Ek bhool - 11 in Gujarati Love Stories by Heena Pansuriya books and stories PDF | એક ભૂલ - 11

Featured Books
  • మీ టూ

    “సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 5

    మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో  చాలా మాట్లాడారు.ఒక వైపు...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 23

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 4

    సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airpor...

  • మన్మథుడు

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మ...

Categories
Share

એક ભૂલ - 11

થોડીવાર પછી મિહિર અને મીરા પણ બહાર જવાં નીકળે છે. ઘણાં લોકોની ચહલપહલ હતી. અમુક લોકો પોતાનાં કામ પરથી ઘરે જઈ રહ્યાં હતાં તો અમુક લોકો પોતાનાં પ્રેમી-પ્રેમિકા સાથે ફરવાં નિકળ્યાં હતાં. ખાવાં-પીવાની લારીઓ પર તો જાણે મેળો ભરાયો હોઈ એટલાં માણસો ઉભરાઈ પડ્યાં હતાં. મિહિર અને મીરા આસપાસનાં નજારાનો આનંદ લેતાં જઈ રહ્યાં હતાં.

"તો આ મીત અને તું સાથે ભણતાં?" મીરાએ પૂછ્યું.

"હા, અહીં આવ્યાં પછી મારો પહેલો દોસ્ત એ જ બન્યો હતો. સ્કૂલથી લઈને કોલેજ સુધી અમે સાથે જ ભણ્યાં. એ હજી પણ મારો પહેલાં જેવો જ ખાસ મિત્ર છે. મને સૌથી વધુ તે જ ઓળખે છે." મિહિરે કહ્યું.

"અચ્છા, અને તે અત્યારે શું કરે છે?" મીરાએ મીત વિશે વધું જાણવાનાં આશયથી પૂછ્યું.

"તેનાં પપ્પા પોલિટિક્સમાં છે અને તેની સારી એવી નામનાં પણ છે. મીત પણ હવે મોટાભાગે તેની સાથે જ હોઈ અને કામમાં પણ થોડીઘણી મદદ કરાવે. તેનાં પપ્પાની અંડરવર્લ્ડથી લઈને સારા સારા નેતા.. બધાં સાથે ઓળખ છે. તને તો ખબર જ છે.. મુંબઈ જેવાં સિટીમાં અંદરખાને જુગાર રમવાનાં અડ્ડા, બાર ને કોણજાણે કેટલીય ગેરકાયદેસરની વસ્તુઓ ધોમધોકાર ચાલે છે. તે બધાં સાથે તેમની ઓળખ છે અને તેને લીધે મીત પાસે પણ તેનાં વિશે જાણકારી છે. અને એટલે જ મેં તેને બોલાવ્યો હતો કેમકે રાધિકાને શોધવામાં તેની જરૂર પડશે જ." મિહિરે મીતને મદદ માટે બોલવાનું પ્રયોજન જણાવતાં કહ્યું.

"હમમ.. બરાબર છે. તે ઘણી મદદ કરી શકે તેમ છે. હવે બસ જલ્દીથી રાધિકા મળી જાય.." મીરા ભગવાનને પ્રાર્થના કરી રહી હતી.

"તું ચિંતા નહીં કર. એ થોડાક જ દિવસમાં આપણી સાથે હશે." મિહિરે મીરાને હિંમત આપતાં કહ્યું.

"તને ભૂખ નથી લાગી? મને તો બોવ લાગી છે. ચાલ તને મારી સ્પેશિયલ જગ્યાએ લઈ જવ." આટલું કહીને મિહિર મીરાનો હાથ પકડીને ચાલવા લાગ્યો.

"પણ ક્યાં?" મીરાએ પૂછ્યું.

"તું ચાલ ને.. સવાલ ના પૂછ.." મિહિરે મીરાને ચૂપ રહેવાનો ઇશારો કર્યો.

થોડીવાર ચાલ્યાં પછી મિહિરે કહ્યું, "જો મીરા, આ છે મારી સ્પેશિયલ જગ્યાં. હું જ્યારે બહું ખુશ હોઉં કે દુ:ખી હોઉં.. હું અહીંયાં જ આવી જાવ.. અને અહીંના વડાપાઉં પણ મારા ફેવરીટ.. તું એક વાર ખા, પછી જો.. ભૂલીશ નહીં કોઈ દિવસ." મિહિર મીરાને ત્યાં લઈ ગયો.

"અરે કાકા.. બે..."

