લવ બ્લડ
પ્રકરણ-60
સુજોય-દેબુ અને નુપરની ખબર કાઢી પાછો આવ્યો અને રીપ્તાએ પૂછ્યુ "કેમ એ લોકો એમની જગ્યાએ નથી ? શું કરતાં હતાં ? સુજોયે કહ્યું "કેમ એવું પૂછે છે ? બંન્ને ત્યાંજ છે અને મેં એ લોકોને ચોકન્ના રહેવા કીધુ છે. દેબુ ઉતાળીયું કોઇ પગલું ના ભરે એવું કહીને આવ્યો છું પછી જાણે ઊંડા વિચારોમાં પડી ગયો. એનાંથી બોલાઇ ગયુ બધુ પ્લાન પ્રમાણે સમૂસૂતરૂ ઉતરે તો મને ટાઢક થાય.
રીપ્તાએ પૂછ્યું ? ટાઢક થાય એટલે સમજી નહીં ? મને એક પ્રશ્ન ફરીથી સતાવી રહ્યો છે અંકલ, હું દેબુને મદદ કરવા તૈયાર થઇ ગઇ કે મારો ખૂબ કલોઝ ફ્રેન્ડ છે અને મને ટ્રેઇનીંગ પણ આપી સર્વનિર્ભર અને સેલ્ફ ડીફેન્સ માટે.. સ્વરક્ષણ હું કરી શકું એટલી તૈયાર છું વળી મારી પાસે સાધન છે એટલે હિંમત વધી ગઇ .. પણ એજ પ્રશ્ન ફરીથી પૂછું છું અંકલ તમને આમાં શું ફાયદો દેખાયો ? તમે ડીફેન્સમાં હતાં એટલે હિંમત, સાહસનાં ગુણો ભરપુર છે તમે ડીટેક્ટીવ એજન્સી ચલાવો છો તમારું કલાઇન્ટ કોણ છે ?
રીપ્તાનાં અણીયાણાં પ્રશ્નો સાંભળી સુજોય એની સામે જોવા લાગ્યો પછી થોડો વિચાર કરીને કહ્યું બેંગાલ પોલીસ એ બાવાની પાછળ છે મને પણ એનો જસ મળશે અને અંગત ફાયદાતો છેજ વળી તારો ફ્રેન્ડ છે એટલે રસ પડ્યો વળી દેબુનાં ફેમીલી સાથે આપણે જૂનો સંબંધ છે એટલે હું આમા વચ્ચે પડી મદદ કરવા આવ્યો.
રીપ્તા સાંબળી રહી એને થયુ દેબુને મદદ થાય છે ને બસ પછી ભલે એમને જે ફાયદો થવાનો હોય થાય મનમાં વિચારી રહી દેબુ મને ખૂબ ગમે છે પણ પ્રેમની ભીખ માંગવી મારાં સ્વભાવમાં નથી. પણ હું દેબુને ભૂલી શક્તી નથી અને નથી એને સ્વીકારી શક્તી વળી દેબુતો નુપુરને પ્રેમ કરે છે એ લોકો તો.. પછી આગળ વિચાર કરવાની હિંમત ના ચાલી અને વિચારોને જબરજસ્તીથી અટકાવી દીધાં.
સુજોય રીપ્તાને જોઇ રહેલો એણે પૂછ્યુ "કેમ દીકરા શેનાં વિચારોમાં ઉતરી ગઇ ? કંઇ નહીં હું આપણી જીપમાં જઇને ફોન કરીને આવું છું ચીફને પૂછી લઊં આગળ શું એક્શન છે ? એ લોકો તો સાવ શાંત બેઠાં છે એમ કહીને ઉઠ્યો ગમ હાથમાં રાખીને બોલ્યો તું અહીંથી ખસીસ નહીં હું આવું છું કહીને રીપ્તાનો જવાબ સાંભળ્યા વિના જીપ પાસે ગયો જીપમાં જઇને ખાનગી ખાનુ ખોલી એમાંથી બોટલ કાઢીને એક સાથે અડધી બોટલ પી લીધી અને પછી થોડીવાર બહારની તરફ જોયા કર્યુ. કોઇ ચહલપહલ નથીને બોટલનું ઢાંકણ બંધ કરી પાછી ખાનામાં મૂકી. એનાં મનમાં વિચારોનું તોફાન આપ્યું અને શાંતચિત્તે નિર્ણય લીધો બહાર નીકળી પાછો રીપ્તા પાસે આવી ગયો.
રીપ્તાએ કહ્યું "શું કહ્યું ચીફે ? શું આગળ પ્લાન છે આમતો આપણે ક્યાં સુધી રાહ જોવાની ? મારાં તો હાથ સળવળે છે પેલાં નરાધમને પકડવા. દેબુ કેટલો ચિંતામાં છે.
સુજોયે રીપ્તા સામે જોઇને કહ્યું "આવી બધી બાબતોમાં ઉતાવળ ના થાય મેં તને ધીરજનાં પાઠ ભણાવ્યાં છે ભૂલી ગઇ ? યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાનો. ઉતાવળમાં ભૂલ કરી બેસાય. અને ચીફે કહ્યું છે અમે પ્લાન પ્રમાણેજ વર્તી રહ્યાં છીએ થોડી રાહ જોઇને આગળજ વધીશુ ત્યાં સુધીમાં બેંગાલ પુલીસની કુમક પણ અહીં ખૂબ નજીક આવી જશે.
રીપ્તાએ સુજોય અંકલનો ચહેરો જોઇને ટૂંકમાં વાત પતાવીને કહ્યું "ઓકે.. પછી બોલી અંકલ તમે ડ્રીંક લીધુ. અત્યારે ? સુજોયે કહ્યું " આર્મીમેન છું અત્યારે મને એની જરૂર લાગી.. થોડું પીધુ છે મેં પણ આ અણારો ખોરાક છે કંઇ પણ ખાસ એક્શન લેવાની હોય ત્યારે પીવાની ટેવ છે તું ચિંતા ના કર.. સમય આવ્યે બધુ થઇ જશે.
રીપ્તાએ કહ્યું તમે પીઓ છો પછી કોઇક નિર્ણય પર આવો છો મને ખબર છે હું કાયમ જોતી આવી છું તમારો ચહેરો કંઇક કહી રહ્યો છે પણ અંદાજ નથી લગાવી શક્તી જે હોય એ મને જણાવજો. હું તમને ફોલો કરીશ. સુજોય એને સાંભળી રહ્યો.
****************
નુપુરે કહ્યું કે તારી પાસે સેટેલાઇટ ફોન છેજ અંકલે આપેલો મોમ સાથે વાત કરી લેને.. ટ્રાય તો કર કનેક્ટ થાય છે ? દેબુએ તરતજ અમલ કર્યો એણે મોમનો નંબર લગાવ્યો.. સામેથી ટૂં ટૂં ટૂં અવાજ આવ્યો જાણે બીઝી આવતો હોય એવો ટોન સંભળાયો.
દેબુને આશ્ચર્ય થયું ફોન કનેક્ટ થયો છે પણ અત્યારે માં કોની સાથે વાત કરે છે ? એને ચિંતા થઇ સાથે એવો વિચાર આવ્યો ? પાપાનો ફોન હશે ? ફરીથી ટ્રાય કર્યો બીઝી આવ્યો. એણે રાહ જોવાનું મુનાસીબ માન્યું અને એ અટકી ગયો.
**********
સુરજીતે બાબાને રોકડી પરખાવી એની સાથે બાબાનાં તેવર બદલાઇ ગયાં એનો ચહેરો જોઇને. રીતીકા સહેમી ગઇ.. ઘોષ પણ ડરી ગયો સૌરભ, રીતીકા અને બાબા બંન્ને સામે બાધાની જેમ જોઇને સુરજીતને સાંભળી રહેલો એને ડર પેઠો આ બાબો હવે શું કરશો ? બાબાનો ચહેરો ગુસ્સાથી લાલ થઇ ગયો.
ડમરુનાથ ગુસ્સાથી લાલચોળ ચહેરે કહ્યું "સુરજીતબાબુ તમે મારાં આશ્રમમાં છો તમારાં ઘરમાં નહીં હું તમને ક્યારથી શાંતિથી મારી પ્રયોઝલ સમજાવી રહ્યો છું તમને એનુ વળતર રોકડામાં ચૂકવવા કહી રહ્યો છું તમને સમજણ નથી પડતી ? શા માટે જોખમ વહોરી રહ્યાં છો. તમે મને ઓળખતા નથી હું જો એક્શનમાં આવી ગયો તો તમે શું તમારી લાશ અહીંથી સીલીગુડી નહીં પહોચે સમજ્યા ? તમારી બાજુમાં બેઠી છે એનો તો વિચાર કરો ? મને લાગે છે કે તમે બધી તૈયારી કરીને આવ્યા છો એનો તોર છે. અહીં મીલીટ્રી આવશે તોય મને ફરક નહીં પડે મારો વાળ વાંકો કોઇ નહીં કરી શકે.
