CHECK MATE. - 6 in Gujarati Fiction Stories by Urmi Bhatt books and stories PDF | ચેકમેટ - 6

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

ચેકમેટ - 6

ચેકમેટ 6

મિત્રો આપણે આગળ જોયું એમ મનોજભાઈ અને મોક્ષા ઇન્સ્પેક્ટર રાજપૂત સાથે સિમલા પહોંચી જાય છે.રિધમ મહેતા અને તેમના પત્ની તેઓનું સ્વાગત કરે છે.રાત્રે જમ્યા પછી મોડીરાત્રે રાજપૂત મોક્ષા સાથે રાહસ્યભરી વાત કરે છે હવે આગળ..

બીજા દિવસે સવારે ફ્રેશ થઈને મોક્ષા , મનોજભાઈ તથા મિ. રાજપૂત સિમલા પોલીસ સ્ટેશન જવા નીકળે છે..આલયની જરૂરી વિગતો લઈને નીકળી પડે છે.રિધમ મહેતા ઘણો આગ્રહ કરે છે સાથે આવવાનો પરંતુ મિ. રાજપૂત ના પાડી દે છે.

રસ્તામાં કાર ડ્રાઇવ કરતી વખતે રાજપૂત મોક્ષા તથા મનોજભાઈને તમામ માહિતી ગુપ્ત રાખવાનું કહે છે.મનોજભાઈ કશું સમજે તે પહેલાં જ પોલીસ સ્ટેશન આવી જાય છે...અને મિ. રાજપૂત પોતાની કાર પાર્ક કરીને પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર મોહંત્રે ની કેબિન તરફ ઘુસી જાય છે..પોલીસયુનિફોર્મમાં હોવાથી તેમજ એમના આવવાની જાણકારી હોવાથી એમને કોઈ રોકતું નથી.
ઇન્સ્પેક્ટર મોહંત્રે એક પોલીસને છાજે એવું એનું સ્વાગત કરે છે.
સામાન્ય ચા પાણી પછી મૂળ મુદા પર આવે છે.

ઇન્સ્પેક્ટર મોહંત્રે : સર, આપકો આલયકા ફોટો દેના પડેગા વૉ whatdapp ઇમેજ અચ્છા નહીં આયા... ઓર મુજે ઉસકે ટ્રીપકી પુરી જાનકારી ચાહિયે...ઉસકે સાથ ઓર કિતને લોગ થે.
વૉ જીસ ગેસ્ટ હાઉસમે રુકે થે વૉ સબ આપ મુજે લિખા દો.કામ હો જાયેગા..એક FIR કર દેતે હે...અભી તો ગુમશુદા હૈ એસા હી બતાયેંગે.... પર exactly હુઆ ક્યાં થા..... કુછ ઘરસે ભાગકે તો નહીં આયા થા નાં???

મોક્ષા : નો , મેરા ભાઇ નહીં ભાગ સકતા....કુછ હુઆ હૈ ઉસકે સાથ...ઉસકા કુછ પતા નહીં હૈં.. આપ વૉ પતા લગાઇયે. પ્લીઝ કહીને મોક્ષા ટેબલ પર હાથ પછાડે છે.
મનોજભાઈ મોક્ષાને સમજાવીને શાંત કરે છે.અને એને બહાર બેસવા સમજાવે છે..

મનોજભાઈ પાસે એક રાઈટરને બેસાડવામાં આવે છે. જે તમામ માહિતી એક કોરા કાગળ માં લખતો જાય છે.પોલીસ સ્ટેશનમાં જરૂરી ફોર્મલિટી પુરી કર્યા બાદ ઇન્સ્પેક્ટર રાજપૂત અને મનોજભાઈ નીકળે છે.

મિ. રાજપૂત : અંકલ તમે હવે નીકળો હું થોડીક ફોર્મલિટી પુરી કરી ને આલયના ગેસ્ટહાઉસ જઈને આવું છું.

સર હું આવું છું એમ એકદમ જ બોલી ઉઠી મોક્ષા....એની આંખોના એ દર્દ અને ઉદાસીનો સામનો ના કરી શકયા.. રાજપૂત અને મોક્ષાને સાથે આવવાની મુક સંમતિ આપી બેઠા.

મનોજભાઈને થોડું બ્લડપ્રેશર હાઇ હોવાની બીક લાગતા તે રિધમ મહેતાના ઘર તરફ જવા નીકળ્યા...મોક્ષા અને મિ. રાજપુતે એમને પહેલા ઘરે મૂકીને પછી જ ગેસ્ટ હાઉસ જવાનું વિચાર્યું.

મિ. રાજપૂત મનોજભાઈને રસ્તામાં તમામ ઇન્સ્ટ્રકશન આપી રહ્યા હતા. ઘરે જઈને રિધમ મહેતાને કોઈ પણ માહિતી આપવી નહીં એવું કહી રહ્યા હતા..

મનોજભાઈને ઉતારી મિ. રાજપૂત અને મોક્ષા મોલરોડ પર આવેલા એક ગેસ્ટહાઉસ તરફ જાય છે.રસ્તામાં મોક્ષા પૂછી ઉઠે છે."સર, એક વાત પૂછું...."

"હા, બોલો ને..." પહેલી વખત હસ્તા મોઢે રાજપૂત જવાબ આપે છે.
મોક્ષા : સર, આ રિધમ મહેતા કાંઈક વિચિત્ર માણસ નથી લાગતો..

