WILD FLOWER - 10 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-10

Featured Books
Categories
Share

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-10

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-10
સુરેખાએ નીચે નજરે ગાવાનું ચાલુ કર્યુ અને.. જારે જારે ઉડજારે પંછી કહાશે કે દેસ જારે યહાઁ ક્યા હૈ મેરે પ્યારે કે ઉજડ ગઇ બગીયા મેરે મનકી.. જારે.. જારે ઉડ જારે પંછી.. બહારો કે દેશ જારે... ના ડાલી રહી ના કલી અજબ ગમકી આંધી ચલી ઉડી દુઃખકી ધૂલ રાહો મેં..
સુરેખાને ખ્યાલજ ના રહ્યો એક કડી ગાવાની હતી એણે.. ગીત આખુ ગાઇ નાંખ્યુ એ ગાવાનાં ફલોમાં હતી કોઇએ રોકી નહીં એની આખમાંથી આંસુ સરી રહેલાં.. ગીત પુરુ થયુ એને ખ્યાલ આવ્યો અને એ ઉભી થઇ ગઇ આંખો લૂછતી દોડતી બહાર દોડી ગઇ અને સીધી એનાં રૂમમાંજ જતી રહી. રૂમ બંધ કરી ખૂબ રોવા લાગી.
બધાં ગીતમાં તન્મય હતાં કરુણ રસ અને દુઃખની આંધી બધાને સ્પર્શ ગઇ. સ્વાતી અને સુરેખ બન્નેની આંખો ભીની થઇ ગઇ. બધાનો નશો જાણે ઉતરી ગયેલો વંદના મસ્કી સામે જોવા લાગી.
મસ્કીએ બધાને કહ્યું "મેં જ એને પ્રેશર કરેલું આવવા મને ખબર નહીં એ આટલી બધી ડીસ્ટર્બ છે સુરેખ ઉભો થયો અને રૂમની બહાર નીકળી ગેલેરીમાં ઉભો રહ્યો. પાછળ અભી આવ્યો એણે કહ્યું સુરેખ એને તારાં માટે લાગણી, પ્રેમ, સંવેદના છે પણ...
સુરેખે કહ્યું હું જાણુ છું પણ હું રાહજ જોઇશ એની મને ખબર છે એણે એનાં મનમાં બધુ દબાવી રાખ્યુ છે હું શું કરુ મને નથી ખબર એ ખૂબજ સ્વાભીમાની છે હું કરુ તો શું કરુ ? અભી મને એની ખૂબ...
અભી કહે ચાલ અંદર અને પછી કબીરે કહ્યું ચાલો મસ્કીની પાર્ટી છે એનો માહોલ નથી બગાડવો. પણ એક વાત ચોક્કસ કહું "સુરેખા નાં ગળામાં કોયલ છે યાર કેવું મસ્ત મીઠું ગાઇ રહી હતી ભલે ગીત દુઃખી હતુ. એણે એનાં મનની વાત કહી દીધી એવું લાગ્યું.
વંદનાએ કહ્યું "ચાલો હું બધાનો મૂડ બદલુ છું હું ગીત ગાઉ છું એમ કહીને પાછી ઉભી થઇ મસ્કીની બાજુમાં બેઠી...
ચઢા જો મુજપે સુરુર હૈ અસર તેરા જરૂર હૈ તેરી નજર કા કસુર હૈ.. દીલબર, દીલબર, દીલબર.. અને એણે તો સાથે સાથે મસ્કીને વળગીને ડાન્સ ચાલુ કરી દીધો. આખો માહોલ બદલાઇ ગયો. સ્વાતી અભી ઉભા થઇને ડાન્સ કરવા લાગ્યાં. મસ્કીએ કહ્યું આ ગીત મસ્ત છે આ યુટ્યુબ પર ચાલુ કર મસ્ત મસ્ત ડાન્સ કરીએ બધાએ એકી સાથે વધાવી લીધુ. કબીરે યુટ્યુબ પર ટીવી પર ગીત ચાલુ કર્યું.
મસ્કી સ્ક્રીનપર નોહરા ફતેહને જોઇને કહ્યું "વાહ શું મસ્ત માલ છે એની કેડો કેવી હલે છે મજા આવી ગઇ. વંદનાએ કહ્યું "એને શુ જુએ છે જો મારો ડાન્સ અને પછી એણે મ્યુઝીક સાથે કેડો હલાવીને ડાન્સ કર્યો બધાંજ ઉભા થઇને ડાન્સ મસ્તી કરી રહ્યાં હતાં. સુરેખ એકબાજુ ઉભો થઇ ગયો એ બધાને જોઇ રહેલો પણ મનમાં વિચારો સુરેખાનાં હતાં.
