ઉપસંહાર મુખ્ય પાત્ર પરિચય:
મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)
આયાન રાજવંશી
કિંજલ મહેતા રાજવંશી
સ્વાતિ
ગતાંક થી ચાલુ,
ઉપસંહાર,
જેમ જ મોહન નો ઇન્ટરવ્યુ પૂરો થયો તેણે એની સેક્રેટરી સ્વાતિ ને કહ્યું, “મારી ફિલ્મ ના પ્રોડ્યુસર ને તરત કોલ લગાવ, મારે એની જોડે વાત કરવી છે.”
“શું થયું સર?”
“જેમ કીધું એમ કર.”
સ્વાતિ એ કોલ કર્યો, પણ સામે પ્રોડ્યુસર ની સેક્રેટરી એ કોલ ઉપાડ્યો.
મોહને સ્વાતિ ને કહ્યું, “મારે ફિનિક્સ પ્રોડક્શન ના માલિક જોડે વાત કરવી છે, એમ બોલ.”
“તે અત્યારે વ્યસ્ત છે… એ અત્યારે વાત નહીં કરી શકે.” સ્વાતિ એ કહ્યું.
“મને ફોન આપ,” મોહને ફોન એના હાથ માં લીધો અને કહ્યું, “જુવો તમે જે કોઈ પણ હોઈ મને ફર્ક નથી પડતો, તમારા બોસ ને અત્યારે જ ફોન આપો અને એમને કહો કે મોહન રાજવંશી ને એનાથી વાત કરવી છે, હું બીજીવાર વિનંતી નહીં કરું હવે.”
પ્રોડ્યુસર ના સેક્રેટરી એ ફોન પ્રોડ્યુસર ને આપ્યો અને એણે સામે છેડે થી કહ્યું, “હેલ્લો?”
“હેલ્લો, હું તમને શક્ય એટલું જલ્દી મળવા માંગુ છું.” મોહને કહ્યું.
“હા પણ…”
“મારી સામે કોઈ ચાલાકી કરવાની કોશિશ ના કર, યાદ રાખ કે હું તારો બાપ છું.”
સ્વાતિ આ સાંભળીને દંગ રહી ગઈ.
“મને ખાલી સમય અને જગ્યા બતાવ હું મળવા પહોંચી જઈશ.” મોહને કહ્યું.
“બને એટલી જલ્દી મળો, ભારત પાછા આવીને મને કોલ કરજો.” આયાને કહ્યું.
“હા હું તરત ફ્લાઈટ પકડું છું અને ભારત આવું છું. પહોંચીને તને કોલ કરીશ. મને તારો એડ્રેસ નો મેસેજ કરી દે.” મોહને કહ્યું.
મોહન એ પછી ભારત આવી ગયો અને તરત એના દીકરા આયાને કરેલા મેસેજ પર થી એના એડ્રેસ પર પહોંચી ગયો. તે લગભગ 15 કે 16 વર્ષ પછી એના દીકરા ને મળી રહ્યો હતો. બંને એકબીજાને ભેટી પડ્યા અને મોહને કહ્યું, “આવું શું કામ કર્યું બેટા?”
“પહેલા તમે મને એ કહો કે તમને કેમ ખબર પડી કે હું જ આ ફિલ્મ નો પ્રોડ્યુસર છું…?” આયાને પૂછ્યું.
“જ્યારે તારી મા અવસાન પામી અને તું મારી જોડે રહેતો હતો ત્યારે તારી પાસે એક હેન્ડી કેમ હતો, જેમાં એક ફિનિક્સ દોરેલ હતો. એડમ સાથેના ઇન્ટરવ્યુ માં જ્યારે એણે મને ડોક્યુમેન્ટરી બતાવી ત્યારે મને અંદાજ આવ્યો કે એમાના અમુક સીન તે જ શૂટ કરેલા હતા. 2005 ની સાલ થી અમારી કંપની ફિનિક્સ પ્રોડક્શન સાથે જોડાયેલી છે, પણ મેં એ કંપની વિશે ક્યારેય નોંધ લીધી ના હતી. એ કંપની તારી જ હોવી જોઈએ એવો મને ખ્યાલ આવ્યો, અને તરત બધી માહિતી ભેગી કરી એ કંપની વિશે. 2005 થી લઈને અત્યાર સુધી તમે લોકો એ મારી જિંદગી ને શૂટ કરી હતી, અને એ જ ડોક્યુમેન્ટરી સ્વરૂપે રજૂ કરી. ત્યાં સુધી કે તે જે હું અરીસા સામે એક્ટિંગ કરતો એ ભી રેકોર્ડ કર્યું હતું. પણ આ બધું શું કામ? અને મને કેમ ના જણાવ્યું?”
