Relationship (Part -2) in Gujarati Fiction Stories by Parul books and stories PDF | સંબંધ (Part -2)

The Author
Featured Books
Categories
Share

સંબંધ (Part -2)

આકાશને સવારે ચા - નાશ્તો હોસ્પટલમાંથી જ આપવાંમાં આવ્યો.કવિતાએ પણ આકાશ સાથે જ ચા - નાશ્તો કરી લીધો.કવિતા આકાશને મેડિસિન આપી રહી હતી ને એક વૉર્ડ બૉય આવ્યો.

"મેડમ , તમે બહાર જઈ બેસો.સરને સ્પંજ કરવું છે."

"જાઉં છું."

કવિતા બહાર બેઠી હતી ને અનંત આવ્યો.

"ભાભી તમારે ઘરે જવું હોય તો જઈ આવો.હું આકાશ પાસે બેઠો છું."

"ઠીક છે,હું ઘરે નાહી-ધોઈ , ઘરનું કામ પતાવી ટીફિન લઈને આવું છું."એમ કહી કવિતા ઘરે જવાં માટે નીકળે છે.

ઘરે પહોંચી પહેલાં તો નાહી.કપડાં ધોવાં માટે મશીન ચાલુ કર્યું.કિચનમાં ગઈ.કૂકર મૂક્યું.લોટ બાંધી લીધો. ફ્રીજમાંથી શાક કાઢી સમારવાં બેઠી ને એને યાદ આવ્યું કે વર્ષાને ફોન કરી જણાવી દઉં.

પર્સમાં જુએ છે તો મોબાઈલ ગાયબ.પહેલાં તો શોધાશોધ કરી, પણ પછી મનમાં આવ્યું કે હોસ્પિટલમાં રહી ગયો હશે.'જતાં જતાં વર્ષાને મળતી જઈશ.'એવું વિચારી કામે વળગી.

'ડીંગ ડોંગ, ડીંગ ડોંગ......'ડૉર બેલ વાગી.

ખોલીને જોયું તો સામે વર્ષા ઉભી હતી.વર્ષા થોડી રિસાયેલી હતી.'

"આવ,આવ.તારાં માટે જ વિચારી રહી હતી.બેસ."

"મારો ફોન કેમ ઉપાડતી નથી?"

"ફોન કદાચ હોસ્પિટલમાં રહી ગયો છે."

"હોસ્પિટલમાં?" હોસ્પિટલનું નામ સાંભળતાં જ વર્ષા ચોંકી ગઈ.

"હા.."

"કોણ છે હોસ્પિટલમાં?શું થયું છે?" વર્ષાએ સવાલોનો જાણે વરસાદ કરી મૂક્યો.

"આકાશ......, આકાશનો ગઈકાલે રાત્રે એક્સીડન્ટ થયો હતો."

"શું.....?" શું વાત કરે છે?"

"હું આવી હતી તારાં ઘરે પણ...."

"પણ શું?"

"તમે કોઈએ દરવાજો ખોલ્યો જ નહોતો.મોબાઈલ પણ કરી જોયો હતો."

"કવિતા,આટલી મોટી વાત તેં મારાથી છૂપાવી.મને જણાવ્યું પણ નહિ.મને ઘણું જ ખરાબ લાગ્યું."

"છૂપાવવાં જેવું કંઈ હતું જ નહિ.ખરાબ લગાડવાં જેવી વાત પણ નથી.હું જતાં-જતાં તારાં ઘરે આવવાની જ હતી."

"છેક જતાં જતાં....?"

"એટલે કે ,કામ પતાવીને."

"કવિતા, મેં એક બેનથી પણ વધારે સંબંધ તારી સાથે રાખ્યો છે.ને તેં...."

"હું પણ તને બેનની જેમ જ માનું છું,વર્ષા.વાતને વધારે ખેંચ નહિ."

"શું કીધું,હું વાતને ખેંચું છું, ઠીક છે , નથી ખેંચતી વાતને.હું જાઉં છું." એમ કહી જતી રહે છે.

હોસ્પટલ જવાનું મોડું થતું હોવાથી કવિતા ઘરનું કામ પતાવી, રસોઈ કરી.ટીફિન ભર્યું અને હોસ્પિટલમાં જવા માટે નીકળી ગઈ.

'વર્ષા જોડે પછી વાત કરી લઈશ.હમણાં એ ગુસ્સામાં છે.મારી વાતને નહિ સમજે.' એવું કવિતાએ મનમાં વિચાર્યું.

કવિતા હોસ્પિટલ પહોંચી.ટીફિન મૂકી અનંત સાથે ડૉક્ટર્સને મળી.વાતચીત કરી.ડૉક્ટર્સ એ લોકોને રીપોર્ટ્સ સમજાવી રહ્યાં હતાં.આકાશનાં એક્સ-રે રિપોર્ટ્સમાં ક્યાં ક્યાં ફ્રેક્ચર્સ થયાં છે એ પણ દેખાડ્યું.

"આકાશનાં પગમાં મારાં ખ્યાલથી ત્રણ સળિયાં અને છ સ્ક્રૂ બેસાડવાં પડશે.આમ છતાં મેં સ્પેશ્યાલિસ્ટ સર્જન મિ. પ્રકાશ કાપડિયાને અહીંયા બોલાવ્યાં છે.એમનું મંતવ્ય જાણી લીધાં પછી જ ઓપરેશનની તૈયારી કરવામાં આવશે." ડૉક્ટરે કહ્યું.

કવિતા અને અનંત ડૉક્ટર્સની વાતો ધ્યાનથી સાંભળી રહ્યાં છે ને માથું હલાવી હામી ભરી રહ્યાં છે.થોડી વાર પછી ડૉક્ટર્સ સાથેની મીટીંગ પૂરી થઈ. એ લોકો ફાઈલ અને રીપોર્ટ્સ લઈ આકાશનાં રૂમમાં આવ્યાં.

કવિતાએ આકાશ અને અનંત માટે જમવાનું કાઢ્યું. જમ્યા પછી આકાશને મેડિસિન આપી દીધી. મેડિસિન લઈ આકાશ સૂઈ ગયો.

"ભાભી , હું મારૂં એક કામ પતાવીને આવું છું. હું આવું પછી તમે નીકળજો."

"સારું અનંતભાઈ . " કવિતાએ જવાબ આપ્યો.

અનંતનાં ગયાં પછી કવિતા હાથમાં મેગેઝિન લઈ આડી પડી. નર્સ ટાઈમસર રાઉન્ડ મારી જતી હતી. મેગેઝિન વાંચતાં વાંચતાં કવિતાને વર્ષાની યાદ આવી. કૉલ તો થાય તેમ હતું નહિ એટલે મેસેજ કર્યો. સોરી કીધું. પણ વર્ષાનો કોઈ રીપ્લાય આવ્યો નહિ. કવિતાની સહેજ આંખ મિંચાઈ ગઈ. થોડી વાર થઈ હશે ને વિઝિટ કરવા માટે ડૉક્ટર આવ્યાં. ડૉક્ટરે નર્સનાં બનાવેલાં રીપોર્ટ્સ ચેક કર્યા. આકાશની ખબર પૂછી. બ્લડ શુગર, ફીવર વગેરે તપાસી જોયાં.

(ક્રમશ : )