Armaan na armaan - 16 in Gujarati Love Stories by Bhavesh Tejani books and stories PDF | અરમાન ના અરમાન - 16

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

Categories
Share

અરમાન ના અરમાન - 16

અરુણનું પેપર બહુ ખરાબ ગયું હતું એ વાત મને એ લગભગ હજાર વાર કહી ચુક્યો હતો. દરેક પાંચ મિનિટે મને એ કેહતો કે સાલું પેપર બહુ હાર્ડ હતું લાગે છે એક પણ ક્વેશન સાચો નથી પાડવાનો. એ જ્યારથી પેપર દઈને આવ્યો હતો ત્યારથી છોકરીઓ વાળી હરકત કરી રહ્યો હતો. એ બુક ખોલીને જવાબ મેચ કરતો જો એ મેચના થતો તો ખુદ સોલ્વ કરવા બેસી જતો. હું બિસ્તર પર પડ્યા પડ્યા તેની એ હરકતોને જોતો હતો તો બોર થઈને મેં કહ્યું કે એક પેપર ખરાબ થવાથી આટલો બધો પરેશાન છો તો તું ખાક દેશની સેવા કરવાનો છો.
“માથું ના ખસકાવ, જા તું સિગરેટનું પેકેટ લઈને આવ.” અરુણે ગુસ્સામાં કહ્યું.
હવે મેં પણ સિગરેટ પીવાનું ચાલુ કરી દીધું હતું એટલે અમે સિગરેટ ખરીદવાના દિવસોની વહેચણી કરી લીધી હતી. એક દિવસ એ સિગરેટનું પેકેટ લાવતો તો એક દિવસ હું. આજે મારો વારો હતો.
“ચાલ તું સાથે નહિ આવે?” મેં અરુણને કહ્યું.
“મારું મૂડ ખરાબ છે તું જા.” અરુણે કહ્યું.
“અરમાન..” ત્યારે જ કોઈએ બહારથી અવાજ લગાવ્યો. અવાજ ઓળખીતો હતો મેં રૂમનો દરવાજો ખોલ્યો તો સામે સીડાર ઉભો હતો.
“તો શું વિચાર્યું?” અંદર આવતા સીડારે મને કહ્યું.
“કઈ વાતનું?” મેં કહ્યું.
“એબીવીપીનું ઈલેકશન લડીશ કે નહિ?” સીડારે ફરી કહ્યું.
“એમટીએલ ભાઈ, તમને મેં પેહલા પણ કહી દીધું હતું કે...” મેં કહ્યું.
“તારું નામ મેં લખી નાખ્યું છે” મને વચ્ચેથી જ રોકતા સીડારે કહ્યું,
“હું અહી તારો મત જાણવા નથી આવ્યો તને કેહવા આવ્યો છું.” સીડારની વાત કરવાના લેહ્કાથી હું અચંબિત થઇ ગયો હતો. હું પોતાનું મો બંધ કરીને સીડારની તફર જોતો રહ્યો. ત્યાં સુધી જોતો રહ્યો કે જ્યાં સુધી ખુદ સીડારે જ મને અવાજ આપ્યો.
“સંભાળ, આ વખતે વરુણને કોઈ પણ હાલતમાં પ્રેસિડેન્ટ બનવા દેવાનો નથી, એટલે મારા કેન્ડીડેટ નું જીતવું જરૂરી છે. સેકન્ડ ઇયરમાં ગૌતમના લીધે મારી પકડ થોડી ઢીલી થઇ છે અને એટલે મને બીક છે કે સેકન્ડ ઇયરમાં મને પૂરો વિશ્વાસ છે કે મારી હાર નક્કી છે એટલે હું ઇત્છું છું કે ફસ્ટ ઇયરમાં કોઈ પણ ભોગે આપણે જીતીએ અને ફસ્ટ ઇયરમાં તું સૌથી વધારે હાઈલાઈટ છો.”
