Beauty - A Mystery (Part-2) in Gujarati Fiction Stories by Kaushik Dave books and stories PDF | સૌંદર્યા -એક રહસ્ય (ભાગ-૨૨)

Featured Books
Categories
Share

સૌંદર્યા -એક રહસ્ય (ભાગ-૨૨)

" સૌંદર્યા-એક રહસ્ય "( ભાગ-૨૨ )

ભાગ-૨૧ માં જોયું કે સૌરભ પુનઃ સૌરભ બને છે.પણ સૌરભ ની તબિયત બગડતા ડો.સુનિતાદીદી ના ઘરે લઈ જાય છે.. ત્યાં પાયલ મલીને જતી રહે છે..

હવે આગળ...

બીજા દિવસે સવારે...

ડો.સુનિતાદીદીના ઘરે એમના ભાઈ સુભાષ અને મમતા ભાભી આવ્યા. સાથે એક નાનકડી બેબી હોય છે...
પાછળ પાછળ મમતાની કઝિન સુગંધા પણ આવી હોય છે.

મમતા:-" દીદી ,કોણ બિમાર છે? તમારા બીજા ભાઈ પણ છે?"

સુનિતા:-" હા, સૌરભ નામ છે. એને મેં ભાઈ બનાવ્યો છે."

મમતા:-" તો અમે એની ખબર કાઢીને આવીએ."

મમતા અને સુગંધા સૌરભના રૂમમાં જાય છે.

સૌરભની ખબર અંતર પુછે છે..

એ વખતે સુગંધાની નજર સૌરભના ડાબા હાથપર પડે છે..

સુગંધા:-" દીદી, હું એની સાથે વાતો કરું છું.એનુ પણ મન લાગે.. થોડીવારમાં આવું."

ઓકે.. બોલીને હસતી હસતી મમતા રૂમની બહાર જાય છે.

મમતા દીદીના ગયા પછી સુગંધા એ સૌરભ સામે જોયું..

બોલી:-" મારું નામ સુગંધા.. ઓળખો છો કે?"

પણ.. સૌરભ શાંત રહ્યો.જવાબ આપ્યો નહીં..

સુગંધા:-" આમ મુગામંતર રહીને શેનો શોક કરો છો? દીદીના લગ્ન વખતે પરફોમન્સની મારી પાર્ટનર ફ્રેન્ડ ને કહ્યું હતું કે હાથનું ટેટુ બહુ બતાવવું નહીં.. છતાં પણ... આમ કેમ? ઓળખી ગઈ હું.. મારા કાનુડાને ગુલાબનું ફુલ જોરથી વાગી ગયું હતું? એટલે બોલતા નથી.. આમ તો હું રડી પડીશ.. આ હાલત જોઈ ને..ચાલો ઉભા થાવ.. તમને ખબર છે હું સાયકોલોજીની ગ્રેજયુએટ છું.. ફ્રેશ થાવ .બધા સાથે સામાન્ય રીતે જીવો.. આમ તો depression આવે.. મારે જ બોલ બોલ કરવાનું?"
આમ બોલીને સુગંધા હસી પડી.

સુગંધાની વાત સાંભળીને સૌરભ હસી પડ્યો..
એનું બેચેન મન અને ગમગીની ઓછી થઈ ગઈ.

સૌરભ:-" એટલે તું મને ઓળખી ગઈ. તારો સ્વભાવ ઘણો સારો છે.. પણ હજુ હું ભૂતકાળમાં જ ખોવાયેલો રહું છું. હજુ મારે મારા માતા-પિતા પાસે પણ જવાનું છે."

આ સાંભળી ને સુગંધા એ ગીતની બે લીટી ગાઈ.

आना जाना खेल विधि का,
सदा रहा ना कोय,(२)
होनी पे कोई जोर चले न,
वहीं करे सो होय,(२)
સુગંધા:-" ઓકે,પણ અમદાવાદ જતા પહેલા નોર્મલ બનો.. નહીંતર દીદી અને માં નું નામ ખરાબ થશે. અમદાવાદમાં જોબ કરશો કે બિઝનેસ?"

