Mission 5 - 10 in Gujarati Science-Fiction by Jay Dharaiya books and stories PDF | મિશન 5 - 10

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

મિશન 5 - 10

ભાગ 10 શરૂ

તો ચાલો હવે નીકળીએ પાછા પૃથ્વી ઉપર બધા તૈયાર રહો" કહીને જેકે સ્પેસ્ક્રાફ્ટને ચાલુ કર્યું પણ સ્પેસ્ક્રાફ્ટ શરૂ થતાં જ પાછું બંધ થઈ ગયું. જેકે બીજીવાર કોશિશ કરી પણ આ વખતે સ્પેસ્ક્રાફ્ટ બંધ થતાની સાથે જ આખા સ્પેસ્ક્રાફ્ટમાં લાલા કલરની રેડ એલર્ટ ની લાઈટ થવા લાગી. જે સ્પેસ્ક્રાફ્ટમાં કોઈ મોટી ખરાબીનો નિર્દેશ કરતું હતું. 

"આ વળી કઈ મુસીબત આવી ગઈ આપણાં સ્પેસ્ક્રાફ્ટમાં?"

"અરે તું ઉભો રહે જેક લાવ મને જોવા દે સ્પેસ્ક્રાફ્ટનું લેવલ તો બરાબર છે ને?"

"ના સ્પેસ્ક્રાફ્ટનું લેવલ તો બરાબર જ છે કારણ કે એ બધું તો અહીંયા આ ગ્રહ ઉપર લેન્ડ કર્યા પછી મેં જ ચેક કરેલું હતું એટલે સમસ્યા કંઈક બીજી જ છે" રોહન ગભરાઈને બોલ્યો. 

"અરે સમસ્યા મળી ગઈ છે હવે તેનું સમાધાન ગોતવાનું છે" જેક સ્પેસ્ક્રાફ્ટના ફ્યુલ મીટરને જોતા બોલ્યો. 

"શું સમસ્યા છે જેક?"

"રોહન ફ્યુલ નથી આપણા સ્પેસ્ક્રાફ્ટમાં બસ આ ફ્યુલનો બંદોબસ્ત કરવો પડશે"

"હા જેક તો આપણે એક કામ કરીએ ને અહીંયા આસપાસના સ્પેસ સ્ટેશનમાં માહિતી આપી દઈએ કે આપણા સ્પેસ્ક્રાફ્ટનું ફ્યુલ ખાલી થઈ ગયું છે તો તે લોકો ચોક્કસ આપણી મદદ કરી શકશે"

"હા રોહન તારી વાત બિલકુલ સાચી છે પણ આપણે તે લોકો સાથે કેવી રીતે કોન્ટેકટ કરી શકીશું કારણ કે આપણું સેટેલાઇટ ડિવાઇસ પણ સરખેથી કામ નથી કરતું. "

"મારી પાસે એક આઈડિયા છે જેક. ભેલેને આપણું સેટેલાઇટ ડિવાઇસ કામ ના કરતું હોય પણ સ્પેસ્ક્રાફ્ટમાંથી આપણે એક સિગ્નલ તો સ્પેસ સ્ટેશન સુધી મોકલી જ શકીએ ને!"

 

"અરે વાહ ઝોયા શું વાત છે. ચાલ તો આપણે એજ કરી નાખીએ"

 

"હા આતો સૌપ્રથમ તો આપણે અહીંયા આસપાસના સ્પેસ સ્ટેશનને સર્ચ કરવું પડશે જે સ્પેસ્ક્રાફ્ટ દ્વારા જ આપણે કરી શકીશું"

 

"હા તો ઝોયા જલ્દીથી આ કામ ઓટાવીએ એટલે પૃથ્વી પર તો જઇ શકાય"

 

"અરે જેક જરૂર જો અહીંયા નજીકમાં એક રશિયન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આવેલું છે. ત્યાં આપણે વોઇસ મેસેજ દ્વારા જ વાત કરવી પડશે. "

 

"વોઇસ મેસેજમાં શું કહે છે?" રીકે ઝોયાને પૂછ્યું. 

 

"અરે હજુ તો મેં તેમણે પૂછ્યું છે તેમના સ્પેસ સ્ટેશનમાંથી જવાબ આવતો જ હશે. અરે આ લો જ્વાબ આવી ગયો અને તે લોકો પાસે પૂરતા પ્રમાણમાં ફ્યુલ છે. "

 

"અરે વાહ તો ઝોયા આપણે કોની રાહ જોઈએ છીએ ચાલો સ્પેસ સ્ટેશન ફ્યુલ પુરાવવા"

 

"પણ આપણા સ્પેસ્ક્રાફ્ટમાં કયા ફ્યુલ છે?" રોહને કહ્યું. 

