ફક્ત તું ..!
ધવલ લીંબાણી
૧૬
સિયા અવનીના ભાઈ સાથે ? કઇ રીતે ? નીલ વિચાર કરવા લાગે છે અને એના મગજમા અવનવા પ્રશ્નો ઉદ્દભવવા લાગે છે. સિયા અહીં મારું અને અવની વચ્ચે જે કઈ પણ ચાલે છે એ બધા વિશે કરવા માટે આવી હતી ને અહીં તો કંઈક અલગ જ જોવા મળ્યું. હમણાં સિયા ફોન મૂકે એટલે પુછુ કે આ બધુ શુ છે ? થોડી વાર પછી સિયા ફોન મૂકે છે અને નીલના રૂમમાં નીલની પાસે આવે છે. નીલને જોતા જ સિયાને કઈક નીલનું અલગ જ વર્તન લાગે છે.
સિયા : ઓ હેલો. શુ વિચાર કરે છે બોસ? ક્યાં ખોવાઈ ગયો ?
નીલ : અરે કહી નહીં પાગલ બસ એમ જ.
સિયા : અરે મારા ભાઈ.તારા ચહેરા ઉપર સાફ સાફ બધુ દેખાઈ રહ્યું છે કે તારા મનમાં કઈક વાત છે તો બોલ શુ થયુ છે ?
નીલ : અરે કહી નહીં.
સિયા : તારે બોલવુ છે કે પછી હું !
નીલ : અરે બસ કહી નહીં પણ તું મને એક વાત નો જવાબ આપ કે તે મારા થી કશુ છુપાવ્યુ છે ?
સિયા ; ભાઈ કેમ આવો સવાલ કરે છે ?
નીલ : અરે બસ એમ જ પૂછું છુ. કહે ને તું મારા થી એકેય વાત છુપાવે છે ?
સિયા : અરે ના ભાઈ કેમ ?
નીલ : એટલે તું કોઈની સાથે લવશીપમાં નથી હે ને ?
સિયા : ( સિયાને લાગે છે કે નીલને એના અને દિવ્યની ખબર પડી ગઈ છે જેથી આવું પૂછી રહ્યો છે) હા ભાઈ. તને હું મારી બધી વાત કહેવાની જ હતી પણ અમુક વાતો એવી વચ્ચે આવી ને અમુક વસ્તુ મને થોડા દિવસ પહેલા જ ખબર પડી.
નીલ : એટલે ? મને કશું ન ખબર પડી ?
સિયા : તને ખબર તો છે ભાઈ.
નીલ : ના સિયા મને નથી ખબર બોલ ને ! તને શું ખબર પડી ?
સિયા : એ જ કે જેની સાથે હું લવશીપ છું એ અવનીનો ભાઈ છે અને મને એ થોડા મહિના પહેલા જ ખબર પડી.
નીલ : એટલે કે તને ખબર જ ન હતી કે તું જેની સાથે લવશીપમાં છે એ અવની નો ભાઈ છે.
સિયા : ના ભાઈ કસમથી. મને નહોતી ખબર કે દિવ્ય અવનીનો ભાઈ છે. મારે તને કેટલાય સમયથી આ વાત કરવી હતી પણ તું ક્યારેય મારા સાથે વાત જ ના કરતો પણ જયારે એમ થયું કે તને કહું ત્યાં મને તારા અને અવની વચ્ચે પ્રોબ્લેમ ચાલે છે એ ખબર પડી.
નીલ : અરે યાર.
સિયા : કેમ ભાઈ શુ થયું ??
નીલ : અરે કહી નહિ થયું યાર. બસ એ સમજમા નથી આવતું કે મારી સાથે શુ થઈ રહ્યું છે.
સિયા : એટલે ?
નીલ : અરે યાર. એક તો મારા અને અવની વચ્ચે કેટલાય ઝઘડાઓ ચાલે છે અને એમાંય તારું રિલેશન એના ભાઈ સાથે !
સિયા : હા ભાઈ હું જાણું છું કે તમે અત્યારે શુ વિચારી રહ્યા હશો. સો સોરી ભાઈ.હું અહી તમારા પ્રોબ્લેમ સોલ્વ કરવા આવી હતી ને મેં તમને મારા પ્રોબ્લેમમાં ભેળવી દીધા.
