુરો રહી જશે. આવા વિછર કરતા કરતા રૂમે પહોંચ્યો.

થોડા દિવસો બીગબજારમાં નોકરી કરી પણ તે નોકરીમાં મારુ મન લાગતું નહોતું. હું આ નોકરી માટે નથી બન્યો તેવું થાય કરતું હતું. મારા ખર્ચ કાઢવા માટે આ નોકરી ચાલુ રાખવી જરૂરી હતી.

"ઈશા, કદાચ હું નોકરી ના મેળવી શક્યો, જીવનમાં પ્રગતિ ના કરી શક્યો તો શું તું મારી સાથે લગ્ન કરીશ? " મેં રાત્રે અગાસીમાં બેઠા બેઠા ફોન પર વાત કરતા ઈશા ને કહ્યું.

ધવન તું પાગલ થઈ ગયો છે કે શું ? તું નોકરી કરે કે ના કરે હું હંમેશા તારી સાથે જ રહેવાની છું. હું જોબ કરીશ અને આપણા બંનેની જરૂરિયાતો પૂરી કરીશ. આજનો જમાનો હોવી પહેલા જેવો નથી રહ્યો. હવે તો સ્ત્રીઓ પણ જોબ કરીને પોતાના પતિને ફાઇનાન્સિયલ મદદ કરવા લાગી છે. મેં ઘણી એવી પણ સ્ત્રીઓ જોઈ છે જે પોતાના પતિ કરતા વધારે આવક કરે છે. ઘણા પુરૂષ પણ એવા છે જે તેમની પત્નીને ઘરકામમાં પૂરેપૂરી મદદ કરે છે. બાળકોની સંભાળ કરવામાં પણ ધ્યાન આપે છે.

ધવન, તું નોકરી નહીં પણ કરે ને તો પણ ચાલશે, તું બસ મને પ્રેમ કરજે. હું સાંજે ઓફિસેથી ઘરે આવું ત્યારે વ્હાલથી મારા કપાળ પર કિસ કરજે, મારા માટે કોફી બનાવજે. આપણે બંને કોફીના કપ લઈને અગાસીમાં બેસીસું અને ઢળતી સંધ્યા ને માણીશું.

પણ, ઈશા તારા મમ્મીપપ્પા મને આમ સ્વીકારશે. હું ગામડાના ગરીબ પરિવારમાંથી આવું છું અને તું શહેરમાં ઉછરેલી. ટેરો પરિવાર મારા અભણ ગરીબ માબાપને સ્વીકારશે.

ધવન, તે મને પ્રેમ કર્યો ત્યારે આવું નહોતું વિચાર્યું? અત્યારે આ બધું વિચારવાનો કોઈ અર્થ નથી. તે મને પ્રેમ કર્યો છે અને મેં તને આપણને દુનિયાની કોઈ તાકાત અલગ નથી કરી શકવાની. મેં તને અને તારા પરિવારને મારો મણિ લીધો છે.

ઈશા, તું સાથે ના હોટ તો હું આ પરિસ્થિતિમાંથી ક્યારેય બહાર ન નીકળી શક્યો હોત. આઈ લવ યુ ઈશા.... આઈ લવ યુ સોમેચ......

આઈ લવ યુ ટૂ, ધવન.......સારું હોવી હું ફોન મૂકુ છું. તું દિમાગ માં ટેન્શન ભર્યા વગર શાંતિ થઈ સુઈ જા..... બાય... આપણે મારા સપનામાં મળીયે.

*

કોલેજ પુરી થયાને એક વર્ષ જેવું થવા આવ્યું હતું. કૃણાલને સારી કંપનીમાં જોબ મળી ગઈ હતી. તેનું વાર્ષિક પેકેજ 4 લાખ રૂપિયા હતું. અમારા ગ્રૂપમાં સૌથી પહેલા અને સૌથી સારું પેકેજ તેને મળ્યું હતું. ટૂંક સમયમાં કૃણાલ હવે બરોડા શિફ્ટ થવાનો હતો. કંપની તરફથી તેને ત્યાં ફ્લેટ આપવામાં આવ્યો હતો.