 

"સ્પેસ્ક્રાફ્ટની સુંદર એક ઇમરજન્સી ફ્યુલ ટેન્ક પણ હોય છે જે આપણા સ્પેસ્ક્રાફ્ટને પૃથ્વી ઉપર લઈ જવામાં મદદ કરે છે એટલે જો એ ટેન્કને એક્ટિવેટ કરીને આપણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી પહોંચી શકીએ છીએ. "

 

"ગ્રેટ આઈડિયા તો ચાલોને આપણે એ એક્ટિવેટ કરી લઈએ" રીકે કહ્યું. 

 

"રિક આમાં એક ખતરો એ છે કે ઇમરજન્સી ફ્યુલ ટેન્ક ઓન કર્યા બાદ આપણે જલ્દીથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર આપણું સ્પેસ્ક્રાફ્ટ ડોક કરી દેવું પડશે કારણ કે જો એવું ના થયું તો આ સ્પેસક્રાફટ વરચે જ રેડિયેશનથી ફાટી જવાની સંભાવના છે"

 

"જેક આ સાંભળીને ડર તો ખૂબ જ લાગે છે પણ હવે આપણી પાસે આ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી એટલે અહીંયા એમનમ જ મરી જવા કરતા આ આઈડિયા પર કામ કરવું સારું" રોહને જેકને કહ્યું. 

 

"હા તો આ ઇમરજન્સી ફ્યુલ ટેન્ક એક્ટિવેટ કરી દીધી છે હવે આપણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી ઉડાન ભરવા માટે તૈયાર છીએ" જેકે સ્પેસ્ક્રાફ્ટ સ્ટાર્ટ કર્યું અને તેઓ થોડાક સમયમાં જ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પાસે પહોંચી ગયા. 

 

સ્પેસ સ્ટેશનનો નજરો એકદમ અદભૂત હતો. એક ફૂટબોલના મેદાન જેટલું મોટું આ સ્પેસ સ્ટેશન લાગતું હતું. ત્યાં સામે જ સ્પેસ્ક્રાફ્ટ ડોક કરવા માટેનું ખાનું પણ હતું. 

 

"હવે આ ડોક એરિયામાં જલ્દી આપણું સ્પેસ્ક્રાફ્ટ ડોક થઈ જાય પછી આપણે સ્પેસ્ક્રાફ્ટની બહાર નીકળી શકીશું" જેક બોલ્યો. 

 

"અરે આપણા સ્પેસ્ક્રાફ્ટનું ફ્યુલ એકદમ ફૂલ થઈ ગયું છે તો ચાલો હવે બહારનો અંતરોક્ષનો નજારો છેલ્લીવાર જોઈ લઈએ" કહીને જેક, રોહન, રિક અને ઝોયા ચારેય સ્પેસ્ક્રાફ્ટની બહાર નીકળ્યા. બહારનો નજારો એકદમ સુંદર હતો. ગરમ ધાતુ જેવું વાસ અહીંયા પણ આવી રહી હતી પણ જેક અને તેના ટિમ મેમ્બર્સ તો અંતરીક્ષનો રમણીય નજારો માણતા હતા. આજુબાજુમાં સાવ અંધારું હતું અને ગ્રેવીટીનું નામોનિશાન અંતરિક્ષમાં ન હોવાથી તેઓ આસાનીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇ શકતા હતા. થોડીકવાર અંતરીક્ષનો નજારો માણ્યા બાદ જેક અને તેના ટિમ મેમ્બર્સ પાછા સ્પેસ્ક્રાફ્ટમાં બેસી ગયા. અને પૃતુવી તરફ જવા લાગ્યા. થોડાક સમયની અંદર તેઓ ફરીથી તેઓ પૃથ્વી ઉપર આવ્યા. 

 

"અરે મને મારી આંખો ઉપર વિશ્વાસ નથી થતો કે આપણે લોકો પૃથ્વી ઉપર આવી ગયા છીએ"

 

"અરે રોહન આપણે વિશ્વાસ કરવો પડશે કોઈએ સાચું જ કહ્યું છે એક આશાનું કિરણ રાખવું જરૂરી છે આપણાં પૃથ્વી ઉપર આવવાનો ચાન્સ માત્ર એક થી બે ટકા જ હતો પણ આપણે સહી સલામત આવી ગયા તેનાથી મોટી ખુશીની વાત શું હોઈ શકે!" જેક ખુશ થઈને ઉત્સાહપૂર્વક બોલ્યો. 