નીલ : અરે ના યાર.એવું નથી. હું ખુશ છું તારા માટે પણ મને ખબર નથી કે દિવ્ય કેવો છોકરો છે,તું દિવ્યને પ્રેમ કરે છે એમાં મને કઈ વાંધો નથી પણ દિવ્ય વિશે હું કશું પણ જાણતો નથી.
સિયા : ભાઈ તમને તો મારી ખબર છે ને !
નીલ :હા.. મને તારી ખબર છે કે તું કોઈને પણ તારી લાઈફમાં વગર વિચાર્યે આવવા નથી દેતી અને દિવ્ય માટે પણ તે સો વિચારો તો કર્યા જ હશે ને પછી જ તે એને હા પાડી હશે. સાચું કહું તો હું ખુશ છું કે તું કોઈ સારા છોકરા સાથે લવશીપમાં છે પણ યાર સાચું કહું તો મને ખરેખર સમજવા એ નથી આવતું કે હું ખરેખર ખુશ થાવ કે શુ કરું?
સિયા : એટલે ભાઈ ?
નીલ : એટલે એમ કે. તું લવશીપમાં છે એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી પણ અવનીના ભાઈ સાથે છે એટલે થોડી...
સિયા : ભાઈ હું સમજી શકુ છું કે તમારા મન અને દિમાગમાં અત્યારે શુ ચાલી રહ્યું છે.ભાઈ જો મેં દિવ્ય માટે ઘણું વિચાર્યું અને પછી જ મેં એને રિલેશન માટે હા પાડી. તારા અને અવની વચ્ચે શુ ચાલી રહ્યું હતું એ તો મને ભી ખ્યાલ ન હતો. તો ભાઈ તમે એ ચિંતા ન કરો કે હું કોઈ ખોટા વ્યક્તિના પ્રેમમાં છુ.
નીલ : અરે માય ડિયર.હું એમનથી કહેતો કે તે પ્રેમ કર્યો એમાં તારી કોઈ ભૂલ છે. હું તારી સાથે છું અને સપોર્ટ પણ કરું છું તો તું એ વાતની ચિંતા ન કર. બસ અવનીને લઈને થોડા પ્રશ્નો દિમાગમાં આવ્યા એટલે બસ. બાકી કહી નથી મારા મનમાં.
સિયા : તો સારું ભાઈ.
નીલ : હવે જે હોય તે મુક અને મને એ કહે કે દિવ્ય ને ખબર છે કે હું તારો ભાઈ છુ એટલે કે એ મને ઓળખે છે ? તે મારા વિશે ક્યારેય દિવ્ય ને વાત કહેલી છે ?
સિયા : ના ભાઈ. દિવ્ય તમને ઓળખતો નથી પણ એને ખાલી એટલી ખબર છે કે સિયાને એક કઝીન છે.
નીલ : હાશ તો સારું.
સિયા : ભાઈ ખરેખર સોરી હો. હું અહી તમારો પ્રોબેલ્મ સોલ્વ કરવા આવી હતી ને શુ થઈ ગયું.
નીલ : અરે ના ડિયર. એમાં શુ ? મારી નાની બહેન છે તું. તો પછી એમાં પ્રોબેલ્મ શુ હોય મને !
સિયા : હા ભાઈ તો પણ.
નીલ : કહી નહીં ચાલ. બધુ જવા દે.
સિયા - હા ભાઈ પણ એક વાત કહું ?
નીલ - હા બોલ ને !
સિયા - ભાઈ બપોરે તો મેં સરખું નહોતું જમ્યું પણ અત્યારે મને જોરદાર ભૂખ લાગી છે હો.ચાલ ને કઈક બહાર નાસ્તો કરવા જઈએ.
મૂડ પણ ફ્રેશ થઈ જશે અને મારી ભૂખ પણ મરી જશે.હા હા હા...
નીલ - હા હો.
નીલ અને સિયા બહાર જાય છે અને મસ્ત મઝાની પાણી પુરી સિયા ને ખવડાવે છે અને પછી આઇસ્ક્રીમ ખવડાવે છે. આ બધુ ખાઈને ઘરે પાછા આવતા હોય છે એટલા માં સિયા કહે છે કે,
“ તને જેમ કહ્યું તેમ હું અવનીને મળી હતી અને જે વાત થઇ એ પણ મેં તને કહી પણ સાથે સાથે અવનીએ મને ખુબ જ ખરાબ ખરાબ સંભળાવેલું .
નીલ : શુ ........ શુ વાત કરે છે શા માટે તને સંભળાવ્યું અને શું સંભળાવ્યું ?
