પ્રકરણ :- 30
જીયા તો બધાની આગળ એક્સપોસ થઈ ચૂકી હતી. કાળનાથ એ જીયા ને બચાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો પણ તે તેના જ પ્રયાસોમાં નિષ્ફળ રહ્યો હતો. ભૈરવનાથ હવે જાણતો હતો કે જુલી ની આત્મા ને જેની ના શરીરમાંથી કઈ રીતે બહાર લાવવી ! ભૈરવનાથ હવે તેની આગળની વિદ્યા પેલા પૂતળા ઉપર શરૂ કરી દે છે. શીલ હવે પૂરી કોશિશ કરશે કે જુલી તેનાથી અલગ ન થાય. જુલી પણ શીલ થી પીછો છોડાવવા માગતી હતી પણ જુલી ને બહાર લાવવા માટે જુલી ને કોઈક એવી લાલસા આપવી પડશે કે જેનાથી જુલી જેમ બને તેમ જલ્દી થી જલ્દી જેની નું શરીર છોડી દે! ભૈરવનાથ હવે ઊંડા વિચારોમાં પડી જાય છે. ભૈરવનાથ ને યાદ આવે છે કે જુલી પોતાનું સંતાન ગુમાવી બેઠી છે. જેના લીધે તેની માનસિક હાલત ખરાબ થઇ ચૂકી હતી. ભૈરવનાથ જુલી ની આત્મા ને બાળક ની લાલસા આપે તો તરત જ જુલી ની આત્મા જેની નું શરીર છોડી દેશે.
ભૈરવનાથ હવે જુલી ના પૂતળાની બાજુમાં એક નાના બાળક નું પણ પૂતળું બનાવી દે છે. પૂતળા ને કપડા પહેરાવી દે છે. પેલી ધોરી નો થોડો છેડો તે પેલા બાળક ના પૂતળા ને પણ બાંધી દે છે. ભૈરવનાથ પોતાના હાથ હવામાં ઉપર કરી ને જુલી ના મરી ગયેલા સંતાન નું આહવાન કરે છે. જુલી ના બાળક ની આત્મા જ જુલી ની આત્માને જેની નું શરીર છોડવા માટે મજબૂર કરી દેશે! ભૈરવનાથ જેવી જ જુલી ના બાળક નું આહવાન કરે છે કે ચારે બાજુ નાના બાળક નો રડવાનો અવાજ ભૈરવનાથ ની ગુફામાં ચારેબાજુ ગુંજી ઊઠે છે. નાના બાળક નો રડવાનો અવાજ જ હવે જુલી ની આત્માને જેની નું શરીર છોડવા માટે મદદ કરશે. ભૈરવનાથ પોતાની અભિમંત્રિત શક્તિઓનો ઉપયોગ શરૂ કરી દે છે. ભૈરવનાથ જેની ને અભિમંત્રિત કુંડ તરફ લઈ જાય છે.
જેમ જેમ જેની કુંડ તરફ આગળ વધી રહી હોય છે તેમ તેમ શીલ ની આત્મા જેની ને હેરાન કરવામાં લાગી જાય છે. જેની ના શરીરમાં અસહ્ય પીડા ઉત્પન્ન થઈ રહી હોય છે. જેની ચિખો પાડી રહી હોય છે, ભૈરવનાથ નો હાથ છોડાવી ભાગવા માગતી હોય છે પણ તે ભાગી શકતી નથી. ભૈરવનાથ જેની ને પોતાના કુંડ તરફ લઈ જઈને સીધી તેને અભિમંત્રિત કુંડમાં દુબાવી દે છે. જેની નું આખું શરીર પીડા થી મુક્ત થાય છે. હવે જેની ભૈરવનાથની આગળ ની વિદ્યા માટે એકદમ પવિત્ર થઈ ચૂકી હતી.
ભૈરવનાથ જેની ને કુંડમાં સ્નાન કરાવ્યા પછી ફરીવાર પેલા ઘેરા માં બેસાડી દે છે. ફરી એકવાર જુલી ના બાળક નું આહવાન કરે છે અને ફરી એકવાર જુલી ના બાળક ની આત્મા રડવાનું શરૂ કરી દે છે. જુલી ના બાળક ના રડવાના અવાજ થી જેની લોરી ગાવાનું ફરી એકવાર શરૂ કરી દે છે.
“ મેરી ગોલું અબ સો જાયેગી. ચંદા હૈ તું મેરા સૂરજ હૈ તું , ઓ મેરી આંખો કા તારા હૈ તું. ચંદા હૈ તું મેરા સૂરજ હૈ તું , ઓ મેરી આંખો કા તારા હૈ તું. બેટા સૂઈ જાને હવે! “ જુલી
ભૈરવનાથ હવે સમજી ગયો હતો કે જુલી ની આત્મા ફરી એકવાર જેની ના મન ઉપર હાવી થઈ ચૂકી હતી. ભૈરવનાથ પાસે આ જ મોકો હતો કે તે જુલીની આત્માને જેની ના શરીરમાંથી આઝાદ કરી શકે. ભૈરવનાથ હવે પેલા બાળક નું પૂતળું ઉપાડી ને જેની ના હાથમાં આપે છે. ફરી એકવાર પેલા બાળક નું આહવાન કરે છે અને તે બાળક ફરીવાર જોરથી રડવાનું શરૂ કરી દે છે. જેની ના ખોળા માં પડેલ બાળક ના પૂતળા ને જેની પોતાના હાથ માં ઉઠાવી લે છે.
