Armaan na armaan - 15 in Gujarati Love Stories by Bhavesh Tejani books and stories PDF | અરમાન ના અરમાન - 15

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અરમાન ના અરમાન - 15

“તને મેં એક કામ કહ્યું હતું યાદ છે.”
“કયું કામ?” અરુણે વિચારતા કહ્યું.
“ગૌતમ અને એશની લવ સ્ટોરી ક્યારથી અને કેવી રીતે ચાલુ થઇ એ અને તેના બંનેના બાપ શું કરે છે એ બધું..” મેં અરુણને યાદ અપાવતા કહ્યું.
“મેં તને કેટલી વાર કહ્યું કે તું એશ પર બહુ ધ્યાન ના આપ તેણે ગૌતમ માટે સુસાઈડ કરવાની સુધ્ધા ટ્રાય કરી લીધી છે એનો લવ લેફ્ટ સાઈડ વાળો છે બકા..” અરુણે મને સમજાવતા કહ્યું.
‘લેફ્ટ સાઈડ મતલબ..” મેં અરુણને પૂછ્યું.
“દિલ લેફ્ટ સાઈડ હોય છે એટલે સાચા પ્યારને લેફ્ટ સાઈડ વાળો પ્યાર કેહવાય..’ અરુણે કહ્યું.
“અને રાઈટ સાઈડ વાળો લવ કોને કેહવાય?” મેં અરુણને ફરી પૂછ્યું.
“ફર્જી લવ, જે અત્યારે તારી અને દીપિકામેમ વચ્ચે ચાલી રહ્યો છે.” અરુણે ચોખવટ કરતા કહ્યું.
“તો પછી મારો અને એશનો લવ કઈ કેટેગરીમાં આવે મહાશય..’ મેં ફરી અરુણને પૂછ્યું.
“એક પણ કેટેગરીમાં નહિ..’ અરુણે હસતા હસતા કહ્યું.
“આ તો લવ જ નથી.” અરુણે વાત પૂરી કરી.
અરુણને એ સમયે હું શું કહું કશું સમજ માં ના આવ્યું અને આજ પણ હું એને કહું સમજાવી નથી શક્યો. કેમ કે આજ સુધી હું પણ નથી સમજી શક્યો કે મારો અને એશનો પ્રેમ લેફ્ટ સાઈડ વાળો હતો કે રાઈટ સાઈડ વાળો હતો કે પછી લવ જ નહોતો. જે પણ હોઈ પરંતુ તે દિવસે અમે પૂરો સમય કેન્ટીનમાં વિતાવ્યો. એ દિવસે કશું અલગ હતુ એશ એ દિવસે કેન્ટીનમાં મને જોઈ રહી હતી અને જેવી મારી નજર તેની સાથે મળતી તો એ તરત જ પોતાનો રંગ બદલીને ગુસ્સાથી મને જોવા લાગતી હતી. અને એની એજ અદા ઉપર મારું દિલ ઘાયલ થઇ જતું. રીસેસ પછી ક્લાસમાં કઈ ખાસ નહોતું થયું. બાકીના બધા ટીચર એક પછી એક આવ્યા અને ટેસ્ટનો ટોપિક કેહતા અને એડવાઇઝ આપતા કે તેના સબ્જેક્ટમાં કેવી રીતે તૈયારી કરવી. આ બધું જોતા રીસેસ પછીનો દિવસ બોરિંગ ગયો હતો.
“આમ જો એશ “ છુટીને એ સમયે જયારે હું અરુણની સાથે કોલેજની બહાર નીકળી રહ્યા હતા ત્યારે મેં એશને ત્યાં પરેશાન જોઈ તો મેં અરુણને કહ્યું.
“તો શું, હવે ત્યાં જઈને તું એની પપ્પી લઈશ.” અરુણે મને કહ્યું.
“જો એ એક કિસ આપેને તો કસમથી હું એન્જીનીયરીંગ છોડી દઉં.” મેં હસતા અરુણને કહ્યું.
“આ મારો ડાઇલોગ છે બકા.” અરુણે કહ્યું.
