Rajkumari Suryamukhi-5 in Gujarati Fiction Stories by VANDE MATARAM books and stories PDF | રાજકુમારી સૂર્યમુખી-5

Featured Books
Categories
Share

રાજકુમારી સૂર્યમુખી-5

રાજકુમારી સૂર્યમુખી-5



રાજકુમારને રાજકુમારી વાદળી રંગની દુનિયામાં પ્રવેશ કરી ચૂક્યા છે.આ જાદુની દુનિયા.રાજકુમારને રાજકુમારી કરતા પણ ખૂબ જ સારો જાદુ કરી શકતા લોકો રહે છે.જાદુઈ દુનિયાની મહારાણી એ જાંબુ.સાથે એક કરાર કર્યો, જેથી લોકોને બચાવવા માટે રાજકુમારી જાદુનો ઉપયોગ કરેને વાદળી રંગની દુનિયામાંથી એ ક્યારે બહાર ન આવી શકે.


સાથે વાદળી રંગની મહારાણી શ્વેત વાદળાના દેશમાં પોતાનું રાજ્ય ચલાવી શકે. તેમજ રાજકુમાર અમનને મેળવી શકે.જોડે જાંબુને રાજકુમારી મળી જાય માટે જાંબુ મહારાણીનો સાથ આપે છે.


જાંબુ,મહારાણી અને રાજકુમાર રાજકુમારી વચ્ચે જાદુઈ યુદ્ધ થયું.રાજકુમારને રાજકુમારીનો જાદુ પેલા બંને સામે ટક્કર ન લઈ શક્યો.બંને જીવ બચાવીને ભાગ્યાને મહારાણીને જાંબુની જાદુઈ રમતમાં ફસાઈ ગયા.


પહેલી રમત જળ અને સ્થળની. રાજકુમારી જોરથી બોલ્યા રાજકુમાર ત્યાં ન જશો,ત્યાં જળ છે.રાજકુમારી એ જેવો પગ મૂક્યો ધબાધબ થઈને તે પાણીમાં ગરકાવ થઈ ગયા.


કેટલાય દિવસથી ભૂખી શાર્ક ડોલ્ફિન માછલીઓ તરફડિયા મારી રહી છે.તે ખૂબ જ વેગથી રાજકુમારી તરફ આવી રહી. રાજકુમારીની પાછળ રાજકુમાર જળમાં પડ્યા.રાજકુમારી ખૂબ જ ડરી ગયા પોતાના જાદુનો ઉપયોગ ન કરી શક્યા.


રાજકુમારે પહેલા પોતાના જાદુનો ઉપયોગ કરી શાર્ક ડોલ્ફિનને ભગાડવાની કોશિશ કરી.મહારાણીની જાદુઈ તાકાત આગળ રાજકુમાર અને રાજકુમારી કશું કરી શકતા નથી એટલે શાર્ક-ડોલ્ફિન માત્ર દૂર જઈને પડી.


રાજકુમારી ફટાફટ રાજકુમારીને જળમાંથી બહાર કાઢ્યા.રાજકુમાર અને રાજકુમારી મહામહેનતે બહાર નીકળ્યા.સ્થળ ઉપર એટલે કે જમીન ઉપર. રાજકુમારીએ થોડે દુર પથ્થર જોયા.પોતાના ખોબામાં ભરી લીધા.


પછી તે પહેલા આગળ પથ્થરનો ઘા કરતા જાય અને જોતા જાય કે જળ છે કે સ્થળ.રાજકુમાર અને રાજકુમારી એ પહેલુ પગથિયું પાર કર્યું.




હવે પહોંચી ગયા બરફની દુનિયામાં.રાજકુમાર અને રાજકુમારી એકબીજાનો હાથ પકડીને ચાલવા લાગ્યા.ખૂબ જ સુંદર બરફનો પહાડીવાળો પ્રદેશ. રાજકુમારી નાચવા લાગ્યા.રાજકુમારે રાજકુમારીનો હાથ પકડ્યો. બંને નાચી રહ્યા.


રાજકુમારી એ સુંદર ગુલાબી કલરનું ફૂલ ખીલેલુ જોયું. તે દોડીને ફૂલને સ્પર્શ કર્યો.સ્પર્શ કરતાની સાથે જ તેઓ બરફની નીચે જ્યાં નદી ચાલી જાય છે તેમાં પડયા.ખૂબ જ વેગથી તણાવા લાગ્યા.તેની પાછળ રાજકુમાર પણ ગયા.


રાજકુમારી એક એવી જગ્યાએ પહોંચી ગયા છે જ્યાં જાંબુ અને મહારાણીએ જળચર પ્રાણીઓને કેદ કરીને રાખ્યા છે. રાજકુમારી પોતાના જાદુનો ઉપયોગ કરી પાણી પર ઊભા રહી ગયા અને જોયું તો કેટલાય પાણીના જીવો ત્યાં કેદ થયેલા છે.રાજકુમાર પણ ત્યાં પહોંચી ગયા.