સિયા - ભાઈ એ બધુ તો હું નહીં કહી શકું બોવ લાંબી સ્ટોરી છે પણ એટલું જાણી લે કે મને અવની એ એવું કીધું હતુ કે હું તને અને મારા ભાઈ ને ક્યારેય એક નહીં થવા દવ. તું અને તારો ભાઈ નીલ બંને એક સરખા જ છો વગેરે વગેરે.
નીલ : ઓહ .... અવનીએ તને આવું બધુ કહી દીધું અને તે એક વાર પણ મને વાત પણ ન કરી. વાત કરવાની તો દૂર પણ એક વાર પણ તે મને ના પૂછ્યું કે હું અવની ને મળવા જાવ કે નહીં ? શુ યાર સિયા.
સિયા - પણ ભાઈ એમાં એવું હતું કે તમે મને કઇ વાત કરતા ન હતા અને એકલા એકલા રહેતા તા એટલે મને એમ કે અવનીને મળીને હું પ્રોબ્લેમ સોલ્વ કરી આપુ બસ એટલે હું અવનીને મળી.
નીલ : કહી નહિ છોડ. અવનીએ તને જે કીધું હોય તેનું ટેન્શન તું ના લેતી. હું તારી અને દિવ્યની સાથે છું. સો ડોન્ટ વરી માય ડિયર બહેના.
સિયા : થેંક્યું ભાઇ.
થોડીવારમાં બંને ભાઈ બહેન ઘરે પહોંચી જાય છે નીલ સિયા પાસેથી દિવ્ય નો નંબર લે છે અને થોડા દિવસ પછી સિયા ને કહ્યા વગર દિવ્યને ફોન કરે છે કે " હું સિયાનો ભાઈ વાત કરું છું . મને તમારા વિશે જાણ થઈ એટલે તને મળવાનું મન થયું તો શુ આપણે મળી શકીએ? દિવ્ય હા પાડે છે. નીલ અને દિવ્ય જ્યાં મળવાના છે એ સ્થળ અને સમય નક્કી કરે છે. નીલ સિયા ને સરપ્રાઇઝ આપવા માંગતો હતો એટલે એ સ્થળ પર લઇ જાય છે.
નીલ અને દિવ્ય એકબીજા ને ફોન કરી નક્કી કરી લે છે. દિવ્ય, નીલ ને સિયા બધા સમય મુજબ જે સ્થળ પર મળવા જવાનુ હતું ત્યાં જવા માટે નીકળી પડે છે. દિવ્ય પોતાની રીતે આવતો હોય છે અને સિયા ને નીલ બંને કાર લઈને આવતા હોય છે. રસ્તામાં સિયા નીલ ને કેટલાય પ્રશ્નો પૂછતી હોય છે..
સિયા : ભાઈ શુ થયુ તને ?
નીલ : કેમ એવુ પૂછે છે ?
સિયા : બસ એમ જ કે આજે સૂર્ય બીજી દિશામાંથી ઉગ્યો છે કે પછી તું એટલો સારો થઇ ગયો છે !
નીલ : બસ બસ લે.
સિયા : કેમ કેમ હે ! કહે તો ખરા ભાઈ ! અચાનક આજે કેમ પ્રેમ ઉભરાઈ ગયો મારા પર કે તું મને સરપ્રાઈઝ આપે છે હે !
નીલ : અરે એમ જ યાર હવે. તું બોવ સવાલ ન કર.
સિયા : લે કેમ. ? સવાલ તો થાય ને કે અત્યાર સુધી સરપ્રાઇઝ ન આપ્યું ને હવે કેમ ?
નીલ ; બસ બસ હો. તું તો જાણે એમ જ વાત કરે છે કે મેં તને ક્યારેય ગિફ્ટ કે સરપ્રાઈઝ જ ન આપ્યું હોય.
સિયા : હા હા.
નીલ : હા તો બસ હવે બોવ પ્રશ્નો ના પૂછ. એક કામ કર તું મ્યુઝીક શરુ કરી આપતો બાકી તું આમ જ મારું માથુ ખાતી રહીશ હા હા હા...
સિયા : હું તારું માથું ખાવ છું હે (એમ કહી ને નીલ ને મારે છે )
નીલ : ઓયે પાગલ થઈ ગઈ છે કે શું ? ખબર નહીં પડતી કાર ચાલવું છુ એ ! અત્યારે ખોટા ચાળા ન કર બાકી તારું સરપ્રાઈઝ સાઈડમાં પડ્યું રહેશે ને આપણે બંને આઈ.સી.યુ.માં
સિયા : હશે હશે સોરી !
