Devilry - 32 in Gujarati Horror Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | જંતર મંતર - 32

Featured Books
Categories
Share

જંતર મંતર - 32

પ્રકરણ :- 32


જીયા પોતાની માટે જેની કોઈક ભેટ લાવી છે એ જાણીને જીયા ખૂબજ ઉત્સાહિત થઈ જાય છે. જીયા ખૂબ આતુરતાથી જેની ની રાહ જોઈ રહી હોય છે. જેની બહાર જઈને એક ડોલ લઈ આવે છે. આ ડોલ માં કાલીક ભરેલી હતી. ડોલ ઉપર કાળા રંગ નું કપડું બાંધેલું હતું જેના લીધે જીયા જોઈ ન શકતી હતી કે ડોલ માં છે શું! જીયા ને તો એ પણ ખબર હતી નહિ કે કપડા ની અંદર ડોલ છે. જીયા ખૂબ જ આતુરતાથી હવે જેની સામે જોઈ રહી હતી.

“ મા તને ખબર છે જીયા મારી કેટલી પાક્કી સહેલી છે. જીયા મારી માટે ગમે તે કરી શકે છે. મને છેલ્લા વર્ષો માં જે પણ મળ્યું છે એના માટે હું જીયા નો જેટલો આભાર માનું એટલો ઓછો છે. જીયા…….”

જેની કંઇ આગળ બોલે એની પહેલા જીયા જેની ના ગળે લાગી જાય છે. જેની જીયા ને જાટકો મારીને દૂર કરી દે છે. જીયા થોડો સમય વિચારમાં પડી જાય છે કે કેમ…. પણ થોડા સમય પછી એને લાગે છે કે શીલ આ બધું જેની પાસે કરાવી રહ્યો છે. જીયા પીઠ ફેરવી ને હસી રહી હોય છે.

“ જીયા તારે જાણવું છે ને કે હું તારી માટે શું સોગાત લાવી છું?” જેની

“ હા જેની જલ્દી થી કે ને શું લાવી છે મારી માટે ?” જીયા

“ જીયા તે ઘણું બધું કર્યું છે મારી માટે! આજે એના બદલામાં હું તને કંઇક આપવા માગું છું. “ જેની

જીયા ના ચહેરા ઉપર અનહદ ખુશી હતી. હેરી અને ફેરી પણ જીયા માટે એક મોટું બોક્સ લાવ્યા હતા. જેની જીયા તરફ આગળ વધે છે. પેલી ડોલ ઉપરથી તે કાળા રંગનું કપડું હટાવી દે છે. જીયા ડોલ જોઇને થોડી વિચલિત થઈ જાય છે. પણ જેની એની માટે ડોલ લાવી છે તો કંઇક તો જેની જીયા ને સારી યાદ આપવા માગે છે એવું વિચારી ને જીયા જેની ના કહેવાથી પોતાની આંખો બંધ કરી દે છે. જેની જીયા ની ઉપર ડોલ ને સીધી જ નમાવી દે છે. જીયા નું આખું શરીર કાળુ કાળુ થઈ ચૂક્યું હતું. જીયા એ આખો ખોલીને જોયું તો એને સમજાયું કે જેની એ તેના શરીર ઉપર કાલીક છાંટી છે. જીયા ને ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો.

“ ઓહ! મારી સહેલી જીયા ને મારી ઉપર ગુસ્સો આવી રહ્યો છે. ફરી વખત જીયા મારી ઉપર કાળી વિદ્યા કરીશ? ના જીયા આવું ના કરતી હો હું તારી પાક્કી સહેલી છું. જીયા મને માફ કરી દે…”

આટલું કહીને તો જેની જોરદાર હસવા લાગે છે. જીયા ને ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો. જીયા પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ કરી શકે એમ ન હતી. જીયા મુઝવણમાં મુકાઇ ચૂકી હતી.

“ જેની તને કંઈ રીતે ખબર કે તારી સાથે જે થયું એ મે કર્યું? “ જીયા

“ અરે મારી ભોળી જીયા! તને શું લાગે છે તું એકલી જ છે જે મારું સારું ઇચ્છે છે? આ દુનિયામાં ઘણાબધા લોકો એવા છે જે મારી માટે એમના પ્રાણ પણ નિછાવર કરી શકે. જીયા એક દિવસ તો અમને ખબર પડવાની જ હતી.” જેની

“ જીયા બેટા! અમે પણ તારી માટે ગિફ્ટ લાવ્યા છીએ! “ ફેરી

“ શું વાત છે જેની! આજે તો તારો આખો પરિવાર મારા માટે સોગાત લાવ્યો છે!” જીયા

“ ઓહ! મારી જીયા, તમે કામ જ સોગાત મળે એવું કર્યું છે તો સોગાત તો તમને આપવી જ પડે!” જેની

જીયા ને જેની તરફથી તો કાલિક મળી હતી પણ હેરી અને ફેરી જીયા માટે ચંપલનો મોટો હાર લાવ્યા હતા. હેરી અને ફેરી બંને એ જીયા ને પોતાના હાથે આ ચંપલનો હાર પહેરાવી દીધો.

