લવ બ્લડ
પ્રકરણ-59
SIT ચીફ સિધ્ધાર્થે સેટેલાઇટ ફોન ચાલુ કર્યો અને જીપમાં અંદર જઇને બેંગાલ પુલીસની ખાસ ટુકડીનો સંપર્ક કરીને અહીંની પરિસ્થિતિ જણાવીને કહ્યું "સર અમે બાવાનાં આશ્રમ સુધી પહોંચી ગયાં છીએ થોડાક દૂર યોગ્ય સમયની રાહ જોઇ રહ્યાં છીએ આજે કોઇ પણ હિસાબે બાવાને પકડવો છે. બીજાં પણ ઘણાં પરીબળો કામ કરી રહ્યાં છે ખાસ તો સીલીગુડીનાં ટી મર્ચન્ટસ અંદર આશ્રમમાં છે તમારી ટુકડીઓ પણ અહીં આવવા રવાના કરો જેટલી ઝડપથી અહીં આવી જાય એવો બંદોબસ્ત કરો અને સામેથી ડેન નો જવાબ આવ્યો સિધ્ધાર્થ આશ્વસ્ત થયો.
*********
ડમરુનાથે પ્રવારને અંદર આવવા ના દીધો પણ પ્રવારે પોતાની બુધ્ધી દોડાવીને જાતેજ નિર્ણય લીધો અને બોઇદાને સૂચના આપી દીધી એણે કહ્યું તારાં માણસને કહી દે એક્શનમાં આવી જાય અને કરેલો પ્લાન પ્રમાણે એને કોઇ રીતે પટાવીને અહીં લઇને આવવા નીકળી જાય.
પ્રવારનાં સંદેશ પ્રમાણે સીલીગુડીમાં પેલો એક્શનમાં આવી ગયો અને એણે એનું કાર્ય આરંભ કરી દીધું.
****************
સુજોયે રીપ્તાને કહ્યું "આશ્રમમાં કંઇક જુદુ છે અને બહાર ઘણી ચહલ પહલ દેખાય છે લાગે છે બાવાને ગંધ આવી ગઇ છે એણે માણસો સજ્જ કર્યા લાગે છે સુજોયે તરતજ સિધ્ધાર્થનો સંપર્ક કરી કહ્યું "સર અહીં આશ્રમની આસપાસ માણસોની ચહલપહલ છે બધાં હથીયારધારી જણાય છે આપણે કેવી રીતે ક્યારે એકશનમાં આવવું છે ?
સિધ્ધાર્થે કહ્યું "હું કહું નહીં ત્યાં સુધી કોઇજ સાહસ ના કરશો મેં બેંગાલ પુલીસની ખાસ ટીમને ફોન કરીને ટુકડીઓ અહીં મોકલવા કહી દીધુ છે એ લોકો નીકળી પણ ગયાં હશે.
સુજોયેએ કહ્યું "ઓકે તો તો એ લોકો પણ આવી જ પહોચશે. કોઇ ચિંતાની વાત નથી. સુજોયે રીપ્તાને કહ્યું તારાં બંન્ને મિત્ર એમની જગ્યાએજ દેખાય છે ને ?
રીપ્તાએ એ તરફ જોઇને ચિંતામાં આવી કહ્યું અંકલ એ લોકો એમની જગ્યાએ નથી ત્યાં અંધારુ છે કોઇ દેખાતું નથી.
સુજોયે ચિતામાં પડ્યો એણે રીપ્તાને ત્યાંજ બેસી રહવા જણાવ્યુ અને ઉભા થઇ દેબુ અને નુપુર હતાં એ જગ્યાએ જવા માટે આગળ વધ્યો ત્યાં દેબુને નુપુરને જોયાં થોડી હાંશ થઇ અને આવાજ કરીને એ લોકનું ધ્યાન દોર્યુ અને જોવા કોશીષ કરી પણ અંધારાને કારણ કંઇ દેખાતુ નહોતું પણ ત્યાં એ લોકો છે એવો ભાસ થયો એટલે પાછો વળી ગયો.
