પ્રકરણ ૪.૪ મુખ્ય પાત્ર પરિચય:
મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)
કિંજલ મહેતા
આયાન રાજવંશી
પિયુષ મહેતા
ગતાંક થી ચાલુ,
પ્રકરણ: ૪.૪ The Love… Life… Experiences
પાછા 1999 ની સાલ માં,
મોહન એની ઘરે પહોંચ્યો અને તે એની પત્ની કિંજલ અને 15 વર્ષ ના પુત્ર આયાન ને શોધવા લાગ્યો. પણ તેઓ ઘરે ના હતા. મોહને તેના નોકર ને પૂછ્યું, તેણે કહ્યું કે એ લોકો મહેતા સાહેબ ના ઘરે ગયા છે. મોહને તરત એના ડ્રાઈવર ને મહેતા મેન્સન માં લઈ જવા કહ્યું. મોહન રસ્તા માં કિંજલ સાથે છેલ્લી મુલાકાત વિશે વિચારી રહ્યો. એ બંને વચ્ચે એટલું ભી ખરાબ નહોતું થયું કે છુટાછેડા સુધી વાત પહોંચી જાય. તે બંને વચ્ચે ઘણી વાર મતભેદ થતા હતા પણ તે એક મહિના થી વધુ ના રહેતા. પણ છેલ્લી વાર કંઇક વધારે જ થઈ ગયું હતું.
*આ મારી જ ભૂલ હતી, તે હંમેશા કહેતી હતી કે આયાન ને સમય આપો, પણ હું ખુદ ને હંમેશા બિઝનેસ માં વ્યસ્ત રાખતો હતો. મારી પાસે બધું તો હતું, હું ઇચ્છત તો પરિવાર સાથે વધુ સમય વિતાવી શક્યો હોત. તેની હંમેશા એક જ ફરિયાદ રહેતી હતી કે હું પરિવાર ને સમય નથી આપતો. આવું હંમેશા મારી જોડે જ કેમ થાય છે? જ્યારે મારે એક્ટર બનવું હતું ત્યારે હું એના પ્રેમ માં પડી ગયો, અને જ્યારે એને મારા પ્રેમ ની જરૂર હતી ત્યારે હું પૈસા ની મશીન બની ગયો હતો. સમયે મને ક્યારેય સાથ નથી આપ્યો, કાં પછી સાચા સમયે મારી સાથે ક્યારેય સાચું નથી થયું. હવે એ મને છોડી રહી છે. હવે મારે શું કરવું જોઈએ?*
જુના સંસ્મરણો માં,
“મોહન, મહેતા સાહેબ તને બોલાવે છે.” મહેતા સાહેબ ના નોકરે મોહન ને કહ્યું.
“ઠીક છે.” મોહને કહ્યું અને તરત મહેતા સાહેબ પાસે ગયો અને કહ્યું, “હા સાહેબ તમે મને બોલાવ્યો?”
“હા.” મહેતા સાહેબે કહ્યું.
“શું વાત હતી, સાહેબ?”
“મને સાહેબ કહીને ના બોલાવ.” મહેતા સાહેબે ગુસ્સે થઈને કહ્યું.
“શું થયું સાહેબ?”
“તને શું લાગે છે હું મૂર્ખ છું, કે મને તારા અને કિંજલ વિશે ખબર નહીં પડે?”
“સ…સા…સાહેબ…”
“એક શબ્દ પણ ના ઉચ્ચારતો વચ્ચે, હું તારી સાંભળવા નથી આવ્યો. મેં તને રહેવા માટે ઘર આપ્યું, બધી સુવિધાઓ આપી. એ બધી તક આપી જેનો તું હકદાર હતો, અને તને પ્રેમ કરવા માટે મારી દીકરી જ મળી? તારી હિંમત કેમ થઈ?”
“હું…”
“તું સાચે એને પ્રેમ કરે છે કે માત્ર એક્ટિંગ કરી રહ્યો છે?”
“શું?”
“તું સાચે એને પ્રેમ કરે છે કે આ બધું પૈસા માટે કરે છે?”
“ના..”
“મોઢું બંધ કર! તું અત્યારે મારી સામે બોલી શકવાની સ્થિતિ માં નથી.”
“પણ…”
“હવે મારો જવાબ આપ, આ ફક્ત આકર્ષણ છે? કે પ્રેમ છે? કે પછી પૈસા માટે આ બધું કરી રહ્યો છે?” મહેતા સાહેબે મોહન ને ઝાટકીને કહ્યું.
“હું એને સાચે પસંદ કરું છું.” મોહને ડર સાથે કહ્યું.
“પસંદ કરે છે કે પ્રેમ કરે છે?”
