દિલની કટાર....
"સંવેદના"
સંવેદના.. વેદના સાથે પ્રેમ સાથે સંકળાયેલી સંવેદનાં.. સંવેદના હરએક જીવમાં હોય છે જ્યાં સુધી શરીરમાં જીવ છે સંવેદના છે સંવેદના ગઇ એટલે એ મૃત ગણાય છે. પણ સંવેદના એક એક જીવનાં કણ કણમાં પ્રસરેલી છે.
સંવેદના પ્રેમનું પહેલું પગથીયું છે અને છેલ્લું પણ સંવેદના થાય લાગણી થાય લાગણી પ્રેમમાં પરીવર્તન થાય. આકર્ષણ પછી સંવેદના આવે પ્રેમ પ્રગટાવે છે.
સ્પર્શ અને પ્રેમથી સંવદના ભોગ ભોગવે છે દીલની સંવેદના પ્રેમ, વિરહ, તડપ, વિયોગને ભોગવે છે આનંદ ખુશી અને ઉત્તેજના પણ અનુભવે છે.
માનવ, પ્રાણી, પક્ષી, જંતુ બધાં જીવમાં સંવેદના છે જે જીવે છે એ સંવેદનાથી સમજે છે અનુસરે છે. માનવ કહી શકે છે જતાવી જણાવી શકે છે અમુક જીવો જતાવી નથી શકતાં છતાં સંવેદના છે. સમજણની જરૂર હોય છે.
પાળેલા પ્રાણીઓ પણ પ્રેમ અને નફરતની સંવેદના સમજે છે અને એ પ્રમાણે વર્તે છે અનુસરે છે ઘણાંને આનો અનુભવ હશે. સંવેદના અને પ્રેમથી ખુંખાર પ્રાણીઓ પણ વશ થાય છે.
સંવેદના ક્રોધને કાબુ કરે છે પ્રેમ ફેલાવે છે. સહુથી સાચી સંવેદના મને વનસ્પતિમાં જણાય છે. વનસ્પતિ નથી બોલતું કે વર્તતુ કે નથી સ્થળાંતર કરતું એક જગ્યાએ રહીને એ પ્રેમ અને નફરતની સંવેદનાને સમજે છે અનુભવે છે.
ઘરનાં આંગણે કે મંદિરનાં ચોગાનમાં રહેલ વૃક્ષો પૂજાતાં કે સચવાતાં હશે પણ એકાંત કે જંગલમાં રહેલાં અનેક કરોડો વૃક્ષો કે છોડ સંવેદનશીલ હોય છે એ પ્રમાણે જીવે છે અને મરે છે. આંગણનાં વૃક્ષો સાથે વાત કરી, સ્પર્શ કરો સાચવણી કરો પ્રેમ કરો એ સામે એમની અભિવ્યક્તિ જુદી રીતે કરે છે એમની સૂક્ષ્મ સંવેદના એમનાં આશીર્વાદ તમારું જીવન બદલી નાંખશે.
ઘણાં વનસ્પતિને સંવેદનહીન, જડ કે એક નશ્વર વસ્તુની જેમ જુએ છે પણ એમનું પણ જીવન છે જીવનદમ, કાળ છે એમનામાં પણ ઋતુઓની અસર છે એ પ્રમાણે જીવન વ્યતિત કરતાં ફૂલો, ફળ, ઔષધ આપી જાણે છે વૃક્ષો-વનસ્પતિ કાંઇ પણ માંગ્યા વિના માત્ર આપવાનુ કામ કરે છે હવા સ્વચ્છ કરવા સાથે ફળ, ફૂલ,ઔષધ, કાષ્ઠ, અત્તર, અને કામની વસ્તુઓ આપે છે અરે જીવોનો ખોરાક બને છે સૃષ્ટિનું સંતુલન જાળવે છે સાચી પાત્રતાવાળી સંવેદના મને લાગે છે વૃક્ષો પાસે જ છે.
સંવેદના દરેક જીવને સ્પર્શે છે દરેક જીવમાં હોય છે. ક્યારેય એનાં પર ધ્યાન અપાયુ નથી જ્યારે જીવન સંકટમાં આવે ત્યારે જ વનસ્પતિ અને એમનો ફાળો યાદ આવે છે.
સંવેદના માનવ જીવનમાં હોય છે. ક્યારેય એનાં પર ધ્યાન અપાયુ નથી જ્યારે જીવન સંક્ટમાં આવે ત્યારે જ વનસ્પતિ અને એમનો ફાળો યાદ આવે છે.
સંવેદના માનવજીવનમાં મહત્વનો ભાગ ભજવે છે બે અજાણ્યા લોકોમાં પણ આકારણ સંવેદના અને પ્રેમ સર્જાય છે કારણ ખબર નથી પણ કોઇ લેણદેણ એને પ્રસ્થાપિત કરે છે.
સંવેદના વિના પ્રેમ કે નફરત પણ શક્ય નથી આજનાં યુગમાં સાચી સંવેદના, પ્રેમ લાગણી દીવો લઇને શોધવા જાય તો પણ નથી મળતી માત્ર કૃત્રિમતા, ખોટો આડંબર જાવ તો પણ નથી મલતી મણ કૃત્રિમતા, ખોટો આડંબર અને દંભીજ સામાં ભટકાશે 100 વ્યક્તિમાં સાચી સંવેદના લાગણી માંડ 2-4 જણમાં મળશે બાકી બધાંજ કુત્રિમ અને યાંત્રિક રીતે જવાબ આપતા જણાશે.
સંવેદનાથી જ સૃષ્ટિનું સર્જન શક્ય બન્યુ છે જેમ જેમ કાળ, યુગ બદલાય છે એમ એમ "સાચી" સંવેદના મૃતપ્રાય થતી જણાય છે. સ્વાર્થમાં આંધળો બનેલો માનવી માત્ર પોતાનુ હીત જોવે છે સંવેદના ગુમાવે છે અને ન કરવાનાં કામ કરી રહ્યો છે. ખરા અર્થમાં પોતાનાં પગ પર જ કુહાડો મારી રહ્યો છે. સાચી સંવેદના પાષાણમાં પણ પ્રાણ પુરે....
સંવેદનાથીજ કોઇને સુધારી શકાય, વાળી શકાય છે માથે ઠોકી બેસાડેલા નિયમો માત્ર અનુશાસન કદાચ આપી શકે પણ લાગણી ઉદભાવી ના શકે એ લાંબુ ટકે પણ નહીં અનુકૂળ સમય આવતાં એ પણ સાચું માથું ઊંચકે છે.
સંવેદના સાથે વેદના જરૂરી છે એનો અનુભવ જરૂરી છે. તો પ્રેમની કિંમત થાય છે મૂલ્યાંકાન થાય છે સાચી સંવેદના અને પ્રેમ હોય એનાં માટે કહેવાય કે "માંહી પડ્યા એ મહાસુખ માણે દેખણહારા દાઝે જોને... આ કૃતિ સાચી છે.
"સંવેદના કરાવે પ્રેમ જો એ સાચી દીલથી ઉભરે,
બાકી શ્રૃષ્ટિમાં દંભી જ્યાં ત્યાં ફરતાં મને દીસે...
પણ.. પણ.. સંવેદના સાચી પાત્રતા પણ જુએ......