“ટોપા એ અહિયાં પરેશાન ઉભી છે અને તને ડાઇલોગબાજી સુજે છે, તું જા હું આવું છું.” અરુણને ત્યાંથી મોકલી હું એશ તરફ આગળ વધ્યો. હું એ તરફ જતા વિચારી રહ્યો હતો કે હું ત્યાં જઈને એશને શું કહીશ મારે અહી આવવું જ જોઈતું નહોતું. પરંતુ હું તેની પાસે ગયો અને તેની પરેશાનીનું કારણ પૂછ્યું.
“ઇવનિંગ વોક તો કરતી નહિ હોય તો આમ થી તેમ ચક્કર મારવાનું કઈ ખાસ કારણ?”
“તારે એનાથી શું?” એક જોરદાર થપ્પડ સમાન કરારો જવાબ આપતા કહ્યું અને ફરી આમથી તેમ અને તેમ થી આમ ફરી ચાલવા લાગી.
“હું અહી થી પસાર થતો હતો તો મેં તને પરેશાન જોઇને ઉભો રહ્યો અને આમ પણ સ્કુલમાં શીખવાડવામાં આવે છે કે માણસાઈ જેવી કઈ વસ્તુ પણ આવે છે.” મેં પણ સહજતાથી એક જવાબ આપ્યો.
“તું મને વધારે હેરાન ના કર અને જા અહિયાં થી.” ફરી એશ એ કહ્યું.
“નહિ જઉં.” મેં જવાબમાં કહ્યું.
“તો તું જ અહી ઉભો રહે હું જ અહી થી ચાલી જઉં છું.” પોતાના પગ પસાડતા ત્યાંથી આગળ વધી ગઈ.
“કમાલ છે યાર, હવે તો ભલાઈનો જમાનો જ રહ્યો નથી.” એશ ને જતા જોઇને મેં કહ્યું.
આમ તો એશનું આવવા જવાનું ગૌતમ સાથે જ હોઈ છે પરંતુ આજે ગૌતમ નહોતો આવ્યો. આજે ગૌતમની જગ્યા એ તેનો દોસ્ત બાઈક લઈને આવ્યો હતો અને તેની પાછળ બેસીને એશ ત્યાંથી નીકળી ગઈ. એશ ને આમ જતા જોઇને મારી લેફ્ટ સાઈડમાં હલચલ મચી ગઈ. હું કેટલાય વિચારોના માયા જાળમાં ફસાઈ ગયો જેમ કે શું એશ અને ગૌતમનું બ્રેક અપ થઇ ગયું કે એશ અને ગૌતમ વચ્ચે કોઈ મોટો ઝઘડો થઇ ગયો હશે કે પછી ગૌતમના એ દોસ્ત સાથે એશ નું.... નહિ આવું તો ન જ બને કેમ કે ગૌતમના દોસ્તની આટલી હિંમત તો ના જ થાય અને આમ પણ આ માટે એશ તૈયાર પણ ના જ થાય તો પછી એશ અને ગૌતમ વચ્ચે શું થયું હશે. આજે એશને પણ શું થઇ ગયું કે એ ગૌતમ સાથે ન જતા ગૌતમના દોસ્ત સાથે ગઈ અને આ બીસી ગૌતમ ક્યાં મારી ગયો.
*******
“અર્જ કિયા હૈ...” મેં કહ્યું.
“હા હા અર્જ કરો, જે મન થાય એ કરો..” વરુણે કહ્યું.
“ તો સાંભળો અર્જ કિયા હૈ...” મેં ફરી કહ્યું.
“અબ્બે ખાલી અર્જ જ કરીશ કે પછી બીજું કઈક પણ કરીશ.” વરુણ અને અરુણ બંને એક સાથે ટપકી પડ્યા.
“કોઈ તો મેહફીલ હોંગી ઇસ દુનિયા મેં જહાં નામ હમારા ભી હોગા..
જબ સુનેગી મેહફીલ મેં હમારી દાસ્તાન....
તો લહું કા કતરા ઉસકી આંખો સે ભી બહેગા...” અમે ત્રણેય ફરી ટલ્લી થઇ ગયા હતા. વરુણે જમવાનું ગેસ પર ચડાવી દીધું હતું અને હવે તેના બળવાની મહેક પણ આવવા લાગી હતી. એકબાજુ જમવાનું બળ્યું તો બીજી બાજુ અમારા દિલ બળ્યા.
