Mann nu chintan - 13 in Gujarati Moral Stories by Pandya Ravi books and stories PDF | મન નું ચિંતન - 13

Featured Books
Categories
Share

મન નું ચિંતન - 13

પ્રકરણ : 13 નસીબ

રવિ પંડયા

મિત્રો , આજે ફરી આપની સમક્ષ પ્રકરણ 13 લઇને આવ્યો છો.12 પ્રકરણ સુધી સહયોગ આપ્યો છે.તેમ આ પ્રકરણમાં પણ આપશો.

આજનો શબ્દ : નસીબ

આજે નસીબ શબ્દ વિશે થોડી વાત કરવી છે.ત્રણ અક્ષરનો શબ્દ છે.બોલવા અને સાંભળવામાં બહુ સરળ લાગે છે.પરંતુ જેના જીવનમાં અમુક એવી પરિસ્થિતી હોય ત્યારે તેઓ નસીબને દોષ આપે છે.નસીબને દોષ આપ્યે તેમાં ખોટું પણ કાંઇ નથી.

અમુકના જીવનમાં મુશ્કેલીઓ આવતી જ હોય છે , ત્યારે તેઓ મુશ્કેલીઓનો હલ શોધવાને બદલે તેઓ માત્ર ને માત્ર મારા નસીબમાં એવુ લખ્યું હશે.એટલે થાય છે.તેમ માની ને જ બેસી રહે છે.શું તેમાં કોઈ મજા આવતી હશે ??


નસીબ માં હોય તો કયાં જશે નહી અને જો નસીબમાં નહી હોય તો કેટલી પણ મહેનત કરશું તો પણ આપણે તેમાં સફળ નહી જ થાય.એ માની ને જ ચાલવું.પરંતુ એટલા માટેથી આપણે મહેનત કરવાનું છોડી દઇ.અને નસીબના સહારે બેસી રહીએ એ પણ યોગ્ય ના જ કહેવાય.


नसीब में लिखा होगा तो कही जायेगा नहीं

નસીબની વાતો તો આપણે જન્મ થી લઇને મૃત્યુકાળ સુધી સાંભળતા જ રહીએ છે.પરંતુ અમુક પરિસ્થિતીને સ્વીકારી શકતા નથી કે મારા જીવનમાં આ નહી હોય એટલે નહી પણ આપણે તો પહેલેથી ટેવાયેલા છીએ.કે દોષારોપણ કરવો કોની માથે અને તેમાં પણ શબ્દ આપણા હૈયામાં આવી જાય એ શબ્દ એટલે નસીબ.


કોઇ વિધાર્થી પોતાના નિષ્ફળ થવા પાછળ વધુ જો કોઇને દોષિત ગણતો હોય તો તે છે નસીબ.તેને એમ લાગે છે કે મારુ નસીબ જ ખરાબ છે એટલે જ હું નિષ્ફળ ગયો.પરંતુ તે એ સ્વીકારવા તૈયાર નથી કે પોતાનામાં કોઇ કમી રહી ગઇ હશે.જેના પરિણામને લીધે નિષ્ફળ ગયા છે.


मेंने तो नसीब के सहारे रहने का छोड दिया है बस एक ही लक्ष रखा है कि कर्म करूगा फिर भी अगर निष्फल रहुँगा तो ओर ज्यादा महेनत करूगा लेकिन सफल जरूर हुँगा!

મિત્રો , નાની એવી વાત કરીશ

એક શ્યામ નામનો છોકરો.જે પોતાના શહેરની પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરતો હતો.11 ધોરણ સુધી બધું બરાબર જ ચાલતું હતું.આ વર્ષ જીવન માટે એક મહત્વનું વર્ષ હતું.

ધોરણ 12 એ બોર્ડની પરીક્ષાનું વર્ષ.11 માં ધોરણની પરીક્ષાઓ પુરી થાય એટલે તરત જ 12 ની શરુઆત થઇ જાય.ત્યાર થી ધરના અન શાળાના લોકોની અપેક્ષાઓ વધતી જાય.અને એ પ્રમાણે વિધાર્થી પાસે મહેનત કરાવે.
શ્યામના જીવનમાં પણ તેવું જ હતું.12 ની શરુઆત થી સિરીયસ થઇને ભણવાનું શરુ કરી દીધું.ધીમે ધીમે સમય પસાર થતો ગયો.પોતે બધા જ તહેવારોમાં Celebrate કરવાનું છોડી દીધું.માત્ર ને માત્ર ભણવા પર ધ્યાન આપવું.

હવે ધીમે ધીમે મહિનાઓ પસાર થઇ રહ્રા હતા.મહેનત પણ વધતી ગઈ હતી.પરિક્ષામાં પણ સારા માકર્સ આવતા હતા. હવે તો પરીક્ષા નજીક હતી એટલે વાંચનના સમયમાં પણ વધારો કરી દીધો હતો.

પરીક્ષાઓ આવી ગઇ.પરીક્ષામાં કોઇ પણ જાતના ટેન્સન વગર શાંત ચિતે પરીક્ષાઓ આપી.પરીક્ષા આપી દીધા પછી પેપર સોલ્યુશન કર્યા અને તેમાં પણ લાગતું હતું કે સારા માકર્સ જ આવશે.

પરીક્ષા પછીના બે મહિનાઓ સુધી તો ખુબ જ મજાઓ કરી .કોઇ પણ જાતનું ટેન્સન નહોતું .પણ તેને કયાં ખબર હતી કે ટેન્સનની શરુઆત હવે જ થવાની છે.પરીક્ષાના પરિણામની તારીખ નજીક આવી ગઇ.

આખરે એ દિવસ પણ આવી ગયો.જેની આતુરતા થી રાહ જોઇને બેઠેલો શ્યામના જીવનમાં ઉદાસી છવાઇ જવાની છે.સાઇટ પર જઇને પોતાનો સીટ નંબર લખ્યો.જોઇએ તો પરિણામ હતું નાપાસ. એ સ્વીકારવા તૈયાર નહોતો. પણ જે સત્ય હતું તે હતું કે શ્યામ 4 વિષયમાં નાપાસ થયો હતો.પોતાના પરિવારમાં આ વાત કહી તો તે પણ માનવા તૈયાર નહોતા.

શ્યામના મમ્મી તેને પ્રેમ અને હુંફ આપીને પોઝિટીવ વાતો કરી .અને કહયું કે એમ માની કે આ પરીક્ષામાં નાપાસ થયો તો તેના થી તેને આગલી પરીક્ષામાં વધુ માકર્સ મળવાનું નસીબમાં લખ્યું હશે એટલે આવું બન્યુ હશે.શ્યામે પણ હવે સ્વીકારી લીધું.

અસ્તુ

આજની સ્ટોરી કેવી લાગી તે ચોકકસ થી કહેજો.યોગ્ય પ્રતિભાવ આપશો .