રાજકુમારીએ રાજકુમારને વાત કરી.આ મહારાણી એ કેદ કરેલા છે.બાજુમાં રાજકુમારીએ જોયું તો જાંબુ અને મહારાણી તેનો ખાવામાં ઉપયોગ કરે છે.હાડકાં પડ્યા છે.આ જીવને પોતાના ભોજન માટે તેણે કેદ કરી રાખ્યા છે ને એટલે જ્યારે રાજકુમારી પાણીમાં પડ્યા ત્યારે બીજા જીવો દેખાતા ન હતા.


રાજકુમારી એ પોતાની જાદુય શક્તિનો ઉપયોગ કરી અને એ બધા જ જીવોને મુક્ત કર્યા.મુક્ત કરવાની સાથે જ રાજકુમાર અને રાજકુમારી બરફની નીચે ચાલતી નદીમાંથી બહાર નીકળી ગયા.


જાંબુ અને મહારાણી ખુબ જ ડરી ગયા.બે પગથિયાં રાજકુમાર અને રાજકુમારી ચૂંટકી વગાડતા જ પાર કરી દીધા.રાજકુમારને રાજકુમારી એકબીજાને ભેટી પડ્યા. મહારાણી એ ગુસ્સે થઈને રાજકુમારને રાજકુમારી ફરતે જાદુઈ ચક્કર બનાવી દીધું જેથી બન્ને એકબીજાની નજીક ન જઇ શકે.



મહારાણી એ રાજકુમારને રાજકુમારીને ફસાવવા માટે એક નવા જ પગથિયાંની રચના કરી. રાજકુમારને રાજકુમારી અલગ-અલગ દિશામાં જોવા લાગ્યા. રાજકુમારીનું ધ્યાન ભટકી ગયુંને મહારાણીએ નાના બાળકોની દુનિયા બનાવી દીધી.


રાજકુમાર પણ બાળક બની ગયા.રાજકુમારીએ જોયું તો બધી જ બાજુ બાળકો છે.કોઈ રડી રહ્યું છે. કોઈ હસી રહ્યું છે.કોઈ ચાલવાની કોશિશ કરી રહ્યું છે. મહારાણી જોરજોરથી હસતાં હસતાં બોલી તારો રાજકુમાર આમાં છે.મેં તેને બાળક બનાવી દીધો છે. શોધી લે.


રાજકુમારી પહેલા તો ડરી ગયા પછી બોલ્યા તમે બંને ગમે તેટલી ચાલ ચલો પણ અમે આ સંકટમાંથી બહાર નીકળશુ જ.રાજકુમારી ચાલવા લાગ્યા,દોડવા લાગ્યા એક પછી એક બાળકને ઊંચું કરીને જોવા લાગ્યા કે પોતાનો રાજકુમાર કયો છે પણ ક્યાંય રાજકુમાર રાજકુમારી ને ન દેખાયા.


તે સમજી શકતા નથી કે આટલા બધાં બાળકોની વચ્ચે રાજકુમાર કઈ રીતે મળશે?રાજકુમાર બાળક બની ગયા એટલે એ બધું જ ભૂલી અને પોતાના બાળપણને માણી રહ્યા છે.રાજકુમારી ચાલતા ચાલતા આગળ ગયા.થાકીને લોથપોથ થઈ ગયા.


તેને એક બાળકની કિલકારી સાંભળી. એ બાળકની આસપાસ એક જાદુઈ ચક્કર ફરી રહ્યું.રાજકુમારીએ તરત જ એ જાદુય ચક્કરને સ્પર્શ કરતાં રાજકુમાર બાળકમાંથી પાછા રાજકુમાર બની ગયા.


રાજકુમાર અને રાજકુમારી બંનેની ફરતે એક જાદુ ચક્કર ફરે છે.હવે રાજકુમાર અને રાજકુમારી બંને એકબીજાનો સ્પર્શ કરી શકતા નથી.


રાજકુમારી બોલ્યા જેટલા પગથિયા પાર કરીએ છીએ તેટલા વધારે ફસાતા જઈએ છીએ.


રાજકુમાર બોલ્યા રાજકુમારી હિંમત ન હારો .સચ્ચાઈ આપણી સાથે છે અને ભૂલ પણ આપણી સાથે છે.જે ભૂલ કરી છે તેમાંથી મુક્ત થવા માટે પશ્ચાતાપ કરવા માટેનો એકમાત્ર માર્ગ છે.તમે અને તમારા જેવી કેટલીય પરીઓને તમે શ્વેત રંગમાંથી મુક્ત કરવાના છો.