સૌરભ:-" અમે મધ્યમ વર્ગના.. જોબ જ કરવી પડશે.. ને તું?"

સુગંધા:-" જોબ... ના.. ના.. કોઈ નાનો બિઝનેસ.. હું બિઝનેસ કરું તો તમે મારા પાર્ટનર બનશો?"

સૌરભે જવાબ આપ્યો નહીં..

આમ સુગંધા એ વાતોમાં રાખીને સૌરભ ને મુડ માં લાવી દીધો.
સાંજના સમયે સૌરભ સામાન્ય થઈ ગયો.

સુનિતા દીદીએ સુગંધાને કહ્યું કે એને જબલપુર બતાવ. સાથે સાથે એના માટે એને મનગમતા કપડાં અપાવજે. એટલે ખુશમિજાજ માં રહે. મારૂં ક્રેડિટ કાર્ડ લેતી જજે.

સુગંધા અને સૌરભ જબલપુર જોવા ગયા..
ત્યારબાદ સુગંધા એ સૌરભ માટેના કપડા ખરીધ્યા.
હોટલમાં જમીને સુનિતા દીદીના ઘરે આવ્યા.

રાત્રે મમતા એ સુગંધાને કહ્યું કે આવતી કાલે સવારે ભોપાલ જવાનું છે..

પણ સુગંધા એ કહ્યું કે એ બે દિવસ રોકાઇને સૌરભને કંપની આપશે. આ વાત સુનિતાને ગમી.

બીજા દિવસે મમતા જતા જતા સૌરભને મલી.

બોલી:-" દિયર જી, અમે ભોપાલ જઈએ છીએ. સમય મલે તો આવજો.. ને હા.. મારી બહેન બે દિવસ રોકાવાની છે. એને સહીસલામત રાખજો.. પાછા સીધા એને અમદાવાદ લઈ ને ના જતા..અમને પુછજો."
મમતા હસતા હસતા બોલી.

બીજા દિવસે સૌરભ અને સુગંધા ભેડા ઘાટ જવા નીકળ્યા.
રસ્તામાં માં ત્રિપુર સુંદરી મંદિરમાં દર્શન કરવા ગયા.

સૌરભ દર્શન કરતો હતો ત્યારે એક નાનકડો બાબો સૌરભ પાસે આવીને મામા..મામા.. બોલવા લાગ્યો.

ત્યાં જ એ બાબાની માં આવી.
સૌરભ એને ઓળખી ગયો.

સૌરભ:-" દીદી મને ઓળખો છો?"

"હા,ભાઈ.. એજ ને જેણે મારી પુજાની ટોકરી અહીં જ પડતા બચાવી હતી. મારું નામ રેણુ છે. ને નરસિંહપુર રહું છું. આ મારા દીકરા સાથે દર્શન કરવા આવી છું"

"હા,દીદી ,ભાણેજ બહુજ ક્યુટ છે."

રેણુ એ સુગંધાને જોઈ.

બોલી:-" ભાભીજી નમસ્કાર."

સૌરભ બોલ્યો:-" એ મારી ફ્રેન્ડ છે."

સુગંધા શરમાઇ ગઇ.

"જોડી સારી લાગે છે. ભાઈ નરસિંહપુર મારા ઘરે આવો.. મારૂં સરનામું આપું છું.. "

આ પછી છુટા પડ્યા.
સુગંધા અને સૌરભ ભેડા ઘાટ આવીને ફોલ્સ જોયો.
પછી નાવ માં બેઠા.

પણ નાવમાં યુવાલોકો ધીંગા મસ્તી કરતા હતા ત્યારે નાવે પલટી ખાધી.

સૌરભને તરતા આવડતું હતું.
પણ સુગંધા નદીમાં ડુબી રહી હતી.

સૌરભે સુગંધાને બચાવીને કિનારે લાવી.

