relations of the game of emotional buisness - 2 in Gujarati Detective stories by Hitesh Parmar books and stories PDF | સંબંધો લાગણીની રમતોનો ધંધો - 2

Featured Books
Categories
Share

સંબંધો લાગણીની રમતોનો ધંધો - 2


કહાની - ટ્રેલર: નિધિ એક સંસ્કારી અને સાચ્ચી છોકરી છે, જે શેખર નામના રઇઝ છોકરા ને બહુ જ લવ કરે છે! શેખર પણ એના સ્વભાવ અને વર્તન થી અત્યંત સુશીલ માલૂમ પડે છે, પણ એક વાર નિધિ ની ફ્રેન્ડ સાંજ એની ઉપર આરોપ મૂકે છે કે એણે એની સાથે ગલત કર્યું છે એમ, પણ શેખર એટલો તો ભલો છે કે એવું શક્ય જ નથી! નિધિ વાત ને જાણવા આગળ વધે છે તો ઘણી વધી વાતો બહાર આવે છે. જે ચોંકાવનારી હોય છે.

"મને તો નથી લાગતું કે શેખર આવું કંઈ કરી પણ શકે છે એમ!" થોડી જ વારમાં નિધિ ને હોશ આવી ગયા તો સાંજ ને નિધિ કહી રહી હતી.

"સોરી યાર... એ તો હું ભૂલથી તને મારું જ્યુસ આપી ગઈ! મારા જ્યુસમાં તો હું ઊંઘ ની ગોળીઓ નાંખું છું કેમ કે મને ઊંઘ નથી આવતી!" એકદમ ડરી જતાં અને દોષ ભાવે સાંજ બોલી તો પણ નિધિ ને તો એના શબ્દોમાં સાહજિકતા જ દેખાઈ.

"એણે બર્થડે પાર્ટીમાં પણ..." આગળ નું ના તો સાંજ સાંભળવા માગતી હતી કે ના તો નિધિ બોલવાં માંગતી હતી!

બાકીનું બધું બસ સાંજના આંસુઓ એ કહ્યું.

"હું આમ નહિ જીવી શકું...' સાંજ રડતા રડતા બોલી તો નિધિ એ એણે એની બાહોમાં લઇ લીધી.

"તું જરાય ચિંતા ના કર... તને ન્યાન હું અપાવીશ! તારી સાથે હવે કઈ જ ગલત નહિ થાય! ટ્રસ્ટ મી!" નિધિ બોલી રહી હતી પણ એની આંખો પણ આંસુઓથી કોરી ના જ રહી શકી!

"સોરી... યાર મારે તો તને આવું નહોતું કહેવાનું! તું તો એણે... તું તો એણે લવ કરું છું ને!" સાંજે કહ્યું.

"ના... હું એ રેપિસ્ટ ને ક્યારેય લવ ના કરી શકું! આઈ જસ્ટ હેટ હિમ!" નિધિ એ કોઈ સિંહણ ની જેમ ગર્જના કરી હોય એવું લાગી રહ્યું હતું.

"અરે... તું પ્લીઝ છોડ! આ સમાજ હંમેશા છોકરીઓ ને જ ગલત સમજે છે! મારું કોણ સાચ્ચું માનશે?! તું પ્લીઝ છોડ બધું... આનો તો બસ એક જ ઉપાય છે... અને એ એ છે કે હું મરી જાઉં!" સાંજે એક અલગ જ ખુમારીથી કહ્યું.

"તું જરાય ચિંતા ના કર... એ દુરાચારી નેં... એ પાપી ને હું જ મારીશ!" નિધિ એ કહી તો દીધું... પણ બસ એ જ જાણે છે કે પોતાની જ જાન ની જાન લેવાનું કામ કેટલું મુશ્કેલ હોય છે!

"કેવી રીતે?! હું શેખર ને કેવી રીતે મારી શકું?!" એ વિચારી એ વધારે ને વધારે રડવા લાગી!

"જો મને ખબર છે... તું મારી કોઈ જ મદદ નહિ કરી શકું! સો પ્લીઝ, આવી જૂઠી તસલ્લી તો ના આપ તું મને પ્લીઝ!" સાંજે એના આંસુ લૂછ્યા કે એને હવે કોઇ મદદ નહિ મળે.

"અરે... હું જ મારીશ એણે! તું જરાય ચિંતા ના કર એની તો જાન છું ને હું! હું જ એણે મોત ને ઘાટ ઉતારી દાઈશ!" નિધિ એ નિર્ધાર કર્યો અને કહ્યું.

"અરે પણ તું એવું નહિ જ કરી શકું... આઈ નો!" સાંજે એ રડતા રડતા જ કહ્યું.

"અરે ક્યારે અને કેવી રીતે એ તું બસ મારી ઉપર છોડી દે ને! હું એને જીવતો નહીં છોડુ! તું જરાય ચિંતા ના કર! હું જ એણે મારી નાંખીશ! જસ્ટ ડોન્ટ વરી!" નિધિ કહી રહી હતી.

"નીધુ એ બહુ જ ખરાબ વ્યક્તિ છે... એણે મને જીવતી લાશ બનાવી દીધી છે! હવે ના તો હું મરી શકું છું... ના આ જીવન જીવવાની મારામાં કોઇ શક્તિ છે!" સાંજે કહ્યું.

"જો તું હવે બિલકુલ ચિંતા ના કર... શેખર હવે કઈ પણ નહિ કરે! હું જ એણે મારી નાખીશ! તું બિલકુલ ચિંતા ના કર!" નિધિ એ સાંજના ગાલે હાથ મૂકતા અને એણે આશ્વાસન આપતા કહ્યું.

"પણ... આપણે આ બધું કેવી રીતે કરીશું! ના હું કોઈ પ્રોફેશનલ કિલર છું... ના તું!!!" સાંજે નિરાધાર બની સોફા પર બેસતા કહ્યું.

"અરે... સમય અને જિંદગી બધું જ શીખવી દે છે! તું મારા પર વિશ્વાસ રાખ!" નિધિ એ એણે યકીન અપાવવા ચાહ્યું.

"ના... હું જાણું છું કે તું આવું કંઈ જ નહિ કરી શકું... આનો તો બસ એક ક ઉપાય છે!" સાંજે ગંભીરતાથી કહ્યું.

"શું?!" આંખોમાં જાણવાની ઈચ્છા અને આશ્ચર્ય સાથે નિધિ એ પૂછ્યું.

વધુ આવતા અંકે...

એપિસોડ 3માં જોશો: "અરે તું જરાય ચિંતા ના કર... શેખર છે તો છેવટે મારો જ ને! હું એના રગ રગ થી વાકેફ છું! કઈ સિચવેશન માં એ શું કરશે એ મારાથી બહેતર કોઈ નહિ જાણી શકે!" નિધિ એ કહ્યું.

"બસ હવે તું ચિંતા ના કર... હવે સમય એના રડવાનો આવ્યો છે જેને ગલત કર્યું છે!" ખબર નહિ પણ કેમ એ શેખર નું નામ જ ના લઈ શકી! શું હજી એણે શેખર પર વિશ્વાસ હતો?!