“પણ એમટીએલ ભાઈ મારા સ્ટડીનું....”હું બોલવા જતો હતો ત્યાં જ આ વખતે પણ વચ્ચેથી રોકતા સીડારે કહ્યું.
“ના તો આજ સુધી મારે કોઈ બેકલોગ આવ્યો છે કે ના તો મારો સ્કોર ઓછો થયો છે જયારે કે મારો અડધો સમય સ્પોર્ટ્સમાં કાઢું છું જયારે લડાઈ ઝઘડા વાળા કાંડ તો મારા એડીશનલ વર્કમાં આવે છે.”
“પણ..”હું અજુ બોલવા જ જતો હતો ત્યાં ફરી રોકતા કહ્યું.
“પણ બણ છોડ અને આ ફોર્મ ભર.” બેડ ઉપર ફોર્મ ફેકતા તેમણે કહ્યું,
“કાલ સવાર સુધીમાં મારી હોસ્ટેલમાં પહોચાડી દેજે.”
“ઠીક છે ભાઈ” મેં સીડારની વાત માનતા કહ્યું.
સીડારના ગયા પછી હું સિગરેટ લેવા માટે દુકાન તરફ રૂખ કર્યું. કાલે ફરી ટેસ્ટ હતી અને તૈયારીના નામે મીંડું હતું તેમ છતાં તે સમયે દિમાગમાં વાંચવા માટેના વિચારો દુર દુર સુધી નહોતા. પગપાળા ચાલતા ચાલતા કેટલાય વિચારો મારા મગજમાં ઉભરતા હતા પરંતુ તેમાંથી એક પણ વિચાર ભણવાનો અને કાલની ટેસ્ટ વિશેનો નહોતો. એશ, દીપિકા, સીડાર, અરુણ અને વરુણ આ બધાએ મારા દિમાગ ઉપર કબજો કરી લીધો હતો. સિગરેટની કશ લગાવતા આજે એશ સાથે થયેલી રકજક વિષે વિચારતા મનમાં હસતો તો ક્યારેક હલકા ગુલાબી રંગના સલવારમાં છુપાયેલા દીપિકામેમના જીસ્મને જોતો.
“આ વિભા થોડા સમયથી દેખાઈ નથી” મેં હોસ્ટેલ તફર જતા ખુદને જ કહ્યું. આ વાત સત્ય પણ હતી કે એ દિવસની ઘટના પછી મેં વિભાને કોલેજમાં જોઈ જ નહોતી. વિભા જેવી છોકરી કે જે એક દિવસના કોલેજના દસ ચક્કર લગાવતી હોઈ એ છોકરી કોલેજ એક અઠવાડિયાથી ના દેખાય તો સ્વભાવિક વાત છે ઝટકો તો લાગે જ. પરંતુ કેમ મેં તો નારીજાત નું સન્માન કરતા એને સહીસલામત ત્યાંથી મોકલી હતી. બીમાર હશે મેં ખુદ અંદાજો લગાવ્યો અને સિગરેટના કશ મારતા મારતા હું હોસ્ટેલ તરફ આગળ વધ્યો પરંતુ હજુ મારા દિમાગ ઉપર વિભાનો જ કબજો હતો કેમ કે હું ખુબ ઉત્છુક હતો કે એ દિવસની ઘટના પછી મારી અને તેની મુલાકાત કેવી હશે, તેનું રીયેક્શન કેવું હશે. એ મને જોઇને હસશે કે મારા પર ગુસ્સો કરશે કે કઈ બીજું જ કરશે. ભૂ ને કદાચ કઈ ખબર હોઈ એવું વિચારતા હું હોસ્ટેલમાં દાખલ થયો અને સીધો ભુંના રૂમ તરફ ગયો.
“ભૂ ,તારું પેપર કેવું ગયું.” ભુના રૂમમાં ઘુસતા જ મેં ભૂને પૂછ્યું.
“એક ક્વેશન છૂટી ગયો યાર.” ભૂ એ રુખો જવાબ આપ્યો.
“લાવ પાણી આપ બહાર બહુ તડકો છે” મેં પાણી માંગતા ભૂને કહ્યું.
