See you again - Chapter-19 in Gujarati Fiction Stories by Vijay Khunt Alagari books and stories PDF | ફરી મળીશુ - પ્રકરણ-19

Featured Books
Categories
Share

ફરી મળીશુ - પ્રકરણ-19

· શ્યામ અને રાધિકા મીરાને મળવા પહોચે છે.

રાધિકાને તો નવાઇ જ લાગે છે, પણ શુ કામ? બધુ બરાબર તો છે ને

શ્યામ ઉતાવળમાં સામેથી કઈ પણ જવાબ આવે એ પહેલા જ ફોન કટ કરી નાખે છે, એ વાત કરવાનો સમય જ નથી હુ તને પછી બધુ કહુ હુ ફોન કરૂ એટલે સોસાયટીના ગેટ પર આવી જા.

અચાનક જ યાદ આવે છે ડો કશ્યપ.

ડો કશ્યપને કોલ કરે છે અને વિગત પુછે છે તો કહે છે, હા હું મીરાની જ ટ્રિટમેન્ટ કરવા ગયો હતો અને એ સિરિયસ છે એટલે મારી હોસ્પિટલમાં શિફ્ટ કરી છે. શ્યામ ફોન કટ કરે છે.

શ્યામ ગાડી લઈને નીકળે છે,

વીરને કોલ કરીને કહે છે તુ જલ્દી એરપોર્ટ પહોચીને મુંબઈની ત્રણ ટીકીટ લઈ લે. ઇટ્સ ઇમરજન્સી પ્લીસ.

વીર બીજો કોઇ સવાલ પુછ્યા વગર જ એરપોર્ટ પર બધુ જ તૈયાર રાખે છે. શ્યામ અને રાધિકા ત્યા એરપોર્ટ પહોચે છે. વીર પુછે છે કે શુ થયુ એ તો કે હવે?

રાધિકા પણ વીરને કહે છે, હા વીર મને પણ નથી ખબર શુ થયુ એ ? શ્યામ કઇક તો બોલ શુ થયુ?

બધા પ્લેનમાં બેસે છે. ત્યા સુધી મૌન હતો શ્યામ. ત્યારબાદ શ્યામ મિરાનો પત્ર રાધિકાને આપતા કહે છે, મીરા મને મુંબઇ મળેલી. આ એનો પત્ર વાંચી લે.

રાધિકા અને વીર પત્ર વાંચે છે બન્નેને આઘાત લાગે છે કે આ તે શુ કહેવાય?

શ્યામની આંખો તો આંસુથી ભરેલી જ હોય છે.

મુંબઈ એરપોર્ટ ઉતરતા જ ડો.કશ્યપને અગાઉ વાત થઇ ગઈ હતી એટલે એ એરપોર્ટ પર શ્યામને લેવા ગાડી મોકલે છે. એરપોર્ટથી હોસ્પિટલ પહોચતા સુધીમાં ડ્રાઇવરને ચાર પાંચ વાર કઈ દિધુ ફાસ્ટ ચલાવ જલ્દી ચલાવ.વીર વારંવાર શાંત પાડે છે. શ્યામ હોસ્પિટલ આવતા જ દોડીને ડોક્ટર પાસે પહોચી જાય છે.

ડોક્ટર કહે છે, હવે અંતિમ સમય ચાલી રહ્યો છે તમે જલ્દી ત્યા પહોચો.

શ્યામ દોડતો દોડતો એ રૂમમાં જાય છે. પાછળ રાધિકા અને વીર બન્ને પણ સાથે જ હતા.

મીરાના પપ્પા મમ્મી અંદર હતા અને બીજા સૌ સગાઓ ત્યા બહાર ઉભા હતા. શ્યામ તો સીધો જ અંદર જાય છે. મીરાની હાલત તો હવે એકદમ સ્થિર થઇ ગઇ હતી. હાથમાં અનેક સોય નાખેલી. નળીઓ અને ઓક્સીજનના માસ્ક પહેરાવેલા અને શ્વાસ પણ એકદમ ધીમો થઈ ગયો હતો.