હોશમાં આવતા સુગંધા સૌરભને વળગી પડી

બોલી:-" I love you તારા વગર જીવી નહીં શકું."

સૌરભ પણ સુગંધા તરફ આકર્ષિત થયો હતો..
પણ..
સૌરભ:-" હું મારા માતા-પિતાની પસંદગીની છોકરી સાથે જ લગ્ન કરીશ."

આ સાંભળીને સુગંધા હસી..

બોલી:-" હું પણ મારા મા-બાપની આજ્ઞાથી જ તારી સાથે ..."

આ પછી બીજા દિવસે સુગંધા ઈંદોર ગઈ.

ને સૌરભ માં ના આશ્રમમાં ગયો.

સૌરભે બે દિવસ પછી અમદાવાદ જવાની 'માં' ની રજા લીધી.

માં એ કહ્યું:-" બેટા, હજુ તારે અમદાવાદ જવાની વાર છે.તારે નર્મદા કિનારેની યાત્રા કરવાની છે.. અનુભવો થી તું ઘડાઈશ. ને બેટા તારા બાર હીરા પણ લેતો જજે."

"માં આ હીરા નું શું કરીશ.? રસ્તામાં લેતા જવાય નહીં.. એક હીરો વેચીને આશ્રમ માટે દાન આપીશ. જેથી ગરીબ અનાથ માટે તેમજ બાળકો ના અભ્યાસ માટે.તેમજ મારા હેમિશના ભરણપોષણ માટે.."

"પણ બેટા આટલા બધા નહીં."

"માં મારી વાત માનો.."
"બેટા આના નાણાં તું સુનિતાને આપજે. હું વ્યવસ્થા કરી લઈશ. બેટા મહાદેવ જી તારી રક્ષા કરશે."

"સારું માં.."
સૌરભે માં ને પગે લાગ્યો ને આશ્રમમાં થી વિદાય લીધી.

સૌરભ જબલપુર આવ્યો. સુનિતા દીદીને બાકીના અગિયાર હીરા આપ્યા. જે લોકરમાં મુક્યા‌ તેમજ એક હીરો વેચી દીધો.
એક બેંક એકાઉન્ટ ખોલાવી ને સુનિતા અને માં ના નામે રાખ્યા.
સાથે સૌરભે કહ્યું કે ગરીબો ના હેલ્થ માટે પણ જરૂરી નાણાં રાખજો..

સૌરભ થોડા રૂપિયા લઈ ને નર્મદા કીનારે આવેલા સ્થળે જવા નીકળી ગયો.

સૌરભ જબલપુર થી નરસિંહપુર પહોંચ્યો.

સતપુડા પર્વતમાળામાં આવેલી પૌરાણિક નગરી નરસિંહપુર.

નરસિહપુર નર્મદા કિનારે આવેલું પૌરાણિક નગર.

જ્યાં બલિ રાજા,તેમજ પાંડવો પણ રહેલા હતા.
તેમજ લાખો વર્ષ પાષાણ યુગના જુના જીવાષ્મીઓ પણ મલી આવેલા હતા.

સૌરભ નરસિહપુરના જોવાલાયક સ્થળો મૃગનાથ ધામ,નરસિંહ મંદિર,ઝોતેશ્વર આશ્રમ, જગન્નાથ મંદિર ,ડમરૂ ઘાટી જોઈ ને નર્મદા સ્નાન કરવા બ્રાહ્મણ ઘાટ આવ્યો.

ત્યાં સ્નાન કરીને ઘાટ પર બેઠો જ હતો ત્યાં એક છોકરીનો બચાવો બચાવો ની બુમ સાંભળી.

સૌરભે જોયું તો એક છોકરી નર્મદા નદીમાં ડુબી રહી હતી.
આ જોઈ ને સૌરભે નદીમાં ઝંપલાવી દીધું.

એ છોકરીને બચાવીને ઘાટ પર લાવી.
એ ગામઠી ડ્રેસમાં અઢાર વર્ષ ની છોકરી.

