The Corporate Evil in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-31

Featured Books
Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-31

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-31
નીલાંગી ઉચાટવાળાં ચહેરે ઓફીસની બહાર નીકળી નીલાંગને જલ્દી આવવા ફોન કર્યો. નવી બાઇક સાથે નીલાંગ સ્ટેશન પર આવ્યો નીલાંગીએ પર્સ ખોલીને કેશ બતાવી. નીલાંગ આશ્ચર્ય પામ્યો એનાંથી ના રહેવાનુ એણે પૂછ્યું "કોનાં છે ? ક્યાંથી લાવી ? નીલાંગીએ કહ્યું અરે મારાં છે પણ આટલાં બધાં પહેલીવાર જોયાં હું ચિંતામાં છું અને ડર હતો કે આટલાં પૈસા સલામત ઘરે લઇ જઇશ કઇ રીતે ? એટલે તરતજ તને ફોન કરીને બોલાવ્યો.
નીલાંગે કહ્યું "એ બધી વાત પછી પણ તારાં એટલે ? ક્યાંથી લાવી ? નીલાંગીએ કહ્યું "પહેલાં બેસી જવા દે તારી નવી બાઇક પર પછી બધુજ કહું છું "નીલાંગ આશ્ચર્ય અને આધાત સાથે બોલ્યો આપણે ક્યાંક જઇને બેસીએ વાત કરીએ પછી ઘરે જઇએ. આટલાં બધાં પૈસા તારી પાસે અચાનક ?
નીલાંગીએ કહ્યું "તનેજ ગીફ્ટ ઇનામ મળે ? મને નહીં ? ચાલ બાબાનાં મંદિર લઇ લે ત્યાં પ્રસાદ ચઢાવી પગે લાવીશુ પછી વાત બધી. નિલાંગ ઉચાટ સાથે બાઇક બાબાનાં મંદિર તરફ હાંકી ગયો આમ પણ નવી બાઇક બાબાને બતાવવી હતી પૂજા કરાવવાની હતી.
નીલાંગ કહે હું તને બાઇકની સરપ્રાઇઝ આપવા માંગતો હતો આતો તેંજ આપી દીધી. કંઇ નહીં પહેલાં મંદિર પહોચી જઇયે.
બાબાનાં મંદિર પહોચી દર્શન કર્યા. બાઇકની પૂજા કરાવી અને પ્રસાદી ચઢાવીને બહાર આવ્યાં. નીલાંગે કહ્યું "હાં પહેલાં કહે આ પૈસા ક્યાંથી આવ્યા ? કોણે આપ્યાં ? કેમ આવ્યાં ? નીલાંગી થોડી હવે હળવી થઇ હતી નીલાંગ સાથે હતો એણે નીલાંગને કહ્યું "આજે મેં એક મોટું ટ્રાનજેક્શન પાર પાડ્યું છે એટલે શ્રોફ સરે ઇનામ આપ્યુ છે.
નીલાંગ વિચારમાં પડી ગયો એણ કહ્યું "એવું કેવું ટ્રાન્જેક્શન ? એમાં આટલાં બધાં રૂપીયા ? એવું તો તારી પાસે શું કરાવ્યું ? એ નીલાંગીને માથાથી પગ સુધી માપવા લાગ્યો.
નીલાંગીએ કહ્યું "કહુ છું ધીરજ રાખ. એવું કંઇ નથી કર્યુ કે તું મને આવી રીતે જુએ છે ? હું નીલાંગી છું. એલફેલ નથી જો મેં... એમ કહીને આખી વાત કીઘી.
નીલાંગ ધ્યાનથી અને ગંભીરતાથી સાંભળી રહ્યો. એણે પછી કીધુ ? કોને આપવા ગઇ હતી ? નીલાંગીએ કહ્યું એ બધી મને નથી ખબર એણે જૂઠું કીધું પણ ખૂબ મોટાં માણસને ત્યાં આપવા ગઇ હતી પાછી આવી ત્યારે શ્રોફ સરે કહ્યું " મને પણ કમીશન મળ્યુ છે મેં મારાં ખીસ્સામાંથી નથી આપ્યાં આ તારો હક છે પણ વિશ્વાસથી કામ કરજે કોઇને કંઇ કહીશ નહી.
નીલાંગ નીલાંગીની સામે જોઇ રહ્યો. એણે કહ્યું "તને ખબર પડે છે કંઇ ? ચોક્કસ કોઇ ખોટુ કામ હશે કાળા ધોળાનું ટ્રાન્જેક્શન તારી પાસે કરાવ્યું ડીલીવરી કરાવી એનાં છે આ પૈસા. તું એકાઉન્ટની ઓફીસમાં કામ કરે છે કે કોઇ બુટલેગર ભાઇને ત્યાં ? તને ખબર નથી પડતી કે રેગ્યુલર કામનાં કોઇ આટલાં પૈસા આપે ? ચોક્કસ કોઇ મોટો વહીવટ તારી પાસે કરાવ્યો છે.
નીલાંગીએ કહ્યું "નીલુ તને બધામાં કાળુ અને ખોટુજ દેખાય છે આટલો મોટો સી.એ. છે. એનાં મોટાં મોટાં ઉદ્યોગપતિ અને ફીલ્મસ્ટાર ક્લાયન્ટ છે મોટાં ઉદ્યોગોમાં બધાં વ્યવહાર હોયજ મને લાગે છે કે કોઇ મોટું લાઇસન્સ કે કોઇ મોટુ કામ કઢાવ્યુ છે મને શું ફરક પડે છે ? મને તો આટલાં બધાં પૈસા મળ્યાં. મારી મહત્વકાંક્ષા તને ખબરજ છે મારે ખૂબ પૈસા કમાવવા છે એમાં શ્રોફ સર છે વચ્ચે પછી શેની ફીકર ? સીએની ઓફીસ છે બુટલેગરની નહી..
નીલાંગ વિચારમાં પડી ગયો એણે વિચાર કર્યો આને અત્યારે સમજાવવાનો અર્થ નથી પછી કોઇ સમયે કહીશ પૂછીશ પણ ચિંતામાં પડી ગયો.
નીલાંગીએ કહ્યું "શેનાં વિચારમાં પડી ગયો ? મને શ્રોફ સરે કોઇનેય કહેવા ના પાડી હતી છતાં મેં તને કહીજ દીધુ તારાંથી શા માટે છૂપાવુ ? અને કહે આવાં કામ પાર પાડીશ તો તારી કમાણી ક્યાંથી ક્યાં પહોચી જશે. મારાં સપનાં પુરા થઇ જશે જે મેં આપણાં માટે જોયાં છે મને એક રસ્તો દેખાઇ રહ્યો છે જે રસ્તેથી આપણાં સ્વપ્ન પુરા થશે ચાલીમાંથી કોઇ સારાં એરીયામાં...
નીલાંગે કીધુ "એય મેડમ બહુ ફાસ્ટ જવામાં મજા નથી. હું જાણુ છું સમજુ છું કે મોટી મોટી હસ્તીઓ અને ઉદ્યોગગૃહોમાં બધી જાતનાં ટ્રાઝેક્શન થતાં હોય છે પણ આટલી રકમ પહેલાંજ ધડાકે આપી એની નવાઇ છે.
નીલાંગી કહે અરે મારો સેલેરી પણ વધી જશે ખૂબ બસ મારે વિશ્વાસ નહીં તોડવાનો એજ શરત છે. કાયદાનો જાણકાર માણસ છે નીલુ અને બધેજ ઓળખાણો છે કામનાં માણસ છે એને મારાંમાં વિશ્વાસ પડ્યો એટલે કામ સોંપ્યુ બાકી ઓફીસમાં કેટલીયે છોકરીઓ વરસોથી કામ કરે છે પણ સરે કહ્યું "તારાં પાપા અને એમનાં ફ્રેન્ડને કારણે તું ઘર જેવી વિશ્વાસુ છે એટલે તને કામ સોંપ્યુ નીલાંગીએ ઘણાં સત્ય એ જાણતી હતી એ નીલાંગને ના કીધાં.
નીલાંગે મન મનાવીને કહ્યું "ચલ કંઇ નહીં પણ હવે કંઇ કરે બધીજ માહીતી જાણજે પૂછજે પછીજ કરજે. અત્યારે સિંહનાં મોહરામાં ગીધડા હોય છે પ્લીઝ ટેઇક કેર. તને ખબર છે મારું મગજ ખૂબ શાર્પ છે મને વ્હેમ પડે પછી સાચુ કારણ શોધીનેજ રહું છુ એટલે હવેથી બધીજ માહીતી જાણી મને જણાવજે.
નીલાંગ કહ્યું "મારે તારી ઓફીસે આવવુ પડશે અને શ્રોફને જોવા પડશે પછી મારાં સ્કેનીંગમાં એ આવી ગયો હું બધુજ સમજી જઇશ કારણ કે તને આમ 50K આપી દીધાં તારાં હકનાં છે કહીને એટલે મને શંકા કુશંકા થાય છે. એને કેટલો ફાયદો થયો હશે ? જ્યારે તને 50K એક ઘડાકે આપી દીધાં.
નીલાંગે પૂછ્યુ "એ માણસ નજરનો કેવો છે ? રંગીન છે કે બોચીયો ? એનુ વર્તન વ્યવહાર કેવો છે ? બધાં સાથે એમજ વર્તે છે જે તારી સાથે વર્તે છે ?
નીલાંગીએ કહે તુંતો બધામાં શંકા કરે છે. અરે માંરા બાપ જેવો છે ખૂબ લાગણીથી વાત કરે છે મને આગળ લાવવાનાં પ્રયત્ન હોય છે એમણે મારાં પર વિશ્વાસ મૂક્યો છે હું એવી રીતે કામ કરુ છું નિલાંગ નિલાંગીની સામે જોઇ રહ્યો. કંઇ બોલ્યો નહીં પછી એણે વાત અને મૂડ બદલતાં કહ્યું "વાહ કોન્ગ્રેચ્યુલેશન્સ તો તો નીલો પાર્ટી થઇ જાય.