મીરાના પપ્પા પાસે શ્યામ આવીને ઉભો રહ્યો અને આંખોમાંથી આંસુ વહેતા હતા. મીરાના પપ્પા શ્યામના માથે હાથ મુકિને કહે છે, ડોકટરે કહ્યુ કે હવે અંતિમ શ્વાસ ચાલે છે. જાગશે કે નહિ એ કઈ નક્કિ નથી.

શ્યામ કહે છે, ના અંકલ જાગશે જ મીરા માટે તો અહિ આવ્યો છું. મને મળવા જાગશે.

એમ બોલતા બોલતા શ્યામ મીરા પાસે જઈને મીરાના મોં પાસે મોં લઈ જઈ કહે છે, મીરા હુ આવી ગયો. આંખ ખોલ મીરા હુ આવી ગયો છુ.

શ્યામના આંસુનુ એક ટીપુ મીરાના ગાલ પર પડે છે. મીરા મે તને કિધુ હતુ ને ફરી મળીશુ, હુ મળવા આવ્યો છુ.

મીરા ધીરે ધીરે આંખો ખોલે છે, શ્યામ ને જોઇને મીરાના મોં પર સ્માઇલ આવે છે. મીરાના મોં પરથી માસ્ક હટાવી લેવામાં આવે છે.

મીરા શ્યામને પુછે છે, તુ એકલો આવ્યો કે રાધિકાને લાવ્યો?

રાધિકા શ્યામની બાજુમાં આવીને ઉભી રહે છે. મીરા વીરની સામે જોઇને હસતા હસતા કહે છે, જો તો બન્ને બાજુમાં ઉભા હોય તો લાગે ને રાધા કૃષ્ણની જોડી.

રૂમમાં મીરાના મમ્મી પપ્પા અને શ્યામ રાધિકા અને વીર હતા. બધાની આંખોમાં આંસુ હતા.

મીરા કહે, રાધિકા મારો શ્યામ તને આપુ છુ એને સાચવજે એને ખુબ પ્રેમ કરજે. અરે હુ પણ પાગલ જ છુ. શ્યામ તો કાયમ રાધાનો જ છે. મીરા તો માત્ર એની દિવાની હતી.

શ્યામ કહે છે, બસ મીરા હુ તારો જ છુ અને તારો જ રહિશ. મીરા તારી ઉપર ગુસ્સો આવે છે, તે મારી સાથે આટલી મોટી કપટ કરી. સુખ દુઃખમાં સાથ આપવાના સોગંદ લીધા હતા ને તુ દુઃખમાં એકલી ઉપડી ગઈ?

મને માત્ર એકવાર કહ્યુ હોત કે, હુ થોડા વર્ષોની મહેમાન છું તને છ વર્ષમાં આખી જીંદગીનો પ્રેમ આપી દેત. તુ શુ સમજી કે તને બીમારી હતી એટલે શ્યામ તને છોડી દેત.

ના મીરા ના આ તો શ્યામ છે.

તારા ઝેરને પણ અમૃત બનાવી દેત. આ કળીયુગના શ્યામના પ્રેમમાં પણ આ તાકાત છે. તે જોયુ નહિ હોય તારી હથેળીમાં એક આછી પાતળી રેખા મારી પણ હશે જ.

શ્યામ ખુબ રડતો હતો.

મીરા કહે, શ્યામ તુ એકલો મારી વગર ન રહિ શક્તે? મને એ તો વિશ્વાસ હતો કે તે મારા શરીરને નહિ મને પ્રેમ કર્યો છે એટલે તુ મને અપનાવી લેત પણ હુ તને એકલો મુકુ તો મારુ મોત પણ પીડાદાયક અને વ્યથાથી ભરેલુ હોત પણ, શ્યામ હમણા તારી જ યાદ આવતી હતી. આપણે દરીયા કિનારે પાણીમાં પગ બોળતા જે મજાક મસ્તી કરતા એ દ્રશ્ય આજે નજર સમક્ષ આવે. મારો આત્મા ખુશ થાય છે.

શ્યામે મીરાનો હાથ પકડતા રડતા રડતા કહે છે, મીરા તારી આવી વિદાયની કલ્પના પણ નથી કરી શક્તો. એ દિવસે તુ કહેતી હતીને કે પુજારીએ તારા સ્નેહિજનનુ ભવિષ્ય કિધુ હતુ એટલે તુ રડતી હતી પણ મીરાએ ભવિષ્ય તે તારા માથે લઈ લીધુ હોય એવુ લાગે છે.

મીરા કહે જો એવુ જ હોઇ તો પણ હુ ખુશ જ છુ. મારા શ્યામને કઈક આપીને તો જાઉ છુ અને એ પણ મને કઇક આપતો જાય છે.

પણ મીરા આવી લેવડ દેવડ તને કોણે શીખવી? જેમા મને સૌથી વધુ ખોટ જશે. શ્યામે કહ્યુ

મીરા કહે છે, શ્યામ હુ શરીર છોડીને જાઉ છુ. તે મારા આત્માને પ્રેમ કર્યો નહિ કે મારા શરીરને. હુ કાયમ તારી સાથે જ છુ. શ્યામ મને હસતા હસતા વિદાય આપીશ ને ? શ્વાસ ખુટી જાય અને ઇરછાઓ બાકિ રહિ જાય એ મોત છે, પણ ઇરછા ખુટી જાય અને શ્વાસ બાકી રહિ જાય ત્યારે સમજવુ કે કોઇ તારી જેવા પ્રેમીનો સાથ મળ્યો હશે.

મીરાનો શ્વાસ વધતો જ જાય છે.

શ્યામ રડતા રડતા ના ના બોલતો જાય છે.

મીરા અચકાતા અવાજે હસતા હસતા કહે છે, એ મારા શ્યામ મારી આ લટ પર તુ પાગલ હતો. એ મારી આંખમાં આવે છે.એને સરખી તો કરી આપ અને સેન્ડવીચ ન ખવરાવ તો કહિ નહિ પણ પાણી તો આપ.

શ્યામ વાળની લટ સરખી કરે છે.

શ્યામ અને રાધિકા મીરાનો હાથ પકડી ઉભા હતા. શ્વાસ વધતા જાય છે.

મીરા હસતા હસતા કહે છે, શ્યામ મને પાણી તો પીવરાવ. મને અંતિમ વિદાય આપવા શ્યામ આવ્યો છેલોકો એમ કહે કે, અંતિમ વેળાએ ભગવાનનુ નામ લેવુ. શ્યામ શ્યામ એટલે જ બોલુ છુ.

શ્યામની સામે જોઇને કહે છે, શ્યામ આપણે ફરી મળીશુ.

શ્યામ પાણીના બે ઘુંટડા પીવરાવે છે, ત્યા આંખો બંધ થઈ ગઈ. રાધિકા અને શ્યામના હાથની પકડ ઢીલી થઇ.અત્યાર સુધી મીરાએ હાથ પકડ્યા હતા.

શ્વાસ ચાલતો બંધ થઈ ગયો.

પ્રાણ વિહિન મીરાનો દેહ અને હૈયાફાટ શ્યામ અને મીરાના પરિવારજનોનુ રુદન બધુ વાતાવરણને ગમગીન બનાવતુ હતુ.

શ્યામ તો પુતળુ બનીને સ્તબ્ધ ઉભો હતો.

આજે શ્યામને એવું લાગતું હતું કે પોતે પણ નશ્વર થઈ ગયો. તેના શરીરમાં પણ પ્રાણ નથી.

શ્યામને વીર અને રાધિકા શાંત્વના આપે છે.

મીરાની અંતિમવિધી મુંબઈ કરવામાં આવી. શ્યામ મીરા અને વીર અંતિમ વિધી પુરી થઈ. ત્યા સુધી રોકાયા.