મિ. રાજપૂત : હા, પણ કેમ તમને એવું લાગ્યું??

મોક્ષા : સર રાત્રે જ્યારે તમારી સાથે વાત કરીને હું મારા રૂમમાં ગઈ અને બારી ખોલીને જોયું તો એ પોતાના રૂમની બાલ્કનીમાંથી મારા રૂમ તરફ આંટા મારી રહ્યા હતા. અને હા. ગેસ્ટરૂમ ની પાછળ જે કોટેજ છે તે બાજુ પણ બે વાર જઈ આવ્યા ...
મેં બારીમાંથી બધું જ જોયું...અને હા.તમે ગઈકાલે રાત્રે શુ કહેતા હતા એમના વિશે?

મિ. રાજપૂત : હા, મોક્ષા... આલય છેલ્લે રિધમ મહેતાના ઘરેથી જ મોલ રોડ આવ્યો હતો...અને પછી ત્યાંથી ગાયબ છે....કારણ મને ના પૂછતાં અત્યારે કે મને કોને કીધું??

મોક્ષા ધ્રુસકે અને ધ્રૂસકે રડવા લાગી..."સર આલય ક્યાં હશે??'
મિ. રાજપુતે પોતાનો હાથ મોક્ષાના માથા પર મુક્યો..
એક અજાણ્યા શહેરમાં એક બંધ ગાડીમાં એક અજાણ્યા પુરુષનો હાથ પોતાના માથા પર અડતા એકદમ જ ચોકી ગઈ મોક્ષા.

"ડરો નહીં મોક્ષા આલયને કશુ નહીં થવા દઉં.પણ આજે રાત્રે ઘરે જઈને મને આલય, તેના મિત્રો તેનો સ્વભાવ અને આદતો તથા છેલ્લે એની સાથે શું વાત થઈ હતી એ બધું જ જાણવું છે.તો પ્લીઝ સુઈ ના જતા રાત્રે."..કહીને મિ. રાજપુતે આંખો દ્વારા એક પ્રેમાળ હૈયાધારણ આપી.

મોક્ષા : સર, એક વાત છે જે કહેવી જરૂરી છે તમને.... રાત્રે નિરાંતે વાત કરીએ....

થોડી વારમાં જ તેઓ એક વિશાળ એવા ગેસ્ટહાઉસમાં આવી ચડ્યા.કાર પાર્ક કરીને તેઓ રિસેપ્શન કાઉન્ટર પર ગયા.એટલામાં ઇન્સ્પેક્ટર મોહંત્રે પણ આવી પહોંચે છે.રિસેપ્શન સંભાળતા મેનેજર સાથે વાત કરીને એમના વિઝિટર બુક આપવા કહે છે.

મેનેજર બુક આપે છે. જેમાં આ મહિનામાં ગેસ્ટહાઉસમાં આવનાર તમામ વિગતો આપેલી હતી...

કોલેજના તમામ મિત્રો સાથે આવેલ આલય તથા તેના મિત્રો ના નામ સરનામાં અને મોબાઈલ નંબરની વિગતો આપેલ હતી....

જરૂરી વિગતો નોંધી લીધા બાદ....તેઓ જે રૂમમાં રોકાયા હતા તેની તપાસ, જરૂરી ફોટા અને ગેસ્ટહાઉસના માલિક સાથે જરૂરી વાતચીત કર્યા બાદ...તેઓ તમામ ફરીથી નીચે આવે છે અને એકદમ જ મોક્ષાને યાદ આવે છે.
સર એ બુકમાં કોઈ માનવ નામના છોકરાનો નંબર આપ્યો છે ને?
હા, મોક્ષા છે ને ? કેમ..

બસ સર મને નંબર આપોને?કહીને વાત પૂરી કરે ત્યાં જ મોક્ષાના મોબાઈલમાં રિંગ વાગે છે.વનિતાબેન નો ફોન હોય છે.એક માં તરીકે હવે એમના ધીરજની હદ આવી ગઈ હતી.
આલય વગરનું ઘર ખાવા દોડતું હતું.મમ્મીને હૈયાધારણ આપીને મોક્ષા પાછી માનવનો નંબર શોધવાની તજવિજમાં પડી ગઈ.

સર આ માનવ આલાયનો ખાસ ફ્રેન્ડ છે અને એ અમદાવાદ આવી ગયો છે પણ જૂનો નંબર બંધ છે અને નવો નંબર આપવાની પ્રિન્સિપાલ સાહેબે ના પાડી અને કહ્યું કે હજુ એ આઘાતમાં છે...સર એવું તો શું જોયું છે એણે સર કે હજુ...એ ટ્રોમાંમાં છે.....ક્યાંક આલય સાથે કાંઈક થયું છે?? રિધમ મહેતા ખરેખર આલય વિશે કાંઈ જાણે છે?અનેક સવાલો એકીશ્વાસે પૂછી ઊઠે છે મોક્ષા..

પહેલીવાર મિ. રાજપૂતના ચહેરા પર ચિંતા સાથે દહેશતના ભાવ જોવા મળ્યા.....
મિત્રો..... એ દિવસે રાત્રે મોક્ષાએ આલયની તમામ વિગતો વિસ્તારપૂર્વક રાજપુતને આપી..શું છે એ એક વાત જે મોક્ષા કહેવા માંગતી હતી....
શું હતી એ વિગતો..... એ માટે વાંચતા રહો......