“ જીયા બેટા તું હારને લાયક તો છે એટલે અમે તારી માટે આ અમૂલ્ય હાર લાવ્યા! જીયા કેટલી રૂપાળી લાગે છે તારા અસલી રૂપમાં! હેરી એક ફોટો લો ને જીયા નો તમારા મોબાઇલ માં! “ ફેરી

જીયા ને ખુબ વધારે શર્મિંદગી મહેસૂસ થઇ રહી હતી. જીયાનો ગુસ્સો પણ સાતમે આસમાને પોહચી ગયો હતો. હવે જેની કંઇક એવું કરવાની હતી જે જીયા એ સ્વપ્ન માં પણ વિચાર્યું ન હતું. જેની જીયા નજીક જઈને એના મોઢા ઉપર થૂંકે છે.

“જીયા આ છે તારી અસલી ઔકાત! તારા જેવી સહેલી કોઈને ન મળે. જીયા મે તારું શું બગાડ્યું હતું? મે આજ સુધી તે કહ્યું છે એને તારો પ્રેમ સમજીને મે તારી માટે કર્યું છે. તારે આ બધું કેમ કરવું પડ્યું ?” જેની

જીયા ખૂબજ શરમિંદા થઈ ચૂકી હતી. જીયા ને ગુસ્સો પણ ખૂબ જ આવતો હતો. જીયા પાસે હવે પોતાની કાળી શક્તિ હતી નહિ! જો હોત તો આજે તે જેની અને જેની ના પરિવાર ને બરબાદ કરી દોત! જીયાની આત્મા અપવિત્ર થઈ ચૂકી હતી. જીયા પાસે હવે બીજો કોઈ રસ્તો ન હતો! તે આખરે જેની સામે કબૂલ કરી જ લે છે.

“ જેની આપણે બંને નાનપણથી એક સાથે જ મોટા થયા. જેની આપને એકબીજા ને નાનપણથી જ ખૂબ માનતા હતા. જેની ક્યારેય પણ મે તમે ખુશી આપવામાં કમી નોહતી રાખી પણ તું અમુક સમયે મારા દુઃખ નું કારણ બની જતી હતી. જેની મારા ઘર માં પણ મને હંમેશાં તારાથી નીચી જ ગણવામાં આવતી હતી. જેની જે ખુશી ની હકદાર હું હતી એ ખુશી ક્યારેય પણ મને નથી મળી અને એની વજહ સિર્ફ તું છે.” જીયા

“ જીયા ક્યારેય પણ મે તને મારાથી કમ નોહતી સમજી! જીયા તારા મનમાં આવું બધું હતું તો એકવાર મને કહેવું તો હતું. હું તારી માટે હસતાં હસતાં બલિદાન કરી દોત. “ જેની

“ જેની તું શું બલિદાન કરોત! બલિદાન તો આખી જિંદગી મારે આપવા પડ્યા છે એ પણ તારા લીધે! જેની આજીવન મે મારી ખુશીયોની બલી આપી છે એ પણ તારા લીધે. જેની હું તને નફરત કરું છું. “ જીયા

“ પણ જીયા મે એવું તો શું કર્યું કે તું મને આટલી નફરત કરે છે? “ જેની

“ જેની તે મને હંમેશાં નફરત કરવાની જ વજહ આપી છે. જેની જે મારું હતું એ બધું આજ સુધી ફક્ત તને મળ્યું છે. જેની મારા જીવનનો અંધકાર છે તું! જેની મારી હરેક ખુશી ની ક્ષણ તે છીનવી લીધી છે. જેની તે હમેશાં મને કષ્ઠ જ આપ્યા છે. જેની તે જ મને વજહ આપી હતી કાળી વિદ્યા તારી ઉપર કરવાની.” જીયા

“ મે તને વજહ આપી? “ જેની

“ હા જેની તે જ મને વજહ આપી છે તારા ઉપર આ કાળી વિદ્યા કરવાની! જેની આનાથી પણ હું વધારે તને હેરાન કરવા માગતી હતી પણ તારા સારા નસીબ એ તને બચાવી લીધી. જેની હું તને બરબાદ કરવા માગતી હતી.”