મિહિર હજુ બોલી રહ્યો હતો ત્યાં વડાપાઉં બનાવતાં બનાવતાં તે કાકા બોલ્યા,

".. સ્પેશિયલ વડાપાઉં વિથ એકસ્ટ્રા ચીઝ એન્ડ તીખી ચટણી. સાચું ને?"

"હા.. એકદમ સાચું." મિહિર બોલ્યો.

"તું બહું જાજા સમય પછી આવ્યો હો.." તે કાકાએ કહ્યું.

"હા કાકા.. કામમાંથી ક્યાં નવરાશ મળે જ છે. પણ મુંબઈ આવ્યો એટલે અહીં આવી જ ગયો.." મિહિરે કહ્યું.

"અરે વાહ.. લાગે છે તું ઘણીવાર અહીં આવ્યો હોઈશ." મીરાએ બન્નેની વાત સાંભળીને મિહિરને કહ્યું.

"અરે, હું અહીં રહેતો ત્યારે અઠવાડિયે એક વાર તો અહીં આવતો જ. એટલે તો એ કાકા પણ મને ઓળખે છે.." મિહિરે કહ્યું.

બંને ખાઈને થોડીવારમાં ત્યાંથી ઘરે જવા નીકળે છે. તે જતાં હોય છે ત્યાં બાજુમાંથી એક રીક્ષા નીકળે છે અને અનાયાસે મીરાની નજર તેની પડી. તેને જોઈ મીરાને ઝબકારો થયો. તેણે તરત મિહિરને કહ્યું,

"ઓહ યેસ.. મિહિર, મને ખબર પડી ગઈ અમિત કોણ છે તે.."

"કોણ.. ક્યાં.. મતલબ કેમ અચાનક? તે એને અહીં ક્યાંય જોયો?" મિહિર આજુબાજુ જોવાં લાગ્યો.

"નહીં, મેં તેને અહીં ક્યાંય જોયો નથી. ચાલ જલ્દી ઘરે. પછી બધું કહું." મીરાએ ઉતાવળે કહ્યું અને ઝડપથી ચાલવાં લાગી.

મિહિર પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. તેઓ ઘરે પહોંચ્યા પછી મિહિરે કહ્યું,

"હવે તો બોલ.."

"હા કહું છું.. તું બેસ પહેલાં અહીં." મીરાએ મિહિરને કહ્યું.

મીરાએ વાતની શરૂઆત કરતાં કહ્યું, "અમિત એ બીજું કોઈ નહીં પણ મારો ક્લાસમેટ હતો."

"હેં..! ક્લાસમેટ?" મિહિરે પૂછ્યું.

"હા, અને મારા વિચાર મુજબ આ બધું થવાનું મૂળ અક્ષિતા છે... કદાચ." મીરા બોલી.

"હવે આ અક્ષિતા વચ્ચે ક્યાંથી આવી? મીરા, મને કાંઈ જ સમજાઈ રહ્યું નથી તું શું બોલે છે તે... સમજાઈ શકે તે રીતે બોલ તું." મીરાની વાતો હવે મિહિર માટે સમજ બહારની હતી.

"ઓકે" મીરાએ કહ્યું.

કોલેજનાં એ મોજ-મસ્તી ભર્યા દિવસો સાથે સાથે એક ના ભૂલી શકાય તેવી ઘટનાવાળો દિવસ મીરાને તેની નજર સમક્ષ આવી રહ્યો હતો.

***

મીરા અને આરવ કોલેજની કેન્ટીનમાં બેઠાં હતાં અને વાતું કરી રહ્યાં હતાં.

"યાર આરવ, સારું થયું હો તે ઉજડા-ચમનનો લેક્ચર બંક કર્યો. એક તો એનાં લેક્ચરમાં કાંઈ સમજાય નહીં અને ઉપરથી માથાનો દુ:ખાવો કરી નાખે એ અલગ." કહ્યું.

"કાંઈ નહીં હવે, મને તો મજા જ આવે.. એ તો તારા લીધે મારેય બંક કરવો પડ્યો." આરવે કહ્યું.

"એમ ને.. પણ હવે તને મજા નઈ આવે. કોઈ તને મળવા આવી રહ્યું છે." મીરા સામેથી કોઈને તેની તરફ આવતું જોઈને બોલી અને પછી હસવા લાગી.

"ઓહ નો.. અક્ષિતા આવે છે ને..!!" મીરાની વાત પરથી આરવ સમજી ગયો.

