Rajkumari Suryamukhi-3 in Gujarati Fiction Stories by VANDE MATARAM books and stories PDF | રાજકુમારી સૂર્યમુખી-3

Featured Books
Categories
Share

રાજકુમારી સૂર્યમુખી-3

રાજકુમારી સૂર્યમુખી-3



રાજકુમારને રાજકુમારી એ લીલા રંગની દુનિયામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાંની સાથે જ આકાશવાણી થઇ.


તમે બંને એ લાલ રંગની દુનિયાને સફળતાપૂર્વક પાર કરી છે.


જિંદગીમાં ખૂબ જ મહત્વનો પ્રેમ છે.પ્રેમની સાથે એટલો જ મહત્વનો આપણો જીવ છે.અગર જીવ જ નહીં હોય તો પ્રેમ ક્યાંથી મળશે?


એટલે ક્યારેય પ્રેમ મેળવવા માટે આડા-અવળું પગલું ન ભરવું જોઈએ.એક વખત રાજકુમારે એવું વિચારી લીધેલું કે રાજકુમારી સૂર્યમુખી તેમને નહીં મળે તો પોતાનો જીવ આપી દેશે.


રાજકુમાર અગર તમારી પાસે જીવન જ નહીં હોય તો પ્રેમ કોને કરશો?


તમારી સામે આવેલી સમસ્યા અને મુશ્કેલીનો સામનો કઈ રીતે કરશો અને ત્રીજો સવાલ.એ હાજર જવાબીપણું.સાથે સચોટ હાજર જવાબીપણું. ખૂબ જ મહત્વના છે.એ સાબિત કરવા માટેનો પ્રશ્ન હતો.


રાજકુમાર અમન બોલ્યા હા, જ્યારે રાજકુમારી સૂર્યમુખીના પિતા અને મારા પિતાજી વચ્ચે અણબનાવ બન્યો ત્યારે મેં મારો જીવ આપી દેવા માટે વિચારેલું.


આકાશવાણી થઈ કે પ્રથમ પગથિયા દ્વારા એ શીખવા મળે છે કે જિંદગીમાં પ્રેમ, પોતાનો જીવ અને સચોટ હાજર જવાબીપણું ખૂબ જરૂરી છે.મતલબ આત્મહત્યા કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી.


અહીંથી તમારી બંનેની લીલા રંગની દુનિયાની શરૂઆત થાય છે.




રાજકુમારને રાજકુમારીને ખુબ જ ભુખ લાગી. તેઓ ખોરાકની શોધમાં નીકળી પડ્યા.બંને પાસે પોતાનો જાદુ હોવા છતાય એ ખાવાનું લાવી શકતા નથી કેમકે અગર તે જાદુનો ઉપયોગ કરશે તો સમસ્યા અને મુશ્કેલી વધશે.


રાજકુમારને રાજકુમારી ખોરાકની શોધમાં જંગલ વિસ્તારમાં ખૂબ જ ભટક્યા,ચાલ્યા, દોડ્યા,તડકો લાગ્યો થાકીને લોથપોથ થઈ ગયા.અંતે બે ચાર વસ્તુ ખાવા માટે મળી.તે બંને ખાઈ લીધીને નિરાંતે સૂઈ ગયા.


બંને બાજુ-બાજુમાં એક-બીજાના ટેકો રાખી,વૃક્ષને ટેકો દઈને સુઈ ગયા.


થોડીવાર થતા જ ખૂબ જ શોર થવા લાગ્યો.બંને ઝબકીને જાગી ગયા.રાજકુમારી ઉભા થતાની સાથે જ રાજકુમારને પકડી લીધા.બંને આમતેમ જોવા લાગ્યા તો થોડે દૂર શોર સંભળાય છે.


બંને ઝડપથી ત્યાં પહોંચ્યા.તેમણે જોયું તો ત્યાં માખી- મચ્છર-ચાચડ-વીંછી-ગરોળી-સાપ-કરચલા જેવા અનેક જંતુનો ઊપદ્રવ વધી ગયેલો છે.


એક નાનકડું ગામ છે.દરેક વ્યક્તિ બીમાર હોય તેવી હાલતમાં છે.માખી-મચ્છર-ચાચડ-વીંછી-કરચલા-ગરોળી.આ બધા મનુષ્યને પરેશાન કરી રહ્યા છે. તેમ છતાં મનુષ્ય તો તેને મારવાને બદલે માત્ર તેને પોતાનાથી દુર કરે છે.