જીયા ના માતા પિતા અવધ અને હેમા આ બધું સાંભળી રહ્યા હતા. તેમની સહેવાની હદ હવે પૂરી થઈ ચૂકી હતી. જીયા ના પિતા અવધ એ નીચે આવીને જીયા ને સીધો જ એક જોરદાર તમાચો મારી દીધો!

“ અમને તો શરમ આવે છે કે તું અમારી દીકરી છે. જીયા તને જોઇને તો અમને એમ લાગે છે કે ભગવાને અમને નિસંતાન રાખ્યા હોત તો સારું! તારી આવી હરકત માટે પણ જવાબદાર અમે છીએ! આ કાલિક તો અમારા ચહેરા ઉપર પણ લાગવી જોઈએ.” અવધ


જીયા ના માતાપિતા અવધ અને હેમા કાલિક ની ડોલ તરફ આગળ વધે છે. તેમાં પોતાના હાથ નાખવા જતા જ હોય છે કે જેની તેમને બંનેને રોકી દે છે.

“ અંકલ આન્ટી તમારે જીયા ના લીધે શરમિંદા થવાની જરૂર નથી! તમે તો જીયા ને સારા જ સંસ્કાર આપ્યા છે પણ એ તમારા સંસ્કારને અપનાવી ન શકી! એમાં તમારો કશો વાંક નથી.” જેની

“ વાહ જેની! શું વાત છે? મારા માતા પિતા ની આગળ તું મને વગોવી રહી છે. જેની સારી બનવાનો ઢોંગ બંધ કર, આ બધાની વજહ તું જ છે. જેની તારા લીધે મારે કાળા જાદુનો રસ્તો પકડવો પડ્યો. જેની આ બધા માટે જવાબદાર ફક્ત તું જ છે. જેની હું તને નફરત કરું છું.” જીયા

“ જીયા મે એવું તો શું કર્યું કે યાર તું મને આટલી નફરત કરે છે. હમેશાં મે તને પ્રેમ આપવાની કોશિશ કરી છે. પછી જીયા આ બધું તારે કેમ કરવું પડ્યું ? “ જેની

“ જેની યાદ છે એ દિવસ જ્યારે આપડું HSC નું રિઝલ્ટ આવવાનું હતું?” જીયા

“ હા યાદ છે.” જેની

“ એ દિવસે તે મને આપડા મિત્રો આગળ શરમિંદા કરી હતી. જેની તારા લીધે હું એ દિવસે મારી જ આંખોમાં નીચે પડી ગઈ હતી.” જીયા

“ પણ જીયા મે એવું તો શું કર્યું? જીયા આટલી નફરત કેમ મારાથી?” જેની

“ જેની એ દિવસે હું હોશિયાર હોવા છતાં ક્લાસ માં લાસ્ટ આવી હતી અને તું ફર્સ્ટ! એ દિવસે તે કહ્યું હતું કે જીયા મારી ફર્સ્ટ આવવાની ખુશીમાં પાર્ટી આપશે! અને હું તેના લાસ્ટ આવવાની ખુશીમાં. અને તે બધાની આગળ મારી મજાક બનાવી હતી. બસ એ જ દિવસ થી મે નક્કી કરી લીધું કે તને હું બરબાદ કરી દઈશ. એ દિવસથી લઈને આજ સુધી મે તારી ઉપર કાળી વિદ્યા કરી છે. આમ તો હું તમે માફ કરી દોત! પણ તે તો મારો પ્રેમ જીમી પણ મારી પાસેથી છીનવી લીધો. બસ એજ દિવસથી ફરિવખત તારી બરબાદી શરૂ થઈ ગઈ. જેની અગ્નિહોત્રી હું તને બરબાદ કરીને મૂકી દઈશ.” જીયા

જીયા આટલું બોલી એની પહેલાં જ જેની ના પિતા હેરી એ જીયા ના ગાલ ઉપર તમાચો મારો દીધો! થોડીવાર પછી પોલીસ આવી ગઈ અને જીયા ને પકડી ને કાળકોટડી માં બંધ કરી દીધી. જીયા ના માતા પિતા અવધ અને હેમા ખૂબ જ શરમિંદા હતા. તેમને જેની ના પરિવાર ની માફી માગી, જેની ના પરિવારે તેમને માફી માગવાથી રોકી લીધા કેમકે સંતાન ભૂલ કરે તો એની માટે માતા પિતા ના સંસ્કાર ને બ્લેમ કરવા જરૂરી નથી. માતા પિતા પોતાના સંતાન ને સારા જ સંસ્કાર જ આપે છે પણ સંતાન ના વિચાર એ સંસ્કારોને ઓળંગવા માટે મજબૂર કરી દે છે. જેની નો પરિવાર હવે પોતાના ઘરે પાછો ફરે છે.


ક્રમશ…….



આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary