riya shyam - 23 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 23

Featured Books
Categories
Share

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 23

ભાગ - 23
રીયા અને વેદની, બંનેની હાલની મૂંઝવણનો અંત લાવવા...
તેમજ રીયા અને વેદની, આજે સુહાગરાત હોવાથી તેમનો વધારે સમય નહીં બગાડતા...
શ્યામ : રીયા, વેદ જુઓ,
મને ઓપરેશન થિયેટરમાં લઈ જવાનો સમય થઈ ગયો છે.
તો હવે તમે બંને, કંઈ પણ બોલ્યા/ચાલ્યા સિવાય,
હું તમને બંનેને જે કહું તે સાંભળો.
કેમકે...
હવે હું જે બોલીશ, એના પછી તમારા બેમાંથી, કોઈએ પણ મને કંઈ પણ પૂછવા જેવું રહેશે નહીં.
તો સૌથી પહેલા રીયા તું સાંભળ.
રીયા સૌથી પહેલા તુ એટલાં માટે કે...
હું માનું છું કે
તુ અત્યારે આપણી વચ્ચે ચાલી રહેલી આ બધી વાતોથી, અને આગળ બની ગયેલી તમામ ઘટનાઓથી, લગભગ બે-ખબર છે.
તો સૌથી પહેલાં
હું તારી મૂંઝવણ દૂર કરી દઉં.
રીયા, થોડા સમય પહેલા મારો અને વેદનો જે એક્સિડેન્ટ થયો હતો, તે એકસીડન્ટ નોર્મલ ન હતો.
બહુ ગંભીર હતો.
એ એક્ષિડન્ટમાં, મને તો સામાન્ય ઈજા થઈ હતી, પરંતુ
વેદ માટે તો જીવન અને મૃત્યુ વાળી વાત હતી એ વખતે.
છતાં
મેં એ વખતે ઘણા બધા કારણોસર, આ વાત તમારા બધાથી છુપાવી હતી.
એ સમયે, વેદની સારવાર માટે અર્જન્ટ પાંચ લાખ રૂપિયાની જરૂર ઊભી થઈ હતી.
ભગવાનને કરવું, એ વખતે મારું એ કામ, હોસ્પિટલમાંથીજ, ક્યાંય બહાર નીકળ્યા સિવાય, કોઈની મદદ લીધાં સીવાય, ત્યાંથીજ થઈ જતા, વેદની સારવાર માટે રૂપિયાની સગવડ હોસ્પિટલમાંથીજ થઇ જતાં,
મને લાગ્યું કે
હવે મારે,
મારા, વેદના કે રીયા તારા ઘરવાળાને પણ, ખોટી ચિંતા ન થાય, માટે
એ વખતે મેં વાત છુપાવી હતી.
રહી વાત એ પાંચ લાખ રૂપિયાની કે જેણે મને એ રૂપિયા અપાવ્યા હતા, જેના બદલામાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા એક સજ્જન મહાપુરુષના દિકરાને મારે મારી કિડની આપી, મે વેદની સારવાર માટે રૂપિયા લીધા હતા, અને આજે એજ,
કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન હોવાથી, તમારા ચાલુ લગ્નમાં મારે નીકળી જવું પડ્યું.
આટલુ રીયાને જણાવ્યા પછી,
શ્યામ થોડું હસીને,
રીયાં, વેદ ક્યાં ગયો ?
વેદ : હા બોલ શ્યામ, હું અહીંયા જ છું.
ફરી શ્યામ હસતા-હસતા...
વેદ તુ એક કામ કર, તારે રીયા વિષેની મારા મનની વાત જાણવી છે ને ?
વેદ : હા
શ્યામ : તો સાંભળ, તુ રીયાને છુટા-છેડા આપી દે, એટલે હું રીયા સાથે લગ્ન કરી લઉં.
રીયા અને વેદ બન્ને, શ્યામની આ વાતથી ચોંકે છે.
શ્યામ ફરી થોડું વધારે હસતા-હસતા...
શ્યામ : એ પાગલો,
કેમ ચુપ થઈ ગયા ?
ચિંતા ના કરશો, હું મજાક કરુ છું.
વેદ : ના શ્યામ, વાત ચિંતા કરવાની નથી.
મારે એ જાણવું છે કે, શુ ખરેખર તારે રીયા સાથે લગ્ન કરવા હતાં ?
શ્યામ : જો વેદ
મેજ શરૂઆતમાં તમને કહ્યુ કે, મારા ઓપરેશનનો સમય થઈ ગયો છું, ને હુંજ આડી-અવળી વાત કરીને મારો અને તમારો સમય બગાડી રહ્યો છું. સોરી.. સોરી
વેદ તારે / સોરી, હવે તમારે મારા મનની વાત જાણવી છે ને ?
તો સાંભળો, ખાસ તો વેદ તુ સંભાળ...
વેદ,
રીયા છેજ એવી કે, તેની સાથે લગ્ન કરવા કોઇપણ તૈયાર થઈ જાય.
થોડો સમય, મને પણ રીયા માટે એ પ્રકારની લાગણી થઈ હતી.
પરંતુ
કોઈપણ વ્યક્તિ, સામેની વ્યક્તી વધારે સુખી કે ખુશ ક્યાં રહી શકશે ?
તેનો સૌથી પહેલા વિચાર કરવો જોઈએ.
અને એજ સાચા પ્રેમની નિશાની છે.
અને રીયા આજે જે જગ્યાએ પહોચી ગઈ છે, તે જગ્યા અને તારા જેવો રીયાનો જીવનસાથી, બીજુ આનાથી વધારે સારુ રીયા માટે, તારા માટે કંઈ હોઈજ ન શકે.
અને આજે હું તમને બન્નેને એક બંધનમાં બંધાયેલા જોઈ/જાણી અત્યંત ખુશ છું.
હા, હજી મને થોડુ દુઃખ હોત વેદ,
જો તારી આર્થીક પરિસ્થિતિ ન સુધરી હોત.
પરંતુ
હવે મને પૂરો વિશ્વાસ છે કે
રીયા તેના પોતાના ઘર કરતાંય તારી સાથે વધારે ખુશ રહી શકશે, અને તુ પણ રીયાને ખુશ રાખીશ.
અને બીજી એક ખાસ વાત, એકવાર રીયા પણ મને વાત-વાતમાં કહી ચૂકી છે કે, તે તેના જીવનમાં તારા જેવો જીવનસાથી મેળવવા માંગે છે.
ચાલુ ફોનમાં શ્યામની નજર હોસ્પિટલના જે રૂમમાં હતો, તે દરવાજા પર જાય છે.
હોસ્પિટલના બે વોર્ડ-બોય અને નર્સ, શ્યામને ઓપરેશન માટે લેવા આવ્યાં છે.
વધુ આગળ ભાગ 24 મા