“હું એને પ્રેમ કરું છું…” મોહને ધ્રુજતા કહ્યું.
“તો ખુદ ને સાબિત કર.”
“કેમ, સાહેબ?”
“જો તું સાચે મારી દીકરી ને પ્રેમ કરે છે તો તારી પાસે બે વિકલ્પ છે.”
“શું વિકલ્પ છે?”
“કાં તું મારી દીકરી ને મૂકી દે અને એને છોડીને બીજે ક્યાંય ચાલ્યો જા અને એના માટે હું તને પૈસા ભી આપીશ.”
“અને બીજો વિકલ્પ શું છે?”
“આ ઘર મૂકી દે, અને તારા સપના પુરા કરવા સંઘર્ષ કર, ખુદ ને સફળ બનાવ, ત્યાર બાદ મારી દીકરી નો હાથ માંગવા આવજે.”
“બંને વિકલ્પ માં, મારે આ ઘર ને મૂકવું જોશે.”
“હા, દુનિયા તું ધારે છે એ થી વધારે ખરાબ છે.”
“સરસ, તો પછી મને બીજો વિકલ્પ મંજુર છે.” મોહને ખાતરીપૂર્વક કહ્યું.
“શું?”
“હા તમે સાચું સાંભળ્યું, સાહેબ. હું અત્યારે જઈ રહ્યો છું, પણ એક દિવસ કિંજલ ને લેવા જરૂર આવીશ.”
“મને તારો આત્મવિશ્વાસ ગમ્યો, અને જો આવું થશે તો હું ખુશ જ થઈશ. તું સારો માણસ છે, મોહન. પણ આ સમાજ માં મારી એક ઓળખાણ છે. હું નથી ઇચ્છતો કે મારી દીકરી એક નોકર ભેગી પરણે. જો તું સાચે મારી દીકરી ને પ્રેમ કરે છે, તો તારે તારું સપનું પૂરું કરવું જ પડશે. તારે સફળ બનવું પડશે.”
“જો હું સફળ એક્ટર કે વ્યક્તિ બની ગયો તો શું તમે અમારા બંને ના લગ્ન માટે રાજી થશો? અને પોતાનું વચન નિભાવશો?”
“હું સોના નો વ્યાપારી છું, મોહન. મને ખબર છે તું ખરું સોનું છે. પણ સોના ને પણ શ્રેષ્ઠ આકાર આપવા એને પીગળાવો પડે છે. હું ચોક્કસ મારુ વચન પાળીશ. મને ફક્ત મારી દીકરી ની ખુશી જોઈએ છે. જો એની ખુશી તારી સાથે જ છે તો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ માટે તારે મારી શરત પુરી કરવી પડશે.”
“હું સમજી શકું છું, સાહેબ. હું મારા થી બનતી મહેનત કરીશ.”
“મને ખાતરી છે, તું જરૂર કરીશ.”
“આ માટે તમે મને કેટલો સમય આપશો, સાહેબ?”
“તું ફક્ત 20 વર્ષ નો છે, અને કિંજલ 19 વર્ષ ની. આ ઉંમરે તમારે પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. હું આગળ ના ભણતર માટે કિંજલ ને લંડન મોકલું છું. તમારા બંને નો કોઈ સંપર્ક થાય એમ હું નથી ઇચ્છતો. તેનો અભ્યાસ પૂરો થવામાં 5 થી 7 વર્ષ નો સમય લાગી શકે છે. તો તારી પાસે સફળ વ્યક્તિ બનવા માટે 7 વર્ષ નો સમય છે અને એ સમય અત્યાર થી જ શરૂ થાય છે.”
કિંજલ જે બાજુ ના રૂમ માં હતી એ બધું સાંભળી રહી હતી અને એ સાંભળીને એ રડવા લાગી. મોહને એને ચૂપ કરાવતા કહ્યું, “શાંત થઈ જા, કિંજલ. જો તને મારા પ્રેમ પર વિશ્વાસ છે તો હું એક સફળ વ્યક્તિ જરૂર બનીશ. બસ મારી રાહ જોઇશ ને?”
“હું રાહ જોઇશ, હું પાક્કું તારી રાહ જોઇશ!” કિંજલે આંસુ લૂછતાં કહ્યું.
(ક્રમશ:)
આ સંપૂર્ણ નવલકથા English ભાષા માં Amazon તેમજ Google Play Books પર e-book અને paperback format માં ઉપલબ્ધ છે.
વધુ વિગત માટે લેખક નો સંપર્ક કરો:
Anil Patel (Bunny)
Mobile: 91 9898018461 (Only Whatsapp)
E-mail: anil_the_knight@yahoo.in