Relationship (Part -5) in Gujarati Fiction Stories by Parul books and stories PDF | સંબંધ (Part -5)

The Author
Featured Books
  • ફરે તે ફરફરે - 36

    મુંબઇમા વાન્દ્રા  વેસ્ટમા હીલ રોડના બીજા છેડે એક રેસ્ટો...

  • આશાબા

    સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હ...

  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

Categories
Share

સંબંધ (Part -5)

આકાશ હવે વૉકર છોડીને ઉભા રહેવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. પછી ડૉકાટરે આપેલી સૂચના પ્રમાણે એક દિવસે એક ડગલું, બીજાં દિવસે બીજું, ત્રીજા દિવસે ત્રીજું એમ કરી ધીરે-ધીરે ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. લગભગ દસ મહિના પછી આકાશ બરાબર રીતે ચાલી શક્યો હતો. ઝડપભેર રીકવરી દેખાઈ રહી હતી. ઓફિસ જવાની શરૂઆત કરવાં માંડી હતી. એકાદ વર્ષ પછી માનસિક અને શારિરિક રીતે સ્વસ્થ થઈ ગયો હતો.

એક વર્ષમાં કવિતાનું પાર્લરનું કામ ખૂબ જ જામી ગયું હતું. ધમધોકાર ચાલી રહેલાં પોતાનાં વ્યવસાયને હવે એ બંધ કરવાં માંગતી નહોતી. આકાશ પણ ઓફિસ જવા લાગ્યો હોવાથી કામ ધીમે-ધીમે પાટા પર ચડી રહ્યું હતું.

ખરાબ સમયનું વાદળું માથા પરથી હટી રહ્યું હતું. આ દરમ્યાન કવિતાએ વર્ષા સાથે વાત કરવાની ઘણી જ કોશિશ કરી જોઈ પણ વર્ષા એને ટાળી રહી છે એવું એને લાગ્યું. હવે એણે પણ વર્ષાને સામેથી બોલાવવાનું બંધ કર્યું. આમ પણ એ તો પોતાનાં કામમાં વ્યસ્ત તો હતી જ. વર્ષાની ખોટ એને સાલતી ન હતી.

પણ વર્ષાને કવિતાની ખોટ જણાતી હતી. ભલે એ મોઢાં પર દેખાડતી ન હતી. પણ કવિતા વગર અંદર અંદર એને એકલું લાગવા માંડ્યું હતું. એને મનમાં એવું જ હતું કે કવિતાને એનાં વગર ચાલશે જ નહિ. કવિતા મનાવવા માટે જરૂરથી આવશે. પણ કવિતાનું કામ એટલું વધી ગયું હતું કે એને ફુરસદ રહેતી જ ન હતી. વર્ષા સાથે અહીં તહીંની વાત કરવાં કરતાં પોતાનાં કામમાં પરોવાયેલાં રહેવાનું એને વધારે ફાવી રહ્યું હતું.

વર્ષાને એમ થતું હતું કે કવિતા હવે પૈસા કમાવવા લાગી છે. એને એ વાતનું ઘમંડ આવી ગયું છે. કવિતા એની સામે હુશિયારી દેખાડી રહી છે. એ પોતે કવિતાથી કમ નથી તે વાત કવિતાને દેખાડી દેવા માંગતી હતી. આ વાત સાબિત કરવા માટે એણે વનિતા સાથે સંબંધ વધારવાનું શરૂ કર્યું. વનિતા એની સામેનાં ફ્લેટમાં રહેતી હતી.

વનિતા અને વર્ષા વચ્ચે પણ હાથે બનાવેલ ખાવાની વસ્તુઓની આપ-લે થતી રહેતી હતી. બંને સાથે બહાર પણ જતાં. શોપિંગ કરવાં પણ બને ત્યાં સુધી સાથે જાય. કવિતા આ બધી વસ્તુ ધ્યાનમાં લેતી ન હતી. જો કે એની પાસે ટાઈમ રહેતો જ ન હતો. એ પોતાનાં કામમાં જ વ્યસ્ત અને મસ્ત રહેતી હતી. આકાશ નું કામકાજ પણ હવે વેગ પકડવાનું ચાલુ કર્યું હતું. કવિતાએ પોતાનાં માટે ટુ વ્હીલર પણ લઈ લીધું હતું. બંને પતિ-પત્નીની લાઈફ સુધરી રહી હતી. એક દિવસ આકાશે કવિતાને કીધું,

"મારી સ્થિતિ હવે સારી થઈ રહી છે. પગમાં પણ હવે કોઈ પ્રોબ્લેમ જણાતો નથી. તારે હવે આ પાર્લરનું કામ બંધ કરવું હોય તો કરી શકે છે. પૈસાની હવે એટલી જરૂર છે નહિ."

"તારી વાત તો સાચી છે. પૈસાની હવે જરૂર તો ઓછી છે, પણ....."

"પણ, શું?"

"પણ મને હવે મારાં આ કામની આદત પડી ગઈ છે. એવું નથી કે મને પૈસાની લાલચ છે, કે પૈસા કમાવવાનો લોભ થઈ રહ્યો છે. કોઈની સાથે બેસી મારી-તારીની પંચાત કરવાં કરતાં પ્રવૃત્ત રહેવું સારું લાગી રહ્યું છે. ને હવે એટલું જામી ગયું છે કે અચાનક બંધ કરવું ઘણું મુશ્કેલ છે."

"જેવી તારી મરજી." હસીને આકાશ બોલ્યો.

કવિતા પણ એની સામે જરાક હસી.

"કવિતા, જમીને, તારું કામ પતાવી નીચે આવ. ચક્કર મારવા જઈએ છીએ. હું નીચે ઉભો છું."

" ભલે."

બંને રાતનાં બાઈક પર ફરવા માટે નીકળ્યાં.

"આઈસ્ક્રીમ ખાવી છે?" આકાશે પૂછ્યું.

"આઈસ્ક્રીમ તો નથી ખાવી પણ જ્યૂસ પીવું છે." કવિતાએ જવાબ આપ્યો.

એક જ્યૂસ સેન્ટર પાસે આકાશે બાઈક ઉભી કરી. જ્યૂસનો ઓર્ડર આપ્યો. બંને જ્યૂસ પી રહ્યા હતાં. કવિતાનાં કાનમાં કોઈનો જાણીતો અવાજ સંભળાયો.

(ક્રમશ:)