સુરજીતે બાવાની ધમકી સામે કહ્યું "ઓય ડમરૂનાથ તું તારાં સામ્રાજ્ય અને માણસોનાં જોરે અમને મજબૂર નહીં કરી શકે. તું શું છે મને ખબર છે. મામુલી જડીબુટ્ટી એક્ઠી કરતો આદીવાસી.. તારાં ગોરખધંધાની બધી જાણ છે અને અમે આવ્યા ત્યારથી તારો રોબ બતાવી રહ્યો છે એનાંથી મને કોઇ ફરક નહીં પડે. તારાં ધંધા અને તારી દાદાગીરી આદીવાસીઓ ઉપરજ રાખ હું અહીં આવ્યો ત્યારથી તું અમારી પાછળ જાસુસી કરી રહ્યો છે પણ તારો કોઇ મેળ નહીં પડે અને એકવાત સમજી લેજે નહીતો ચપટીમાં તારુ વરસોથી ઉભુ કરેલુ સામ્રાજ્ય ખાખ થઇ જશે.
તારે જાણવું છે મારી તૈયારી શું છે ? હું કેમ આટલી… પછી અટકી ગયો. ફરીથી કહ્યું "રીતીકાની સામે આંખ પણ માંડી છે ને તો બેય તારાં આ તગતગતાં ડોળાં બહાર કાઢી નાંખીશ એટલે મર્યાદામાં રહેજો હું તારો પ્રવાર કે મોહીતાને નથી વધુ પડતાં આત્મવિશ્વાસમાં રહ્યો અને કાંઇ ભૂલ કરી તો તારાં બાર વાગી જશે.
ડમરૂનાથ થોડો ખમચાયો.. એ વિચારમાં પડી ગયો કે આની આટલી હિંમત ? કંઇક તો એનો પ્લાન જરૂર છે કે જેથી એ મને આટલાં સાહસથી દબડાવી રહ્યો છે. કંઇક કરવું પડશે પછી એણે કહ્યું "આટલાં વરસોની મારી મહેનત પછી હું આટલે પહોંચ્યો છું તમને બોલાવી ધમકાવી શકું તો મારો પાવર કેટલો હશે તને એની કલ્પના છે ?
સુરજીત ખડખડાટ હસી પડ્યો અને કહ્યું "એય બાવા જડીબુટ્ટીનાં દલાલ. તું તો તારાં સામ્રાજ્યમાં અમને બોલાવી ધમકાવે છે પણ એતો વિચાર કે તારાં સામ્રાજ્યમાં આવી તારાં ખબર જોયાં પછી પણ હું તને ચેલેન્જ આપી રહ્યો છું મારાં પડકારને એમજ ના ગણી લઇશ મારી કેવી તૈયારીઓ હશે એની તને કલ્પના છે ? એટલે ધમકીઓ આપ્યાં વિનાં સીધી લીટીમાં વાત કર અમે તારાંથી ડરતાં નથી.
ડમરૂનાથ ખૂબ ગીન્નાયો અને રીતીકા, સૌરભ અને ઘોષ સામે જોઇ બોલ્યો. તમે લોકો આનાં લીધે ફસાશો પીડાશો અને પસ્તાસો.. હું કોઇને નહીં છોડુ... તમારું નસીબ તમે જાણો આને સમજાવો કે હું કહુ એમ કરે નહીંતર અહીંથી કોઇ જીવતું પાછુ નહીં જાય એની ગેરન્ટી આપુ છું હું તમને લોકોને સમય આપુ છું પછી હું મારાં છેલ્લાં એક્શનમાં આવી જઇશ એમ બોલીને બહાર જતો રહ્યો.
ઘોષ અને સૌરભતો બોલવાનું નથી એવી સુરજીતની સૂચના પ્રમાણે બોલ્યાં નહીં પણ ઘોષ ખૂબ ડરી ગયેલાં એમણે કહ્યું "અરે સુરજીતબાબુ તમે શું કરો છો ? કેમ આટલી હિંમત કરો છો ? આપણે બધાં જીવથી જઇશુ અને આ મેડમનો તો વિચાર કરો. સ્ત્રી માણસ છે એને આ લોકો ઉઠાવી.. શું શું કરશે તમને ખબર નથી પડતી ? તમારી જવાબદારી છે એમને બચાવવાની. બાવા સાથે સમાધાન કરી કોઇ યુક્તિ કરીને અહીંથી એકલા, નીકળી જઇએ પછી વિચારીશું "જાન બચી લાખો પાયે એ કહેવી નથી યાદ આવતી ?
સુરજીતે રીતીકાની સામે જોયું. રીતીકાની આંખમાં સુરજીત માટે સમર્પણ હતું એણે કહ્યું "મને રોય બાબુ પર પૂરો વિશ્વાસ છે એ કહે એજ કરીશું. આપણે... અને...
વધુ આવતા અંકે ------ પ્રકરણ-61