એ છોકરીએ બચાવનાર સૌરભનો આભાર માન્યો..

પછી બોલી..કદાચ મેં તમને જોયા છે...હમમ...
યાદ આવ્યું . જબલપુરમાં ત્રિપુર સુંદરી મંદિરમાં..
લગભગ ત્રણ કે ચાર વર્ષ પહેલાં.. તમે જ રેણુ ચાચી સાથે વાત કરતા હતા. એમની પુજાની ટોકરી પડતા બચાવી હતી.

સૌરભ:-" હા,પણ તને કેવી રીતે ખબર?"

એ છોકરી બોલી:-" મારું નામ ચંચલ.. નામ પ્રમાણે જ ચંચલ.. આ નદીમાં મસ્તી કરતા ડુબકી મારી ને ડુબતી હોય એવું લાગતાં બુમ પાડી.. હા.. તો હું મારા પિતા જી સાથે રેણુ ચાચી અને ચાચા સાથે દર્શન કરવા આવ્યા હતા. નજીકમાં જ ઉભા હતા.. તમારે રેણુ ચાચીને મલવુ નથી..?

"હા,પણ ક્યાં રહે છે?. મારે એમના ઘરે જવું છે."

"ચાલો.. મારા ઘર પાસે જ રહે છે."

ચંચલ રેણુ ચાચીના ઘરે સૌરભને લઈ જાય છે.

રેણુ દીદી સૌરભને ઓળખી જાય છે.
એના માટે જમવાનું બનાવતા વાતો કરે છે ‌

રેણુ દીદી સૌરભને જમાડતા પહેલા રક્ષા સુત્ર બાંધે છે.
સૌરભને પ્રેમથી જમાડે છે.
સૌરભ જતા જતા રેણુ દીદી અને ભાણેજ ને ભેટ આપે છે.
રેણુ:-" ભાઈ , હવે જલદી શાદી કરી લો. મંદિરમાં તમારી ફ્રેન્ડ સારી લાગે છે.. તમારા બંનેની જોડી શોભે છે ‌"

સૌરભ કંઈ બોલતો નથી.

રેણુ દીદી ની રજા લઈ ને ગેસ્ટ હાઉસ આવે છે.

બીજા દિવસે સૌરભ હોશંગાબાદ જાય છે.
ચાર થી પાંચ કલાકે હોશંગાબાદ પહોંચે છે.

એક ગેસ્ટ હાઉસ માં ઉતરો લે છે.

બીજા દિવસે સૌરભ એક ગાઈડને લે છે.
ગાઈડ કહે છે.. આ હોશંગાબાદ નું જુનું નામ નર્મદાપુરમ હતું. માળવા શાસન હતું. સતપુડા પર્વત માળા માં આવેલું છે. નર્મદા કાંઠે.
અહીંનો શેઠાણી ઘાટ સૌથી વધુ પ્રખ્યાત છે.

ગાઈડ સૌરભને પંચમઢી અને ટાઈગર પાર્ક વિશે પણ કહે છે.
પણ સૌરભને સમય નહોતો..
પણ આદમગઢ હિલ્સ જોવા જાય છે ..જે હોશંગાબાદ ની નજીક હોય છે.
પ્રાગ ઐતિહાસિક ગુફાઓ હોય છે. જેમાં Rock painting હોય છે. પ્રાચીન હથિયાર તેમજ પશુપક્ષીઓ ના ચિત્રો..
સૌરભ આ જોઈ ને ખુશ થાય છે ‌.
બીજા દિવસે સવારે....

શેઠાણી ઘાટ જાય છે. ત્યાં નર્મદા નદીમાં સ્નાન કરે છે.
સંધ્યાકાળે એ મંદિર દર્શન કરવા નીકળે છે.

રસ્તામાં મહાકાળી માતાજી નું મંદિર આવે છે.
સૌરભ દર્શન કરવા જાય છે.

