Spouse .... - 9 in Gujarati Fiction Stories by DOLI MODI..URJA books and stories PDF | જીવનસાથી.... - 9

Featured Books
Categories
Share

જીવનસાથી.... - 9

ભાગ 9



આજ ચાર ચકલીઓ ચીં ચીં કરતી બગીચાની સાથે સાથે મુકતમને ખુલીને વાતો કરી રહી હતી હવે આગળ...

સહેલીઓની વાતોનો આજ જાણે સુનામી ઉભરાયો હતો, વાતો તો પૂરી થવાનું નામ જ નહોતી લેતી. સીમા અને રેખા એના સંકુચિત સ્વભાવ પ્રમાણે ઓછું બોલતી હતી. પરંતુ, સુહાની અને પાયલ તો વસંતની જેમ પુરબહાર ખીલી હતી. એના એક-એક શબ્દો સાથે એની વાતચીતમાં કરાતા હાથ અને આંખોના નખરા સીમા એના મગજમાં ધ્યાનથી નોંધતી હતી. એને મનમાં જ પોતે એ બધું કરશે તો કેવું લાગશે ? પોતે એ કરી શકશે કે કેમ?? આવા હાવભાવને બધી ક્રિયાને પ્રતિક્રિયાના વિચારમાં જ ખોવાયેલી હતી.

સુહાનીએ હાથની ચપટી વગાડતાં સીમાને કહયું,
"ઓ મેડમ!, કયાં સપનાંમા ખોવાઈ ગયાં ??"

"અરે ! કંઈ નહી તમારાં બધાંની વાતો સાંભળું છું. "

"અહીં વાતો સાંભળવા નહી,વાતો કરવા ભેગા થયા છીએ આપણે." સુહાની અને પાયલ એકી સાથે બોલી પડયાં અને ચારેય ફરી હસવા લાગ્યા.

"સારું ! શું બોલું તુ જ કે,"સીમાએ અત્યારે સુહાની જેવા જ હાથ અને આંખોને નચાવતા કહ્યું.

"સીમા, હવે તારો વારો છે,તારી લાઈફ વિશે બોલ કંઈક.." રેખાએ વચ્ચે જ બોલતાં કહ્યું.

"હું કહીશ એક શરતે, રેખા પછી તમારે બન્ને એ પણ કહેવું પડશે હોં !! તૈયાર છો ને બંને !!"

"હા ,હા,! કેમ નહીં ?? એટલે તો મળ્યા છીયે."

"ડન" કહેતા ચારેયે પોતાની વચ્ચે હાથ લાંબો કરી
એકબીજાની હથેળી ઉપર રાખી ડન એકસાથે બોલી હસવા લાગ્યા.આમ હસતાને વાતો કરતા કરતા ક્યાં સમય પસાર થવા લાગ્યો એ ખબર પણ ન પડી. સીમાએ એની લાઈફમાં બનતા પ્રોબ્લેમની વાત કરી પરંતુ,, રેખા અને પાયલને એમાં વાંકમાં રાજ હોય એવું લાગ્યુ પરંતુ,, એણે સુહાની સામે જોયું. સુહાની પણ સમજી ગઈ- કે રેખા અને પાયલ શું કહેવા માંગે છે. આજ તો દોસ્તી નો અર્થ છે. બોલ્યા વગર ઘણું સમજાઈ જાય છે એટલે એ વાત રેખાને સમજાવવા સુહાનીએ ઈશારો કર્યો.

રેખાએ વાતની શરૂઆત કેમ કરવી એ થોડીવાર વિચાર કર્યો અને પછી બોલી,"સીમા તું એક પત્ની તરીકે પરફેક્ટ છે,ઘર સંભાળે છે, બાળકો સંભાળે છે, ઘરનાં વ્યવહાર, બધું સરસ સંભાળે છે." છતાં,, "રાજનું તારાથી દુર રહેવુ એનું કારણ તારી લાઈફ સ્ટાઈલ ; તારો એક ઘરેલું ગૃહિણી જેવો વ્યવહાર છે, એનું કારણ કંઈક બીજું હોય એવું લાગી રહ્યુ છે. તો એની માટે તું તારી જાતને દોષ નહી આપ. રાજ કયાં કારણથી આવું કરે છે એ કારણ શોધવાની કોશીશ કર !!"

સુહાની એ પણ એ વાતમાં સુર પુરાવતા કહયું; "જો ! સીમા અમે તારા મનમાં શકનુ બીજ નથી નાંખતા પરંતુ ઘણીવાર પરીસ્થિતી જ એવી સર્જાતી હોય છે કે એ સમયે પ્રેક્ટીકલ બની વિચારવું જ જોઈએ."

સીમાના ચહેરા ઉપર થોડી ચિંતાની રેખા દેખાવા લાગી, એ જોતા જ પાયલે વાતાવરણને હળવું કરતાં કહયું, "દીદી, ડોન્ટ વરી... આપ તો હિંમતવાળા છો; ચીંતા નહીં કરો બધું ઠીક થઈ જશે, અને આટલી જોરદાર ફ્રેન્ડસ છે સાથે પછી શું ચિંતા કરવાની હોય !!"

સીમાના ચહેરા ઉપર હળવું સ્મિત આવ્યું, પરંતુ મનોમન એને હવે રાજની સાથે પોતાની પણ ચિંતા થવા લાગી હતી. સુહાની સીમાના ચહેરાના ભાવ પારખી ગઈ હતી એટલે એણે સીમાને એક સલાહ આપતાં કહ્યું, "સીમા તું એક કામ કરજે રાજ સુતા હોય ત્યારે એનો ફોન ચેક કરજે અને થોડું થોડું એના વર્તન અને હીલચાલ ઉપર નજર રાખજે એટલે બધું જ સમજાઈ જશે.

"હા, સુહાની, પણ બધું ઠીક તો થઈ જશે ને??"

"સીમા,ડર્યા વગર હિંમતથી કામ લે,બધું બરાબર થઈ
જશે અને થોડું તારે તારાં પતિની પસંદ નાપસંદનો પણ ખ્યાલ રાખવાનો એટલે એ પણ તું ઇચ્છે એવું કરતાં થઈ જશે."
રેખા એ એનો હાથ પોતાના હાથમાં લઈ સમજાવી. સીમાને મનમાં ઘણી રાહત મળી એને જે માર્ગદર્શન જોઈતું હતું એ મળવી મનમાં ધરપત થઈ. હવે રાજને રાજીખુશીથી પોતાની જીંદગીમા પાછો વાળવા તૈયાર થઈ ગઈ.

હવે વાર્તાના નવા મોડ પર ફરી મળીશું..

--------- (ક્રમશઃ) ---------
લેખક :- ✍ Doli modi,
✍ Shital malani,

🙏જય શ્રી કૃષ્ણ 🙏