“એ દિવસ પછી શું થયું એશ નું ગૌતમના દોસ્ત સાથે કઈ લફડું હતું કે નહિ.” વરુણે ફરી પૂછ્યું.
“હું કહું..” અરુણ વચ્ચે બોલી પડ્યો જેને રોકતા મેં કહ્યું.
“ના એ દિવસે એવું કશું જ નહોતું થયું.”
“ તો પછી એશ ગૌતમ સાથે કેમ નહોતી ગઈ? “ વરુણે ફરી એક સવાલ દાગી દીધો.
એ દિવસે હોસ્ટેલ ગયા પછી મને કારણની જાણ થઇ અને કારણ બતાવવા વાળો ભૂ હતો સાલું આજ પણ ઘણીવાર હું વિચારમાં પડી જાઉં છું કે ભૂ ને આ બધી ખબર ક્યાંથી મળી જાય છે.ખાસ કરીને એશને રીલેટેડ ન્યુઝ હોય તો ભૂને બહુ જલ્દી મળી જાય. એ દિવસે મને ખબર પડી કે ગૌતમના બાપની ઉપર કોઈએ જાનલેવા હુમલો કર્યો હતો અને તેની હાલત સીરીયસ હતી એટલે ગૌતમને કોલેજમાંથી વેહલા જ જવું પડ્યું હતું. ગૌતમ અને એશ એક સાથે કોલેજ આવ્યા હતા એટલે ગૌતમના ગયા પછી ગૌતમના દોસ્તે એશ ને તેના ઘરે ડ્રોપ કરી હતી. હું એક બાજુ એમ વિચારતો હતો કે એશ અને ગૌતમ વચ્ચે લડાઈ થઇ હશે તો ત્યાં મને નિરાશા મળી, તો બીજી બાજુ એશ અને ગૌતમના દોસ્ત વચ્ચે કઈ નથી એ જાણી ને ખુશી મળી. ભૂ એ બીજું ઘણું બધું મને કહ્યું જેમ કે એશ અને ગૌતમની ફેમીલી વિષે.જેમ ભૂ એ બતાવ્યું તેમ તેના હિસાબે ગૌતમનો બાપ એક ગુંડા ટાઈપનો માણસ હતો અને એ પોલીટીશીયન સાથે પણ અટેચ હતો મતલબ કે ગૌતમ એક રઈશ બાપની ઓલાદ હતો. તો બીજી બાજુ એશ ના પિતાજી એક બીઝનેસ મેન હતા એટલે કે એશ પણ એક રઇશ ખાનદાન થી હતી. એશ અને ગૌતમ બન્ને એક સાથે મોટા થયા પરંતુ ગૌતમ એશ કરતા એક વર્ષ મોટો હતો એટલે બંને ક્યારેય એક ક્લાસમાં ભણી નહોતા શક્યા. વધતી ઉમર સાથે બંનેની દોસ્તી પ્યારમાં પરિણમી અને બંને એ એક બીજાને પ્રેમનો એકરાર કર્યો. બંનેના ઘરે તેમના પ્રેમ વિષે જાણ હતી અને આ સંબંધ થી કોઈ તકલીફ પણ નહોતી. ભૂ એ થોડાદિવસ એશના સુસાઈડ કરવાનું કારણ પણ બતાવ્યું. તેણે કહ્યું કે ગૌતમ કોઈ બીજી છોકરીના ચક્કરમાં હતો તો આ વાત એશ થી સહન ના થઇ તો તેણે સુસાઈડ કરવાની કોશિશ કરી. ત્યાર બાદ ગૌતમે પોતાના એ કામ માટે એશ પાસે માફી માંગી અને ફરી એ બંનેની જૂની ઘીસીપીટી લવ સ્ટોરી ચાલુ થઇ ગઈ. એશ એ જેના માટે પોતાનો જીવ દેવાની કોશિશ કરી હતી તેને એ સાચો પ્રેમ કરતી હતી પરંતુ તે છતાય દિલના કોઈ ખૂણેથી આવાજ આવ્યો કે બેટા અરમાન કોશિશ કર તારો ચાન્સ હજુ છે.