રાજકુમાર અને રાજકુમારીને આ નવાઈ લાગી ત્યારે રાજકુમારે થોડું ચાલીને એક વૃદ્ધને પૂછ્યું આ બધા જંતુ તમને પરેશાન કરે છે તો તમે ઝેરી દવાનો છટકાવ કરીને તેમને મારી કેમ નથી નાખતા?


ત્યારે એ વૃદ્ધ બોલ્યા બેટા, એ પાપ છે.દરેક જીવને જીવવાનો અધિકાર છે.


ત્યારે રાજકુમારી બોલ્યા પણ આ જીવ તમને ખૂબ જ પરેશાન કરે છે તો પછી આવું ક્યાં સુધી?


બીજા એક વૃધ્ધ બોલ્યા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી. જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી.બાકી અમે એક પણ જીવને મારતા નથી.


રાજકુમાર અને રાજકુમારી આ બધા જીવોથી બચતાં કૂદકા,મારતાં,દોડતા,પડતા માંડ માંડ બચતા આગળ ચાલ્યા.


ત્યાં જ એક યુવાન મળ્યો.યુવાનને રાજકુમારે ફરી વખત પૂછું છું.


ત્યારે તે યુવાને કહ્યું કે આ વૃદ્ધ લોકો અમારા ગામના માનતા નથી.અમને યુવાન લોકોને ઝેરી દવાનો છંટકાવ કરવા પણ દેતા નથી.આ ઝેરી દવા છે.જે તમે ઘાસ દેખાય છે તે, પણ તેનો છંટકાવ કરવા દેતા નથી.અહીં બીજી વનસ્પતિ આ જુઓ. આનાથી એ દૂર ભાગ છે.મરતા નથી.અમે આ વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ.


અમે અમારા માતાપિતાથી અલગ રહીએ છીએ. અમે તેની જવાબદારીઓ નિભાવી એ પણ તેના ભેગા રહેતા નથી કેમ કે તેઓ આવી દવાનો છંટકાવ કરવા દેતા નથી.દરેક સંતાનનું કર્તવ્ય છે.માં-બાપનો સહારો બનવું.અમે એ પણ કરીએ છીએ.


અમને જિંદગી જીવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે.એટલે અમને હું અને મારી પત્ની અલગ ઘરમાં રહીએ છીએ.


જ્યાં અમે આવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરીએ છીએ. મારા માતા-પિતાની જવાબદારી પણ અમે બંને નિભાવીએ છીએ.


ત્યાંથી રાજકુમાર અને રાજકુમારી આગળ ચાલ્યા.


રાજકુમાર બોલ્યા રાજકુમારી આપણી આ બધી લપમાં પડવાની કોઈ જરૂર નથી આપણે અહીંયા ત્રણ દિવસ રોકાવાનું છ. રોકાય ને આપણે આપણી મંજિલ તરફ વળીશું.


એટલામાં જ એક મહાકાય સાપ આવ્યો.તેણે તરાપ મારી. રાજકુમારીને પકડીને ઊંચા કર્યા.રાજકુમાર બાજુમાંથી એક લાકડી લઇ અને સાપને મારવાનો પ્રયત્ન કર્યો.પણ સાપ રાજકુમારીને છોડતો નથી.રાજકુમારી એ રાડારાડ કરી મૂકી.તેના શ્વાસ વધી ગયા.પરસેવો થવા લાગ્યો.મદદ માંગવા લાગ્યા.


ત્યારે પેલો યુવાન દોડીને આવ્યો અને સાપ ઉપર દવાનો છટકાવ કરયો.સાપે રાજકુમારીનો ઘા કરી દીધો અને એ મહાકાય સાપ ત્યાંથી જતો રહ્યો છે.


ત્યારે યુવાને રાજકુમારને પેલી દવા આપીને કહ્યું તમે પોતાના શરીર ઉપર આ દવાનો છંટકાવ કરીને રાખજો એટલે તમારી પાસે કોઈ જીવજંતુ નહીં આવે.પછી તે જતો રહ્યો.રાજકુમાર અને રાજકુમારી આગળ ચાલવા લાગ્યા.


રાજકુમારીના દિલમાં હજી એક વાત બંધબેસતી નથી. રાજકુમારે કહ્યું કે આપણે અહીંના લોકો સાથે કોઇ નિસબત નથી.આપણે આપણી મંઝીલ તરફ જવાનું છે.