“ મેરી ગોલું અબ સો જાયેગી. ચંદા હૈ તું મેરા સૂરજ હૈ તું , ઓ મેરી આંખો કા તારા હૈ તું. ચંદા હૈ તું મેરા સૂરજ હૈ તું , ઓ મેરી આંખો કા તારા હૈ તું. બેટા સૂઈ જાને હવે! “ જુલી
ભૈરવનાથ પોતાની તરકીબ માં કામયાબ થઈ ચૂક્યો હતો. તે જેની ની આગળ પેલું જુલી નું પૂતળું મૂકી દે છે. બે હાડકાં અને અભિમંત્રિત જળ વડે જુલી નું આહવાન કરે છે. જેની થોડીવાર જુલી તો થોડીવાર હૈવાન શીલ બની રહી હતી. ભૈરવનાથ પાસે એટલી બધી શક્તિઓ હતી કે તે આસાનીથી જુલી ને બહાર આવવા મજબૂર કરી દે એમ હતા. ફરી એકવાર પેલા બાળક ની આત્માનું આહવાન કર્યું અને તે બાળક ની આત્મા જોરોશોરો થી રડવા લાગે છે. બાળકનો રડવાનો અવાજ એટલો કરુણ હતો કે ત્યાં ઉભેલા હેરી ફેરી અને અમથી બા પણ રડી ગયા હતા.
બાળક આત્માનો દર્દનાક રડવાના અવાજ થી જેની ની આંખ માં પણ આંસુ આવી ગયાં. જેવું જ જેની ની આંખ માંથી આંસુ નીચે ટપકવાની તૈયારી માં હતું કે એની પહેલાંજ ભૈરવનાથે જુલી નું પૂતળું આગળ કરી દીધું. જેની ના આંસુ સીધું જ જુલી ના પૂતળા ઉપર પડ્યું અને ભૈરવનાથ પોતાના ઈરાદાઓ માં કામયાબ થઈ ગયો. ભૈરવનાથ એ હવે પોતાની આખરી વિદ્યા કરી અને જુલી ની આત્મા જેની નું શરીર છોડીને પેલા પૂતળા માં આવીને સમાઇ ગઈ. જેની ના શરીરમાં હવે એકલી શીલ ની આત્મા હતી જે તેને ખૂબ પરેશાન કરવાની હતી. જેની ના શરીરમાં હવે ખાલી ભૂરાઈ જ બચી હતી. જુલી ની આત્મા જેવી જ પેલા પૂતળા માં સમાઈ કે તરત જ ભૈરવનાથ એ પેલી બે આત્મઓ જે જુલી ની આત્મા સાથે હતી તેમને જટ થી અલગ કરી ને મુક્તિ આપી દીધી. જુલી ની આત્મા બહાર આવી ગઈ હતી એટલે હવે શીલ ની દુષ્ટ આત્મા ને પણ જેની ના શરીરમાંથી બહાર લાવવી એકદમ આસાન હતી. જુલી ની આત્મા હવે ભૈરવનાથ ના વશમાં હતી જેના લીધે ભૈરવનાથ ના કહ્યા પ્રમાણે તે કરવા માટે પણ તૈયાર હતી. ભૈરવનાથ હવે શીલ ની આત્મા ને બહાર લાવવા માટે એક ભ્રમ જાળ બનાવવાની તૈયારીમાં હતો જેમાં શીલ પોતાની જાતે જ ફસાવવા માટે તૈયાર હતો.
