Premi pankhida - 9 in Gujarati Fiction Stories by Dhanvanti Jumani _ Dhanni books and stories PDF | પ્રેમીપંખીડા - ભાગ 9

Featured Books
Categories
Share

પ્રેમીપંખીડા - ભાગ 9

પ્રકરણ 8 માં જોયું કે નવરાત્રીની કોલેજમાં ઉજવણી પછી પાછી કોલેજ દરરોજની જેમ શરૂ થાય છે . હવે આગળ.......
_______________________________________

મન અને માનવી દરરોજ કોલેજ આવતા અને બધા જ લેક્ચર ભરતા . આમ ને આમ કોલેજમાં બંને ને બે વરસ પૂર્ણ થઈ જાય છે . બંને સેમેસ્ટર 4 ની પરીક્ષા માં પણ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવે છે હવે મન અને માનવીનું કોલેજમાં માત્ર છેલ્લું વર્ષ બાકી હોય છે. મન અને માનવી બંને કોમર્સમા બી.કોમ કરી રહ્યા હોય છે અને હવે તેમણે આગળ શું કરવું તે માટે પણ વિચાર કરવાનું હોય છે તેથી હવે બંને મન લગાવીને સ્ટડીમાં ધ્યાન આપે છે.

છેલ્લા વરસમાં માનવીના ક્લાસમાં જ એક નવી છોકરીનું એડમિશન થાય છે, જેનું નામ હોય છે , રિયા . તે ખૂબ જ બોલકણી અને હસમુખી છોકરી હોય છે. રિયા ખૂબ જ ઝડપથી નવા મિત્રો બનાવી લે છે તેને મન ખૂબ જ દેખાવડો લાગે છે અને રિયા વિચારે છે કે હું મન સાથે મિત્રતા કરીશ. રિયા સ્વભાવે ચંચળ હતી તેથી તેનાથી રહેવાયું નહીં અને તેણે મનને પૂછી લીધું કે, તું મારી સાથે મિત્રતા કરીશ??

મન ને લાગ્યું કે હું જો રિયા સાથે મિત્રતા કરીશ તો માનવી ને નહી ગમે તેથી તે રિયાને કોઈ પણ જવાબ આપ્યા વગર નીકળી જાય છે, તેથી રિયા ને થોડું ખોટું લાગે છે, અને તે પણ પાછી પોતાની જગ્યાએ બેસી જાય છે. મનનો એક મિત્ર આ વાત સાંભળી લે છે તે મનને કહે છે કે , તે રિયા સાથે મિત્રતા કેમ ન કરી??

મન તેના ફ્રેન્ડને કહે છે કે તને તો ખબર જ છે કે, હું માનવીને પ્રેમ કરું છું અને જો હું રિયા જોડે મિત્રતા કરીશ તો માનવીને ખોટું લાગશે અને હું નથી ઈચ્છતો કે માનવીને કોઈ પણ વાતનું ખોટું લાગે તેથી હું રિયા જોડે મિત્રતા નહીં કરું.

મનનો ફ્રેન્ડ કહે છે કે તારે નથી જાણવું કે માનવી તને પ્રેમ કરે છે કે નહીં??

