Nanko in Gujarati Comedy stories by Jatin Bhatt... NIJ books and stories PDF | નાનકો

Featured Books
  • शून्य से शून्य तक - भाग 40

    40== कुछ दिनों बाद दीनानाथ ने देखा कि आशी ऑफ़िस जाकर...

  • दो दिल एक मंजिल

    1. बाल कहानी - गलतीसूर्या नामक बालक अपने माता - पिता के साथ...

  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

Categories
Share

નાનકો


નાનકો' નિર્દોષ' ડિવોર્સી હતો,
ના ના ખરેખર જ નિર્દોષ હતો યાર,

છુટાછેડા નો થોડો ઘણો આઘાત તો લાગ્યો હતો નાનકાને, પણ પછી ધીમે ધીમે સેટ થઈ ગયો,
સેટ થઈ ગયો એટલે એના માટે એના માબાપે છોકરી ઓ જોવાનું ચાલુ કર્યું,
નક્કી એવું કરેલું કે ડિવોર્સ ની વાત નઈ કરવાની, અને એમ પણ નાનકો થોડું ઓછું ભણેલો હતો,
બાકી નાનકા નો ફેસ જોરદાર હતો, ગોરો ચિટટો ચહેરો, મસ્ત મજાના વાળ, હાઈટ બોડી જોરદાર, આંખો માં તેજ, નાક બી જોરદાર, નાનકો તૈયાર થાય એટલે એમ જ લાગે કે કોલેજીયન છોકરો ફરવા ચાલ્યો,

હવે નજીક માં તો શોધવાનું થોડું અઘરું પડયું,
એટલે મેટ્રિમોનિયલ સાઇટ પર થી છોકરી શોધી,

હા ભાઈ હા
'ડિવોર્સી' નોતું લખ્યું,

એક છોકરી ગમી ગઈ, થોડું દૂર જવું પડયું જોવા માટે, પણ એ સારું પણ હતું, નજીક નું હોત તો ખબર પડી જાત કે નાનકો ડિવોર્સી છે,

છોકરી સરસ હતી, ગોળ ગોળ મોઢું, રંગ પણ ઘઉંવર્ણો,
પણ ચહેરો થોડો પાકટ હતો, માબાપ ને તો છોકરી ગમી ગઈ,

એમ તો ઓકે છે, નાનકાએ વિચાર્યું,
તો પણ હજી એક મુલાકાત કરીએ,

નાનકો હવે છોકરી ને એકલો મળ્યો,

'કેમ છો '

'મજા માં '

અવાજ થોડો ભારે હતો, પણ કઈ વાંધો નઈ,

' કેટલું ભણેલા છો'

' ડબલ ગ્રેજ્યુએટ'

' અરે વાહ, બહુ સરસ '

હવે ની છોકરીઓ ને જમવાનું બનાવતા આવડે કે નઈ એવું નઈ પૂછવાનું, કદાચ સામે જ કહી દે કે, પછી રસોઇયણ ની સાથે જ લગ્ન કરો ને મને કેમ જોવા આયા,

ઓકે નાનકાએ વિચાર્યું,
બીજો સવાલ ભૂતકાળ નો પૂછી લઉં ?કોઈ લફરું હતું કે નઈ?,
ના યાર , એવું ના પૂછાય,

ઓકે સવાલ ટ્વિસ્ટ કરીને પૂછી જ લઉં
' કોલેજ માં ફ્રેન્ડ સર્કલ તો હશે ને?'

'બહેનપણી ઓ હતી'

ઓકે , એટલે બીએફ નોતાં,

સરસ, નાનકાએ વિચાર્યું,
સાલું, હવે કયો સવાલ પૂછું,

કચરા પોતા વાળો પૂછાય?

ના પૂછાય પાછી કહેશે કે કામવાળી સાથે જ.....................
ચાલ જવા દે ,

' તમારે કોઈ સવાલ કરવા હોય તો?'