જોબની ખુશીમાં અમારા આખા ગ્રૂપને પાર્ટી આપી હતી. આણંદની એક સારી હોટેલમાં અમે ડિનર માટે આવ્યા હતા. હું, કૃણાલ,અતુલ અને બીના બે ફ્રેન્ડ આવી ચુક્યા હતા. ઈશા અને પૂર્વી હજુ પહોંચ્યા નહોતા. તે બંનેની રાહ જોઇને અમે ઉભા હતા.

અતૂલે દૂરથી પૂર્વી અને ઈશાને આવતા જોયા. અતુલના ચહેરા પર ચમક આવી ગઈ. અતુલ પણ પૂર્વી ને પસંદ કરવા લાગ્યો હતો. હજુ સુધી તેને કહી શક્યો નહોતો. અમે જ્યારે એકલા હોઈએ ત્યારે કૃણાલ અતુલનો પૂર્વીના નામથી ચિડાવતો. તેનો એકજ ડાયલોગ હોય " રાધે ભૈયા ફસ ગયે બામનકી કી લાડકી કે પ્યાર મેં ". તેરે નામ ફિલ્મનો આ ડાયલોગ અતુલનો શૂટ થતો હતો.

ઈશા અને પૂર્વી અમારી તરફ આવી રહ્યા હતા. ઈશા એ સિમ્પલ યલો કલરની કુર્તી, નેક પર લગાવેલ છર વુડન બટન અને વાઇટ ચિકનનો પ્લાઝો પહેર્યો હતો. હોઠ પર માત્ર ગુલાબી લિપસ્ટિક લગાવી હતી. બીજી છોકરીઓની જેમ કોઈપણ વધારાનો મેકઅપ ચહેરા પર નહોતો છતાં કેટલી ખૂબસૂરત લાગી રહી હતી.

" ચાલો..યાર..ક્યારની તમારી રાહ જોવાય છે" મેં ઈશા સામે જોઈ ને કહ્યું.

" અમારી કે ઈશાની " પુરવીએ કૃણાલને તાડી મારતા કહ્યું.

"તમારા બંનેની " આટલું કહી અમે અંદર જવા લાગ્યા.

એક મોટા ટેબલ પર અમે સાતે જણ બેઠા. વેઈટર આવ્યો એટલે કૃણાલ અને ઇશાએ ઓર્ડર આપ્યો. ઓર્ડર આવે ત્યાં સુધી અમે વાતો એ વળગ્યા.

" કૃણાલ તારું તો સેટ થઈ ગયું, હવે તારે ચિંતા નથી. આટલી સારી જોબ અને સારી સેલેરી પણ " પૂર્વી બોલી.

" થેંક્સ, ઘણા સમય થી સરકારી જોબ ની તૈયારી કરતો હતો એતો ના થઇ પણ સારી કોર્પોરેટ જોબ મળી ગઈ. અતુલની પણ પોલીસની પરીક્ષા ક્લિયર થઈ ગઈ છે હવે ઓર્ડર આવે એટલી વાર પછી ઈસ્પેક્ટર સાહેબ" કૃણાલે પૂર્વી સામે જોતા કહ્યું. પૂર્વી થોડી શરમાઈ ગઈ. કદાચ તે પણ જાણી ગઈ હતી કે અતુલ તેને લાઈક કરવા લાગ્યો છે.

" હા, તો આવતા અઠવાડિયે બેંકની પરીક્ષાનું પણ રીઝલ્ટ આવવાનું છે. આ વખતે તો ઈશા સો ટકા પાસ થઈ જશે. પછી તે પણ સેટ જ છે " અતુલ બોલ્યો.

" પૂર્વી તે શું વિચાર્યું છે? " કૃણાલ એ પૂછ્યું.

" મારે તો જોબ કરવી જ નથી. કોઈ સરકારી નોકરીવાળો મળી જાય એટલે આપણે તો મેરેજ કરીને લહેર જ કરવી છે. એમાંય જો પોલોસખાતા વાળો હોય તો સોને પે સુહાગા જેવું થાય " આટલું બોલી અતુલ સામે જોઇને હસવા લાગી.

