પ્રકરણ ૫.૧ મુખ્ય પાત્ર પરિચય:
મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)
કિંજલ મહેતા રાજવંશી
આયાન રાજવંશી
એડમ ગુડવીલ
પિયુષ મહેતા
ગતાંક થી ચાલુ,
પ્રકરણ: ૫.૧ The Last Chance
વર્તમાન દિવસ, ઇન્ટરવ્યુ માં,
બધા મોહન ની સ્ટોરી સાંભળી ભાવુક થઈ ગયા હતા. મોહને પ્રેક્ષકો તરફ જોયું અને એડમ ને ટોપિક બદલવા કહ્યું.
“હા પછી શું થયું?” એડમે પૂછ્યું.
“અમે એકબીજા ને છૂટાછેડા આપી દીધા. આયાન ની કસ્ટડી કિંજલ ના હક માં થઈ. અમે ખુશી ખુશી જોડાયા હતા અને ખુશી ખુશી અલગ થઈ ગયા.”
“હું દિલગીર છું, મોહન.”
“એની જરૂર નથી, એડમ. હું એને જ લાયક હતો.”
“એ પછી તમારી જિંદગી માં શું બદલાવ આવ્યો?”
“એ પછી હું ડિપ્રેશન માં આવી ગયો. મને બધી બાજુ થી નેગેટિવ વિચારો જ આવવા લાગ્યા. ‘આવું મારી જ સાથે કેમ થાય છે?’ આ એક જ સવાલ મારા મગજ માં આવતો હતો. બિઝનેસ માં પણ મંદી આવવા લાગી. કોઈએ મને સારી સલાહ આપી કે ડીપ્રેશન માંથી બહાર આવવા મગજ ને બીજા કામો માં વ્યસ્ત કરી દો. એ પછી હું યોગા, જિમ, સ્વિમિંગ, ગિટાર, વગેરે શીખવા લાગ્યો. મેં એક NGO પણ શરૂ કરી અને એમાં મસમોટી રકમ દાન માં મૂકી. પહેલા એ મારી NGO ના હતી, પછી ધીમે ધીમે એમાં મેં રોકાણ કર્યું અને ત્યાંનો સંચાલક બની ગયો. તે NGO ગરીબો ના કલ્યાણ માટે, નાના બાળકો ના અભ્યાસ માટે, અને દર્દી ની સારવાર માટે કામ કરે છે.”
પ્રેક્ષકો એ તાળીઓ ના ગડગડાટ થી આ વાત ને વધાવી લીધી.
“તમે ખરેખર સારું કામ કરી રહ્યા છો.” એડમે કહ્યું.
“હા શાયદ આવું કરવાથી મારા કરેલા પાપો નો પશ્ચાતાપ થઈ જાય.” મોહને કહ્યું.
“અમે આને એવી રીતે નથી જોતા. તમે જે સફળતા ના હકદાર છો એ જ તમને મળ્યું. તમે ક્યારેય NGO ની ઓફીસ માં જાવ છો? કે પછી હોસ્પિટલ માં દર્દીઓ ને મળવા જાવ છો?”
“હા હું હંમેશા જાવ છું. ક્યારેક મહિના માં ઘણી વાર વિઝીટ લેવી પડે છે. ત્યાં નું બધું કામ આ ક્ષેત્રમાં કુશળ લોકો સંભાળે છે. હું ફક્ત એ ખાતરી કરવા જાવ છું કે ક્યાંક કોઈને કંઈ ખૂટતું તો નથી ને. જો એવું થતું હોઈ તો હું એમને એ પૂરું પાડું છું. બદલામાં એ લોકો મને આશીર્વાદ પણ આપે છે.”
પ્રેક્ષકો એ તાળી વગાડી.
“અમારી પાસે તમારી ડોક્યુમેન્ટરી ની એક ક્લિપ છે, જો તમારી પરવાનગી હોઈ તો અમે એ ચલાવીએ?”
“માફ કરજો, શું?”
“તમારી ડોક્યુમેન્ટરી, તમને તો ખબર જ હશે ને?”
“મેં સાંભળ્યું છે, પણ જોયું નથી.”
“એવું ના બને.”
“સાચે એડમ, હું ખોટું નથી બોલી રહ્યો ના મજાક કરી રહ્યો છું. ત્યાં સુધી કે મારી જે ફિલ્મ ને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે મેં એ ફિલ્મ પણ નથી જોઈ.”
એડમ આશ્ચર્ય સાથે પ્રેક્ષકો સામે જોવા લાગ્યો. પ્રેક્ષકો હસવા લાગ્યા.
“એનો અર્થ એ કે જે ફિલ્મે તમને આટલી ઓળખ અપાવી અને રાષ્ટ્રીય પુરસ્કાર અપાવ્યો એ ફિલ્મ તમે પોતે નથી જોઈ?”
“ના, ક્યારેય નહીં.”
“અને ડોક્યુમેન્ટરી નું શું? એ શોર્ટ સ્ટોરી પાછલા વર્ષે એકેડમી એવોર્ડ માટે નામાંકિત થઈ હતી…” એડમ પૂરું વાક્ય બોલે એ પહેલાં પ્રેક્ષકો તાળી પાડવા લાગ્યા. “… એ ભી તમે નથી જોઈ?”