નીલાંગીએ કહ્યું "પહેલાં ઘરે પહોંચાડ આ પૈસા ઘરમાં મૂકી દઉ પછી તું કહે એ પાર્ટી કરીશું. નીલાંગે કંઇક વિચાર કરતાં કહ્યું ઓકે ડન.. ચલ તને ઘરે મૂકી દઊ. અને બાઇક મારી મૂકી..
નીલાંગી ઘરે પહોચી સાથે નીલાંગ પણ ઘરમાં ગયો.. એને કંઇક વિચાર આવ્યો એણે નીલાંગીનો હાથ પક્ડી પાછો બહાર લઇ ગયો. નીલાંગીની આઇ જોઇ રહી હતી અને આશ્ચર્ય થયુ છતાં કાંઇ બોલી નહીં...
નીલાંગે નીલાંગીને કહ્યું "મારી એક સલાહ માન તું આજે ઘરમાં ના કહીશ આમાંથી અડધા પૈસા તારાં માટે ક્યાંક સલામત મૂકી દે બાકીનાં પૈસા ઘરમાં કહે પ્લીઝ એકતો આટલાં બધાં પૈસા... નીલાંગીએ વાત કાપતા કહ્યું "ઓકે એમ કરુ છું.
એમ કહીને પાછાં બંન્ને અંદર ગયાં. નીલાંગીની આઇએ કહ્યું "કેમ શું થયું ? શું વાતો કરો છો ? નીલાંગે કહ્યું કંઇ નહીં આંટી આજે નવી બાઇક મળી છે તો તમને બતાવવા આવ્યો અને નીલાંગીને કહ્યું તું બાઇકને કંકુ ચોખા ચઢાવ અને પછી અમારે બહાર જવુ છે થોડીવારમાં આવી જઇશું.
નીલાંગીની આઇએ કહ્યું "વાહ મસ્ત બાઇક છે સાવ નવી છે ઓફીસમાંથી મળી ? નીલાંગે કહ્યું "હાં આઇ. તમને એટલે તો બતાવા આવ્યો. ત્યાં સુધીમાં નીલાંગી ઘરમાં એનાં રૂમમાં ગઇ અને થોડીવારમાં આવી ગઇ હસ્તી હસ્તી અને બોલી "આઇ હું થોડીવારમાં આવુ છું પછી શાંતિથી વાત કરીએ.
નીલાંગીની આઇએ કહ્યું જમવાનાં સમય પહેલાં આવી જ્જે અને નીલાંગ નીલાંગી બાઇક પર બહાર નીકળી ગયાં.
*****************
અનુપસિંહ ઓફીસથી બંગલે આવી ગયાં રેસ્ટ લેવા માટે તેઓ ફેશ થઇને એમનાં રૂમમાં આવ્યાં. મહારાજને પૂછ્યુ શેઠાણી ક્યાં છે ? મહારાજે કહ્યું "શેઠાણી કલબમાં ગયાં છે.
અનુપસિંહે કહ્યું "ઓકે પછી બાથરૂમમાં ઘૂસ્યા ફ્રેશ થઇને બહાર આવીને એમની માનીતી બ્રાન્ડ બ્લેકલેબલ વહીસકીનો પેગ બનાવીને સીપ મારી અને એમને પાછી નેન્સી યાદ આવી ગઇ.
એમની નજર સામે જાણે પડદો રચાયો અને ભૂતકાળની ફીલ્મ ચાલુ થઇ. એમની સામાન્ય કલાર્કમાંથી પર્સનલ સેક્રેટરી બનેલી નેન્સી ક્રીશ્ચીયન હતી ખૂબ સુંદર અને નાજુક એ કાયમ અનુપસિંહની જોડે ને જોડે રહેતી ધંધાનાં કોઇ કામ મીટીંગ, ટ્રાવેલીંગ એબ્રોડ બધે સાથે જતી.
અનુપસિંહ અને નેન્સીનાં પર્સનલ રીલેશન થઇ ગયાં હતાં. જયારે મન થાય નેન્સીને લઇને કલબમાં જતાં, હોટલમાં રોકાતાં અને બંન્નેનાં સંબંધ છેક સુધીનાં બંધાઇ ગયાં હતાં.
ખૂબ સુંદર નેન્સી અનુપસિંહને કંપની આપીને ખૂબ પૈસા કમાતી ધીમે ધીમે નેન્સી ભૂલી ગઇ જાણે કે અનુપસિંહ પરણેલો છે જુવાન છોકરો છે અમોલ એ અનુપસિંહને ખુશ રાખતી અને હવે એની પત્ની હોય એવો રોલ જમાવવા લાગી બધાંજ ખર્ચ, રોકાણ, વ્યવહારનુ એ ધ્યાન રાખતી અને અનુપસિંહ એક વખત કલબમાં લઇને ગયાં ત્યાં પહોચી નેન્સીએ..
વધુ આવતા અંકે---- પ્રકરણ-32