“હું અત્યારે વાંચું છું તું જા અહિયાથી, એક અઠવાડિયા પછી મળજે જયારે ટેસ્ટ પતિ જાય ત્યારે.” ભૂ એક શ્વાસે બધું બોલી ગયો.
“અબ્બે હરામખોર હું તને અહી ડીસ્ટર્બ કરવા નથી આવ્યો મારે થોડી માહિતી જોઈતી હતી એટલે આવ્યો છું.” મેં ફટકાર લગાવતા ભૂને કહ્યું.
“શું જાણવું છે તારે?” ભૂ પોતાના તેવર ધીમા કરતો બોલ્યો.
“વિભાને તો તું ઓળખતો હોઈશ.” મેં સીધું જ પોઈન્ટ ઉપર આવતા કહ્યું,
“એ થોડા દિવસથી કોલેજમાં દેખાઈ નથી?”
“વિભા..” ભૂ એ પોતાના માથા પર કરચલી લાવતા પોતાના દિમાગમાં ગુગલની જેમ વિભાનું નામ સર્ચ કરવા લાગ્યો અને જલ્દી જવાબ આપતા બોલ્યો,
“એ કોલેજમાં ક્યાંથી દેખાય, એ એક અઠવાડિયાથી કોલેજ આવી જ નથી.”
“તને કેવી રીતે ખબર?” મેં આશર્યથી પૂછ્યું.
“કાલે રાત્રે જ મારી તેની સાથે ફેસબુક ઉપર વાત થઇ હતી.” ભૂ એ જવાબ આપ્યો.
“ગજબ, રીજન ખબર છે તને?” મેં ફરી સવાલ કર્યો.
“એમણે મને કશું નથી કહ્યું.” ભૂ એ જવાબ આપ્યો.
“ચાલ ઠીક છે તું વાંચ, બાય.” ભૂ ના રૂમમાંથી બહાર જતા જતા ન જાણે મારા મનમાં શું આવ્યું કે મેં પાછા ફર્યો અને પૂછ્યું,
“એશના કોઈ નવા ન્યુઝ“
પેહલા તો ભૂ હિચકીચાયો અને પાછી આંખોથી બતાવવા લાગ્યો કે તેના બોયફ્રેન્ડએ તેણે બધાની સામે થપ્પડ મારી હતી તો એનું નામ ના લે.મેં પણ આંખોથી તેણે બતાવતા કહ્યુ કે મેં પણ ગૌતમને બધાની સામે માર્યો હતો તો હિસાબ બરાબર.”
“એશ..” મગજમાં એશ નું નામ સર્ચ કરતા ભૂ બોલ્યો,
“એમના બોયફ્રેન્ડ ગૌતમના બાપને કોઈએ ચાકુ મારી દીધું છે તો તેની સારવાર માટે તે આઉટઓફ સીટી ગયો છે લગભગ એક અઠવાડિયા માટે, કાલે હું સિનિયરની હોસ્ટેલ ગયો હતો તો ત્યાં લોકો વાતો કરતા હતા.
“થેંકયુ ભૂ.” ઉછળીને મેં તેને ગળે લગાવી દીધો એ પછી તેણે મેં તેના બિસ્તર પર નાખીને હું મારા ખ્યાલોમાં ખોવાઈ ગયો.
હવે થોડા દિવસ હું અને એશ કોલેજમાં સાથે, અને આજે ફરી એકવાર મને ઇંતજાર હતો કાલ સવારનો. કાલની ટેસ્ટ જલ્દી પૂરી થવાનો. પ્લાન સિમ્પલ હતો કાલે જયારે ટેસ્ટ પૂરી થઇ ત્યારે હું આખી કોલેજ ખોળીશ અને જ્યાં પણ એશ મળશે હું તેની સાથે લડાઈ કરીશ અને પોતાનું મૂડ ફ્રેશ કરીશ. એ ચીખશે ચીલ્લાવશે અને મને જાનથી મારી નાખવાની ધમકી આપશે અને હું તેણે ચુડેલ કહીને ચીડાવીશ. મારા અરમાન ફરી જાગવા લાગ્યા,દિલ ફરી ખીલી ઉઠ્યું, કિસ્મત ફરી જાગી ઉઠી અને હું પોતાના રૂમમાં ઘુસતા તાવથી બોલી ઉઠ્યો કે કાલે એકઝામમાં એક ક્વેશન છોડી દઈશ અને એશને ગોતી કાઢીશ.