 

બીજી બાજુ મિસ્ટર ડેઝીની ખુશીનો પણ પર નહોતો રહ્યો કારણ કે જેક અને ટિમ મેમ્બર્સ પોતાના આ મિશનને સફળતાપૂર્વક પૂર્ણ કરીને આવ્યા હતા. આ વાતની જાણ મિસ્ટર સ્ટીવ અને ડોલ્ફની સાથે કામ કરતા લોકોને ખબર પડતાં તેઓ બધા ઉભા થઈને મિસ્ટર ડેઝી અને તેમની બહાદૂર ટિમ માટે તાળીઓ પાડવા લાગ્યા. હજુ મિસ્ટર ડેઝી નિકિતા ત્યાં ગૂમ થયેલ છે તે વાતથી એકદમ અજાણ હતા. અને બીજી બાજુ સ્પેસક્રાફટ નીચે આવ્યું હોવાથી જેક, રોહન, રિક અને ઝોયા સ્પેસ્ક્રાફ્ટમાંથી નીચે ઉતર્યા. અને મેડિકલ ચેક અપ માટે ગયા. 

 

"બધા એકદમ ફિટ સને ફાઈન છો હા થોડાક દિવસ તમને અહીંયા કમજોરી ફિલ થશે, ચક્કર આવશે પણ થોડાક દિવસમાં એ બધું દૂર થઈ જશે અને વેલ ડન ચેમ્પિયન્સ. મિશન સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ તમને બધાને દિલથી શુભેચ્છાઓ. " ડોકટરે બધા ટિમ મેમ્બર્સને કહ્યું. 

 

"તમારો દિલથી આભાર ડોકટર" આટલું કહીને જેક લોકો બહાર જતા જ હોય છે ત્યાં મિસ્ટર ડેઝી તેમણે મળવા આવ્યા. 

 

"અરે વેલ ડન.. વેલ ડન.. મને ભરોસો હતો કે તમે આ મિશન સફળતાપૂર્વક પર કરીને જરૂરથી આવશો પણ નિકિતા કસેય નથી દેખાતી શું એ ઘરે જતી રહી કે?" મિસ્ટર ડેઝીએ જેકને પૂછ્યું. 

 

"અરે આ મિશનમાં આપણે નિકિતાનું બલિદાન આપવું પડ્યું" જેક ઉદાસ થઈને બોલ્યો. 

 

"અરે બલિદાન આપવું પડ્યું મતલબ શું થયું હતું?સ્પેસ્ક્રાફ્ટમાં કોઈ વાંધો હતો?સ્પેસસુઇટમાં કોઈ વાંધો હતો?શું મુખ્ય પ્રોબ્લેમ શું હતો કે તમે તેણે અહીંયા પાછી ન લાવી શક્યા?" મિસ્ટર ડેઝીએ જેકને સવાલ કર્યો. 

 

"એમાં થયું એવું કે એ ગ્રહ ઉપર એકકોશિય જીવ રહે છે મતલબ કે ત્યાં માનવજીવન શક્ય બીજી શકે છે"

 

"અરે શું વાત કરે છે જેક આગળ કહે પછી શું થયું" મિસ્ટર ડેઝીએ જેકને પૂછ્યું. 

 

"બસ પછી થયું એમાં એવું કે નિકિતા એ ગ્રહ ઉપરના બધા સેમ્પલ લેતી હતી ત્યાં તો એક ચમકદાર જીવ આવ્યું અને નિકિતાને ઉઠાવીને લઈ ગયું"

 

"પણ તમે નિકિતાને ગોતવાની કોશિશ ના કરી"

 

"મિસ્ટર ડેઝી અમે એક કોશિશ નહિ હજારો કોશિશ કરી નિકિતાને ગોતવાની પણ એ અંજાન ગ્રહ ઉપર અમારે તેણે કયા ગોતવી અને ઉપરથી તે ગ્રહ આખો જાત-જાતના રેડિયેશનથી ભરપૂર હતો. જેથી અમે નિકિતાને ગુમાવી બેઠા. "

 

"જેક હું આ વાત બદલ ખુબ જ દુખ અનુભવું છું હું તારા દુખને સમજી શકું છું" મિસ્ટર ડેઝી ઉદાસ થઈને જેકને આશ્વાસન આપતા બોલ્યા. 

એટલામાં ઝોયા ચૂપચાપ બેઠી હતી અને થોડીકવારમાં જ તેના નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું અને ઝોયા ત્યાં જ બેડ ઉપર બેહોંશ થઈ ગઈ. આ જોઈને મિસ્ટર ડેઝી, જેક અને ત્યાં હાજર તમામ લોકો ખૂબ જ ગભરાઈ ગયા. 

 

મિશન 5 - ભાગ 10 પૂર્ણ

 

ઝોયાને શું થયું હશે?શું ઝોયા જીવી શકશે?શું ઝોયાને 55 કેન્ક્રી ઇ ગ્રહનું કોઈ રેડિયેશન લાગ્યું છે?શું ઝોયાને મિસ્ટર ડેઝી બચાવી શકશે?

 

આ બધા સવાલોના જવાબો જાણવા વાંચતા રહો મિશન 5. 

 

વાંચકમિત્રો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી પ્રતિભાવ જરૂર આપજો.