બસ આમ મસ્તી કરતા કરતા નીલને સિયા રેસ્ટોરન્ટ પર પહોંચે છે. બંને લોકો અંદર જાય છે. નીલ અને સિયા એક બીજાની સામે સામે બેસે છે.
સિયા : ઓહ વાહ ભાઈ. સાચું કહી દીધું હોત તો કે તું મને જમવા માટે માટે બહાર લઈ જાય છે.શુ તું પણ
નીલ : હા પણ સાથે હજી એક સરપ્રાઈઝ છે.
સિયા : ઓહ હો હજી એક !
નીલ : હા
સિયા : ભાઈ કહે ને શુ સરપ્રાઇઝ છે ? કહે ને પ્લીઝ.
નીલ : અરે શાંતિ રાખ, શાંતિ રાખ.
સિયા : યાર ભાઈ આવું ન કર.
નીલ અને સિયા જાત જાતની વાતો કરતા જ હોય છે એટલામાં જ નીલને દિવ્ય આવતો દેખાય છે. દિવ્ય આમ તેમ જુએ છે ને નીલ ને શોધે છે. નીલ હાથ ઊંચો કરીને દિવ્ય ને ઈશારો કરે છે.
સિયા : કેમ ભાઈ હાથ ઉંચો કરે છે ?
નીલ : અરે વેઈટર ને બોલવું છું.
સિયા : ઠીક.
દિવ્ય સિયાની પાછળ આવી ને ઉભો રહી જાય છે ને કશું બોલ્યા વિના શાંતિથી નીલ અને સિયાની વાતો સાંભળવા ભળવા લાગે છે.
નીલ : સિયા સંભાળ ને ! આજકાલ દિવ્ય ક્યાં છે અને શું કરે છે ?
સિયા : એ નમૂનોતો સૂતો હશે. મને હજી સુધી એનો રીપ્લાય નથી આવ્યો. મેં સવારમાં જ એને ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો હતો પણ હજુ સુધી એનો કોઈ જવાબ આવ્યો નથી.
નીલ : અરે આવી જશે. એમા શુ.
સિયા : હા જ તો ! રીપ્લાય આવે એટલી વાર છે.
નીલ : કઈ નહિ છોડ. મને એ કહે કે તમે બને ક્યારેય લંચ કે ડિનર પર ગયા છો કે નહીં ?
સિયા : ના ભાઈ પણ હું દિવ્યને કહેતી જ હતી કે આપણે કઈક બહાર જઈએ અને લંચ કરીયે પણ એ નમૂના ને ટાઈમ જ નથી મારા માટે.
નીલ : અરે એવું ન હોય.સારું ચલ હવે તું આંખો બંધ કર. તને એક સરપ્રાઈઝ આપું.
સિયા : પણ આંખો બંધ કરીશ તો આ નાના એવા જીવને દેખાશે કેમ ભાઈ !
નીલ : ઓ બસ કર નોટંકી. ચાલ ચૂપચાપ આંખો બંધ કર.
સિયા : હા
સિયા આંખો બંધ કરે છે. નીલ સિયાની સામેથી ઉભો થઇ જાય છે અને દિવ્ય ને સિયાની સામે બેસાડી દે છે. નીલ સિયા ની પાછળ જઇને પોતાનો હાથ સિયાના ચહેરા પાસે લાવીને ચપટી વગાડે છે ને કહે છે કે હવે આંખો ખોલ. સિયા પોતાની આંખ ધીર થી ખોલે છે . આંખ ખોલતા જ શોક્ડ થઇ જાય છે. ( થોડી વાર તો આંખો ફાટી રહે છે)
સિયા : અરે......... યાર.....તું......!
દિવ્ય ..... તું..... અહીં.... કઇ રીતે........ ક્યારે આવ્યો ? અને ભાઈ ક્યાં........ ?
નીલ : ( પાછળ ઉભીને જવાબ આપતા ) તારો ભાઈ અહીં પાછળ.
સિયા : ભાઈ આ શું છે બધુ ? દિવ્ય ક્યાંથી આવ્યો ?
નીલ : અરે મારી વ્હાલી બહેના. આજ તો તારું સરપ્રાઈઝ હતું.
તો હવે કહે કેમ રહ્યું મારુ સરપ્રાઈઝ...?
ગમ્યું કે નહીં ???