એ દિવસેના તો મેં કાલે થનારી ટેસ્ટની તૈયારી બરાબર કરી કે નતો હું શાંતિ થી સુતો. જયારે પણ આંખ લાગતી પલકો ભારી થઇ જતી અને ત્યારે હું એશીની ભૂરી આંખોને મેહસૂસ કરતો, એની સુરત નીંદમાં પણ એક છાયાની જેમ મારી સાથે લીપટેલી રેહતી. મને એવું લાગતું કે એ મારી પાસે અહી જ મારા જ બેડ ઉપર મારી ઉપર સુતી છે અને લેફ્ટ સાઈડ મારા ધડકતા દિલ ઉપર હાથથી સેહ્લાવી રહી હોય. જયારે હું તેણે મારી બાહોમાં ભરી લેવા માટે હું મારા હાથ આગળ કરતો તો એ ગાયબ થઇ જતી અને મારી આંખો ખુલ્લી જતી. એશને ત્યાં ન જોઇને મને થોડું સેડ ફિલ થતું અને પોતાની ઉપર હસી પણ આવતી. કોઈના ખ્યાલોમાં ખોવાઈ રેહવું, સુતા જાગતા બસ એના જ વિચારો કરવા આ બધું મેં હિન્દી ફિલ્મોમાં થતા જોયું હતું. પરંતુ તે રાત્રે એ બધી ઘટના મેં મારી સાથે થતા જોઈ હતી. જયારે પણ હું મારી આંખો બંધ કરતો અને થોડી નીંદર જ્યાં આવે ત્યાં ન જાણે ક્યાંથી એશ આવી જતી અને અમે બંને એક બીજા સાથે લડતા ઝઘતા. મેં તો એને ચીડવવા માટે તેનું નીક નામ પણ વિચારી લીધું હતું ચુડેલ. હકીકતની જેમ સપનામાં પણ હું તેને ચુડેલ કેહતો અને હકીકતની જેમ સપનામાં પણ એ મને જાનથી મારી નાખવાની ધમકી આપતી. એને મેળવવા માટે જીવ મચાળવા લાગ્યો હતો એનો એક સ્પર્શ પામવા માટે હું તડપી રહ્યો હતો. એ સમયે મારા માટે આખી દુનિયા એક તરફ હતી અને એશ એક તરફ હતી. કાલની એક્ઝામ પાક્કું ખરાબ જવાની છે અડધી રાત્રે વારંવાર નીંદ તૂટવાથી પરેશાન થઈને હું બેસી ગયો અને આંખો ચોળતા ચોળતા અંધારામાં જ મેં સિગરેટ સળગાવી.
