DEATH AFTER DEATH. the evil of brut - 54 in Gujarati Horror Stories by Nirav Vanshavalya books and stories PDF | DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 54

Featured Books
Categories
Share

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 54

અભ્યાસ ના પ્રારંભિક કાળમાં રોમન ને તેના માનસિક પ્રશ્નો ફીમેલનો બ્રેકિંગ નૉઈઝ તથા તેને મળતી પ્રેરણાઓ આ બધું જ એકલા ને યાદ રાખવુ મુશ્કેલ પડે છે પરંતુ માત્ર છ જ મહિના ના સતત અને નિરંતર વાળા અભ્યાસ પછી રોમન ને આ કામમાં મહારથ હાસીલ થવા લાગે છે અને તે તેની નોટના પાના ઓ ભરવા લાગે છે.

જંગલના ટારઝન અને રાક્ષસ જાતિના સરદાર કરતાં પણ ભયંકર અને વિકૃત દેખાતો રોમન કેટલી મોટી વિદ્વતા ને પ્રાપ્ત કરી ચૂક્યો છે તે પોતે પણ નથી જાણતો અનેે સાચું પૂછો તો રોમન ને આવો પ્રશ્ન કરવા માટેેે તેની પાસે સમય જ નથી.

એ બસ માનસિક પ્રશ્નો કરયે રાખે છે અને vibrations ને કનવર્ટ કરી ને આલ્ફાબેટ ને જોડી દે છે .અને ઉત્તર મેળવી લે છે.

roman no આ અભ્યાસકાળમાં એ અહંકાર પણ તૂટે છે અને તે સ્વીકારે પણ છે જ કે મનુષ્ય કરતાં પ્રેતાત્મા ઓ હજાર લાખ કે કરોડ ઘણાંં વધારે જ્ઞાની હોય છે. કદાચ તેના કરતાં પણ વધારે.

લખતા લખતા રોમન ની નોટ અને રીફીલ પણ ખાલી થઈ ગયા છે અને છતાં પણ રોોમન ની જ્ઞાનપિપાસા નું શમન નથી થયું. તે હજુ પણ વધારે ઊંડો ઉતારવા માગે છે અને વધુ જાણકારીઓ મેળવવા માગે છે. રોમન ne વોટ્સ અને રીફીલ ના અભાવ ની વચ્ચે ગૌતમ નુંં કહેલું વાક્ય યાદ આવે છે કેે જે પશુઓ નો શિકાર કર્યા પછી તેના દેહ નો સદ ઉપયોગ કરવામાં આવેે તો તે પશુ ને સદગતિ મળે છે.

રોમન બીજી જ સેકન્ડે તેની કમર પર લખેલુંં ચમ ચમાતુ નાઈફ બહાર કાઢે અને ફીમેલ ના સામ્રાજ્યની હદ ની બહાર દોડવા લાગે છે.અને એક જંગલી સુવર ને મોતનેેે ઘાટ ઉતારી તેનું બધું જ રક્ત જમા કરે છે.અને પાત્રમાં રહેલું જંગલી સુવર નું રક્ત લાલ શાહી જેવુ દેખાઈ રહ્યું છે.અને રોમને એક ઝાડની ડાળીને કાપીને તેની કલમ બનાવી દીધી. થોડી થોડી વારે રોમન રક્તમાં પાણી રેડતો રહેતો અને રક્તત almost પ્રવાહી સ્વરૂપે જ રહેતુ.


રોમન ની નોટ નું સ્થાન નિરજન વનના પત્તાઓ એ લીધું છે. તેનીીી રીફીલ સ્વરૂ પશુઓનું રક્ત છે અને તેેેેેની પેન સ્વરૂપે ઝાડની ડાળીમાંંથી બનાવેલી કલમ છે.

રોમને હવેેેેે જ્યારે ના પત્તાઓ ઉપર લખવાનું ચાલુ કર્યું છે .અને તે એક ઝાડ પરથી નીચે ઉતરીને બીજા ઝાડ પર ચડે છે. ક્યારેક ક્યારેક તે તેના તેેઝ નોકિલા ચાકુ વડે પણ ઝાડની છાલ પર કશુક ખોતરીને લખી નાખે છે.અને ત્રણ વર્ષના આ સમયગાળાની અંદર અંદર ફીમેલ ના સામ્રાજ્ય વાળો એ નિર્જન વન્ય વિસ્તાર લગભગ રક્તરંજિત દેખાવા લાગે છે. જે દ્રશ્ય કરોડો હોરર ફિલ્મો કરતાં પણ અધિક ભયાનક લાગીગી રહ્યું છે.

રોોમન ને થોડીવાર માટે ફુરસદ મળે છે અનેેેે તે હવે થોડીવાર માટેે પોતાની સામે જોવા માંગે છે.

રોમને તેનું ચાકુ બહાર કાઢ્યું અનેે તેનો ધાર વગર નો ભાગ વારા ફરથી તેના શરીરનાા અંગો પર ઘસવા લાગ્યો.અને તેની સાથે જ તેના શરીર પરના ત્રણ વર્ષ જુના મેલના થર નીચે જમીન પર પડવા લાગ્યા. જેને જોઈને રોમન ફરી એકવાર રડી પડે છે અને ઘુટણો ના બલપર ફસડાઈ પડે છે. પરંતુ થોડી જ વાર પછી રોમન સ્વસ્થ પણ થઇ જ જાય છે. રોમ અને લગભગ ૭૦,૦૦૦ જેટલી સ્પ્રિંગસ (vibrations ના divided કાઉન્ટસ)અને તેટલી જ સંખ્યા વાળા તેના અર્થ સ્વરૂપ શબ્દો લખ્યા છે.એટલે કે લગભગ દોઢ લાખ જેટલાા શબ્દો સ્પ્રિંગ અને ઉત્તતર શબ્દ સ્વરૂપેેે રોમને લખ્યા છે. જે સમગ્ર વન્ય વિસ્તારમાં લાલ રંગથી વ્યાપેલા છે.