મન કહે છે કે જાણવું છે ને , કેવી રીતે ખબર પડશે કે એ મને પ્રેમ કરે છે ? મને નથી લાગતું કે તે મને પ્રેમ કરતી હોય કારણ કે, તે મારી સાથે એક મિત્ર તરીકે જ વર્તન કરે છે.
​મનનો મિત્ર કહે છે કે, તું રિયા સાથે મિત્રતા કરી લે તને ખબર પડી જશે કે માનવી તને પ્રેમ કરે છે કે નહીં .
​મનનો ફ્રેન્ડ કહે છે કે જો તુ રિયા સાથે મિત્રતા કર અને તું રિયા સાથે થોડો સમય વિતાવ અને જો માનવીને તારુ રિયા સાથે હોવુ ન ગમે તો સમજી જવાનું કે માનવી પણ તને પસંદ કરે છે , કારણ કે છોકરી જેને પસંદ કરે તેને બીજા સાથે ન જોઈ શકે.
મન કહે છે કે જો આનાથી માનવીને દુઃખ પહોંચ્યું તો મને નહી ગમે.
​મનનો મિત્ર કહે છે કે, તારે જાણવું જ નથી કે તે તને પસંદ કરે છે કે નહીં તો મારે શું !
​મન પણ તેના મિત્રની વાત માની લે છે અને રિયા સાથે મિત્રતા કરશે તેવું એના ફ્રેન્ડ ને કહે છે.
​બીજા દિવસે મન કોલેજમાં આવે છે માનવી પણ આવે છે અને રિયા પણ હોય છે કોલેજનો સમય પત્યા બાદ મન રિયા ને ઉભી રાખે છે અને તે ગઈ કાલ માટે રિયાની માફી માગે છે અને કહે છે કે , ગઈકાલે થોડું કામ હોવાથી તે તેને જવાબ આપ્યા વગર જતો રહ્યો હતો તો આજે મને સામે છે તેને પૂછે છે કે રિયા તું મારી સાથે મિત્રતા કરીશ?? રિયા ને તો મન સાથે મિત્રતા કરવી જ હોય છે તો એ તો તરત જ હા પાડી દે છે. આ બધું માનવી જોઈ રહી હોય છે માનવીને આ ગમતું નથી અને તે મન જોડે કોઈ પણ વાત કર્યા વગર જતી રહે છે
​મન પણ તેના મિત્ર સાથે વાત કરે છે કે,જો મે તને કહ્યું હતું કે, માનવીને આ વાતનું ખોટું લાગશે જો હવે તે રિસાઈ જતી રહી છે હવે હું શું કરું?? મને તો કંઈજ ખબર નથી પડતી મને તો લાગે છે કે હવે તે મારી સાથે વાત જ નહીં કરે.
​મનનો ફ્રેન્ડ કહે છે કે, તું નકામી જ ચિંતા કરે છે જો માનવી રિસાઈ ગઈ એટલે એ તને પસંદ કરે છે તો આતો ખુશીની વાત છે.
​મન કહે છે કે મને કંઈ સમજાતું નથી તું મારા જોડે કરવા શું માગે છે.
​મનનો મિત્ર કહે છે કે તારે કંઈ સમજવાની જરૂર નથી. હું જે કહું છું તેમજ તારે કરવાનું છે જો તારે જાણવું હોય કે માનવી તને પ્રેમ કરે છે કે નહીં.
​મનને પણ જાણવાની ખૂબ જ ઇચ્છા હોય છે કે માનવી તેને ખરેખર પ્રેમ કરે છે કે માત્ર મિત્ર તરીકે જ ગણે છે તેથી મન એ પણ તેના મિત્રની વાત માનવાનો નિર્ણય લીધો.
મનના મિત્રે કહ્યું કે, હવે તારે ઘરે જઈને માનવીને ફોન પણ નથી કરવાનો કે કોઈપણ પ્રકારની તેને મનાવવાની કોશિશ પણ નથી કરવાની.
​મન કહે છે કે, જો હું આમ કરીશ તો માનવી વધારે ગુસ્સે થઈ જશે અને મારાથી દૂર જતી રહેશે અને હું નથી ઇચ્છતો કે માનવી મારાથી દુર જાય.
મનનો મિત્ર મિત્ર તેને સમજાવે છે કે મને ખબર છે કે તું માનવી ને ખૂબ જ પ્રેમ કરે છે અને તેને ખોવા નથી માગતો પરંતુ હવે કોલેજ ને પૂર્ણ થવામાં માત્ર એક જ વર્ષ છે અને તારે એ જાણવું પડશે કે માનવી એ પણ તને પ્રેમ કરે છે કે એ માત્ર તને એક મિત્ર ગણે છે અને એ માટે આ એક જ રસ્તો છે તેથી હું જે કહું છું તેમ કર હું તારો મિત્ર છું તારું ખરાબ નહીં ઈચ્છું.
મનને પણ તેના મિત્રની વાત યોગ્ય લાગે છે અને એ ઘરે જઈને માનવીને ફોન પણ નથી કરતો કે મેસેજ પણ નથી કરતો . મન નું મન માનવી સાથે વાત ​ન થવાને કારણે ખૂબ જ બેચેન થઈ જાય છે અને તે પ્રવાસમાં પાડેલા માનવી સાથેના ફોટા બેસીને જુએ છે.

બીજી બાજુ માનવી ઘરે બેઠા બેઠા વિચાર કરે છે કે, હજી સુધી મનનો કોઈ મેસેજ કેમ નથી આવ્યો અને તેનો ફોન પણ નથી આવ્યો . તે વિચારે છે કે રોજ અમે કોલેજ પછી વાત કરીને ઘરે આવીએ છીએ . આજે વાત કર્યા વગર હું આવી ગઈ તો પણ મન એ મને કોઈ મેસેજ પણ ન કર્યો અને કોલ પણ ના કર્યો, મને પૂછ્યું પણ નહીં કે આજે વાત કર્યા વગર કેમ આવી ગઈ? એને મારી કોઈ ચિંતા જ નથી .એવું બધુ માનવી વિચારવા લાગી અને તે વિચારવા લાગી કે, ફોન કેમ કરશે તેની નવી મિત્ર બની ગઈ છે તેની સાથે જ વાત કરતો હશે . હું પણ એની સાથે વાત નહીં કરું એમ વિચારી માનવી પણ પોતાના કામે લાગી ગઈ.
​હવે માનવીએ નક્કી કરી લીધું કે તે મન સાથે વાત નહીં કરે. શું હવે આ મિત્રતા અહીં જ પૂર્ણ થઈ જશે? કે મન માનવીને મનાવી લેશે તે આપણે પ્રકરણ 10 માં જોઈશુ.

આભાર

Dhanvanti jumani ( Dhanni)