હજી તો આરવ બોલી રહ્યો ત્યાં અક્ષિતા આવી અને બોલી,
"હાઈ આરવ.."

"જો અક્ષિતા, હું તને છેલ્લીવાર કહું છું. હું તને પ્રેમ નથી કરતો અને કદાચ થશે પણ નહીં એટલે મહેરબાની કરીને તું ખોટી કોશિશ નહીં કર અને મારાથી દૂર રહે બસ અને ભણવામાં ધ્યાન દે." આરવ તેનાંથી હવે થાકી ગયો હતો.

"ઓકે.. બાય" અક્ષિતાને આરવની વાતનું ખોટું લાગ્યું અને તે રડતાં રડતાં ત્યાંથી જતી રહી.

"આરવ, તારે અક્ષિતા સાથે આવી રીતે વાત કરવી
નહોતી જોઈતી." મીરાએ કહ્યું.

"હા પણ તો બીજું શું કરવું. હું તેને સમજાવી સમજાવીને થાકી ગયો પણ એને કંઈ સમજવું જ નથી. હું તો હવે એનાથી પરેશાન થઈ ગયો છું." આરવે ટેબલ પર માથું ટેકવી દીધું.

"કાંઈ વાંધો નહીં.. મને નથી લાગતું કે હવે તે ફરીથી આવશે અને જો આવશે તો હું સમજાવી દઈશ. તું ટેન્શન ન લે અને મૂડ ઓફ ન કર." મીરા તેને સમજાવી રહી હતી.

થોડીવાર થયું ત્યાં કોઈએ જોરથી ટેબલ પર હાથ પછાડ્યો. આરવે માથું ઊંચું કરીને જોયું તો તે અમિત હતો.

"તે ફરીથી શું કહ્યું અક્ષિતાને?" અમિત ખૂબ ગુસ્સામાં હતો.

"તું એને સમજાવ. મારી સામે ખોટો ગુસ્સો નહીં કર." આરવનો મગજ પણ ખરાબ થઈ ગયો હતો.

"આરવ તું...."

અમિત બોલવા જઈ રહ્યો હતો ત્યાં મીરા મામલાની ગંભીરતા સમજી ગઈ અને વાત ખોટી આગળ ન વધે એ આશયથી વચ્ચે બોલી,

"હેય અમિત લુક.. એમાં આરવનો કાંઈ વાંક નથી.."

"તું તો રહેવા જ દે. તારાં લીધે જ આ બધું થાય છે. જો મારી બહેનને કાંઈ થયું તો હું તમને બંનેને નહીં છોડું." બોલીને અમિત ત્યાંથી ગુસ્સામાં ચાલ્યો ગયો.

***

મીરા કહી રહી હતી ત્યાં ડોરબેલ વાગી. મિહિરે દરવાજો ખોલીને જોયું તો તેની બાજુવાળા માસી હતાં. તેને મિહિર મનમાં જ બોલ્યો.. "હમણાં મીરા ભડકશે."

જાણે કોઈ ચોર છુપાઈ ગયો હોઈ અને તેને શોધતાં હોય તેમ એકવાર ઘરમાં નજર ફેરવી લીધી. મીરા ત્યાં સામે બેઠી હતી. પછી તેણે મિહિરને કહ્યું,

"બેટા, હું તો ખાલી એટલું કે'વા આવી કે કાંઈ કામ નથી ને? જો કાંઈ જરૂર હોય તો મને કહેજે હોને.."

"હા હા માસી, કાંઈ કામ નથી. અને જો કંઈ જરૂર પડશે તો ચોક્કસ કહીશ." મિહિરે કહ્યું.

"હા ભલે.." કહીને તે જતાં ગયાં.

મિહિરે જેવો દરવાજો બંધ કર્યો તેવી મીરા બોલી,

"તેને કંઈ કામધંધો નથી? જ્યારે હોય ત્યારે આવી જાય. અને પાછું તો એવું જોવે કે મેં કોઈ બોવ મોટો ગુનો કર્યો હોય.. "

"હાઆઆ.. હું રાહમાં જ હતો.. ક્યારે મીરા દહાડે.. ત્યાં બોલી લે. હવે બરાબર." મિહિરને મીરાની મસ્તી કરવામાં મજા આવતી હતી.

"મસ્તી નહીં કર ખોટી. નહીંતર બીજીવાર બોલવાં જેવો નહીં રે તું." મીરાએ ધમકી આપી.

"હા ઓકે બસ. હવે તું બોલ, અક્ષિતાનું શું થયું પછી?" મિહિરે પૂછ્યું.