બધા આ સાંભળીને ચિચિયારીઓ પાડવા લાગ્યા હતા. કૃણાલ તો જાણે નાચવા જ લાગ્યો હતો. અતુલ શરમાઈ ગયો હતો. પૂર્વી તરફથી અતુલનો આ ઓપન પ્રપોઝલ હતું. બધા ખૂબ જ મસ્તી માં હતા, અમારો ઓર્ડર પણ આવી ગયો હતો.

બધા જમવામાં મશગુલ હાટ પણ હું કૈક અલગ જ વિચારી રહ્યો હતો. કૃણાલ,અતુલ,પૂર્વી,ઈશા બધા પોતપોતાના ભવિષ્યની વાતો કરી રહ્યા હતા. દરેક કોઈને કોઈ જગ્યાએ સેટ હતા બસ કોઈ નહોતું તો એ હું હતો. મારા જીવનમાં આગળ શું થશે એની ના મને કંઈ ખબર હતી કે ના કોઈ પ્લાનિંગ હતો. હું ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો.

ટેબલની નીચે થી મારા પગ ઉપર કોઈ સ્પર્શ થયો. એકદમ વિચારોમાંથી ઝબકી ગયો, જોયું તો ઈશા નો પગ હતો. મેં તેની સામે જોયું તો તે આંખોથી ઈશારો કરી રહી હતી. જાણે કહી રહી હોય." ધવન, તું ચિંતા ના કરીશ હું છું ને... હું હંમેશા તારી સાથે જ છું....."

જમવાનું પતાવીને અમે બધા બહાર નીકળ્યા. કૃણાલે કહ્યું ધવન તું મારા બાઇક પર ઈશાને એના ઘરે ડ્રોપ કરી આવ. કૃણાલ હોવી સ્કૂટીમાંથી બાઇક પર આવી ગયો હતો. મારા માટે એ જેટલું વિચારતો હતો એટલું કદાચ તેની ગર્લફ્રેન્ડ હોટ તો તેનું પણ ના વિચારતો. હું બાઇક પર ઈશાને લઈને નીકળ્યો. અતુલને પૂર્વી તેના એકટીવા પર ડ્રોપ કરવા ગઈ. આમ કૃણાલે અમારા બંનેનું ગોઠવ્યું હતું.

ઈશા અને હું બાઇક પર જઇ રહ્યા હતા. થોડે આગળ જઈને ઇશાએ કહ્યું કે આપણે હાઇવે પર લોન્ગ ડ્રાઈવ પર જઈએ. મેં બાઇક હાઇવે તરફ વાળ્યું. હાઇવે પર પહોંચતાની સાથે જ ઈશા બાઇક પર છૂટા હાથે ઉભી થઇ ગઇ હતી. તે બંને હાથ આકાશ તરફ ઊંચા કરીને મોટે મોટે " લવ યુ જિંદગી" ની બૂમો પાડી રહી હતી. તેના વાળ હવામાં લહેરાઈ રહ્યા હતા.

ધવન, તને ખબર છે. મને ખુબ ઈચ્છા હતી બાઇક પર આવી રીતે રાત્રે હાઇવે પર લોન્ગ ડ્રાઈવ પર જવાની. આજે એ પુરી થઈ ગઇ. "થેન્ક યુ સોમચ,ધવન" કહીને તે મને પીઠ પાછળથી એકદમ ટાઈટ હગ કરીને બેસી ગઈ.

ઘણીવાર સુધી અમે રોડ પર આમજ ચાલ્યા ગયા. બસ ઉપર અંધારી રાત અને સામે નજર જાય ત્યાં સુધી રોડ. હું ચુપચાપ ડ્રાઇવ કરી રહ્યો હતો. ઈશા મને હગ કરીને પોતાનું માથું મારી પીઠ પર ઢાળી ને બેઠી હતી. લગભગ એક કલાક સુધી આમજ અમે ચાલતા રહ્યા.