પેલી એ પૂછ્યું:
' તમારો બિઝનેસ છે, એ કેવો ચાલે છે? '

'સરસ '

'તમને કેવી છોકરી ગમે '

'બસ તમારા જેવીજ' (આવું જ બોલવું પડે ભાઈ)

'મને બરાબર રાખશો ને? '

'હાસ્તો' (એમ પણ મારું ડિવોર્સ નું જાણીને ને કોઈ જલ્દી આપતું નથી)

સવાલ
જવાબ
સવાલ
જવાબ
સવાલ
જવાબ

આખરે નાનકો અને પેલી છોકરી વચ્ચે સંબધ પાકો થઈ ગયો, ગોળ ધાણા વહેંચાઈ ગયા,
.. નાનકાની અને છોકરી વચ્ચે મુલાકાતો થવા માંડી,

ત્રણ મહિના પછી લગ્ન ની તારીખ નક્કી કરી,
લગ્ન ની વાડી નક્કી કરી નાખી,
એમાં છોકરી ની ફરમાઈશ આવી,

'આપણે પ્રિ વેડિંગ ફોટો સૂટ કરીશું? '

હવે નાનકાને ખબર કે એમાં કાંઈ મજા આવતી નથી,

તો પણ પેલી ના કહેવાથી ગોઠવ્યું...
એના માટે પાવાગઢ નું લોકેશન નક્કી કર્યું..
એ બે જણા અને વીડિયો ગ્રાફર ની ટીમ,
જગ્યા જોઈને શૂટિંગ, ફોટોસેશન ચાલુ કર્યું,

છોકરી મસ્ત તૈયાર થઈ હતી,

બે હાથ પકડીને ચાલતા ચાલતા, ગીત ગાતા ગાતા, ડર્ટી પિક્ચર માં જે મૂવ આવે તેવી રીતે શૂટિંગ કર્યું,

એમાં એક જગ્યાએ નાનકાને ઇમરાન હાશ્મી ની જેમ હાથ હલાવવાના હતા,
ડિરેક્ટર જે નાનકાનો ભાઇબંધ જ હતો,
'નાનકા, મગજ માં ઇમરાન ને લાવ તો બરાબર થશે'

હવે એ ડૉબા ને કેવી રીતે કહું કે હમણાં ઇમરાન હાશ્મી રહેવા દે , પેલી ને ખબર પડી જશે કે હું 'અનુભવી' છું, તો પાછી મગજમારી થશે,

'અરે તું શૂટિંગ કર , ધીમે ધીમે આઈ જશે'

'ઓકે, ઓકે, હું સમજી ગયો '

હવે એ મારા ભાઈબંધ એ પેલી ને સૂચના આપવા માંડી
"ભાભી તમારે આ આ બાજુ ઉભા રહેવાનું '

' ઓકે'

' એમ નઈ ભાભી, 'વિદ્યા' કરે એવું કરવાનું'

' ઓકે ઓકે,'

' અરે ભાભી હજી પણ ખોટું થાય છે'

' ચાલે પણ'

' ના ચાલે ભાભી, પરફેક્ટ કરો'

'આ બરાબર છે '

' ના '

'બરાબર છે '

'ના ભાભી'

આખરે પેલી અકળાઈ ને બોલી :
' અરે તમારી કરતા તો પેલો ડિરેક્ટર સારો હતો'???!!!!!!
અને
અને
અને
અને નાનકાના મગજ માં જે વીજળી નો જે કડાકો બોલ્યો,જે કડાકો બોલ્યો,
એ ફાટી આંખે પેલી ની સામે જોવા માંડ્યો :

'તમે પણ '

'એટલે, તમે પણ '

ઓહ,ઓહ

બંને જણા પગ ના અંગૂઠા થી જમીન ખોતરવા માંડ્યા,

ડિરેકટર ને બહુ ખબર ના પડી,

પણ પછી નું શૂટિંગ બરાબર જ થયું,

કોઈ 'રીટેક' જ ના આવ્યા

અને અત્યારે નાનકો ને નાનકી સરસ મજાનું લગ્ન જીવન ગાળે છે...

.
.
.
જતીન ભટ્ટ (નિજ)