મારી આંખોમાં એની સુરતનો એવો તે રંગ ચડી ગયો હતો કે મને ખુદથી જ ડર લાગવા લાગ્યો હતો કે ક્યાંક આંખોમાંથી આ રંગ કાઢતા કાઢતા હું આંધળોના થઇ જઉં. એ સમયે હું અજીબ અજીબ હરકત કરતો હતો. સિગરેટના કશ લેતા લેતા એશને પામવા હું એકદમ બે ચેન થઇ જતો તો થોડીવાર એના વિષે વિચારી વિચારીને દિલ ખીલી ઉઠતું. મોબાઈલમાં એ સમયે જોયું તો રાતના બે વાગી રહ્યા હતા. નીંદર તો હવે આવી રહી એટલે મેં બહાર ચક્કર લગાવવા નું નક્કી કર્યું અને બહાર આવી ગયો. અરુણ તો ગાઢ નિંદ્રામાં સૂતેલો હતો એને જગાડીને મારે એનો કોઈ જ બકવાસ સંભાળવાના મૂડમાં નહોતો. સાંભળ્યું હતું કે ક્યારેક જિંદગીમાં કોઈ વસ્તુ એવી મળી જાય છે કે જે જિંદગીથી પણ વાલી લાગવા માંડે છે, જિંદગી કરતા પણ અનમોલ લાગવાં માંડે છે અને આજે એ વસ્તુ મને મળી ગઈ હતી. આજે મને જિંદગી કરતા વાલી અને અનમોલ વસ્તુ એક છોકરીના રૂપમાં મળી ગઈ હતી કે જે સીધી મારા લેફ્ટ સાઈડમાં જઈને અસર કરતી હતી. મારા મગજનું કેલ્ક્યુલેશન હજુ મને એ જ સલાહ આપતું હતું કે હું એના વિષે ના વિચારું. મારા મગજનું કેલ્ક્યુલેશન મને ચીખી ચીખીને કહી રહ્યું હતું કે એશ ક્યારેય મારી સાથે દિલ નહિ લગાવે. એ રાત્રે મેં એકઝામમાં આવવા વાળા મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ક્વેશનની જેમ મેં મારી જિંદગીના મોસ્ટ ઈમ્પોર્ટન્ટ સત્યને પણ ઇગ્નોર કર્યું. મેં આ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ સત્યને કેટલાય બહાના બનાવીને ટાળી દીધો એ આસમાં કોઈને કોઈ બહાને એશ આ બહાના ને સત્ય બનાવી દેશે.
એ રાત્રે ઘણીવાર સુધી આમથી તેમ ચક્કર માર્યા અને પછી હું જઈને પોતના બેડ પર પડ્યો ત્યારે જઈને પાંચ વાગ્યે મારી આંખ લાગી જે ત્યારે જઈને ખુલી કે ટેસ્ટને અડધી કલાકની વાર હતી એ પણ અરુણના ઉઠાડવાના લીધે.
“કેમ એલા આજે તારે ટેસ્ટ આપવા નથી જવું કે શું?” અરુણે મને પૂછ્યું અને એ બિલકુલ તૈયાર હતો અને કદાસ હવે એ રીવીજન મારવાના જુગડમાં હતો.
“ટાઈમ..” મેં આંખો ચોળતા ચોળતા કહ્યું,
“ટાઈમ શું થયો છે?”
“વધારે નહિ સવારના દસ થયા છે અડધી કલાકમાં એક્ઝામ શરુ થવાની છે, હજુ નીંદર પુરીના થઇ હોઈ તો પાંચ દસ મિનિટની નાની નીંદર લઈલે.” અરુણે બુકમાંથી નજર બહાર કાઢતા કહ્યું.
“પાંચ મિનિટ પછી ઉઠાડી દેજે.” કેહતા મેં ફરીવાર ચાંદર ખેચી લીધી.
