પ્રકરણ ૪.૨ મુખ્ય પાત્ર પરિચય:
મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)
કિંજલ મહેતા
ગતાંક થી ચાલુ,
પ્રકરણ: ૪.૨ The Love… Life… Experiences
“તો મોહન, તું એક્ટર બનવા માંગે છે?” કિંજલે કહ્યું.
“હા, મેડમ.” મોહને કહ્યું.
“તો મારી સામે કંઈ કરી ને બતાવ.”
મોહન કિંજલ ને આશ્ચર્યજનક રીતે જોઈ રહ્યો. થોડા સમય માટે એ સ્તબ્ધ થઈ ગયો.
“હું તમારી સામે એક્ટિંગ નહીં કરી શકું.”
“તો તું ફક્ત અરીસા સામે એક્ટિંગ કરી શકે છે, એમ હું માની શકું ને?”
“ના, મેં શેરીઓ માં નુક્કડ નાટક પણ કર્યું છે.”
“તો મારી સામે એક્ટિંગ કરવામાં શું નડે છે?”
મોહન શાંત ચિત્તે બસ કિંજલ ને પાગલ ની જેમ જોઈ રહ્યો.
“ઓહ, હવે સમજી. તને શરમ આવે છે.” કિંજલે કહ્યું.
“ના મેડમ, નહીં.”
“હા આવે છે.”
“હા. આવે છે!” મોહને નિસાસો લઈને કહ્યું.
“શું હું જાણી શકું શું કામ?”
“એ મને પણ નથી ખબર, મેડમ.”
“રિલેક્સ, હું પણ બીજા લોકો ની જેમ સામાન્ય છોકરી છું.”
“હા ખબર છે, પણ તમે ખૂબ જ અમીર છો અને મારા માલિક ની પુત્રી છો.”
“મોહન, ધારી લે કે તને કોઈ ફિલ્મ માં કામ કરવાની તક મળી ગઈ, ત્યારે તું એ કેમ કરીશ? ત્યાં તો 100 લોકો કરતા વધુ માણસો ની ભીડ હોઈ છે.”
“તમે સાચા છો મેડમ, પણ…”
કિંજલે મોહન ની વાત કાપીને આદેશ આપ્યો, “પણ નહીં, મારી વાત સાંભળ; હું તારી શરમ દૂર કરવામાં તારી મદદ કરીશ.”
“ઠીક છે, મેડમ,” મોહને કહ્યું, “અને એના માટે મારે શું કરવું પડશે?”
“મારી સામે દરરોજ પ્રેક્ટિસ કરવી પડશે.”
મોહન પહેલા તો અચકાયો પછી તે માની ગયો.
ત્યાર બાદ એ બંને નું મળવું અને કિંજલ ની સામે મોહન નું પ્રેક્ટિસ કરવું એ રોજ નું થઈ ગયું હતું. કિંજલે મોહન ને કહ્યું કે તેણીએ પોતાના સ્કૂલ ના નાટક માં ભાગ લીધો હતો અને તેમાં એને ઇનામ પણ મળ્યું હતું. આને લીધે એને એક્ટિંગ માં મોહન કરતા વધુ ખબર પડે છે, જેને લીધે એ એને શીખવી પણ શકે એમ છે. કિંજલે મોહન ની એક્ટિંગ નું અવલોકન કર્યું અને તેની એક્ટિંગ માં પહેલા કરતા ઘણો સારો એવો સુધાર લઈ આવી. મોહન પણ પોતાનું બધું કામ સમયસર પૂરું કરીને એક્ટિંગ ની પ્રેક્ટિસ કરતો હતો. એકવાર મોહને કિંજલ ને પૂછ્યું, કે તે હંમેશા ઉદાસ કેમ રહે છે? તેણે કિંજલ ની આંખ માં જોયું અને કહ્યું, “હું તમારી આંખો માં એક અલગ પ્રકાર નું દર્દ જોઈ શકું છું, મેડમ. એ શું કામ છે? મારો મતલબ છે, તમને તો ચપટી વગાડતા બધું આરામ થી મળી શકે છે. મને કેમ એવું લાગે છે કે તમને એવું લાગે છે કે, તમારી અંદર કોઈ અધૂરપ છે.”
“તને શું લાગે છે મારા જીવન માં મારી પાસે બધું છે?”
“હા, તમે સમજુ છો, હોશિયાર છો, અમીર છો, સુંદર છો, બીજું શું જોઈએ તમને?”
“તારી મા છે?”
“હા.”
“તો તને કેમ સમજાય શું અધૂરપ છે મારી જિંદગી માં!” કિંજલે ઝળઝળિત આંખે કહ્યું.
મોહને આ વિશે ક્યારેય વિચાર્યું જ ના હતું કે, કિંજલે તેની મા ને એકવાર પણ મળી ના હતી. મા ની મમતા શું હોઈ એનાથી એ અજાણ હતી. મા ના પ્રેમ થી એ હંમેશા વંચિત રહી હતી.
“મને માફ કરજો.” મોહને અફસોસ સાથે કહ્યું, “મેં એ વિશે ક્યારેય વિચાર્યું જ નહોતું.”
“કોઈ વાંધો નહીં.”
“મેં એવું એટલા માટે નહોતું વિચાર્યું કેમ કે મને હંમેશા એવું જ લાગ્યું છે કે પૈસા જ આ દુનિયા માં સર્વસ્વ છે. પૈસા વિના તમે કંઈ જ નથી.”
“આ વાત સાચી નથી.”
“હા સાચી છે.”