ત્યારે મંદિરમાં એક અંધ છોકરી ભજન ગાતી હોય છે..
मैली चादर ओढके कैसे द्वार तुम्हारे आऊँ ।।
हे पावन परमेश्वर मेरे मन ही मन शरमाऊँ ।।

સૌરભને એ ભજન ઘણું ભક્તિ ભાવથી ગાયેલું લાગે છે.અને એ છોકરી બીજું ભજન માતાજી નું ગાય છે.
રાજ રાજેશ્વરી ત્રિપુરા સુંદરી,
દૂર તેરા દરબાર,
હો...રાજ... રાજેશ્વરી...

કૈસે મૈં આઉં મૈયા,(૨)
મૈં હું લાચાર,
રાજ રાજેશ્વરી....
આ ભજન સાંભળતા બધાની આંખો ભીની થઈ જાય છે... સૌરભના પણ આંખમાં આંસુ આવે છે..એને એના ભૂતકાળ ના દિવસો યાદ આવે છે.......

ભજન સાંભળીને નજીક થોડું ફરીને રસ્તા પર જતો હોય છે ત્યારે એ ભજન ગાતી છોકરીને જતા જુએ છે. જે રસ્તો ઓળંગતી હોય છે..
એ છોકરી લાકડીના સહારે રસ્તો પસાર કરવા જાય છે એ જ વખતે એક નાનો ટેમ્પો એની બિલકુલ નજીક આવી જાય છે...એ ટેમ્પો છોકરી સાથે ટકરાઈ જાય એ પહેલાં સૌરભ ત્વરિત ગતિએ આવે છે ને છોકરી ને બચાવી લે છે... પછી કહે છે ,"દીદી તને દેખાતું નથી?.. હમણાં ટક્કર વાગતી.. ઈશ્વર તને લાંબુ આયુષ્ય આપે..ચાલ હું તારા ઘરે પહોંચાડી દઉં. "
એમ બોલી ને એ સૌરભ એ છોકરીનો હાથ પકડે છે... છોકરી એ યુવાન નો આભાર માને છે..અને બોલે છે.... મારું નામ દિશા છે.. પણ તમે કોણ છો? .. હાં.. આ તમારો અવાજ સાંભળ્યો હોય એવું લાગે છે...બસ...એ જ મીઠો અવાજ...આવા શબ્દો નું બોલવું.. બોલવાની લઢણ ઉચ્ચારણો...જોઈ ને મને કોઈ યાદ આવે છે...હમમ... હા ,યાદ આવ્યું... હું તમને ઓળખી ગઈ.ભાઈ... તમે મારા ભાઈ બનશો? મારે કોઈ ભાઈ નથી..મારી સાથે મારા નાનકડા ઘરમાં આવો તો હું તમને રાખી બાંધવા માગું છું...તમે ભાઈ બનશો? "

આ વાત સાંભળીને સૌરભ લાગણીશીલ બની ગયો.
બોલ્યો" હા,ચાલ તને ઘરે પહોંચાડું."

નજીક માં આવેલ દિશાના ઘરે પહોંચાડે છે.
દિશાના પિતાજી ઘરમાં હોય છે.

એ દિશાના અંધ હોવાની વાત કરે છે.. ઓપરેશન માં કોઈ મદદ મલે તો એ દેખતી થાય એમ છે..

આ સાંભળી ને સૌરભે ડો.સુનિતા દીદીને ફોન કર્યો..દિશા ને મદદરૂપ થવા જણાવે છે..
એક ચિઠ્ઠી લખીને દિશાના પિતા ને આપે છે..કહે છે કે ઈશ્વર કૃપાથી મારી નાનકડી દીદીની આંખો સારી થઈ જશે..
દિશા ખુશ થાય છે..
સૌરભના હાથે રાખડી બાંધી ને ગોળ ખવડાવે છે.
સૌરભ જતા જતા થોડા રૂપિયા ની મદદ કરે છે.