જ્યારે રાજકુમારી આ લોકોને આ દુઃખોમાંથી મુક્ત કરાવવા માંગે છે.તેમના વિચારો બદલવા માંગે છે.પોતાનો સ્વાર્થ સાચવવા માંગતા નથી.અહીંયા ત્રણ દિવસ રહેવાનું છે. રાજકુમાર અને રાજકુમારી બંને રહેવા લાગ્યા.


રાજકુમારી આજુબાજુના લોકો સાથે મળતા અને રાજકુમાર પણ. વાતો કરતા, બેસતા,રાજકુમારી પોતાના શ્રાપની વાત કરી.વાતોવાતોમાં રાજકુમારીએ ઘણું બધું જાણ્યું.


આજે ત્રીજો દિવસ છે.રાત્રી થઈ ગઈ છે.રાજકુમારીએ વિચાર્યું કે મારે આ લોકોને આ દુઃખમાંથી મુક્ત કરાવવા હશે તો આ દવાનો છંટકાવ કરવો જ પડશે કે જેથી આ તમામ જીવજંતુ અહીંથી ભાગીને જંગલમાં જતા રહે. જંગલ તો છે જ.


આ નાનકડા ગામમાં રાજકુમારી એકલા નીકળી પડ્યા. તેણે રાજકુમાર ઊંઘી ગયા પછી ધીમા પગલે તે આખા ગામમાં દવાનો છંટકાવ કરી દીધો એટલે તમામ જીવ જંતુ ત્યાંથી નાસી છૂટ્યા.જંગલમાં જતા રહ્યા.


રાજકુમારી પોતાની જગ્યાએ આવીને સૂઈ ગયા છે.હવે સવાર પડી ત્યારે લોકોએ જોયું કે અહીંથી તમામ જીવો જતા રહ્યા છે અને હવે તેઓ આ લોકો પર ત્રાસ ગુજારતા નથી.


ત્યારે તેને શાંતિનો શ્વાસ લીધો.બધા વૃદ્ધો રાજકુમારીનો આભાર માનવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમે જે પણ કંઇ કર્યું રાજકુમારી એ ખૂબ જ સારું કર્યું.


રાજકુમારી બોલ્યા જીવજંતુઓને મારવાના નહોતા પણ ભગાવવાના હતા.તમારા વિચારો બદલો.જરૂરી નથી કે વડીલો જ સાચા હોય.કયારેક સંતાનોને સમજવાની કોશિશ પણ કરવી જોઈએ. સમય સાથે બદલાવું પણ પડે.


★★★


હવે શ્વેત પ્રદેશમાં પાણીની બીજો ગોળો ફૂટ્યો.રાજકુમારીની માતા ખૂબ જ ખુશ થઈ ગયા.



હવે બન્ને એ પીળા રંગની દુનિયામાં પ્રવેશ કર્યો.


તરત જ આકાશવાણી થઈ.રાજકુમાર તમે જે નિર્ણય લીધો એ ખોટો હતો.જ્યારે રાજકુમારીએ જે નિર્ણય લીધો એ બરાબર હતો.


પુરી જિંદગીમાં આવા ઘણા લોકો મળે છે જે તમને પારાવાર દુઃખ આપે છે અને તેમ છતાં તમે તેમના જોડે સંબંધ રાખી અને રોજેરોજ દુઃખ જાતે જ ઊભું કરો છો.


તેના બદલે આવા સંબંધોનો અંત કરી દેવો જોઇએ.એ પણ ઝઘડીને નહીં પરંતુ ખુબ જ શાંતિ પૂર્વક અને એવા લોકોને આપણી ઓકાત દેખાડી દેવી જોઈએ.એ લોકો એવું માને છે કે આપણે સક્ષમ નથી.


આપણી મંજિલ સુધી પહોંચવામાં આવા લોકો આપણને મળે છે.જેમની સાથે રહેવાથી આપણને રોજ દુઃખ થતું રહે છે અને આપણને ખૂબ જ ઊંડી ચિંતામાં નાખી દે છે.આપણી મંઝિલથી રોજ થોડા થોડા દૂર કરે છે.માટે આવા લોકો સાથે ખુબ જ શાંતિપૂર્વક અને મગજને દિલથી ખુદ ખુશ રહી એ સંબંધ તોડવો જોઈએ.જે તેને પણ ખબર ન પડે.