“મમ્મી ના અવસાન પછી મને એમની ડાયરી મળી, જે લંડન માં જ હતી. તેમણે એમાં લખ્યું હતું કે તમે દુનિયા ના શ્રેષ્ઠ પતિ છો. તમે ઘણાં પાસાંઓ માં ખોટા હોઈ શકો, પણ તમે એક સંપૂર્ણ વ્યક્તિ છો. તેમણે તમારા વિશેની બધી ઝીણા માં ઝીણી વિગત પણ લખી હતી. એમને અંદાજો હતો કે તમને હંમેશા થી એ અફસોસ રહ્યો છે કે તમે એક્ટર બની ના શક્યા. તમે એમને એ ક્યારેય નહોતું કહ્યું, પણ એમને એ ખ્યાલ હતો જ. તેમની ઈચ્છા એ જ હતી કે તમે એક્ટર બનો. એમણે લખ્યું હતું કે તમે હજુ પણ અરીસા સામે એક્ટિંગ કરો છો. તેમણે તમને છૂટાછેડા એટલા માટે આપ્યા કે તમે બધું ભૂલીને એક્ટિંગ કરી શકો અને પોતાની ઈચ્છા પૂરી કરી શકો. એમણે મને પણ એકવાર કહ્યું હતું કે તું જ એમની ફિલ્મ નિર્દેશિત કરજે, પણ એમને ખબર ના પડવા દેતો. કેમકે પરિવાર અને પૈસા એમની કમજોરી છે, આ બંને નો ત્યાગ કરશે ત્યારે જ એ પોતાના સપના ને પૂરો કરી શકશે.અમે બંને એ તમને ક્યારેય નફરત કરી જ ના હતી, પપ્પા. મમ્મી ના અવસાન પછી હું તમને અનુસરવા લાગ્યો. તમારી બધી વિગત રેકોર્ડ કરવા લાગ્યો. ફિલ્મ નિર્દેશન ની કળા મને ગળથુંથી માં મળી હતી. મેં નાની ઉંમરે જ તમારા વિશે ડોક્યુમેન્ટરી બનાવાનું ચાલુ કરી દીધું હતું.” આયાને કહ્યું.
“અને એ પછી તે કંપની ખોલી ફિનિક્સ નામ થી. અને એ કંપનીએ મને એવી ઓફર આપી કે હું ના ના કહી શક્યો, કેમ કે તને ખબર હતી કે મારે એક્ટર તો બનવું જ છે.”
“હા મેં મમ્મી ના જણાવ્યા અનુસાર જ કર્યું. તમારા થી દુર રહીને પણ તમારી ઈચ્છા પૂરી કરતો રહ્યો અને આ જ મમ્મી ની ઈચ્છા પણ હતી.”
“તું નિર્દેશક કે પ્રોડ્યુસર નહીં પરંતુ ખૂબ જ સારો એક્ટર છે. આટલા સમય થી તે એક્ટિંગ કરી. હંમેશા ખુદ ને પડદા પાછળ રાખ્યો અને એવું બતાવ્યું કે તું મને નફરત કરે છે. છુપી રીતે તું મારા સપના પુરા કરી શકે એટલે જ તે એવી શરત મૂકી ને કે હું તને ક્યારેય ના મળું?”
“હા એવું જ હતું. એક હજી વાત પપ્પા, મમ્મી એ જ તમારા માટે આ ફિલ્મ ની સ્ટોરી લખી હતી. એ જીવતી હોત તો એનું નિર્દેશન એ જ કરવા ઇચ્છતી હતી, પણ ભગવાને એમને ખૂબ જ વહેલા બોલાવી લીધી. એ ફિલ્મ એમનો ડ્રિમ પ્રોજેક્ટ હતો, અને તમે એમાં કામ કરો એ એમની ઈચ્છા હતી જે અંતિમ ઈચ્છા બની ગઈ.” આયાને કહ્યું.
મોહને આકાશ તરફ જોયું અને આયાન ને ભેટી ને કહ્યું, “આઈ લવ યુ બેટા…!” (અને ઉપરની તરફ જોઈને મન માં કહ્યું, “આઈ લવ યુ કિંજલ.”)
“આઈ લવ યુ ટુ પપ્પા.” આયાને કહ્યું અને સ્વર્ગ માંથી કિંજલે બંને પર પ્રેમનો વરસાદ વરસાવી દીધો.
સમાપ્ત.
આ સંપૂર્ણ નવલકથા English ભાષા માં Amazon તેમજ Google Play Books પર e-book અને paperback format માં ઉપલબ્ધ છે.
વધુ વિગત માટે લેખક નો સંપર્ક કરો:
Anil Patel (Bunny)
Mobile: 91 9898018461 (Only Whatsapp)
E-mail: anil_the_knight@yahoo.in