એ દિવસે મને ખાલી એટલી જ ખબર હતી કે એક્ઝામ ક્યાં સબ્જેક્ટની છે બાકી ડેટ અને ડે મેં આગળ વાળાને પૂછીને ભરી દીધું હતું. સાલું મારા જેવા બ્રીલીયન્ટ સ્ટુડન્ટ ને આજે એક પણ પ્રશ્ન નતો આવડતો થોડીવાર તો થયું કે આમ કોરું પેપર જઈને એક્ઝામ સુપરવાઈઝરના મો પર જઈને મારું પણ રીઝલ્ટમાં એક મોટા ઝીરોનો વિચાર આવતા દરેક પ્રશ્નના જવાબના કઈને કઈ લખીને એક્ઝામ હોલની બહાર આવતો રહ્યો. આજે મેં જે હિસાબથી ટેસ્ટ આપી હતી એ હિસાબથી તો મારે બહુ દુઃખી થવું જોઈતું હતું અને અરુણને ગાળો આપીને મારે મારી બધી બડાશ કાઢવી જોઈતી હતી પરંતુ તે સમયે ના તો હું બહુ દુઃખી હતો કે નતો મને ગાળો બોલવાનું મન હતું. હું ખુશી ખુશી સુપરવાઈઝર ને પોતાનું પેપર સબમીટ કરી દીધું અને બહાર આવી ગયો. પેહલા હું લાઈબ્રેરીમાં ઘુસ્યો તો ત્યાં એશ નહોતી. ત્યારબાદ મેં તેણે ઉપર નીચે બધા કોરીડોરમાં શોધી પરતું એ ત્યાં પણ ન મળી. ત્યારે જઈને મને યાદ આવ્યું કે ટેસ્ટ તો એની પણ છે તો એ તેના એક્ઝામ રૂમમાં જ હશે, ત્યાર બાદ મેં વિચાર્યું કે હું તેની કાર ઉભી રહે છે તેનાથી થોડે દુર ઉભા રહીને તેની રાહ જોઉં. ત્યાં હું લગભગ અડધો કલાક ઉભો રહ્યો તો પાર્કિંગમાં નતો એશની કાર હતી કે ન તો એશ હતી.પરંતુ તેમ છતાં હું ત્યાં જ ઉભો રહ્યો એ આસમાં કે બહુ જલ્દી એ આવશે. લગભગ હું ત્યાં ઉભા રહીને માંખો મારતો રહ્યો ત્યારે જઈને ક્યાંક એશ દેખાણી. એ તેની કેટલીક ફ્રેન્ડ્સ સાથે હસતા હસતા કોલેજના ગેટ બહાર આવી રહી હતી અને ત્યાંથી ટર્ન મારી ને સીધી કેન્ટીન બાજુ વળી ગઈ.
“એક નંબરની ભુખ્ખડ છે આ તો હું એટલીવારથી એની રાહ જોઉં છું અને આ દેવીજી કેન્ટીન તરફ પ્રસ્થાન કરી ગયા.” હું મનમાં જ બબડો.
હું પણ તેની પાછળ કેન્ટીન તરફ ગયો પરંતુ કેન્ટીનમાં જતા પેહલા મેં સીડારને કોલ કરીને કહી દીધું કે હું કેન્ટીનમાં જાઉં છું તો થોડું આ બાજુ ચક્કર મારતો રેહજે.
હું કેન્ટીનમાં જઈને એશ જ્યાં બેઠી હતી તેની બાજુના ટેબલ પર જઈને બેસી ગયો. થોડીવાર તો એની ફ્રેન્ડસ ત્યાં રહી પણ ત્યારબાદ એ બધી પોતપોતાના ઘર તરફ નીકળી ગઈ. એશને એની કેટલીય ફ્રેન્ડસ એ કહ્યું કે એ તેની સાથે આવે તો એ તેને તેના ઘરે ડ્રોપ કરી દેશે, પરંતુ એશ એ બધાને એમ કહીને ના પડી દીધી કે તેમના ડેડ એ ડ્રાઈવર સાથે કર મોકલી છે એ જલ્દી આવી જશે.
“બે પેપ્સી લાવજે.” મેં ઓર્ડર આપ્યો અને એ બે પેપ્સીની બોટલ લઈને હું એશ જ્યાં બેઠી હતી ત્યાં જઈને બેસી ગયો.
“તું?” એશ એ મને જોઇને કહ્યું.
“કહો હું શું સેવા કરી શકું તમારી?” મેં હસતા કહ્યું.
“આ સીટ બુક છે તું જા અહિયાંથી” એશ એ કહ્યું.
“અને ના ગયો તો?” મેં ફરી હસતા કહ્યું.
“યાદ છેને એ ખંજર અને તારી છાતી..” એશ એ મને યાદ અપાવતા કહ્યું.
“ચાલ ચુડેલ તારામાં આટલી હિંમત ક્યાં.” મેં હસતા ફરી કહ્યું.