અભીએ ડાન્સ પુરો થતાં કહ્યું "યાર મજા આવી ગઇ. પછી મસ્કીને કહ્યું હવે થોડું ખાવું પડશે યાર ભૂખ લાગી છે અને વંદનાએ કહ્યું "હુ વ્યવસ્થા કરુ છું એમ કહી એની બેગમાંથી બધાં માટે નાસ્તો લાવી હતી એ ડીશમાં કાઢી કાઢી બધાંને આપવા માંડ્યો.
સ્વાતીએ કહ્યું "બીજી બેગમાં પણ છે બીજો અને સુરેખ પણ લાવ્યો છે કેક સાથે વેફર્સ, સેવ બીજુ ઘણું ફરસાણ છે વંદનાએ કહ્યું "હું ભાખરવડી લાવી છું ખૂબ જ ટેસ્ટી છે આ ભાખરવડી ગ્રીન છે પેલી મળે એવી નહીં. આ ગ્રીન મસાલાની જોરદાર ટેસ્ટી થોડી સ્પાઇસી છે મજા આવશે.
ભાખરવડીનુ નામ સાંભળી કબીર કહે મને આપને મને બહુ ભાવે છે. સુરેખે ફરીથી એનો પેગ બનાવ્યો સાથે નાસ્તો કરવા લાગ્યો. બધાએ પેટ ભરીને નાસ્તો કર્યો પછી સુરેખે કહ્યું "હવે તો બપોર થઇ ગઇ આમને આમ, આગળ શું પ્રોગ્રામ કરવો છે ? એણે સ્વાતીને કહ્યું.. સુરેખાને બોલાવી લાવને એ ભૂખી હશે પ્લીઝ સમજાવીને લઇ આવ... સોરી હું તને વારે વારે કહુ છું પણ.. સ્વાતી કહે એમાં શું ? મને પણ વિચાર આવેલો હું બોલાવી લાવુ છું એમ કહીને એ સુરેખાને લેવા માટે ગઇ.
સ્વાતી સુરેખા પાસે પહોચી - સુરેખાએ કહ્યું "યાર તમે લોકો કરી લો હું ઘરે થી લાવી છું ડબાઓમાં છેજ મારાં આવવાથી ત્યાં બધુ વાતાવરણ ગંભીર થઇ જાય છે અને આમ મને તારે બોલાવવા મનાવવા ના આવવાનું હોય મને ખરાબ લાગે છે હું તમને લોકોને ... પણ પછી સ્વાતીનાં આગ્રહને વશ થઇને એ એની સાથે કબીરનાં રૂમ પર ગઇ.
સુરેખે કહ્યું "સુરેખા આ નાસ્તો કર આ લીલી ભાખરવડી લીલા મસાલાની બહુજ ટેસ્ટી છે એકદમ તાજી છે. સુરેખા એનુ મન મનાવીને આવી હતી એ અત્યારે એકદમ નોર્મલ હતી એણે ડીશમાં ભાખરવડી અને બીજો નાસ્તો લીધો અને ત્યાં કબીર બોલ્યો "અરે આખો થરમોસ ભરીને કોફી પડી છે તમારાં લેડીઝ માટે ખાસ લાવેલો સુરેખ.
સુરેખાએ કહ્યું "હું કોફી પીશ મને ખૂબજ પસંદ છે. કબીરે થરમોસ આગળ કર્યો એટલે મગમાં સુરેખે કોફી કાઢીને સુરેખાને આપી. સુરેખાએ કહ્યું "થેંક્સ"
સુરેખ એની સામે જોઇ રહેલો. પોતાનો અધુરો પેગ એણે પુરો કર્યો. સુરેખા એનાં ડ્રીક લેવાને જોઇ રહી હતી પણ કંઇ બોલી નહીં.
મસ્કી અને વંદના એકબીજામાં પરોવાયેલાં હતાં બધાંની નજર વારે વારે એ લોકો તરફ જતી હતી. અભીએ સ્વાતીને ધીમે અવાજે એનાં કાન પાસે ચહેરો લઇ જઇને કહ્યું યાર આ વંદના આટલી બધી ફોરવર્ડ હશે ક્યારેય ધાર્યુજ નહોતું. દેખાય છે કેવી સતિ સાવીત્રી જેવી.. સ્વાતી કહે મેં પહેલીવાર એનું રૂપ જોયું મને તો ખૂબજ આશ્ચર્ય થયું.