ઇશાના હગથી તેના પરફ્યુમની સુગંધ મારા કપડામાંથી હજુ પણ આવી રહી હતી. મેં સાઈડમાં બાઇક ઉભી રાખી. રસ્તા પર ખૂબ અંધારું હતું. ઈશાને મેં મારી તરફ ખેંચી. તેના કમરમાં હાથ મૂકી મારી નજીક લાવવા લાગ્યો. થોડીવાર હું તેની આંખોમાં જોઈ રહ્યો. અંધારામાં તારાઓની જેમ તેની આંખો ચમકતી હતી. મને જાણે કોઈ પરાણે તેની તરફ ખેંચી રહ્યું હોય તેવું લાગ્યું. તે મારાથી નીચી હતી એટલે મેં તેનું માથું મારા બંને હાથથી પકડી મારી તરફ કર્યું. તેની આંખો ઈચ્છા અને લાગણીઓથી છલકાઈ રહી હતી. હું તેની તરફ ઝુક્યો અને મારા હોઠ તેના હોઠમાં પરોવાઈ ગયા. હું તેના હોઠને જાણે ખાઈ જવાનો હોય તેમ બચકું ભરવા લાગ્યો. હું તેના પ્રેમમાં બળી રહ્યો હતો. મારા માં ઉત્પન્ન થતી પ્રેમની લપટો ને તેજ શાંત કરી શકતી હતી. જાણે આ પળો ભરી આવવાની જ ના હોય અને જીવનની છેલ્લી ક્ષણો બાકી રહી હોય તેવા ભાવ સાથે હું તેને કિસ કરવા લાગ્યો. જાણે મારુ જીવન આ સમય પર જ નિર્ભય છે તેવો ભાવ પેદા થતો હતો. તેને દર્દ થઈ રહ્યું હતું. તેનો શ્વાસ રૂંધાઇ રહ્યો હતો એની પરવા કર્યા વગર હું તેને કિસ કર્યે જતો હતો. મારાથી તેના હોઠ પર બચકું ભરાઈ ગયું. તેના મુખમાંથી આહહહ એવો અવાજ નીકળ્યો. હું અટકી ગયો. તેણે મને તેની બાહોમાં ભરી લીધો કોઈ રૂપસુંદરીની જેમ.

" ધવન, પ્લીઝ હોવી આપણે નીકળવું જોઈએ. મને કઈક થઈ રહ્યું છે. જો થોડીવાર વધારે આપણે આમજ ઉભા રહી શુ તો હું ખુદને નહીં રોકી શકું " ઇશાએ કહ્યું.

અમે ત્યાંથી નીકળ્યા. હું ઈશાને ડ્રોપ કરીને મારી રૂમ પર આવ્યો. કૃણાલ અને અતુલ ત્યાંજ રૂમની નીચે મારી રાહ જોઈ રહ્યા હતા.

" ધવન...,ભાઈ બહુવાર કરી ડ્રોપ કરીને આવવામાં. ખાલી ડ્રોપ જ કરવા ગયો હતો ને " કૃણાલ આમ બોલીને એક આંખ બેન્ડ કરી મારા પેટમાં ગલી કરવા લાગ્યો.

"અરે.... એમજ લોન્ગ ડ્રાઈવ પર ગયા હતા બીજું કંઈ નહીં નાલાયક અને તમે બંને અહીં શુ કરો છો? " મેં કૃણાલ અને અતુલને પૂછ્યું.

" જો આતો બધાની પાર્ટી પુરી થઈ પણ આપણી તો બાકી છે ને " આમ કહીને અતુલ એક્ટિવાની ડીકીમાંથી સિગ્નેચરની બોટલ કાઢી લાવ્યો.

બોટલ લઈને અમે અગાસીમાં ગયા ખુલ્લા આકાશમાં તારાઓની નીચે, ચંદ્રના અજવાળામાં અમે અમારી બેઠક જમાવી. અતૂલે ત્રણ પેક બનાવ્યા. અમે ત્રણેયે પોતપોતાનો પેક ઉઠાવી લીધો. ચિયર્સ કરતા અમે પોતપોતાનો પેક ગટગટાવી લીધો. પછી અતુલ બીજો પેક બનાવવા લાગ્યો.

