27 in Gujarati Anything by Kavin Shah books and stories PDF | 27 - ૨૭ વર્ષ

Featured Books
  • शून्य से शून्य तक - भाग 40

    40== कुछ दिनों बाद दीनानाथ ने देखा कि आशी ऑफ़िस जाकर...

  • दो दिल एक मंजिल

    1. बाल कहानी - गलतीसूर्या नामक बालक अपने माता - पिता के साथ...

  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

Categories
Share

27 - ૨૭ વર્ષ

૨૭ આ ૨૭ વર્ષ એટલે જાણે કોઈ મુવીનો ઇન્ટરવેલ પડ્યો હોય અને હવે આગળ શું થશે ? એની ચિંતા બહુ આકરા લાગે છે,આ ૨૭. હા હવે હું ૨૭નો થઈ જવા આવ્યો છું. એક તરફ ધંધો સેટ કરવાનો એક તરફ પરિવારને કૈક આપવાની ચિંતા,સમાજમાં કૈક કરી બતાવવાની ઈચ્છા. આ ૨૭ વર્ષે હવે લગ્ન નો પણ વખત આવી ગયો છે.બધાને મનમાં એમજ છે. ૨૭ વર્ષે ધંધો કરવો એ બહુ સારી વાત છે અને એ પણ પોતાના પગ પર , પણ હકીકત તો મનેજ ખબર છે. એક બાજુ અત્યાર સુધી કાયમીને માટે ભાણામાં આવેલી નિસફળતા અને હવે આ મારા પ્રયત્નોથી હું સફળતા મેળવી શકીશ કે નહીં ! ઘરે અને સમાજ માં બધાને બહુ જ ખુશી છે. હા જો પેલો કવિન નવી ઓફીસ કરવા જઈ રહ્યો છે. મને પણ ખુશી છે પરંતુ અત્યાર સુધીમાં મને જે મળ્યું છે એ પરથી ક્યાંક ને ક્યાંક મને ડર તો મનોમન લાગે જ છે. હવે હું જો આ વખતે નિષફળ ગયો તો આગળ હવે દરવાજા સમાજના મારા માટે બંધ થઈ જશે જે નામ,જે મારી ઓળખ છે , એ જતી રહેશે અને આ બધા વચ્ચે હું જેમ દરિયામાં અધવચ્ચે થાકીને માંડ માંડ હિંમત ભેગી કરી કિનારા સુધી પોહચવાના પ્રયત્નો કરતો હોય એવું મને લાગ્યા કરે છે. ખરેખર આ ૨૭ એ તો હવે મને ક્યાંક હૃદયના ખૂણે ડરાવી દીધો છે. ઉંમરના આ પડાવમાં હવે એવું લાગ્યા કરે કે સાલું હવે જો નહીં કરી શક્યા કાઈ તો શું થશે ?
એક બાજુ લગ્નની ચિંતા એક બાજુ ઘરની જવાબદારીઓ લેવાનો ઉત્સાહ બધાને એક સારી લાઈફ આપવાના પ્રયત્નો અને સૌથી વધારે જો ખૂંચતુ હોય તો એ છે. આટલા આટા ફેરા કર્યા પછી શું હવે હું જે ગતિ જે જુસ્સો અને જે ધ્યેય લઈને ચાલુ છું એ પુરા થશે કે નહીં એનો ડર. ખરેખર આ ૨૭ વર્ષનો ઉંમરનો પડાવ એ હવે જેમ જેમ હું મારી ઓફીસ કે પછી કંઈક આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યો છું ત્યારે ખ્યાલ આવે છે આગળ હજી મારે ઘણું બધું કરવાનું છે અને એ પણ સમય સર થશે કે નહીં એની પણ ચિંતા . જીવનમાં ઘણી વખત એવું પણ થાય કે જયારે તમે બધું સારું વિચારી એક આત્મવિશ્વાસ સાથે આગળ જતાં હોઉં ત્યારે તમને તમારી પાછળની જિંદગીમાં બનેલા બનાવો યાદ આવે કે હા હું આટલી વખત પડ્યો છું હવે જો પડીશ તો ઉભું થવા માટે મને સમય લાગશે અને ઉંમરના આ પડાવમાં હવે એ સમય જ મારી પાસે નથી. કેહવાયને જ્યારે એક સાથે બધા ટાણા ભેગા થાઈને ત્યારે મન જાણતું હોય કે કેટલો ડર હોય. હું હવે આગળ વધવા જઈ રહ્યો છું ત્યારે મને બધું દેખાય છે. કે જો સફળ થયો તો આમ કરીશ મારી જીવનસાથી હશે એને હું એક શ્રેષ્ઠ જીવન આપીશ મારા પરિવારને ઊંચો લાવીસ ,પણ જો હું હવે નીચે પડ્યો તો આ પછડાટ મારાથી કદાચ સહન નહીં થાય. ૨૭ મને હવે બહુ ખૂંચે છે . આ ૨૭ દરેકના જીવનમાં કૈક નવો વળાંક લાવે છે. આજે હું મારી વાત મારી લાગણી મારી ગૂંગળામણ કોઈને કહી શકું એમ નથી ત્યારે હું તમારા સાથે શેર કરી રહ્યો છું. તમે પણ તમારા અનુભવો કહેજો.

-અસ્તુ (તમારા જીવનમાં આવેલા વળાંકો ચોક્કસ લખજો અને મને અચૂક મોકલજો એવી મારી આશા અને વિનંતી છે.)