"અસમંજસ"
પ્રેમા ના પ્રેમસબંધ ની આગળ વાત કરતા રાજલ બન્ને બહેનો ને કહે છે કે,આમ પ્રેમા ને તો અમે નાનપણ થી ખૂબ જ લાડકોડ થી ઉછેરી ને મોટી કરી હતી એટલે પ્રેમા એ આ વાત અમને કહી દીધી અને વળી એમ પણ કહ્યું કે જો તમે બન્ને કહેશો તો જ હું આ લગ્ન કરીશ.. મારા માટે પહેલા મારા મા- બાપ પછી બીજા બધા!!! દિકરી જો ઈચ્છે તો એ બન્ને ભાગી ને પણ લગ્ન કરી શકત!! પણ તેઓએ આવું નાં કર્યું.. આથી એણે અમને આવી હકીકત જણાવી ઉચિત પગલું લીધું.. એટલે હવે અમે પણ એમના લગ્ન માટે માની ગયા!! છોકરો પણ અમારી જાત નો જ એટલે અમને થયું દિકરી ને સાચવશે.. એટલે અમે બન્ને તો એમના લગ્ન માટે એકદમ રાજી થઈ ગયા. અમને આમ લગ્ન માટે રાજી થતા જોઈ બન્ને નાં હર્ષ નો કોઈ પાર ન રહ્યો...!!
પણ વાત જાણે એમ હતી કે પ્રેમા જે યુવક ને પ્રેમ કરી રહી હતી એના પિતા અમારા ગામનાં મુખિયા હતાં... એમનો ડંકો અમારા ગામ સહિત બાકીના પંદર-વીસ ગામો સુધી પડતો હતો. એ છોકરા નો બાપ ખાલી નામ થી જ મુખિયા ન હતો પણ, એનો વટ આખા ગામમાં કંઇક અલગ જ હતો.. એ ખૂબ જ ધનવાન હતા.... આ બધી વાત તો સમજ્યા પણ વળી ઓછા માં પૂરું હતું એવું કે એ છોકરા ની સગાઈ નાનપણ થી જ એના પિતા ના જ એક ભાઈબંધ ની છોકરી સાથે નક્કી થયેલી. અને વળી ગામનો મુખિયા હોવાની સાથોસાથ એ કડક નિયમો અને રીતિરિવાજો નો પણ પેશાવર હતો...!
બન્ને જણ એ લગ્ન માટે અમને તો મનાવી લીધા હતા પણ હવે બન્ને છોકરા નાં બાપ સામુ આ વાત મૂકતાં જિજક અને ડર અનુભવી રહ્યા હતા..! એથી એ બન્ને ની માંગણી એવી હતી કે અમે એટલે કે હું અને પ્રેમા નાં પિતા બન્ને જઈને મુખિયા સમક્ષ આ વાત રજૂ કરીએ..
આમ બન્ને ને આજીજી કરતા જોઈ અમારું હૈયું પીગળી ગયું. આથી અમે બન્ને છોકરાં નાં બાપુ એટલે કે અમારા ગામનાં મુખિયા પાસે ગયા અને બન્ને નાં લગ્ન નો પ્રસ્તાવ મૂક્યો.
થોડી વાર તો મુખિયા પોતાની એકદમ લાલ ઇંગોળા થી ભરેલી આંખો થી અને પોતાની લાંબી કાળી મૂછો ઉપર હાથ ફેરવીને અમારી સામુ જોવા લાગ્યા. પણ પછી એણે આગળ વાત કરતા કહ્યું કે, મારા દીકરા ની સગાઈ થઈ ગઈ એની તમને ખબર નથી કે શું?? અને તમારી લાયકાત તો જોવો!!! પછી વાત કરવા આવજો!! પેલો છોકરો પણ ત્યાં જ ઊભો હતો... પણ એ પોતાના પિતાથી એટલો ડરતો કે એ કશું બોલી જ ન શક્યો.એના પિતાએ પણ એની સામુ આંખો પહોળી કરી અને એને પૂછ્યું કે શું તારે આની છોકરી જોડે કંઈ લફડું છે?? આ લોકો સાચું કહે છે?? તું પણ એ છોકરી ને પ્રેમ કરે છે??
આમ પિતા નાં આવા એકીસાથે પૂછેલા પ્રશ્નોના ઘટસ્ફોટ થી છોકરો થોડી વાર તો સાવ હેબતાઈ ગયો. પછી આમ થોડી ડોકી હલાવી સાવ ધીમા અવાજે હા પાડી... છોકરો આગળ કશું બોલે એ પહેલાં મુખીયાજી એનો હાથ પકડી ઘરમાં અંદર લઈ ગયાં. થોડી વાર પછી બન્ને બાપ દીકરો ઘર માંથી બહાર આવ્યાં ત્યારે છોકરા નાં મોં ઉપર સાવ એકદમ નીરસ ભાવો છવાયેલા જોવા મળ્યા.. છોકરો સાવ એકદમ તટસ્થ બની ગયો હોય એમ કોઈ પણ જાત નાં હાવભાવ વગર નાં ચહેરા સાથે બહાર આવ્યો...
હવે, બન્ને બાપ દીકરો સાવ અમારી નજીક આવી ગયા અને છોકરો બોલવા માંડ્યો કે તમે મહેરબાની કરીને અહીં થી જતાં રહો..!!હું તમારી દીકરી ને હવે નઈ પસંદ કરતો...!! એ તો પ્રેમા ક્યારનીય મારી પાછળ પડી હતી..!! પૈસા ની લાલચ થી એ મારી સાથે લગ્ન કરવા માંગતી હતી... એ જ મને લગ્ન ની બાબત માં દબાણ કરતી અને કહેતી કે જો હું એની જોડે લગ્ન નહી કરું તો એ મરી જાશે અને બધો જ આરોપ મારા ઉપર આવશે.. એટલે જ મેં એની સાથે લગ્ન કરવા વિચાર્યું હતું... પણ, હવે મારા બાપુ મારી સાથે છે એણે મને કીધું કે એ મને કશું નહીં થવા દે!! તો હવે તમારી દીકરી ને કેજો કે મને ભૂલી જાય! અને હવે ફરી મારા ઘરે આવવાનો પ્રયત્ન ન કરતાં.
છોકરાના મોઢે આવું સાંભળી અમે બન્ને નાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી... અમારા મન માં સવાલો થવા લાગ્યા... કે એવું તો શું કીધું ઘરમાં એના પિતાએ કે આમ અચાનક છોકરાં નાં રંગ બદલાઈ ગયાં..??? અને સૌથી મોટી વાત તો એ હતી કે ઘરે જઈને પ્રેમા ને શું જવાબ આપીશું??? આમ અસમંજસ થી ભરેલા મન સાથે અમે બન્ને ધીમા પગલે ઘર બાજુ આવવા લાગ્યા.
હવે એવું તો વળી શું થયું હશે ઘરમાં બન્ને બાપ દીકરા વચ્ચે કે આમ અચાનક છોકરાના હાવભાવ બદલાઈ ગયા?? હવે આ બન્ને માલધારી દંપતી આગળ શું પગલું ભરશે?? પ્રેમા ને આ વાત ની ખબર પડશે તો એનો કેવો પ્રતિભાવ હશે??
જાણો આવતાં.... ભાગ-7...."કસોટી".... માં