“ શીલ તને મારો લગ્ન પહેલાનો વાયદો યાદ છે ? શીલ આજે હું એ વાયદો પૂરો કરવા માગું છું. “ જુલી ની આત્મા
“ જુલી પણ હું જે માગવા જઈ રહ્યો છું એ તું આપીશ ને મને ?” જેની ના શરીરમાં રહેલી શીલ ની આત્મા
“ શું જોઈએ છે તારે બોલ?” જુલી ની આત્મા
“ તારી બધી શક્તિઓ અને તારો પ્રેમ. “ જેની ના શરીરમાં રહેલી શીલ ની આત્મા
“ ઠીક છે પણ મારી એક શરત છે. જે તારે પૂરી હર હાલમાં કરવી પડશે. તો જ તું મારી શક્તિઓ અને મને પામી શકીશ. “ જુલી ની આત્મા
“ શું શરત છે તારી ? હું અજય અમર બનવા માટે કોઈપણ કરી શકું છું.“ જેની ના શરીરમાં રહેલી શીલ ની આત્મા
“ કંઇ ખાસ કરવાની જરૂર નથી બસ જેની ના શરીરમાંથી બહાર આવી મારી માંગ માં સિંદૂર ભરી ને મારી સાથે ફરી એકવાર લગ્ન કરી ને મને હંમેશાં માટે તારી બનાવી લે. “ જુલી ની આત્મા
“ આ દિવસ માટે તો મે વર્ષો થી રાહ જોઈ છે. જુલી તું સાચે જ આ બધું કરીશ ને ?” જેની ના શરીરમાં રહેલી શીલ ની આત્મા
“ હા શીલ હું તમને મારી બધી શક્તિઓ સોંપી દઈશ અને હંમેશા માટે તમારી બનીને જ જીવીશ. “ જુલી ની આત્મા
જુલી ની આત્મા ની વાત ઉપર શીલ ને હવે વિશ્વાસ થઈ ચૂક્યો હતો. ભૈરવનાથ પણ શિશા નું ધક્કન ખોલી ને તૈયાર હતો. શીલ ની આત્મા જેવું જ જેની નું શરીર છોડી ને બહાર આવી કે તરત જ ભૈરવનાથે શીલ ની આત્મા ને શીશામાં બંધ કરી દીધી. જેની પણ બેહોશ થઈ ચૂકી હતી અને આત્માઓ ની જાળમાંથી પણ હવે જેની આઝાદ હતી. હેરી ફેરી અને અમથી બા પણ હવે ખુશ થઈ ચૂક્યા હતા કે આખરે શીલ અને જુલી ની આત્મા થી જેની નો પીછો છૂટી ગયો હતો.
“ બચ્ચા અબ યે બચ્ચી બિલકુલ ઠીક હૈ. અબ યહ કાલે જાદુ સે ભી આઝાદ હૈ. બચ્ચી જબ હોશ મે આયે તબ વહ અભિમંત્રિત જલ પિલા દેના. વો બિલકુલ ઠીક હો જાયેગી. “ ભૈરવનાથ
“ બાબા અમે તમારો ઉપકાર ક્યારેય પણ નહિ ભૂલીએ. બાબા તમે અમારી દીકરી જેની ને નવું જીવન દાન આપ્યું છે. બાબા અમે તમારો ઉપકાર ક્યારેય પણ નહિ ભૂલીએ. “
હેરી ફેરી અને અમથી બા ભૈરવનાથ તાંત્રિક નો ખુબ જ દિલ થી આભાર માને છે ત્યારે ભૈરવનાથ થોડું હશે છે.
“ બચ્ચા મે તો ઉપરવાલે કા નેક બંદા હું ઔર મેરા કામ હૈ આપ જૈસે લોગો કી મદદ કરના. બચ્ચા તુમ લોગ ઈશ્વર કા ઉપકાર માનો કી મે આજ કામયાબ હુઆ ઇસ બચ્ચી કી મદદ મે. સબ ઉપર વાલે કી મરજી હૈ મે તો સિર્ફ એક જરિયા હું. “ ભૈરવનાથ
ભૈરવનાથ ની વાત હેરી ફેરી અને અમથી બા ના હ્રદય ને અડી ગઈ હતી. થોડા સમય પછી જેની ને હોશ આવે છે. જેની ને હોશ આવતાં જ તે ગુફા જોઇને થોડી ગભરાઈ જાય છે. પણ પછી તેની નજર પોતાના માતા પિતા હેરી ફેરી ઉપર પડે છે અને તે થોડું સ્મિત કરે છે. જેની ને હોશ માં આવેલી જોઈ હેરી , ફેરી , અમથી બા અને ભૈરવનાથ ના ચહેરા ઉપર પણ ખુશી આવી જાય છે. ભૈરવનાથ અભિમંત્રિત કુંડ પાસે જઈને અભિમંત્રિત જળ લાવી ને જેની ને પીવડાવે છે. જેની જેવું જ આ જળ પીવે છે કે તરત જ જેની પોતાની બધી પીડાઓ માંથી મુક્ત થઈ જાય છે.
“ બચ્ચા તુમ અબ પરેશાન મત હોના! સબ અબ ઠીક હૈ. વો દુષ્ટ બચ્ચી ભી અબ કૂચ નહિ કર પાયેગી. મેરી ગુફાને ઉસકી સારી ભૂરી શક્તિયા છીન લી હૈ. અબ ઇસ બચ્ચી કો ઘર લે જાઓ ઔર ઉસકો ભરપેટ ખાના ખીલાઓ. કલ મે તુમ્હારે ઘર આઉંગા ઔર પુરે ઘર કો પવિત્ર કર દુંગા. ઔર ઉસ દુષ્ટ બચ્ચી કો ઇસ બચ્ચી સે દૂર રખના.” ભૈરવનાથ
ક્રમશ….
આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary