Jindgi ni aanti ghunti - 24 - last part in Gujarati Fiction Stories by Pinky Patel books and stories PDF | જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-24 - છેલ્લો ભાગ

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

Categories
Share

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-24 - છેલ્લો ભાગ

આગળના ભાગમાં જોયું કે પદમાને શ્રીમંત કરવાનું છે અને તેના માતા-પિતા તેને સ્વીકારવા માંગે છે, હવે આગળ)
પદમા થોડી વાર તો કંઇ બોલી નહી,
શું થયું!
વિચારીને કહું આઈ ..અને તે વિચારમાં પડી ,શું કરું હું !
સાચે જ મારા માતા પિતા મને સ્વીકારવાના હશે કે પછી..
મહેશ હું શું કરું!
તારે જવું હોય તો જા ને તારું પિયર છે અને વ્યાજનું વ્યાજ તો બધાને વ્હાલુ હોય,

તો એકવાર મુંબઈ પિતા જોડે વાત કરી લે,
આટલા વખત પછી શું પિતા મારી સાથે વાત કરશે,
તે આઇને ફોન કરે છે, અને તેના પિતા જોડે વાત કરે છે, તેના પિતા નો અવાજ સાભળતા અશ્રુ ધારા વહે છે..
તેના પિતા ખરેખર તેને સ્વીકારવા કરવાતૈયાર છે ,
મમ્મી સાથે વાત થતા તો એવું લાગ્યું કે જાણે સર્વસ્વ પાછુ મળી ગયું હોય..
તેના ચહેરા ની ખુશી જોઇ હું ખુદ
તેમને સૂરત આવવાનું આમંત્રણ આપ્યુ..

અહીં ગામ જઈને ભાઈ-બહેનોને સગાસંબંધીઓને પણ આમંત્રણ આપ્યુ,
અમારા લગ્ન તો અમે એકલાએ જ કરી લીધા હતા, તેથી આ મોટો પ્રસંગ હતો..
આ પેલેસને ભવ્ય રીતે શણગારવામાં આવ્યો, બધા સગા સંબંધી આવી પહોંચ્યા છે.
મુંબઈથી મમ્મી પપ્પા પણ આવ્યા છે ફક્ત નથી આવ્યા તો મારા બાપુજી !
સુકેતુ ભાઈ આવ્યા છે.
અને રામજી કાકા ને તો અહીં રહેવા માટે બોલાવી લીધા છે તેમના માટે એક મકાન તૈયાર કરાવ્યુ છે.
કુસુમ અને આકાશ તેમની નાની પરી ને લઈને આવ્યા છે, આકાશ ને જોતાં હું ખુશ થઇ ગયો, કેવું ચાલે છે?
તારા જેવુ થોડું હોય તું તો સ્વતંત્ર માલિક..
અને મારે તો સસરા માલિક
હસી પડ્યો ,હું એ હસ્યો..
આજે તો પદમા પેલેસનો ભવ્ય આનંદનો દિવસ છે , જાણે સાક્ષાત ભગવાન પધારવાના હોય, બધા ના ચહેરા પર આનંદ છે.
પણ મારું દિલ અંદરથી કોરી ખાય છે કે બાપુ આવ્યા હોત તો, "એકવાર વિશ્વાસ તુટી જાય છે તે ક્યાં ફરી બંધાય છે"
શ્રીમંત નો પ્રસંગ ખૂબ સુંદર રીતે ઉજવાય છે.
રમેશભાઈને મારા કામમા લાવવાનો પ્રયત્ન કર્યો,
પણ તે બાપુ ના વચન ને બંધાયા છે ખાલી વહેવાર પૂરતા સંબંધ રાખવાના છે.

અમે પદમા ને અમારી સાથે મુંબઈ તેડી જઇએ!
દરેક દીકરીની ઈચ્છા હોય છે તે શ્રીમંત કરીને તેના પિયર જાય. મુંબઈમાં પણ કે રૂપિયાની ખોટ છે ત્યાએ રેલમછેલ છે.
પદમા ની ઇચ્છા હોય તેમ કરો,
શું કરવું છે !
અહીં તમારી સાથે કોણ?
તું મારી ચિંતા ન કરીશ ૩ મહિના ની તો વાત છે,
હું અડધુ મુંબઈની અડધું અહીં રહીશ ત્રણ મહિના વીતી જશે .
પદમા મુંબઈ ચાલી જાય છે, અને હું મારા કામમાં વ્યસ્ત થઈ જાઉં છું .
ત્રણ મહિના વચ્ચે ક્યારે ક્યારે મુંબઈ જઈ આવું છું ,
ડીલેવરી ના દિવસો નજીક છે અને હું મુંબઈ જતો રહ્યો છું ,અને એ સૌભાગ્યનો દિવસ મારા જીવનમાં આવી ગયો હું પિતા બની ગયો,
મારે ત્યાં દીકરાનો જન્મ થયો મારી અને પદમા ની માતા-પિતાની જવાબદારી આવી.
તેના પિતા તો અમારા કરતાં પણ ખુશ હતા તેના નાના-નાની બન્યા.
બધે પેડા વહેચાયા તેનું નામ વીર પાડ્યું

સવા મહિનો થતા હું પદમા ને સૂરત તેડી લાવ્યો.
મે ગામ સમાચાર કહેવડાવ્યા મારા પિતાજી ખુશ થયા.
અમે ગામના મંદિરમાં દર્શન કરવા લઇ ગયા તેમને દૂરથી જ આશિર્વાદ આપ્યા પણ તે મારી સાથે ન બોલ્યાં,
ભાઈ ને કહ્યું બાપુ અમારા ઘરે રહેવા આવે તો સમજાવો પણ ના તે એકના બે ન થયા…
હવે તો એમની ઉંમર થઈ અમારેબાપ દીકરા વચ્ચેઅંતર વધતું ચાલ્યું,
દિવસો વીતવા લાગ્યા પદમા પેલેસ બાળકની કિકિયારી થી ગુંજી ઉઠયું અમે તેને રાજકુમારની જેમ ઉછેરવા લાગ્યા તે મોટો થતો ગયો પદમા તેનો પુરો સમય વિરમાં જતો હતો.
અને મારો કમાવાનો એટલે હું તેને પૈસા આપી શક્યો સંસ્કાર નહીં ..

પદમા ની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી તેને કેન્સર ના રિપોર્ટ આવ્યા.

'હું ભાગી પડ્યો કુદરતે મારી સાથે રમત રમી સુખ આપી અને છીનવી લીધું'

મારા પર બે જવાબદારી આવી પડી વિરની અને પદમાની પદમાં નું મનોબળ મજબૂત હતું તેને બે વર્ષ સુધી કેન્સર સામે લડત આપી.
મેં તેનો સારામાં સારી હોસ્પિટલમાં દવા કરાવી. પણએક દિવસ બધાને અને આ દુનિયા છોડી દીધી..એનો સાથ છુટી ગયો..

વિર દસ વર્ષ નો હતો ..તેના ઉછેર ની જવાબદારી મારી હતી..હું માનસિક તૂટી ગયો હતો
, વિર નેથોડોક સમય મુંબઈ તેના નાના નાની લઇ ગયા.
હું સ્વસ્થ થયો ને વિર ને મારી પાસે પાછો લાવ્યો, પણ તેને મુબઇ વધારે ગમતું..

વીર મોટો થવા લાગ્યો,
અમારા બાપ દીકરા નો સ્વભાવ વિરુદ્ધ હતો, તેને મારી વાત કે હું બિલકુલ ગમતો નહીં,
જાણે તેની મમ્મીને મેં છીનવી લીધી હોય તેવું વર્તન કરતો,
હવે તો તે કોલેજમાં આવી ગયો હતો અને મારી જોડે જ રાખ્યો.
હું તેને સારા સંસ્કાર આપવા માગતો હતો.

' પણ કરેલા કર્મો અહીં જ ભોગવવા પડે છે' તેમ તે હંમેશ માટે મને છોડીને મુંબઈ ચાલ્યો ગયો.
એ દિવસે મને ઘણું દુઃખ થયું હું તેને લેવા મુંબઈ ગયો પણ તેના નાના-નાની પાસે જ રહેવા માગતો હતો ,
પછી ખબર પડી કે આ તેના નાના-નાની ચાલ હતી.
ત્યાં જઇ તેમનો બિઝનેસ સંભાળ્યો .

આજે મને એક વાતનું ભાન થઇ ગયું કે દીકરો ઘર છોડે એટલે કેટલી વેદના થાય છે, આજે મારા બાપુએ મારી સાથે કરેલું વર્તન સમજાયું
જ્યારે પોતાના ઉપર આવે ત્યારે જ સમજાય છે,
મેં જેવું કર્યું તેવું મારા દીકરાએ કર્યુ.
પણ હું તો સપનું લઈને ગયો હતો અને તે...

ઘણી કોશિશ કરી મારી પાસે આવે .. આટલી સાયબી વૈભવ અને આ પદમા પેલેસ અને આજુબાજુના બંગલા શું કરવાનું! એ ગયો અને થોડાક મહિના પછી મારા બાપુનું દેહાંત થયું,
મને ખૂબ દુઃખ થયું ભાઈઓને ફરીથી વિનવણી કરી કે મારી સાથે ચાલો..
પણ તે ન આવ્યા
અને હું આ દુનિયામાં એકલો થઈ ગયો.
હવે તો મુંબઈ પણ જવું ગમતું ન હતું અને અહીં મેં મારી આ દુનિયા મા બાપની છત્રછાયા બનાવી,
તમારા જેવા દીકરા દીકરીઓને અહીં રહેવાનુંસંસ્કાર સાથે જીવનના સારા પાઠ શીખવવાના..
" દીકરાઓ એક વાત તો ચોક્કસ સમજાઈ ગઈ કે પોતાના માતા-પિતાને કદી દુઃખી નહીં કરવા નહિતર આપણે દુઃખી થઈશું જ"

બધા સ્ટુડન્ટની આંખમાં આંસુ હતા અને બધા ત્યાંથી ઊભા થઈ પોતાના કોટેજ તરફ ગયા..

મહેશભાઈ ઉઠી ને ઘરમાં ચાલ્યા ગયા આજે ભૂતકાળ પાછો આંખ સામે તરવરી રહ્યો, પદમા ના ફોટા આગળ ઊભા રહીને મન હળવું કર્યું .
એમના રોજના કામકાજ આટોપી ને સાંજના સમયે તેમના યંગ ગ્રુપ માં જવા નીકળ્યા તેમનું ગ્રુપ ગરીબ અને દુઃખી લોકો ની સેવા કરતુ,
મહેશભાઈ વિચારતા કે આના કરતાં આપણે ગરીબ અને દુઃખી છીએ ,
આપણી આ જિંદગી માં પૈસા હોય તો તે માણસ સુખી હોય તેવું થોડું ભલે બહારથી સુખી દેખાતો હોય પણ અંદરથી તો દુઃખી એ હોય
ભગવાનને એક જ પ્રાર્થના છે કે હે પ્રભુ મારા જીવનના શ્વાસ ખૂટે તે પહેલા મારા પરિવારને તું મને ભેગો કરી આપજે ,
પંદર દિવસ પછી બગીચામાં બેઠા હતા અને અચાનક તેમનો વીર આવતો દેખાયો,
તેમને લાગ્યુ કે આતો ભાસ હશે!
અને ફરીઆંખ બંધ કરી દીધી થોડીકવાર પછી આંખો ખોલી તો તેમનો પોતાનો પરિવાર દેખાયો,
આજે કેમ વર્ષો પછી આ બધા દેખાય છે!

પાછી આંખો બંધ કરી દીધી , વિર આવીને તેમના પગ પાસે બેસી ગયો અને તેમના ખોળામાં માથું મુક્યુ.

મહેશભાઈ અચાનક આંખો ખોલી તો વિર અને તેમનો પરિવાર !

અરે આ ચમત્કાર કઈ રીતે ! એક પુસ્તક હાથ માં લઈ ત્યા સ્ટુડન્ટ હાજર થયા, દાદાઆ તમારી જ કહાની છે અને આ પુસ્તક દ્વારા અહીં સુધી આવ્યા છીએ

હા પપ્પા મને તમારી અસલી જિંદગી કેવી હતી તે તો આ વાંચ્યા પછી જ ખબર પડી,
' મને માફ કરી દો '
મહેશભાઈ થોડી વાર આંખ મીંચી દીધી અને વિચાર આવ્યો,

" એક મિનિટમાં જીવન નથી બદલાતું પરંતુ એક મિનિટ વિચારીને લીધેલા નિર્ણયથી આખું જીવન બદલાઈ જાય છે"

મેં બાપુ નો પ્રેમ ગુમાવ્યો છે, મારા વીરનેમારાથી અળગો નથી કરવો

મારે મારું જિદ્દી પણુ છોડી દેવું પડશે,
નહીં તો આખી જિંદગી પરિવાર વગરનો થઈ જઈશ,
અને ઊભા થઈને ગળે લગાડી દીધો.
પુસ્તક હાથમાં લીધું પેજ ખોલતા જ વાક્ય નજરે પડ્યું

"જિંદગી હંમેશાં આંટીઘૂંટીઓ થી ભરેલી હોય છે કોઈકવાર લીલાછમ વનમાં ફુલ નથી ઉગી શકતાપણ ઉજ્જડ વન માં ઊગી નીકળે છે ફક્ત જરૂર છે તેને સ્નેહથી જળ સિંચવાની"

સમય બદલાય ત્યારે બધું બદલાય છે.
વિર આકાશ ની દિકરી સંધ્યા ને પસંદ કરતો હતો,
વિર અને સંધ્યા ની સગાઇ કરી
થોડાક સમય પછી લગ્નની શરણાઈ ગુંજી ઉઠી..

પદમા પેલેસમાં જિંદગી પણ...

" સમાપ્ત"