" અતુલ, પૂર્વી તને પસંદ છે એ બધા જાણે છે. મને તો લાગે છે પૂર્વી પોતે પણ એ જાણી ગઈ છે. હવે તું તારા મનની વાત તેની સાથે કરી નાખ " કૃણાલે કહ્યું.

" બસ, ઓર્ડરની રાહ જોવ છું. એ હાથમાં આવે એટલે પૂર્વી સામે મારા દિલની બધી વાત કહી દઈશ " બીજો પેક આપતા અતુલ બોલ્યો.

મેં બીજો પેક પણ ઉતાવળથી ગટગટાવી દીધો. હવે મને નશો થઈ રહ્યો હતો. મારુ માથું ભમી રહ્યું હતું.

" દુનિયાનો સૌથી કમનસીબ માણસ છું. ના મારા માટે આજ સુધી કશું કરી શક્યો કે ના કોઈ મારા પ્રિયજનો માટે કઈ કરી શક્યો. આ જીંદગી મને ક્યાં લઈ જઈ રહી છે એજ ખબર નથી પડતી " હું નશામાં ગમે તે બોલી રહ્યો હતો.

" ઈશા મળી, જન્નતની હૂર જેવી એ છોકરી મને પાગલની જેમ પ્રેમ કરે છે. મારી સાથે ઘર બાંધવાના સપના જોઈ રહી છે અને હું આ પડ્યો અહીંયા. તમે બધાએ તમારી લાઈફમાં કઈકને કઈક મેળવ્યું અને હું હતો ત્યાંનો ત્યાંજ. જો આમને આમ રહ્યું તો હું ઈશાને પણ એક દિવસ ખોઈ બેસીશ " મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.

" તું આવું બધું ના વિચાર, તારો ભાઈ હજુ છે તારી સાથે. જીવનના દરેક કપરા સમયમાં હું તારી સાથે કોઈશ " આટલું કહું કૃણાલે મને છાતીમાં સમાવી લીધો.

અમે ત્રણેય નશામાં ધૂત હતા. હવે અગાસીમાં જ આળોટવા લાગ્યા હતા. હું પડ્યો પડ્યો આકાશમાં જોઈ રહ્યો હતો. ઈશા વિનાની જિંદગી હું કલ્પી પણ નથી શકતો. મને અજીબ પ્રકારની બેચેની થવા લાગી હતી. હવે જીવનની બધી હકીકત મન સાથે અથડાઈ રહી હતી, મારી બેચેની વધી રહી હતી. પરીક્ષા, સરકારી નોકરી, મારુ અને ઇશાનું ભવિષ્ય, કિસુ નું ભવિષ્ય અને સૌથી વધારે જે મને પરેશાન કરતું હતું એ મારા મમ્મીપપ્પાની આશાઓ આ બધા વિચારોએ મારા મનમાં ઘર કરી લીધું હતું. મેં ક્યારેય મારી જાતને એટલી સક્ષમ ગણીજ નથી, હું હમેંશા ડરી ડરી ને જીવ્યો છું. મને મારા પર ભરોસો જ નથી કે હું એમના સપના પુરા કરી શકીશ. તરત જ મને મમ્મીપપ્પાનો ચહેરો યાદ આવ્યો અને તેમને આપેલું વચન યાદ આવ્યું. મેં ઘર છોડતી વખતે તેમને કહેલું કે હું જિંદગીમાં એવું કંઈક કરીશ કે તમને મારા પર ગર્વ થશે. પણ અત્યારે હું હિંમત હારી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. જ્યારે બધાની સાથે હોવ છું ત્યારે ખુશ હોવ છું પણ જેવો એકલો પડું છે ત્યારે એવું લાગે છે જાણે દુનિયામાં હું જ એક એવો છું જેની પાસે કોઈ દિશા નથી, જે આગળ વધી રહ્યો નથી, મારો વિકાસ અહીંયા જ અટકી ગયો છે. આંખોમાં આંસુ આવી રહ્યા હતા. ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. હું આવા વિચારો કરતો ખુલ્લા આકાશ નીચે ત્યાંજ પડી રહ્યો.




................................( ક્રમશઃ ).................................


- રોહિત ભાવેશ