એ અવાજના નીકળતા પેહલા જ તેને દિલમાં દફન થઇ જવાની જરૂર હતી. મારે ત્યારે જ માની લેવાની જરૂર હતી કે મારો અને એશ નો એક પણ બાજુથી મેળ બેસે તેવું નહોતું, નાતો ફેમીલી બેકગ્રાઉન્ડ થી કે નતો દિલની દુનિયાથી. એની પૂરી દુનિયા ગૌતમની આજુ બાજુ ઘુમતી હતી એ હું જાણતો હતો પરંતુ હું એ ના માન્યો. મારા 1500 ગ્રામના દિમાગમાં કૈક એવું સુજ્યું કે હું ફરી મારી એ ઘીસીપીતી લવ સ્ટોરીમાં એપ્લાય કરવાનો હતો.
“પેલી ચુડેલ વિભાની ફ્રેન્ડ રીક્વેસ્ટ તારા આઈડી ઉપર.” અરુણે પોતાના મોબાઈલ માંથી બહાર આવતા કહ્યું.
“શું?” મેં ચોકતા કહ્યું.
“એટલો બધો ચૌકે છો શું તું ખાલી એ કહે કે એક્સેપ્ટ કરું કે ના કરું?” અરુણે મને પૂછ્યું.
“ભાવ શુ કામ ખાવો કરી લે એક્સેપ્ટ...’ મેં હસતા કહ્યું.
એ દિવસે અમે વિભાની ખુબ ટાંગ ખીચાઈ કરી અને તે બહાનું બતાવીને ઓફ લાઈન થઇ ગઈ. એ સાથે જ અરુણે ફેસબુક બંધ કર્યું અને અમે બંને પેટ પકડીને ખુબ હસ્યા. એ દિવસે રાત્રે સિગરેટ પીવા અને ખાલી ખોટો બકવાસ કરવા સિવાય કશું જ ના કર્યું. અડધી રાત્રે બહાર નીકળતો અને બીજાનો દરવાજો ઠપકારતો અને ત્યાંથી ભાગીઓ જતો. રૂમની અંદર સુતેલા છોકરાઓ ઉભા થતા અને ગાળો ભાંડતા. આવીને દરવાજો ખોલતા કોઈને બહારના જુવે તો ફરી ગાળો આપતા આપતા સુઈ જતા.
તેના પછી થોડા દિવસ કશું જ નવું ના થયું. ગૌતમ અને એશ સાથે જ કોલેજ આવતા અને સાથે જ જતા. મારી અને ગૌતમની કોઈ નોક જોક પણ નહોતી થઇ એટલે માહોલ ઠંડો હતો. મારી સીડાર સાથે પણ વાત થઇ હતી તેણે મને કહ્યું હતું કે બહુ જલ્દી વરુણ અને તેના મિત્રો સાજા થઇ જશે અને કોલેજ આવવાનું પણ ચાલુ કરી દેશે.
મને એક એવી છોકરીની તલાશ બાળપણથી હતી કે તેની સામે જોતા જ મારી નજર એની આંખો થી શરુ થઈને આંખો પર જ અટકી જાય. દીપિકા અને વિભા ને જોઇને મારી નજર આંખો થી શરુ જ નહોતી થતી તેની સામે મારી નજર નીચેથી શરુ થતી અને આંખો ઉપર આવીને અટકતી પરતું એશ ના કેસમાં એવું નહોતું. મેં હજુ સુધી એની ખુબસુરત ભૂરી આંખો અને ચેહરો જ ઢંગથી જોયા હતા. હું એક મિડલ ક્લાસ ફેમીલી માંથી બીલોંગ કરતો હતો એટલે હું એક સીધી સાદી છોકરી જ ઇત્છતો હતો કે જે મને પ્યાર કરે અને હું તેને પ્યાર કરું. પ્લે બોય બનીને દર અઠવાડિયે ગર્લફ્રેન્ડ બદલવાનું મને પસંદ નહોતું. મને એવી કેટલીય છોકરીઓ મળી કે જે બીજાને બતાવવા અને બીજાને જલાવવા મારી ગર્લફ્રેન્ડ બનવા તૈયાર હતી. એ બધાને કિનારે રાખી અને હું એ જ છોકરીની તલાશમાં હતો કે જે મારી લેફ્ટસાઈડ ઉપર સીધી અસર કરે. એશની ભોળી સુરત, વાત વાતમાં ગુસ્સે થવું અને નાક ઉપર ગુસ્સો લઈને ફરવું મને ખુબ ગમતું હતું. મને જો એક વાત નહોતી ગમતી એ વાત એ હતી કે તેનું ગૌતમની ગર્લફ્રેન્ડ હોવું. દિમાગે હાજર વાર કહ્યું કે તારું અને એશ નું મળવું 99.99% શક્ય નથી તેમ છતાં દિલના કોઈ ખૂણેથી અવાજ આવતો કે હજુ 00.01 % ચાન્સ છે તેણે હાજર વડે ગુણીને 100% ચાન્સ બનાવી લે.