“ના એડમ! હું એ બદલ દિલગીર છું.”
“ના… ના… કોઈ વાંધો નહીં. તમે આટલા વ્યસ્ત જો હતા.” એડમે વ્યંગ્ય માં કહ્યું. બધા હસવા લાગ્યા.
“ના એવું નથી એડમ. મારી સૌથી મોટી પ્રશંસક અને વિવેચક એવી મારી પત્નીએ પણ એ ડોક્યુમેન્ટરી અને ફિલ્મ નથી જોઈ તો પછી હું એ કેમ જોઈ શકું?”
“એમણે કેમ નથી જોઈ?”
“કેમકે, એ સ્વર્ગ માંથી બધું જોઈ રહી હશે.” મોહને કહ્યું અને એકાએક ઓડિટોરિયમ માં શાંતિ છવાય ગઈ.
“ઓહ… મને માફ કરજો. અમને એ વિશે ખબર ના હતી.” એડમે અફસોસ સાથે કીધું.
“કોઈ વાંધો નહીં, એડમ.”
“શું તમે એ વિશે કંઈ માહિતી આપશો?”
“હા જરૂર.” મોહને કહ્યું. “છૂટાછેડા પછી એ આયાન સાથે લંડન શિફ્ટ થઈ ગઈ. આયાન ત્યાં ની સ્કૂલ માં જ ભણવા લાગ્યો. એકવાર મહેતાજી ને હાર્ટ અટેક આવ્યો, જે ભારત માં જ હતા. તેઓ ને હોસ્પિટલ ના ICU માં દાખલ કરવામાં આવ્યો. તેમની હાલત ખૂબ જ ખરાબ હતી. એમના નોકરો એ કિંજલ ને અને મને જાણકારી આપી. હું તો અહીં જ હતો એટલે તરત પહોંચી ગયો, પણ કિંજલ ભારત આવવા માટે જે ફ્લાઈટ માં બેઠી એ ફ્લાઈટ દુબઈ માં ક્રેશ થઈ ગઈ. ઘણા યાત્રીઓ ત્યાં જ અવસાન પામ્યા અને ઘણા ખરાબ રીતે ઘાયલ થઈ ગયા. ભાગ્યવશ કિંજલ બચી ગઈ અને તેને ત્યાં ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.”
“ઓહ… પછી? તમારો દીકરો ભી હતો એ ફ્લાઈટ માં?”
“ના, એ લંડન ના બોર્ડિંગ સ્કૂલ માં જ હતો”
“ઠીક છે.”
“મેં મારી દુબઈ ની ટીકીટ બુક કરાવી અને ત્યાં ગયો. દુર્ભાગ્યપૂર્ણ, મારા પહોંચવાની પહેલા જ એ અવસાન પામી. અવસાન પામ્યા પહેલા એ મારા માટે એક ચિઠ્ઠી મૂકી ગઈ હતી.”
“ઓહ… શું હતું એમાં?”
“એ ચિઠ્ઠી માં એણે મને મારું અને આયાન નું ધ્યાન રાખવા કહ્યું હતું, અને એણે જે કર્યું એ બદલ એ દિલગીર છે એમ પણ હતું. હું એ વાંચીને રડી પડ્યો. હું એને સોરી કહેવા માંગતો હતો પણ મને એ તક ભી ના મળી. ભગવાને મને તક આપી ભી તો બહુ મોડે થી. એની મરણ પથારીએ. જો સાચે ભગવાન છે તો એ બેશક મારાથી નફરત કરતો હશે.” પ્રેક્ષકો રડવા લાગ્યા. “એ પછી હું ભારત આવી ગયો. મહેતાજી હવે તંદુરસ્ત હતા, પણ કિંજલ વિશે સાંભળી એમને પણ આઘાત લાગ્યો. તેઓ ને પાછા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યારે એમણે મને આયાન નું ધ્યાન રાખવા કહ્યું.”
“અને અવસાન પામ્યા?” એડમે પૂછ્યું.
“ના, એ પછી પણ તેઓ 10 વર્ષ સુધી જીવ્યા.” મોહને કહ્યું.
“ઓહ… માફ કરજો.”
“કોઈ વાંધો નહીં.”
“હું આયાન ને લંડન થી ભારત લઈ આવ્યો. તેને હું ક્યારેય પસંદ ના હતો અને એ પછી પણ એણે મને પસંદ ના કર્યો. આ તો એની મજબૂરી હતી કે એને મારી સાથે જ્યાં સુધી એ 18 વર્ષ નો ના થાય ત્યાં સુધી રહેવાનું હતું. એ પછી એ મારાથી આઝાદ હતો, પણ ત્યાં સુધી એણે મને સહન કરવાનો હતો.”
(ક્રમશ:)
આ સંપૂર્ણ નવલકથા English ભાષા માં Amazon તેમજ Google Play Books પર e-book અને paperback format માં ઉપલબ્ધ છે.
વધુ વિગત માટે લેખક નો સંપર્ક કરો:
Anil Patel (Bunny)
Mobile: 91 9898018461 (Only Whatsapp)
E-mail: anil_the_knight@yahoo.in