“આ કેન્ટીનનો ઓનર કોણ છે” એશ એ જોરથી બરાડતા કહ્યું. તરત જ ત્યાં કામ કરવા વાળા માણસો માંથી એક ત્યાં પહોચી ગયો. તેમને જોઇને એશ એ કહ્યું,
“આને અહીંથી લઇ જાઓ આ મને પરેશાન કરે છે.” કેન્ટીન વાળો કઈ બોલતો એ પેહલા મેં હાથથી ઈશારો કરી મેં તેને અહીંથી જવા માટે ધમકી આપી તો થોડીવાર એશ આંખો બતાવતી તો થોડીવાર હું. અમારા બંનેની આ હરકતથી કંટાળીને તેણે કહ્યું,
“તમે બંને ખુદ સંભાળો, મારે ઘણું કામ છે.”
કેન્ટીનમાં કામ કરવા વાળા માણસના ગયા પછી થોડીવાર ચુપચાપ એશ ખાતી રહી અને જયારે તેનું ખાવા પીવાનું પરું થઇ ગયું તો પોતાના હાથ ખખેરીને મારી બાજુ જુકતા ધીરેથી કહ્યું,
“અહિયાં ગૌતમના ઘણા બધા દોસ્ત છે, ગૌતમના આવ્યા પછી લફડું કરશે.”
“તું એની ચિંતા ના કર.” મેં પણ ધીરેથી કહ્યું.
“તો તું જા અહીંથી.” ફરી ચીખતા બોલી. એટલે બધાની નજર અમારાં બંને ઉપર આવીને ટકી ગઈ.
“તું આ ગામડા વાળી હરકતના કર નહીતર હું તને મારી નજીક પણ નહિ ફરકવા દઉં.” મેં કહ્યું.
“હું તારી આજુ બાજુ ફરું છું કે તું જ મારી પાછળ પડ્યો છો.” ફરીથી ગુસ્સામાં કહ્યું.
“આઈઈઈઈઈ....” હું ફરી એક વાર આઈ વર્ડથી આગળ ના વધી શક્યો. મેં બે પેપ્સીની બોટલ માંથી એક બોટલ તેની તરફ આગળ કરતા કહ્યું,
“લે પી અને મારું પણ બીલ તું પે કરી દેજે.”
“શું?” ગુસ્સાથી મારી તરફ જોતા કહ્યું.
“પે નો મતલબ એ થાય કે આ બંને પેપ્સીના પૈસા તું આપી દેજે, શું યાર તું પાક્કું ગામડામાંથી આવી હોઈ એવું લાગે છે.” મેં ધીમેથી હસીને ચીડવતા કહ્યું.
“હવે તું મને ગુસ્સોના અપાવ અરમાન, એન્ડ ડોન્ટ કોલ મી ગામડાની, તને કદાસ ખબર નહિ હોય હું કોણ છું.”એશ એ ચિડાયને કહ્યું.
“અને તને ખબર છે તું આ સમયે એબીવીપીના થનારા પ્રેસિડેન્ટ સાથે વાત કરી રહી છો.” મેં પણ રોફ સાથે કહ્યું. ત્યારે જ એશ ના મોબાઈલણી રીંગ વાગી અને તેણે કોલ રીસીવ કર્યો અને ત્યાર પછી એણે ગુસ્સામાં મોબાઈલને બંધ કરી દીધો.
“શું થયું?” મેં પૂછ્યું.
“ડ્રાઈવરનો કોલ હતો અડધા રસ્તે કાર ખરાબ થઇ ગઈ છે.”
“વેઈટર, બે પેપ્સી હજુ લાવજે.” અને એશ તરફ જોઇને ફરી કહ્યું કે,
“આ નું બીલ પણ તું પે કરી દેજે.” એમણે મને ફરી ગુસ્સાથી જોયો અને પછી એને પોતાનો મોબાઈલ ઓન કરી અને ગેમ રમવા લાગી. હું પણ શાંતિથી બેસી રહ્યો પણ ઘણીવાર સુધી એ ચુડેલનો અવાજ ના સંભળાયો તો હું તેની સામે વળી ચેર ઉપરથી ઉભા થઈને એની બાજુની ચેર પર જઈને બેસી ગયો અને મેં તેના મોબાઈલની સ્ક્રીન ઉપર નજર નાખી તો યુ લુઝ લખેલું હતું.