.( દિશા વિશે વધુ જાણવા મારી પેરેલલ વાર્તા" સંવેદના - એક દિશા ની" પ્રતિલિપિ માં વાંચવી)

એ રાતે સૌરભ હોશંગાબાદની ગલીઓમાં ફરતા ફરતા ભૂલથી એક બદનામ ગલીમાં આવી જાય છે..

જ્યાં નાચગાન થતાં હોય છે..

એ ગલીમાં થી સૌરભ બહાર નીકળવા જાય છે એ વખતે એક યુવતી એનો હાથ ખેંચે છે..

બોલે છે.. એ..ચીકને.. કહાં જાતા હૈ.. આ યહાં ગાના સુન.. ખુશ હોય જાયેગા...

એટલામાં બીજી યુવતી પણ આવે છે...

અરે.. યહ તો બહુત સ્માર્ટ હૈ..એ ચીકને ..મેરે સાથ ચલ... ખુશ કર દુગી..

સૌરભ હાથ છોડાવવા કોશિશ કરે છે..
પણ.. હાથ છુટતો નથી...

એટલામાં એક પંજો... એ યુવતી નાં હાથ પર પડે છે...

સૌરભ જુએ છે તો.. એ..કિન્નર હોય છે..

એ કિન્નર બોલે છે:-" એ.. સુંદરી ભલા માનુષકા હાથ છોડ દે..ઈસ શહર મેં નયા હૈ... ઘુમને આયા હૈ"

એ કિન્નરને જોઈ ને બંને યુવતીઓ જતી રહે છે..

એ કિન્નર બોલે છે:-" ભાઈ.. અહીં ના આવો.. આ બદનામ બસ્તી છે.. મારું નામ મોહના છે.. મને લાગે છે કે થોડા દિવસ પહેલા તમને જોયા હતા... હા.. યાદ આવ્યું.. જબલપુર સરસ્વતી ઘાટ 'માં' ના આશ્રમમાં.. હું ભજન સાંભળતો હતો.. ને તમે પણ એક ભજન ગાયું હતું.. તમે 'માં' ના આશ્રમમાં રહો છો..? સાંભળ્યું હતું કે 'માં' તમને પુત્ર માનતા હતા.. "
"હા, હું એજ છું. મારૂં નામ સૌરભ.. આપનો આભાર..મને મારા ગેસ્ટ હાઉસ સુધી પહોંચાડવા મદદ કરશો.." સૌરભ બોલ્યો..

મોહના બોલી:-" હા,પણ તમે હોશંગાબાદ થી ક્યાં જવાના છો? સવારે એક ટુરવાળા ઓમકારેશ્વર દર્શન કરવા જવાના છે.. જો આપને જવું હોય તો સવારે લેવા આવું .. મહાદેવ ના દર્શન કરજો.. રાત્રે માતાજી એ મને દર્શન આપીને કહ્યું હતું કે મારો એક ભક્ત મલશે એને ઓમકારેશ્વરના દર્શન કરવા મોકલજે.. માતાજીની કૃપા થી જ ખરા વખતે તમને એ ચુંગલમાંથી બચાવી લીધા..."

સવારે... સૌરભ ઓમકારેશ્વરના દર્શન કરવા નીકળે છે...
( ક્રમશઃ.ભાગ-૨૩ માં નર્મદા કિનારેના સ્થળો ના સૌરભ દર્શન કરે છે. નર્મદા કિનારે ' દેવપ્રિયા' વાર્તા નો નાયક ભાર્ગવ મલે છે. પછી અમદાવાદ જાય છે.ત્યાં એના પિતાજીની પસંદગીની યુવતી સાથે લગ્ન કરે છે.તેમજ નવી જોબ મલે છે..એ ભાગ્યશાળી યુવતી કોણ છે? ... જાણવા માટે વાંચો મારી ધારાવાહિક વાર્તા સૌંદર્યા-એક રહસ્ય.. ** બહાર જાવ તો..માસ્ક પહેરીને બહાર જાવ અને સ્વસ્થ રહો. કોરોના ને હરાવો..** કૌશિક દવે ના જય શ્રી કૃષ્ણ 🙏🙏 🙏)