ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-29
અનુપસિંહ અને અમોલ બધી ધંધા-વ્યવહારની વાતો કરી રહ્યાં હતાં. અનુપસિંહ પરદેશ જતાં પહેલાં અમોલને બધી સૂચનાઓ આપી રહેલાં ક્યાં કેવી રીતે વ્યવહાર કરવો અને ક્યાં ધ્યાન રાખવુ બધું ઝીણવટથી સમજાવી રહેલાં એમણે અનિસાનાં સુસાઇડ નો કેસ સુલટાવી દીધો છે એવાં નિશ્ચિંત મને પરદેશ જવાનું ગોઠવ્યું હતું. સાથે મનમાં નેન્સીનો કેસ દીકરા હું સૂવા જઊં છું સવારે કંઇ યાદ આવશે કહીશ પણ તું બધુ ધ્યાન રાખીને કરજે.
અમોલે કહ્યું પાપા તમે અહીં ઓફીસમાં આરામ કરવા કરતાં ઘરે જઇનેજ રેસ્ટ લો. હવે ઘણી ચર્ચા થઇ ગઇ છે. ત્યાં અમોલનાં મોબાઇલ પર શ્રોફનો ફોન આવ્યો. "અમોલે કહ્યું હાં શ્રોફ બોલો. સામેથી સુજોય શ્રોફે કહ્યું "અમોલ પાપા ક્યાં છે ? હું ક્યારનો એમને ફોન કરુ છું શેઠનો ફોન બંધ આવે છે. અમોલે પાપા સામે જોયું પછી ફોનમાં સ્પીકર પર હાથ રાખી બોલ્યો શ્રોફ છે.
અનુપસિંહે ફોન આપવા કહ્યું "ફોન લઇને બોલ્યા "હાં શ્રોફ કહો. હું થોડો રીલેક્ષ રહેવા માંગતો હતો અને થોડી અગત્યની મીટીંગ હતી એટલે ફોન બંધ કરેલો બોલો કેમ ફોન કર્યો ?
શ્રોફે કહ્યું શેઠ તમારી કેશ મળી ગઇ છે. આટલામાં બધાં વ્યવહાર સેટ થઇ જવો જોઇએ પણ ખૂટશે તો માંગીશ પહોચાડી દેજો. મને નો પ્રોબ્લેમનો ફોન આવી ગયો છે બધું ભીનુ સંકેલાઈ ગયુ છે અને એ વ્યવહારની એન્ટ્રીઓ બે દિવસમાં સુલટાવી દઇશ.
અનુપસિંહ કહ્યું "ઓકે ગુડ... તમને જરૂરી બીજી કેશ અમોલ વ્યવસ્થા કરી આપશે ડોન્ટ વરી. બીજી ખાસ કે હું એબ્રોડ જવાનો પ્રોગ્રામ બનાવી રહ્યો છું કોઇ ખાસ કામ હોય તોજ મને ફોન કરજો બાકી અમોલ બધું જોઇ લેશે. અને હાં કેશ માટે તમે કોઇ ખાસ વિશ્વાસુને વચમાં રાખજો. પૈસાની વાત છે એટલે કાળજી રાખવા કહું છું જોકે તમે છો એટલે કોઇ વાંધો નથી.
શ્રોફે કહ્યું "હાં હું જોઇ લઇશ અને વિશ્વાસુજ હશે તમને કે મને કોઇ ટેન્શન નહીં રહે. તમે જાવ પહેલાં અમોલને બધું કરી દેજો જેથી પાછળથી કોઇ ઇશ્યુ ના રહે. અને હાં બીજી કે બીજા મીડીયા હાઉસમાં વાત નથી ગઇ. પણ જે કંઇ થશે તો હું દબાવી દઇશ જે સ્ટ્રેટેજી પોલીસ અને ક્રાઇમ સાથે અપનાવી છે એજ કામ કરશે. આશા રાખુ જે હવે કોઇ માથું ઉચું ના કરે.
અનુપસિંહ વિશ્વાસ સાથે કહ્યું "પોલીસ અને ક્રાઇમવાળા હાથમાં છે એટલે હવે કોઇ શું કરવાનું ? છાપાવળા છાપ્યા કરે એમને કોણ ગાંઠે છે ? શ્રોફે કહ્યું પેલો ઇવનીંગ એડીશનવાળાએ બધું છેડ્યું છે અને હેડીંગમાં લખ્યું છે આગળ જુઓ કેવાં ભૂત બહાર કાઢીએ છીએ. એનુ લખાણ થોડું અજુગતુ છે પણ એ લોકો એમની ટીઆરપી અને વેચાણ વધારવા આવા પ્રોપોગોન્ડા કરતાં હોય છે થોડાં દિવસમાં બધાં ભૂલી પણ જશે કે આ અનીશા કોણ હતી..
અનુપસિંહ હસતા હસતાં કહ્યું "સાચી વાત છે પણ તમે જોતાં રહેજો અહીં અમોલની નજર પણ રહેશે. હું મારો પ્રોગ્રામ નક્કી થયે બધી ડીટેઇલ જણાવીશ. ઓકે ? એમ કહી ફોન કાપ્યો.