રીપ્તાએ કહ્યું "શું થયુ અંકલ છે ને એ લોકો ? તમારે એ લોકોને જુદા નહોતાં મોકલવાના કોઇ મૂસીબતમાં ફસાઇ જશે તો શું થશે ? સુજોયે કહ્યું બધાં સાથે રહેવાય એવુ નહોતું એટલે એમને એ ટારગેટ પર રાખ્યાં જેથી ત્યાંથી કંઇ થાય તો ખ્યાલ આવે પણ ચિંતા ના કર હું છેક ત્યાં જઇને આવુ છું તું અહીંથી ખસતી નહીં તારુ હશિયાર હાથમાંજ રાખ એમ કહીને સુજોય દેબુ અને નુપુર હતાં એ તરફ ગયો.
થોડેક દૂર નુપુર અને દેબુ ઝાડની પાછળ બેઠેલો હતાં. દેબુ પાણી પી રહેલો સુજોયને જોઇને કહ્યું. "અંકલ તમે અહીંયા ? સુજોયે કહ્યું તમે લોકો દેખાતાં નહોતાં એટલે તપાસ કરવા આવ્યો છું.. દેબુએ કહ્યું પણ રીપ્તા એકલી છે ત્યાં ?
સુજોયે કહ્યું "હુ તરત પાછો જ જઊં છું તમે લોકો ચોકન્ન રહેજો ચહલપહલ આશ્રમની બહાર છે એટલે કહેવા આવ્યો પછી આગળ વધવાનુ હશે ત્યારે હું ટોર્ચનો પ્રકાશ મારીશ એટલો આગળ વધજો પછી ત્યાંનો બધાં સાથેજ થઇ જવાનાં છીએ એમ કહીને સુજોય પાછો વળી ગયો.
નુપુરે કહ્યું "દેબુ તારાં પાપા મળી જાય એટલે બસ તરતજ તારી મોમને સંદેશ આપી દેવાય.
દેબુએ કહ્યું "હું ચાન્સ જોઇનેજ બેઠો છું અંકલ કહે એટલે એક્શનમાં આવી જઇશું.
નુપુરને કહ્યું તને સેટેલાઇટ ફોન આવ્યો છે તો એનો ઉપયોગ કરને મોમનો સંપર્ક થાય તો જણાવી દેને કે અમે આશ્રમ પહોચી ગયાં છીએ પાપાનો સંપર્ક થાય તરતજ જણાવીશુ એટલે એમને ધરપત થાય એ ખૂબજ ચિંતામાં હશે.
દેબુ નુપુરની સામે જોઇ રહ્યો અને પછી સુજોયે આપણે સેટેલાઇટ ફોન ચાલુ કર્યો અને....
*******
ડમરૂનાથે કહ્યું "સુરજીતબાબુ આ મીટીંગ ખાસ કારણથી બોલાવી છે અને તમને લોકોને આમંત્રણ આપી તમારી સરભરા કરવી હતી તમારી સાથે મિત્રતા કરવી હતી એમાં આપણાં બંન્નેનો ફાયદો છે.
સુરજીતે કહ્યું "જરા સ્પષ્ટ ખુલ્લી વાત કરો તો સમજ પડે. અમારો તો ધંધો ચાલેજ છે એમાં અમને શું ફાયદો ? તમારી મહેમાનગતિ અને આશ્રમની ભવ્યતા જોઇને આમતો ધાર્યુ સમજાઇ ગયુ છે તમારી શું વાત છે એ સ્પષ્ટ કરો.
ડમરુનાથનાં ડોળા મોટાં થઇ ગયાં એણે બોટલ બાજુમાં મૂકીને કહ્યું "રોયબાબુ મારી સ્પષ્ટવાત છે જે ઘોષબાબુને અહીં આવતા પહેલાં જણાવીજ હતી કે મારે તમારી સીલીગુડીમાં પ્રવેશ કરવો છે મારે ચા ના બગીચાની માલિકી અને તમારી લોકો સાથે ભાગીદારી કરીને ચા ની સ્પેશીયલ બ્રાન્ડ બનાવી છે જે ચા માં જડીબુટ્ટીઓનું મિશ્રણ થાય છે ખાસ ચા બનાવી શકાય અત્યારે એનું જબરજસ્ત માર્કેટ મળી શકે એમ છે.
રોયબાબુ તમારાં શેઠનાં ઘણાં બગીચા છે અને આ મેડમનાં તો એનાંથી પણ વધારે છે. મને એમાં ભાગીદાર બનાવો તમે કહો એટલાં રોકડા આપવા તૈયાર છું અને રોકડા તૈયારજ છે. મારે અમુક બગીચા ખરીદવા છે.