સિયા : અરે ભાઈ ! શુ કહું ! બોવ જ ગમ્યું.
નીલ માથા પર હાથ ફેરવીને કહે છે કે મારી બહેન માટે કઈ પણ. એટલું કહી સિયાની બાજુમાં બેસે છે. સિયા તો દિવ્ય ને પહેલા તો ઉપાડી લે છે. ક્યાં હતો., તે મને પણ ન કીધું, વગેરે..
દિવ્ય : અરે સાંભળ સાંભળ. આ પ્લાન નીલ ભાઈ નો હતો. એમને જ મને તને ના કહેવાનુ કહ્યું હતું એટલે ન કહ્યું.
સિયા : બસ ને ભાઈ.
નીલ : અરે સિયા જો તને કહી દીધું હોત તો અત્યારે જે મજા આવે છે એ ના આવત ને ! અત્યારે જેટલી ખુશી છે એટલી તો ના જ મળત ને !
સિયા : હા એ સાચું હો પણ વાતો પછી. પહેલા મને ભૂખ લાગી છે કઈક ખાઈએ ચાલો.
દિવ્ય : હા ખાઈએ પણ એક મિનિટ.
સિયા : કેમ શું થયું દિવ્ય ? કોઈ આવે છે ?
દિવ્ય : હા. ( આ જો આવી ગઈ )
સિયા અને નીલ પાછળ જુએ છે તો સામેથી અવની આવતી હોય છે એ જોતાં જ નીલ અને સિયા એક બીજા ની સામે જુએ છે. થોડા પાસે આવતા અવની પણ નીલ અને સિયા ને જુએ છે. એ પણ જોઈને દંગ રહી જાય છે કેમ કે દિવ્ય એ પણ કહ્યું ન હતું કે હું સિયા અને નીલને મળવા જવાનું છે એને એમેની સાથે લંચ કરવાનું છે. અવની ટેબલ પાસે આવીને થોડી વાર તો કઈ પણ બોલ્યા વિના ચૂપચાપ બેસી જાય છે. દિવ્ય અવનીને સિયા અને નીલનો ઇન્ટ્રો કરાવે છે ત્યાં જ અવની કહે છે,
અવની : ભાઈ તારે ઇન્ટ્રો આપવાની જરૂર નથી. માણસ ને જોઈએ ત્યાં એ ઓળખાઈ જ જાય છે.
નીલ : હા સાચું કહ્યું . માણસ ને જોતા જ ખબર પડી જાય કે માણસ કેવું હશે. સારું કે ખરાબ, કે પછી વિશ્વાસુ કે દગાબાજ.
અવની : હા એક દમ સાચી વાત. આજ કાલ દગો દેવા વાળા વધી ગયા છે..
નીલ : હા સાચું કહ્યું બોવ જ દગાબાજ થઈ ગયા છે લોકો..
સિયા ને તો ખબર જ હોય છે કે બનેં એક બીજા ને ટોન્ટ મારી રહ્યા છે પણ દિવ્ય ને થોડુંક અલગ લાગે છે તો એ નીલ અને અવનીની સામે જ જોતો રહી જાય છે.
સિયા : બસ કરો. તમારે બંનેએ વાતોથી જ પેટ ભરવું છે કે પછી કઈક ખાઈને ? ( એમ કરી આખી વાત ફેરવી નાખે છે )
* * *
મિત્રો પ્રેમ કરવો, કોઈ વ્યક્તિ ગમવા લાગવી, કોઈની પ્રત્યે લાગણી થઇ જવી એ એક સામાન્ય બાબત છે પણ કોઈના પ્રેમને અપનાવવો, એમને સાથ આપવો, એમની લાગણીને સમજી એની સાથે રહેવું એ અઘરું છે. આજકાલ સંબંધને ટેકો આપવા વાળા કરતા સંબંધને તોડનારા વ્યક્તિઓ વધુ મળી આવે છે. જો કોઈને સાચો ટેકો આપશો તો એમને પણ સારું લાગશે અને તમને પણ. કેમ કે એકબીજાને એકબીજાના પ્રેમથી મિલાવવા એ આ દુનિયાનું સૌથી સુંદર કામ છે. જ્યાં સુધી બને ત્યાં સુધી એકબીજાને વ્યક્તિને મળાવતા રહો. કેમ કે જે બે વ્યક્તિ મળ્યા એ તો ખુશ થશે જ પણ સાથે કુદરત અને ભગવાન પણ ખુબ જ ખુશ થશે.