આ બેબસ દિલને સમજાવતા કહ્યું કે આ સમય આવું બધું વિચારવાનો સમય નથી એટલે મેં મારા દિમાગ અને દિલમાં બધા કેલ્ક્યુલેશન ને પેક કરીને વાંચવા બેઠો કાલે બીએમઈની ટેસ્ટ હતી.
“તને કઈ સમજમાં આવે છે અહી બઘુ જ માથા ઉપરથી જાય છે” અરુણ પોતાના વાળ ખેચતા બોલ્યો.
“મને તે રણછોડદાસ ચાંચડ સમજી રાખ્યો છે કે વગર વાંચ્યે ટોપ કરી લઈશ, મને પણ કઈ જ નથી સમજાતું,” મેં થોડા ગુસ્સા સાથે કહ્યું.
“એ બીસી એક જ ડેરીવેશન ના દસ દસ અલગ રીતો આપીને મરી ગયા અને ભણવું આપડે પડે છે” અરુણે પોતાની બડાશ કાઢતા કહ્યું.
“આ આઇસ્ટાઇન હોતને તો આ બધાને ગોળી મારી દેત.” બુકમાં ફરી પોતાની નજર દોડાવતા કહ્યું,
“આ જો આટલું મોટું ફોર્મુલા, આ તો ચાર વર્ષમાં પણ યાદ નહિ રહે યાર”
એ રાત અમે બુક્સના રાઈટરો અને પોતાના અલગ અલગ પ્રિન્સિપલ આપીને મરી ગયેલા મહાન લોકોને ગાળો આપીને વિતાવી.
પેહલા મારી આદત ચાર વાગ્યે ઉઠવાની હતી. એ દિવસે પણ મારી આંખ ચાર વાગ્યે ખુલી ગઈ હતી જયારે કે હું રાત્રે બાર વાગ્યે સુતો હતો. આંખો બળતી હતી અને માથું ભારે લાગતું હતું, મન કરતુ હતું કે લાઈટ બંધ કરું અને ચાંદર ખેચીને ફરી થી સુઈ જઉં. પરંતુ આજે એક્ઝામના ટેન્શનના લીધે સર ભારે હોવા છતાં માથાને હલકું કરવું પડ્યું પાંચ દસ મિનિટ. ઠંડા પાણીની ડોલ માં માથું ડુબાડી રાખ્યું ત્યાર બાદ પોતાની રૂમ તરફ આવતા મને મસ્તી સુજી કે જે હું ઘણી વાર રાતમાં કર્યા કરતો. મેં જોરથી એક રૂમ નો દરવાજો ખખડાવો.
“કોણ છે?” એક મરેલી અવાજમાં અંદરથી કોઈએ મારો પરિચય પૂછ્યો.
“પોલીસ, જલ્દી દરવાજો ખોલ.” મેં મારો અવાજ કડક કરતા કહ્યું.