અનુપસિંહ વાત કર્યા પછી અમોલને ટકોર કરી તું આટલાં જૂના અને વિશ્વાસુ શ્રોફને એમ કેમ બોલે ? બોલો શ્રોફ.. થોડી રીસ્પેક્ટથી વાત કર તારાંથી ઘણાં સીનીયર છે.
અમોલે કહ્યું "તમે શું પાપા ? આપણાં સગા નથી જે કામ કેર છે એનાં પૈસા લે છે એજ તો એનુ કામ છે એક હાથે કામ બીજા હાથે પૈસા.. ધંધામાં સંબંધ ક્યાં વચમાં આવ્યો ? એમને ખબર પડવી જોઇએ કે સામે કોણ વાત કરે છે. ભલે આપણુ કામ કરતાં હોય પણ આપણી પાસેથી ઘણાં પૈસા લે છે.
અનુપસિંહ કહ્યું "તમે તમારું આ કલ્ચર બદલો.. ભલે ધંધો કે કામ હોય પણ રીસ્પેક્ટથી વાત કરો. જ્યારે પૈસો કામ ના કરે ત્યારે સંબંધ સાચવેલો કામ આવે છે. બધાંને એકજ લાકડીએ હાંકવાનાં ના હોય. ફરીથી ધ્યાન રાખજે.
અમોલે વાત પતાવવા કહ્યું "ઓકે” અનુપસિંહ શ્રોફની વાત સાંભળી વિચારમાં પડી ગયાં. આ પ્રિન્ટમીડીયાને બધાં ખોટાં હોબાળાં ઉભા ના કરે તો સારું માંડ બધુ ગોઠવવ્યું છે પણ એક વિચાર આવતાં પોતાને ફોન ચાલુ કર્યો અને પછી કમીશ્નરને ફોન જોડયો" અનુપસિંહ કહ્યું "હેલો સર. થેંક્સ તમે વચ્ચે રહી બધો મામલો પતાવી આપ્યો. નકામી હેરાનગતી થાત જનારી જતી રહી પાછળ અમે ધંધો બાજુમાં મૂકીને બીજા ધંધે લાગી જાત.
કમીશ્નરે કહ્યું "અનુપ સર આતો ગીવ એન્ડ ટેકની ગેમ છે. અમોલ કે બીજા કેટલા નિર્દોષ છે એતો તપાસ થાત તો ખબર પડત પણ તમે "વજન" મૂકી બધુ. બંધ કરાવી દીધુ એટલે એ ફાઇલ બંધ થઇ ગઇ સમજો. બોલો એ સિવાય કોઇ સેવા ? અનુપસિંહ કહ્યું "ના બસ... પણ એકવાત મનનમાં ખટકે છે મને ખબર પડી કે છાપાવાળા આ કેસનો ઉઆપોહ કરી રહ્યાં છે અને હજી તો લખે છે આગળ ઘણાં રહસ્ય પરથી પડદાં ઉઠી જશે વાંચતા રહો. કોઇ મુશ્કેલી ના થાય એ જોજો.
કમીશ્નરે કહ્યું "હવે તમે બધાં વ્યવહાર ઝડપથી કહ્યા પ્રમાણે કરી દીધાં તમે નિશ્ચિંત થઇ જાવ. છેક સી.એમ. સુધી વ્યવહાર પહોચી ગયો છે તમારાં CA એ જણાવ્યુ છે બાકીનો પણ કાલ સુધીમાં આવી જશે એટલે કામ પુરુ તમે શાંતિથી સૂઇ જાવ હવે મારી જવાબદારી છે. છાપાવાળાને કૂદવા દો કૂદી કૂદીને થાકી જશે પરંતુ કોઇ વાત કે પુરાવો લીક નહીં થાય એની ગેસ્ટ. એમને વેચાણ વધારવું. હોય એટલે આ હોટ ન્યુઝને ચગાવે પણ કંઇ કરે નહીં શકે. અમારાં સિવાય એમને કોઇ લીડ નહીં આપી શકે. ચિંતા વિના નિશ્ચિંત થઇ જાવ.
અનુપસિંહે કહ્યું "સર પણ હું એબ્રોડ જવાનાં પ્લાન કરી રહ્યો છું ખાસ કામ અંગે અને થોડા રીલેક્ષ થઇ આવુ નહીં અમોલ એકલો છે અને એ હજી નાનો છે એટલે તમને આ કેસ અંગે ધ્યાન દોરવા અને રાખવાફોન કર્યો છે.