રાજકુમારી બોલ્યા તમારી વાત સાચી છે.




રાજકુમાર હવે આવી વરસાદની દુનિયા.ધોધમાર વરસાદ વરસી રહ્યો. દૂર દૂર સુધી કશું દેખાતું નથી. આકાશમાંથી સુપડાની ધારે વરસાદ પડી રહ્યો છે.બધું તણાઈ રહ્યું છે.મનુષ્ય,પશુ,પક્ષીને વસ્તુઓ.


રાજકુમારને રાજકુમારી પોતાની જાદુ શક્તિથી વરસાદને ધીમો તો પાડી દીધો પરંતુ હજી બંધ નથી થયો. રાજકુમાર અને રાજકુમારી પણ તણાવા લાગ્યા. રાજકુમાર આગળ છે રાજકુમારી પાછળ છે.રાજકુમારી જોરજોરથી રાજકુમાર રાજકુમાર એવી બૂમો પાડી રહ્યા છે.


ત્યાં જ રાજકુમારીને દૂર એક ચમકતો તરતો પથ્થર દેખાયો.. તે પાણીની સામે ચાલવાની કોશિશ કરી રહ્યા.એ ચીજ પાસે પહોંચવાની કોશિશ કરી રહ્યા. રાજકુમારે એમ કરવાની ના પાડી તેમ છતાં તે સામા પાણી એ તરતા અને એ વસ્તુને સ્પર્શ કર્યો.સ્પર્શ કરતાની સાથે જ બધું જ શાંત પડી ગયુ. એક સામાન્ય દુનિયા બની ગઈ.


હવે જાંબુ ને મહારાણી બંને રાજકુમાર અને રાજકુમારીની સામે આવ્યા.


મહારાણીએ કહ્યું હવે આ છેલ્લી રમત છે.એ રમતમાં છેલ્લા પગથિયુ તમે પાર થઈ ગયા તો તમે પૃથ્વી પર જઈ શકો છો.નહીતર કાયમ માટે મારા ગુલામ.પછી બંને હસવા લાગ્યા.


ત્યારે રાજકુમારી બોલ્યા મહારાણી તારી એક તો શું અમે સો ચાલનો સામનો કરવા પણ તૈયાર છીએ. રાજકુમારને રાજકુમારી એકબીજાનો હાથ પકડવા માટે તલપાપડ છે પણ મહારાણીની જાદુય શક્તિથી બે જાદુ ચક્કર એ બંને ની આજુબાજુ ફરી રહ્યા છે.


મહારાણી.એ ચોકઠા બાજીની રમત કાઢી.સામસામે રાજકુમાર અને રાજકુમારીની જોડી છે તો બીજી બાજુ સામે જાંબુ અને મહારાણીની જોડી છે.રાજકુમારીએ બે હાથ જોડી અંજની મહાદેવને પ્રાર્થના કરતાં કહ્યું અંજની મહાદેવ આ પગથિયુ હું પાર કરી શકુ તો હું અને મારા જેવી કેટલી પરીઓને હું શ્વેત રંગમાંથી એ મારા શ્રાપમાંથી બધી જ પરીઓને મુક્ત કરાવી શકું છું.


મેં ભૂલ કરી છે.હું પશ્ચાતાપ કરવા માટે પણ તૈયાર છું.બે હાથને ત્રીજું મસ્ત ઈશ્વર મારા પૃથ્વી પરના દ્વાર તમે ખોલી દેજો અને મહારાણી અને જાંબુ કોઈ જાદુય પાસાનો ઉપયોગ ન કરે.કોઈ ચાલ,કોઈ ગદ્દારી ન કરે એ માટે પ્રાર્થના.



પાર્વતીજી બોલ્યા મહાદેવ....


અંજની મહાદેવ બોલ્યા દેવી હવે રાજકુમારી મારફત દુનિયામાં જે સંદેશ પહોંચાડવા માંગતા હતા એ ઉદ્દેશ્ય પૂર્ણ થયો.હવે,તમે રાજકુમારીની મદદ કરી શકો છો.


પાર્વતીજી એક સુંદર કન્યાના રૂપમાં આવ્યા. તેમના અવતાની સાથે જ જાદુઈ પાસાની અસર નષ્ટ થઈ.


એ કન્યા આવીને બેસી ગઈ.રમત શરૂ થઈ.પાર્વતીજી રસ્તો બતાવતા ગયા.રાજકુમારી રમત રમતા ગયાને અંત એ જ આવ્યો જે મહાદેવે નક્કી કરેલો. રાજકુમારને રાજકુમારી જીતી ગયા. માતા ત્યાંથી ચાલ્યા ગયા.રાજકુમારને રાજકુમારી એ પૃથ્વી પર પ્રવેશ મેળવ્યો.સોલંગ વેલી પર.