પ્રેમ એટલે જેના સપના માત્ર થી આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ અને એ આપણા સપના માં અને રોજ એક જ વ્યક્તિ ને જોવા માંગતા હોઈએ છીએ કરણ કે એ વ્યક્તિ આપના જીવન માટે ખાસ હોય છે અને તે વ્યક્તિ ને આપણે જોવા માટે તરસતા હોય અને એ વ્યક્તિ આપણા સપના માં આવી ને એક મીઠી સ્માઈલ આપે એટલે આપણ ને સપના માં પણ એવું જ લાગે કે એ વ્યક્તિ આપણી સામે જ ઉભી છે
અને તે વ્યક્તિ ની સ્મિત જોઈને આપણું પ્રેમાળ દિલ જાણે સપનાઓ ના સ્વર્ગ માં ફરી રહયુ હોઈ અને આપણે તેે સ્વર્ગ ની અપ્સરા ને પામવા માટે તડપતા હોય અને જ્યારે તે આપણા સપના માં પ્રવેશે છે ત્યારે આપણે તેની સાથે તેના સપનાઓ ના સ્વર્ગ માં ખોવાઈ જતા હોય છીએ અને તેના મીઠા મધુર અવાજ ને સાંભળવા ની એ વેદના આપણ ને એટલી આતુર કરી દે છે કે આપણી સામે જ્યારે મીઠી સ્માઈલ કરેને ત્યારે સાહેબ આપણે આપણા દિલ માં રહેલા જેટલા પણ સવાલ ભેગા કર્યા હોય ને તેને પૂછવા માટે પણ તે સમયે તેની એક મીઠી સ્માઈલ માત્ર થી આપણું દિલ બધું ભૂલી ને ખાલી તેની મીઠી સ્માઈલ ને જ જોતું રહે છે એવું થઈ જાય અને તે સપના ઓ ના સ્વર્ગ માં થી ભલે બહાર આવી જતા હોય છીએ અને તો પણ આખો દિવસ એની યાદ માં જ પસાર થતો હોઈ છે
અને જ્યારે તે વ્યક્તિ હકીકત માં આપણી સામે આવે છે અને ખાલી બાજુ માં થી નીકળે છે કે બાજુ માં આવી ને ઉભી રહી જાય છે તો પણ આપણે જેટલા પણ સવાલ ભેગા કર્યા હોય છે પૂછવા માટે પણ તો પણ તે એક સેકન્ડ માં ભુલાઈ જતા હોય છે એની એક મીઠી સ્માઇલ જોઈ ને જ કારણ કે એવી મીઠી સ્માઈલ જોવા નો ભાગ્યેજ કોઈ ને મોકો મળે અને મોકો પણ અને મળે જેને દિલ થઈ પ્રેમ કર્યો હોય તેને જ આવી મીઠી મધુર સ્માઈલ જોવા નો મોકો મળતો હોય છે અને તે સમયે ગમ્મે તેટલા સવાલ આપના જીભ પર હોઈ પણ બહાર નથી આવી શકતા કારણ કે તે સમયે આપણી બોલવા ની શક્તિ જ જતી રહે છે અને એ કદાચ આપણે એ સમયે કૈક બોલતા પણ હોઈ ને તેની આંખો માં આંખ નાખી ને તો પણ આપણે શું બોલ્યા કે શુ બોલીએ છીએ એ પણ આપણ ને ખબર નથી રહેતી પણ બોલવા ની હિંમત ત્યારે આવે છે જ્યારે તે કહે છે કે હું જાવ છુ એટલું સાંભળી ને મન માં કઈક એવી અને ખોઈ નાખવા ના ડર થી આપણું દિલ જ્યારે રડે છે કે તું અને ખોય નાખીશ તારા પ્રેમ ને તે ક્યાંક ખોવાઈ જાય તે પેલા કહી દે તયારે તે દિલ ની અંદર રહેલો પ્રેમ બહાર નીકળે અને તેના મન માં રહેલા જેટલા પણ સવાલ હોઈ છે તે બધા જ કહી દેતો હોઈ છે અને તેનો પ્રેમ ને ખોઈ નાખવા ના ડર થી જ એ માણસ ગભરાઈને બોલી ઉઠતો હોઈ છે પણ જો એ માણસ ત્યારે હિમ્મત નથી કરતો ને સાહેબ તો એ માણસ આખી જિંદગી વિતાવે છે તેના વગર પણ તેને બીજો સાચો અને નિઃસ્વાર્થ પ્રેમ બીજા કોઈ સાથે નથી થતો
"સાહેબ આ છે પ્રેમ ની સાચી તાકાત"
-ગોહિલ વિરમદેવસિંહ