કમીશ્નરને કહ્યું "તમે અહીં રહો કે એબ્રોડ જાવ કોઇ ફરક નહીં પડે મારી આગળ કોઈનું કંઇ નહીં ચાલે અને સી.એમ. સાથે વાત થઇ ગઇ છે નશ્ચિંત રહો ભલે છાપાવાળા કાગારોળ કરે અમને જવાબ આપતાં આવેડે છે આપણાં મુંબઇમાં રોજની સેંકડો આત્મહત્યા થાય છે કોણ લખે છે ? આતો મોટુ ઉદ્યોગ હાઉસ છે એટલે ચગાવે છે... તમ તમારે નિશ્ચિંત રહો. થેંક્યુ સર કરીને અનુપસિંહે ફોન મૂક્યો.
અમોલ કહે ક્યો છાપાવાળો ઊંચો થાય છે ? મને તો છાપા વાંચવાનો ટાઇમ નથી આ શ્રોફ ખોટો ગભરાય છે જ્યારે સી.એમ. અને કમીશ્નર આપણાં પડખે છે. એની કિંમત ચૂકવાઇ છે પૂરી માંગી એટલી હવે શું છે ?
અનુપસિંહ કહ્યું છતાં બધું ધ્યાન રાખવુ પડે. દુશ્મનને કદી કાચો ના સમજવો પણ કમીશ્નરે હૈયાધારણ આપી છે એટલે હવે ચિંતા નથી. ઠીક છે અમોલ હું ઘરેજ જઉ છું થોડો રેસ્ટ લઊં મારે આરામ કરવોજ પડશે કહી ચેમ્બરથી નીકળી ગયાં.
***************
શ્રોફની સૂચનાથી નીલાંગી ફાઇલનો અભ્યાસ કરી રહી હતી ભાવે એ આપેલી ટ્રેઇનીંગ પ્રમાણે નોંધ કરતી જતી હતી એને તો એવુ આશ્ચર્ય હતુ કે આ 7 આંકડા અને 8 આંકડાની રકમો ? આ લોકો એવાં ક્યા કામ કરે છે ? આટલાં બધાં પૈસા ? અમુક રકમ ગણવા માટે મારે વિચારવુ પડે છે કે આ રકમને કેવી રીતે વંચાય ? કરોડો, અજબો રૂપિયાનો ધંધો.
જેમ જેમ એન્ટ્રીઓ જોતી ગઇ એમ એમ એની આંખો પહોળી થઇ ગઇ અરે આટલા રોકડા રૂપિયા ? આટલા રૂપીયા રાખવા માટે કબાટ નહીં રૂમ રાખવા પડે. એ ધ્યાનથી બહુ વાંચી રહી હતી ત્યાંજ શ્રોફ સરે બોલાવી... એણે આવુ સર કહીને ઇન્ટરકોમ મૂક્યો.
શ્રોફની ચેમ્બરમાં પ્રવેશી અને શ્રોફે કહ્યું "બેસ તેં જોઇ એન્ટ્રીઓ અને બધાં વ્યવહાર ? નીલાંગી એ કહ્યું "સર આટલાં બધાં રૂપીયાનો ધંધો થાય છે ? રકમની સંખ્યા જોઇને વિચારવુ પડે કે આને કેવી રીતે બોલાય ? કરોડ દસ કરોડ -100 કરોડ ઠીક આતો એનાથી વધારે.. અને રોકડાનો આટલો બધો વ્યવહાર ?
શ્રોફે હસતાં કહ્યું "આ બધુ ગોઠવવા તો આપણને રાખ્યાં છે ખૂબ મોટો ધંધો છે સરકારી અને ખાનગી ટેન્ડરો ભરાય આટલાં મોટાં દેશમાં મોટાં ભાગનાં રાજ્યમાં આમનું કામ ચાલે અને એમનેજ કોન્ટ્રાક્ટ મળે કેટલો મોટો સ્ટાફ અને બધી બ્રાન્ચ અનુપ સરજ કરી શકે. ખબર નહીં. બાપાએ વિસ્તારેલો અને વધારેલો ધંધો અમોલ સંભાળી શકશે કે કેમ ?
પછી વાત યાદ આવતાં બોલ્યાં "મેં તને ખાસ એક વાત માટે બોલાવી છે પેલાં લોકરમાં 50 લાખ મૂક્યાં છે એ સાંજે તારે ભાવે સાથે આપવા જવાનાં છે તું વિશ્વાસુ છે અને ભાવે સાથે છે એટલે વાંધો નથી.
નીલાંગીએ આર્શ્ચયથી કહ્યું "સર મારે ? આટલી મોટી રકમ ? સર મને બીક લાગે છે આટલી મોટી જવાબદારી હું કેવી રીતે ઉઠાવી શકુ ? મેં તો દસ હજારથી વધારે રૂપિયા જોયાં નથી.
શ્રોફે કહ્યું "કરીશ તો શીખીશ એમાં ડરવાનુ શું છે ? ભાવે સાથે છે અને બે સીક્યુટીરીટી… ગાડીમાં જવાનું છે અને ગાડીમાં પાછા આવવાનું છે મોટી કેશ છે એટલે તો તમને બંન્ને મોકલુ છું.. પછી શ્રોફે ઇન્ટરકોમ પર ભાવે સાથે વાત કરી અને....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-30