“હોસ્ટેલમાં ખૂન થયું છે અને તું હજુ સુતો તો જલ્દી દરવાજો ખોલ.” એટલું કહીને હું મારી રૂમ તરફ ભાગ્યો અને રૂમની અંદર ઘુસી ગયો ત્યારે મને એ રૂમ માં રેહવાવાળા છોકરાઓનો અવાજ સંભળાયો કે,
“આ છોકરાઓએ થોડા દિવસથી પરેશાન કરી દીધા છે આ લોકોની ફરીયાદ કરવી પડશે...”
હસતા હસતા મેં બીએમઈની બુક પકડી અને ખુદ ને ચારે બાજુથી ચાદરમાં લપેટીને બુક ખોલીને બેસી ગયો. લઇદઈને થોડી તો સમજ પડી અને જેમ જેમ આગળ આગળ વાચતો ગયો તેમ તેમ ઇન્ટરેસ્ટ પાડવા લાગ્યો. વચ્ચે વચ્ચે ક્યારેક એશના વિચારો આવતા તો ક્યારેક દીપિકામેમના. પરતું ત્યારે મારો કેવો મનહુજ સમય હતો ખબર નહિ કે ત્યારે મને સિગરેટ પીવાની ખુબ ઇત્છા થઇ. જયારે મને ખુબ સિગરેટ પીવાની ઇચ્છા થઇ તો મેં ત્યાં પડેલું સિગરેટનું પેકેટ ઉઠાવ્યું પરંતુ તે બિલકુલ ખાલી હતું.
“ઓયે ઉઠ..” મેં અરુણને હલાવતા કહ્યું.
“ઉઠ નહીતર..નહીતર..”
“શું છે તારે..” કેહતા ફરું ચાંદર ખેસીને ફરી સુઈ ગયો.
“સિગરેટનું પેકેટ ક્યાં રાખ્યું તે?” મેં કહ્યું.
“નથી દેવું જા..” કેહતા એ ફરી ચાંદર ખેચીને સુઈ ગયો.
“જલ્દી બતાવ નહીતર તારી ચાદરમાં માચીસ મારી દઈશ..” ત્યારે તેણે પોતાના ખીસ્સા માંથી સિગરેટનું પેકેટ મને આપ્યું. અરુણની પાસેથી સિગરેટ લઈને હું મારા બેડ પર જઈને પડ્યો અને સિગરેટ પીતા પીતા વાચવા લાગ્યો.
“સાલું ડર લાગે છે કશું જ વાંચું નથી યાર..” અરુણે મો લટકાવતા કહ્યું.
“હવે હું તને શું કહું મને પણ ડર લાગે છે” મેં પણ મારા દિલની વાત કહી દીધી.
“તે તો સવારે જાગીને થોડું જોઈ પણ લીધું હું તો બીએમઈમાં વર્જિન છું યાર” અરુણે કહ્યું.
એ સમયે હું અને અરુણ એક્ઝામ હોલની બહાર ઉભા ઉભા વાતો કરી રહ્યા હતા. આમારી બાજુમાં ભૂ પણ ઉભો હતો પરંતુ એ અમારી સાથે વાતો કરવાની જગ્યા એ પોતાનું માથું બુકમાં ઘુસાડીને ઉભો હતો. કેહ્વાને તો આ ક્લાસ ટેસ્ટ હતી પરંતુ આ વખતે ક્લાસ ટેસ્ટને પણ હોડના કેહવાથી હું એકઝામની જેમ લઇ રહ્યો હતો.
પેપર તો ઈજી હતું તેમ છતાં થોડી ઘણી મિસ્ટેક મેં બધા ક્વેશનમાં કરી હતી. એક્ઝામહોલ માંથી જેવો બહાર નીકળ્યો કે બહાર કોરીડોરમાં મને દીપિકામેમ આવતી દેખાઈ. હલકા પિંક કલરની સલવાર તેના ઉપર એક દમ સુંદર લાગતી હતી. મેં તેણે એક દમ નીચેથી જોવાનું શરુ કર્યું અને પછી તેની આંખો ઉપર જઈને અટકી.
“ગુડ મોર્નિંગ મેમ..” મેં દીપિકામેમ ને વિશ કરતા કહ્યું.
“મોર્નિંગ?, અત્યારે તો આફ્ટરનુન છે.” દીપિકામેમ એ ટોકતા કહ્યું.