“મારા મત મુજબ, જીવન પ્રેમ વગર કંઈ જ નથી.”
“આપણે બંને એ અલગ-અલગ મુશ્કેલીઓ નો સામનો કર્યો છે એટલે આપણા બંને નો મત એક ના હોઈ શકે.”
“શાયદ.”
“મારી મા એ એકવાર મને કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે પૈસા જ આ દુનિયા માં સર્વસ્વ છે, પણ એક હકીકત એ ભી છે કે આ દુનિયા માં જીવવા માટે પૈસા એ માનવી ની મૂળભૂત જરૂરિયાત છે.’ અને એ સાચી હતી. પરંતુ હું કોઈ જોખમ લેવા નથી માંગતો. હું મારા પરિવાર ને એ તમામ ખુશીઓ અને સુવિધાઓ દેવા માંગુ છું જે પૈસા થી ખરીદી શકાય.” મોહને કહ્યું.
“દુનિયા ની બધી ખુશી પૈસા થી ના ખરીદી શકાય. મારી પાસે આટલા પૈસા છે, પણ મને બતાવ મોહન શું હું મારી મા ની સંભાળ, મમતા, પ્રેમ ખરીદી શકું?”
મોહને કિંજલ ને જોયું અને કહ્યું, “ના.”
“એ જ તો હું સમજાવા માંગુ છું તને.” કિંજલે નિસાસો લઈને કહ્યું, “સારું, આપણે આપણી 15 મિનિટ ખરાબ કરી નાખી, તો આપણે ક્યાં હતા?”
મોહને કિંજલ ને જોયું, તેણે આ પહેલા આવું ક્યારેય નહોતું અનુભવ્યું. આ કંઈ લાગણી હતી? શું આ બસ હોર્મોન ના ફેરફાર ને હિસાબે હતું કે પછી એ થી પણ ખતરનાક હતું? તેનું હૃદય જોર થી ધબકવા લાગ્યું હતું. એ લાગણી કંઇક અલગ જ હતી જેનું વર્ણન અસંભવ છે. મોહન કિંજલ ની ઝીણા માં ઝીણી વિગત ની નોંધ લેવા લાગ્યો હતો. તે કિંજલ સાથે બને એટલો સમય વિતાવવા માંગતો હતો. એ પછી એની એક્ટિંગ ની રુચિ માં પણ વધારો થઈ ગયો. કિંજલ પણ લંડન નું ભણતર મૂકી ભારત માં ભણવા લાગી.
આંખ ના પલકારા માં ઘણા વર્ષો વીતી ગયા. તે બંને વચ્ચે ની દોસ્તી પહેલા કરતા વધુ મજબૂત બની ગઈ હતી. સૌથી સારી વાત એ હતી કે આટલા વર્ષો માં બંને એ એક્ટિંગ ની પ્રેક્ટિસ મૂકી ના હતી. મોહન નો એક્ટિંગ પ્રત્યે નો જુસ્સો એને વધુ શીખવા પ્રેરણા આપતો હતો, જ્યારે કિંજલ એક્ટિંગ ની ઝીણા માં ઝીણી વિગત પણ મોહન ને સરખી રીતે સમજાવતી હતી. કિંજલે મોહન ને એક્ટિંગ ક્લાસીસ માં જવા કહ્યું, પણ તેણે ના પાડી દીધી. શાયદ એ કિંજલ પાસે થી જ શીખવા માંગતો હતો, કાં પછી એની સાથે વધુ સમય પસાર કરવા માંગતો હતો.
હવે તેઓ બંને બહાર ફરવા જવા લાગ્યા જ્યાં તેમને એકાંત મળે. એકાંત, એમના પ્રેક્ટિસ માટે. જ્યાં તેઓ બંને પોતાનું કામ સુધારી શકે. મોહન પાસે હવે એ કુશળતા હતી કે એ બૉલીવુડ માં કામ કરી શકે. તેણે ઘણી જગ્યાએ ઓડિશન પણ આપ્યા, પણ ક્યાંય વાત ના બની. જ્યારે બીજી બાજુ કિંજલ માં એક કુશળ ડાયરેક્ટર બનવાની આવડત હતી. કિંજલે લંડન માં અને ભારત માં ઘણા નાટક ડાયરેક્ટ કર્યા હતા અને તેમાં એક્ટિંગ પણ કરી હતી. એક દિવસ બંને તેમના એક્ટિંગ રૂમ માં હતા કે જ્યાં તેઓ પ્રેક્ટિસ કરતા હતા. હા તેઓ એને એક્ટિંગ રૂમ કહેતા હતા. મોહન હવે પહેલા કરતા ખૂબ જ પરિપક્વ કલાકાર થઈ ગયો હતો, પણ સંપૂર્ણ કલાકાર નહોતો થયો. કિંજલ એને સંપૂર્ણ કલાકાર બનાવવા ઇચ્છતી હતી.
“તો મેડમ, હવે મારે શું કરવાનું છે?” મોહને પૂછ્યું.
“આજે તારે એક રોમેન્ટિક હીરો ની અદાકારી કરવાની છે.”
“રોમાંસ?” મોહન ની આંખો પહોળી થઇ ગઇ.
(ક્રમશ:)
આ સંપૂર્ણ નવલકથા English ભાષા માં Amazon તેમજ Google Play Books પર e-book અને paperback format માં ઉપલબ્ધ છે.
વધુ વિગત માટે લેખક નો સંપર્ક કરો:
Anil Patel (Bunny)
Mobile: 91 9898018461 (Only Whatsapp)
E-mail: anil_the_knight@yahoo.in