એ લોકોની વાત સાંભળી રહેલો સુરેખા બોલ્યો. મને આવી નિખાલસતા ગમી ભલે આપણને ઓડ લાગ્યુ મનમાં વાત રાખી પીડાયા કરવાં કરતાં સારું છે. એલોકો એની મસ્તીમાં છે ક્યાં કોઇની ફીકર છે ? સુરેખા બધુ સાંભળી રહી હતી સુરેખે કહ્યું "આ પળ, આ મસ્તી, મજા ફરી ક્યારે મળવાની ? ભણીને બહાર નીકળીશું બધી જવાબદારીઓમાં પરોવાઇ જઇશું પછી મજા કરવી હશે તોય મોકો કે સમય નહીં હોય.
સુરેખા બધુ ધ્યાનથી સાંભળી રહેલી.. એણે કોફી પીતાં પીતાં કહ્યું "કોફી સરસ છે વાત વાળવા પ્રયત્ન કર્યો. સુરેખે કહ્યું મેં પોતે બનાવી છે થરમોસમાં લઇ આવેલો કે અમે લોકો તો ડ્રીંક લઇશું પણ તમે લોકો તો પી શકો.
સ્વાતીએ કહ્યું "વાહ આટલી બધી કાળજી લીધી ? થેંક્સ. સુરેખાએ પણ કહ્યું થેક્સ ફોર મસ્ત કોફી. સુરેખે એની વાત આગળ વધારતાં કહ્યું "આજે જે પળ છે એને બાંધી રાખવી છે રખેને હાથથી સરી જાય.ભલે કબૂલાત નથી પણ સહવાસ તો છે એમાંય હું ઘણુ જીવી લઇશ.
સુરેખા એની સામે જોઇ રહી મનમાં વિચારી રહી આ સાચેજ આવો હશે ? આટલો બધો કેર ટેકર ? એ મને સમજી શકશે ? મારી સ્થિતિ એનાંથી જુદી દિશામાં છે અમારે દિશાઓ એક થશે ? ચારે દિશાઓ જુદી જુદી છે બધાંના રંગ ઢંગ જુદા છે સુરેખ સાચેજ.. અને સુરેખ આગળ બોલ્યો મને નિખાલસતા ગમે છે. ભલે કલેકટરનો છોકરો છું પણ હું પોતે કલેક્ટર નથી મારાં પાપા છે હું સામાન્ય છોકરો જ છું મેં હજી જીંદગીમાં કંઇ મેળવ્યુ નથી મારે પણ ભણીને તૈયાર થવાનુ છે મારી જવાબદારી મને ખબર છે મારે શું કરવાનું છે..
પ્રેમ અને લાગણી વચ્ચે પૈસો ક્યારેય ના આવે અને પૈસો હશે અને પ્રેમ નહીં હોય એવો પૈસો શું કામનો. સાચી લાગણી એકબીજાની કેર લેવી એજ સાચો પ્રેમ છે. સાથ સંગાથમાં દુનિયા જીતી લેવાય એવો મારો વિશ્વાસ છે.
સુરેખા એને શાંતિથી સાંભળી રહી હતી પછી બોલી સાથ સંગાથમાં સાથે એક ડગર પર ચાલી તો નીકળીએ પણ આગળ જતાં ત્રિભેટો આવે એનો ડર છે.
સુરેખે કહ્યું "શ્વાસ અને સાથ સંગાથ હોય તો સામે કંઇ પણ આવે શું ફરક પડે છે ? વિશ્વાસની ધરી વિના પ્રેમ પાંગરતો નથી એ સિક્કાની બે બાજુ છે. ક્યારેક તો પહેલ કરવી પડશે ને ? તો આજે કેમ નહીં ?
સ્વાતી અને અભી સાંભળી રહેલા એકબીજાને જોઇ રહેલાં.. સ્વાતી બોલી મેં વિશ્વાસ મૂકી દીધો છે હવે અભીની જવાબદારી વધી ગઇ.. તું મૂકી તો જો... સુરેખાનાં હોઠ ફફ્ડયા....
વધુ આવતા અંકે----પ્રકરણ-11