“સોરી, એ ટેસ્ટની અસર હજુ સુધી હતી, ગુડ આફ્ટરનુન “ મેં વાત વાળતા કહ્યું.
“કેવું રહ્યું પેપેર?” એ ત્યાજ મારી પાસે ઉભા રહી ગયા. તેમણે આજે પણ સોલીડ પરફ્યુમ લગાવેલું હતું જેના લીધે મારું તન અને મન બંને વાઈબ્રેશન કરી રહ્યા હતા.
“ઠીક ગયું” એક લાંબો શ્વાસ લેતા મેં કહ્યું અને દીપિકામેમ ના પરફ્યુમની ખુશ્બુ મારા રોમે રોમ માં પહોચી ગઈ.ત્યાં ઉભા ઉભા હું એવું વિચારી રહ્યો હતો કે એ ફરીથી મને કહે કે ચાલ કોમ્પ્યુટર લેબ માં પરંતુ તેમણે એવું કશું જ ના કહ્યું.
“આઈ હેવ ટુ ગો.” દીપિકા મેમ એ કહ્યું.
“ક્યાં કોમ્પ્યુટર લેબમાં?” મેં એકદમ સવાલ પૂછી લીધો.
“અવવવ...” મેં તેના આ અવવવ પર એક સ્મિત ફરકાવી દીધું એ જોઇને તેમણે કહ્યું,
“મારે હજુ કામ છે, બાય.”
“કહા ચલદી.....કહા ચલદી... પ્યાર કી પુંગી બજા કર...” દીપિકામેમના ગયા પછી ખુદને મેં કહ્યું. ત્યાર બાદ મેં પોતાના કદમ એ બાજુ વળી દીધા કે જે રસ્તો કોલેજની બહાર જતો હતો.
“ન્યુઝ પેપર વાંચી આવું.” લાઈબ્રેરીની સામે કોલેજની બહાર જતા જતા મારા પગ થંભી ગયા. મારા પગ આમ એક એક અટકવાનું એક કારણ એ પણ હતું કે લાઈબ્રેરીમાં ઘુસતા મેં એશ ને જોઈ હતી અને ઉપરથી એ એકલી પણ હતી તો વિચાર્યું કે તેની સાથે લડીને પોતાનું મૂડ જરા ફ્રેશ કરી લઉં.
મેં લાઈબ્રેરીની અંદર રાખેલા ન્યુઝ પેપર માંથી એક ઇંગ્લીશ ન્યુઝ પેપર ઉઠાવ્યું અને ઠીક એ જ જગ્યા પર જઈને બેસી ગયો કે જ્યાં એશ બેઠી હતી. તેના હાથમાં એક ગુજરાતી ન્યુઝ પેપર હતું. એ ન્યુઝપેપર વાંચવામાં એટલી મગ્ન હતી કે મને જોયો સુધ્ધા નહિ. હું તો ત્યાં આવ્યો હતો એશ સાથે લડવા તો કોઈને કોઈ ટોપિક ઉપર વાત તો કરવી જ હતી.
“ખબર નહિ લોકો ગુજરાતી ન્યુઝપેપર કેમ વાંચતા હશે ચટાકેદાર ન્યુઝ તો ઇંગ્લીશ ન્યૂઝપેપરમાં જ હોય છે.” ન્યુઝ્પેપરના પાનાં ફેરવતા મેં ધીમેથી કહ્યું.એશની નજર એક પળ માટે મારા પર પડી અને ફરી પાછી એ પોતાનું ન્યુઝપેપર વાંચવામાં મશગુલ થઇ ગઈ.
“આણે તો લડાઈ ચાલુ જ ના કરી કશું બીજું વિચારવું પડશે.” મેં ખુદને કહ્યું.
ઇંગ્લીશન્યુઝપેપરની આડમાં મેં એશને જોઈ,તેમને એક ટીશર્ટ અને જીન્સ પેહરી રાખેલું હતું અને ત્યારે જ મારા 1400 ગ્રામના મગજમાં તેની સાથે લડવાનો એક મસ્ત આઈડિયા આવ્યો. મેં આ વખતે અવાજ થોડો ઉચો કરતા બોલ્યો,
“આજકાલની છોકરીઓને તો જયારે જુઓ ત્યારે જીન્સ પેહરીને રખડતી હોઈ છે, આઈ હેટ ધેટ ટાઈપ ગર્લ્સ, આવી છોકરીઓ જો મારી પાસે, મારા જ ટેબલ ઉપર બેસી જાય તો મારે ગંગા જળ થી ખુદને પવિત્ર કરવો પડશે.”
આ વખતે એ ભડકી, પોતાની ભૂરી આંખોમાં ગુસ્સો ઉતરી આવ્યો અને મારી પાસેથી મારી ન્યુઝપેપર આચકી લીધું અને બોલી.
“તું મને કહે છો રાઈટ?”
“તું પણ અહી બેઠી છો, કમાલ છે મેં તને ના જોઈ.” ઇંગ્લિશ વર્ડ ઉપર વધારે જોર આપતા મેં કહ્યું,
“એમાં એવું છેને કે હું ઇંગ્લીશ ન્યુઝ પેપરવાંચવામાં એટલો મશગુલ હતો કે તને જોઈ નહિ.હાઉ આર યુ?”
“ફાઈન..’જોરથી તાડુકતા એ બોલી. ત્યારે લાઈબ્રેરીમાં બેઠેલાઓ એ એશને ચુપ રેહવા માટે ઈશારો કર્યો.
“આટલું તાડુંકવાની શું જરૂર છે ગામડેથી આવી છો કે શું?” મેં આગમાં પેટ્રોલ નાખતા કહ્યું.
“તું મને ફરીવાર દેખાતો નહિ નહીતર....” એશ એ કહ્યું.
“નહિતર..” આરામથી ત્યાં બેસતા મેં કહ્યું.
“નહીતર...નહીતર..” આજુ બાજુ જોતા જોતા એ વિચારવા લાગી કે એ અને શું ધમકી આપે,
“નહીતર હું તારું ખૂન કરી નાખીશ.”
“ઉપ્સ!” મેં હસતા પોતાના મો પર હાથ રાખી દીધો.
“હવે જા અહિયાથી..” એકવાર ફરી તાડૂકી અને લાઈબ્રેરીવાળાઓ એ એશને ત્યાંથી બહાર જવા માટે કહી દીધું. એ ગુસ્સામાં ત્યાંથી ઉભી થઈને બહાર જતી રહી. હું પણ ત્યાં બેસીને શું કરેત એટલે હું પણ તેની પાછળ પાછળ બહાર નીકળી ગયો.
“તારી ગર્લફ્રેન્ડ ને કહે કે આ લાઈબ્રેરી છે, અહિયાં શાંતિ રાખે.” જયારે હું લાઈબ્રેરીમાંથી બહાર નીકળી રહ્યો હતો તો બુક ઈશ્યૂ કરવાવાળા એ મને કહ્યું અને એ સાંભળીને ખુશ થતા થતા હું આગળ વધી ગયો.
“શું સાચે જ મારું ખૂન કરી નાખીશ?” મેં એશની પાછળ જતા કહ્યું.
“હા, જો ફરી મને દેખાણો તો એક મોટો ચૂરો લઈને છાતીની આરપાર કરી દઈશ.” એશ એ ગુસ્સામાં કહ્યું.
“ચાલ ચુડેલ, તારામાં આટલી હિંમત જ ક્યાં છે.” મેં ફરી ગુસ્સો અપાવતા કહ્યું.
“વ્હોટ???????... ચુડેલ..” ચોકતા કહ્યું.
“તો એમાં મેં શું ખરાબ કહી દીધું?” આમારી અચ્છીખાસી લડાઈ ચાલી રહી હતી કે અરુણ પાછળથી તેનું સડેલું ડાસુ લઈને આવી ટપકો અને બોલ્યો,
“ચાલને અરમાન, સિગરેટ પીએ, મૂડ બહુ ખરાબ છે.”
“ઓય ચુડેલ તું સિગરેટ પીશ.” મેં એશ સામે જોઇને હસતા કહ્યું.
“ભાડમાં જા.“એશ એ કહ્યું. તો હું અને અરુણ ત્યાંથી નીકળી ગયા ભાડમાં જવા માટે.