“તું કેમ હસે છો?, અને તું મારાથી દુર રહે” એ મારાથી પોતાની ચેર દુર ખેસવતા બોલી.
“હું ક્યાં હસુ છું આતો દુઃખની હસી છે” મેં પોતાની ચેર તેની તરફ ઘસીટતા બોલ્યો.
“એક તો રસ્તા વચ્ચે કાર ખરાબ થઇ ગઈ અને ઉપરથી આ મારું દિમાગ ખાઈ છે.” એ બબડતા બોલી.
“તું કહે તો હું તને ઘરે છોડી દઉં.” મેં કહ્યું.
“એ ભલા કેવી રીતે?” એને આંખ ડોલાવતા કહ્યું.
“જાદુથી” મેં હસતા જવાબ આપ્યો.
“ ખુબ મહેરબાની તમારી રેહવા દયો, મારા પપ્પા એ બીજી કાર મોકલી દીધી છે એ હમણાં પહોચતી હશે.” એશે કહ્યું.
આપણે બધા પોતે જ સપના સજાવીએ છીએ અને આપડા અરમાન આપડે જ જગાડીએ છીએ તો પછી એના અધૂરા રહી જવા માટે આપડે જ જવાબદાર છીએ. અત્યારની તો ખબર નહિ પણ એ સમયે મારું એ જ માનવું હતું કે કોઈ ફિલ્મનું પોસ્ટર ઉતરે એ પેહલા જ છોકરીઓ પોતાના બોયફ્રેન્ડ બદલી નાખે છે. હું આ જ પ્રિન્સીપલનો ઉપયોગ કરીને મારા લવના એક્સપરીમેન્ટનો ચોક્ક્ચાઈ ભરો ઉત્તર લાવવા માંગતો હતો. મારા એ ઉપર દીધેલા પ્રિન્સીપલના લીધે હું એવું વિચારવા લાગ્યો હતો કે બધી છોકરીઓની જેમ એશ પણ બહુ જલ્દી ગૌતમને છોડીને મારી ગર્લફ્રેન્ડ બની જશે. અને અમે બંને બહુ જલ્દી જ કોઈ થીયેટરમાં બેસી ને એક જ પેપ્સીમાં બે ટ્રો નાખીને પેપ્સી પીતા હશું.
એક્ઝામ જેવી જવી જવી જોઈએ એવી જ જઈ રહી હતી એક દમ ખરાબ આ ટેસ્ટ મારી જિંદગીની સૌથી ખરાબ ટેસ્ટ હતી. મેં એબીવીપીનું ફોર્મ ખુશી ખુશી ભરી દીધું હતું અને થોડા દિવસોમાં જ હું સીડારની તરફથી તેના કેન્ડીડેટ તરીકે ઈલેક્શન લડવાનો હતો. આજે લાસ્ટ ટેસ્ટ હતી. હું આજે ખુશ પણ હતો અને થોડો બેચેન પણ. ખુશ એટલા માટે કે આજ પછી એક્ઝામ ઓવર કાલથી હું ફ્રી થઇ જવાનો છું કાલથી આજે બાર વાગતા સાથે જ આઝાદ થઇ જઈશ. બેચેન એટલે હતો કે કાલથી ગૌતમ કોલેજ આવાનો હતો તો મારી પાસે માત્ર આજનો દિવસ હતો એ બધું એશને કેહવાનો કે જે હું એના માટે મેહસૂસ કરું છું. મારા મોઢામાંથી આઈ સિવાય આગળ કઈના નીકળું કેમ નથી જાણતો પણ પરંતુ મેં એશને આઈ લવ યુ કેહવાનો એક રસ્તો ગોતી લીધો હતો જે કોઈ ફિલ્મ પર ઈન્સ્પાયર નહોતો.