સુરજીતે કહ્યું "પણ અત્યારે કોઇ વેચવાનાં નથી અને શેઠ હમણાં પરદેશ છે અને મેડમનાં બગીચા સારો ધંધો કરી રહ્યાં છે અમારે વેચવાનો કે ભાગીદારીનો કોઇ વિચાર નથી.
હવે બાવો બગડ્યો એણે કહ્યું "જુઓ રોય બાબુ હું સમજાવટથી કામ કરવામાં માનુ છું હું તમને હાલ તમે કહો એટલાં રોકડા આપવા તૈયાર છું બીજી તમારી વાસ્તવીક પરિસ્થિતિ એવી છે કે... તમારાં શેઠ બિમાર છે એ કદી સાજા થવાના નથી છેલ્લા સ્ટેજનું કેન્સર છે પરદેશમાં પડ્યા છે એમને હવે ક્યા આટલાં બગીચાની જરૂર છે ?
મેડમનાં હસબન્ડ ગુજરી ગયાં મેડમ એકલાં છે એ ક્યાં પહોચી વળવાનાં ? મને બગીચા અડધા આપી દો અને મને ભાગીદાર બનાવો. હું તમને કરોડોમાં રમતાં કરી દઇશ. બીજી ખાસ વાત કે તમે કહો એટલાં રૂપીયા તમને આપી દઊં.
સુરજીતે કહ્યું "બગીચા મારાં નથી અને શેઠને વેચવા નથી તમે રોકડા આપવાનુ કહી ખરીદવા માંગો છું હું મારાં શેઠનો ખૂબ વફાદાર છું મને પૈસાની કોઇ લાલચ નથી મારી પાસે જે છે એમાં સંતુષ્ટ છું અને વાત રહી મેડમની તો એમની અને અમારી કમ્પની વચ્ચે ટાયઅપ થયુ છે અમે સાથે મળીને બધાં ટી ગાર્ડન્સનો વહીવટ કરીશુ અને કામ કરીશુ. તમને આપીને અમને શું ફાયદો ? શેઠને કે મેડમને પૈસાની ખોટ નથી ધંધો ધમધોકાર ચાલે છે અને આજ અમારી સ્પષ્ટ વાત છે.
ડમરુનાથનો પારો ઊંચો ચઢ્યો પણ અંતિમ પ્રયાસ રૂપે ગમ ખાઇને શાંત થયો અને બોલ્યો "હું કહુ છું એમ મારી ઓફર સ્વીકારી લો એમાંજ તમારું ભલુ છે તમે આટલી સારી ઓફર ફગાવીને જોખમ શા માટે વ્હોરો છો ?
સુરજીતે ઘોષ સામે જોઇને કહ્યું "આ ઘોષે તમને કોઇ પ્રોમીસ કર્યુ છે તો એની પાસેજ માંગો અમે આમાં પડવા નથી માંગતા. તમારી મહેમાનગતીનો આભાર.. તમે પણ સીલીગુડી આવો તમારો સ્વાગત કરીશું.
બાવાએ વાત બદલતાં કહ્યું અરે તમે તો નારાજ થઇ ગયાં ? પણ સુરજીતબાબુ દરેકની એક પહોંચ હોય તમે તમારી લીમીટ ક્રોસ કરી રહ્યાં છો મને ઘોષ બાબુએ કહેલું મીટીંગ કરી લો તમારું કામ થઇ જશે.
સુરજીતે કહ્યું "ધોષ ભલે એસોસીએસનનો પ્રમુખ હોય પણ માલિક નથી એનાં બગીચા ખરીદીલો એને આપવા હોય તો. અમારી મોકાની જગ્યાઓ છે પેઢીઓ ધંધા કરી ખાય તો ખૂટે અમને નથી અમે કાંઇ રસ ધરાવતાં નથી.
બાબાની ધીરજ છૂટી રહી હતી છતાં કીધું અરે અરે શાંત થાઓ લો હવે ડીનર આવશે આપણે થોડીવાર પછી ચર્ચા કરીએ.. પહેલાં સુરા અને જમણને ન્યાય આપો અને રીતીકાની સામે જોઇ રહ્યો.
સુરજીતે કહ્યું "અમે આપવા તૈયાર ના થઇએ તો શું કરશો ? અહીં મહેમાન તરીકે બોલાવીને પછી આમ દબાણ કરવા પાછળ આશ્રય શુ છે ? અને ડમરુનાથ…..
વધુ આવતા અંકે ------ પ્રકરણ-60