Relationship (Part -6) in Gujarati Fiction Stories by Parul books and stories PDF | સંબંધ (Part -6)

The Author
Featured Books
  • ફરે તે ફરફરે - 36

    મુંબઇમા વાન્દ્રા  વેસ્ટમા હીલ રોડના બીજા છેડે એક રેસ્ટો...

  • આશાબા

    સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હ...

  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

Categories
Share

સંબંધ (Part -6)

કવિતાએ પાછળ વળીને જોયું તો વનિતા વાત કરી રહી હતી. વનિતા સાથે એનો હસબન્ડ અને બીજું એક ફ્રેન્ડ કપલ હતું. વનિતા વર્ષા વિશે વાત કરી રહી હતી.

"હમણાં હમણાં જ સામે રહેતી વર્ષા સાથે સંબંધ વધ્યો છે. કંઈપણ સારું ખાવાનું બનાવે એટલે મારાં ઘરે ઢાંકી જાય. અમારાં ઘરમાં તો કોઈ ખાય નહિ, કોઈને ભાવે નહિ, બધું જ ફેંકવામાં જાય. મોઢાં પર તો ના કહેવાય નહિ. પાછી વાતો પણ એવી મોટી મોટી કરશે ને."

આ સાંભળી એની સાથે જે હતી એ બોલી,

"અમુક લોકો હોય છે જ એવાં આવડત ઓછી ને હોશિયારી ઘણી બતાવે."

આ સાંભળી કવિતા ને જરા ખરાબ લાગી આવ્યું. વર્ષા માટે મનમાં સહાનુભૂતિ થઈ આવી.

"ચાલ જઈએ હવે." આકાશ બોલ્યો.

" હા, ચાલ."

આકાશે કાઉન્ટર પર બિલ ચૂકવ્યું ને બંને ત્યાંથી ઘરે જવા માટે નીકળી ગયાં.

રાત્રે સૂતાં-સૂતાં કવિતાને વનિતાનાં શબ્દો જ કાનમાં ગૂંજ્યા કરતાં હતાં. એને વનિતા તરફથી વર્ષા સાથેનાં સંબંધમાં સારાપણું જણાઈ રહ્યું નહોતું. મનમાં થયું કે વર્ષા પાસે જઈ બધી વાત કરે પણ, એણે પોતાનાં મનને વાળી લીધું કે વર્ષા હમણાં એની વાતને સમજશે નહિ. નાહકનું મનદુ:ખ વધી જશે.

"શું વિચારે છે?" આકાશે પૂછ્યું.

"કાંઈ નહિ. બસ સૂવાની તૈયારી જ કરી રહી છું." કવિતા બોલી.

"ગુડ નાઈટ."

"ગુડ નાઈટ."

બીજા દિવસે સવાર પડી. કવિતાની તબિયત સારી જણાતી ન હતી. છતાં ઉભી થઈ આકાશ માટે ચા-નાશ્તો બનાવ્યો. ટેબલ પર મૂકી પાછી સૂઈ ગઈ. આકાશ નાહીને બહાર આવ્યો. એણે જોયું કવિતા પાછી સૂઈ ગઈ છે.

"કેમ તબિયત નથી સારી?"

"માથું દુ:ખે છે ને જરા તાવ જેવું પણ લાગે છે."

"ડૉક્ટર પાસે જઈ આવીએ."

"તું જા ઓફિસે. હું નાહીને પછી જઈ આવીશ."

"ઠીક છે."

"આજે લંચ ન બનાવતી. હું બહાર ખાઈ લઈશ. તું પણ કંઈ મંગાવીને ખાઈ લેજે."

"તને નહિ ફાવે બહારનું. હું ધીરે-ધીરે બનાવી લઈશ."

"મને બધું જ ફાવશે. તું આરામ કર."

ચા-નાશ્તો કરી આકાશ ઓફિસ જવા માટે નીકળી ગયો. આકાશનાં ગયાં પછી કવિતા થોડીવાર આરામ કરી પછી ડૉક્ટર પાસે જવાનું વિચારે છે.. બહાર પાર્લર ક્લોઝ્ડનું બોર્ડ લગાવી , મોબાઈલ સાઈલન્ટ પર મૂકી સૂઈ જાય છે. લગભગ બે કલાક પછી ઉઠે છે. નાહીને ડૉક્ટર પાસે જાય છે. ડૉક્ટર પાસે જઈ આવી મૅગી બનાવી, ખાઈને દવા લઈ પાછી સૂઈ જાય છે. સાંજે ઉઠી તો થોડું સારું લાગ્યું. કપડાં ધોવા માટે મશીન ચાલુ કર્યું. ચા નો કપ લઈ બાલ્કનીમાં બેઠી. મોબાઈલમાં જોયું તો આકાશનાં ચાર-ચાર મિસ્ડ કૉલ હતાં. એણે ફોન કર્યો તો આકાશનો ફોન બિઝી આવતો હતો. ચા પીધી. ન્યૂઝ પેપર વાંચવા માટે હાથમાં લીધું ને મોબાઈલની રીંગ વાગી. જોયું તો આકાશનો જ ફોન હતો.

"હૅલો."

"ફોન કેમ નહોતી ઉપાડતી?"

"ફોન સાઈલન્ટ પર રાખી થોડીવાર પાછી સૂઈ ગઈ હતી."

"ડૉક્ટર પાસે જઈ આવી."

"હા."

"શું કીધું?"

"વાઈરલ ફીવર છે. એક-બે દિવસમાં સારું થઈ જશે."

"ઠીક છે. આરામ કરી લેજે."

"હા."

"સાંજે મળીએ."

"ઓ. કે."

મોબાઈલ મૂક્યો ને ડૉર બેલ વાગી. હાથમાંથી ન્યૂઝ પેપર નીચે મૂકી કવિતા ડૉર ખોલવા માટે ગઈ. સામે વનિતા ઉભી હતી.

"આવું કે?"

"આવ, આવ."

"આજે પાર્લર બંધ છે?"

"હા, તબિયત જરા સારી નથી, એટલે....."

"શું થયું?"

"સવારથી તાવ જેવું લાગતું હતું."

"દવા લીધી કે નહિ."

"લીધી, લીધી. ડૉક્ટર પાસે પણ જઈ આવી. હવે થોડું ઠીક છે. સવારથી આરામ જ કર્યો છે."

"ઠીક છે, તું આરામ કર. હું તો આય બ્રો કરાવવા માટે આવી હતી. પણ કંઈ વાંધો નહિ. હવે કાલે આવીશ. વર્ષાને પણ કરાવવી હતી, તો અમે સાથે જ આવશું......"

વર્ષાનું નામ સાંભળતાં જ કવિતા જરાક વિચારમાં પડી ગઈ.

"અમે કાલે આવીએ તો તને કંઈ વાંધો તો નથી ને?" વનિતાએ પૂછ્યું.

"ના, ના. મને કશો જ વાંધો નથી." કવિતા વિચારોમાંથી બહાર નીકળીને બોલી.

(ક્રમશ:)