ફરીથી મીરાની નજર સમક્ષ એ દિવસ આવી ગયો અને મીરા એ કહ્યું,

"પછી બીજાં દિવસે હું અને આરવ કોલેજે ગયાં પણ અમિત કે અક્ષિતા, બંને માંથી કોઈ દેખાયું નહીં. અમને થયું કે કોઈ કામ હશે અથવા તો ક્યાંક જવાનું થયું હશે. પણ બીજે દિવસે અમને ખબર પડી કે તેણે સ્યુસાઇડ કરી લીધું છે પણ તે કરવા પાછળના કારણની ખબર કોઈને નથી."

"પણ હું અને આરવ સમજી ગયાં હતાં કે તેણે શા માટે આવું કર્યું હતું. આરવે તો ઘણીવાર તેને શાંતિથી સમજાવવાની કોશિશ કરી હતી પણ તે ના સમજી. તેણે કર્યું એ સાવ ખોટું જ હતું પણ અમિત હવે શું કરશે તેની ચિંતા થઈ રહી હતી કેમ કે તે અમારી કોઈ વાત સમજવાં તૈયાર જ ન હતો."

"એ પછીના દિવસે અમિત અમારી આવ્યો અને બોલ્યો, તમારાં લીધે મેં મારી બહેનને ખોઈ છે. મેં કહ્યું હતું કે જો તેને કંઈ થયું તો તમને બંનેને નહીં છોડું. હું સમય આવ્યે મારો બદલો લઈશ. નહીં મૂકું તમને બંનેને.. કહીને અમિત જતો રહ્યો."

"એ દિવસ પછી તે કોઈ દિવસ અમારી પાસે આવ્યો નથી. અને અમને પણ થયું કે તે જે બોલ્યો તે ગુસ્સામાં બોલ્યો પણ સમય જતાં તે સમજી ગયો હશે."

મિહિર મીરાની વાત સાંભળીને બોલ્યો, "અચ્છા એટલે તેણે તેની બહેનનો બદલો લેવાં રાધિકાને લઈ ગયો. પણ મને એક વાત ન સમજાઈ કે તે અમિતને કઈ રીતે જાણે છે? એણે તને ક્યારેય પણ તેનાં વિશે કોઈ વાત નથી કરી?"

"ના મિહિર, તેણે તો મને કોઈ દિવસ કાંય પણ કહ્યું નહીં પણ મેં પણ ક્યારેય જાણવાની કોશિશ કરી નહીં કે તેની લાઇફમાં કોઈ પ્રોબ્લેમ તો નથી ને.. તેને મારી જરૂર છે કે નહીં તે પણ જાણવાની ટ્રાય ન કરી.. મારી એ જ ભૂલને લીધે આજે તે મુસીબતમાં છે એ પણ બે વર્ષથી." મીરાને ખુબ અફસોસ થઈ રહ્યો હતો કે જે કદાચ આખી જિંદગી તેને રહેશે.

"મીરા, હવે અફસોસ કરવાનો કોઈ ફાયદો નથી. આપણને કારણની ખબર પડી ગઈ હવે તો. આપણે ખૂબ જ જલ્દી તેને શોધી લઈશું અને તે સહીસલામત આપણી સાથે હશે." મિહિરે કહ્યું.

"પણ મીરા, તને કેમ અચાનક યાદ આવ્યું?" મિહિરે પૂછ્યું.

"આપણે જ્યારે આવી રહ્યાં હતાં ત્યારે બાજુમાંથી એક રીક્ષા નીકળી હતી. તેમાં પાછળ "અક્ષિતા" લખ્યું હતું અને તે વાંચીને મને યાદ આવ્યું." મીરાએ કહ્યું.

"ઓહ.. વાહ.. માની ગ્યાં હો તમને બાકી." મિહિરે કહ્યું.

"આભાર આભાર.." મીરાએ કહ્યું.

"કાલે મીત આવશે એટલે તેને બધી વાત કરશું.. ઓકે?" મિહિરે પૂછ્યું.

"હા ઓકે.." મીરાએ કહ્યું.

"સારું હવે ચાલ સૂઈ જા.. મને ખબર છે અહીં આવ્યાં પછી હું તો સૂઈ ગયો હતો પણ તું જાગતી જ હતી. તે ભલે કહ્યું નહીં પણ હું જાણી ગયો હતો." મિહિરે કહ્યું.

"એ બોવ સારું હો.. ખબર પડી ગઈ હોય તો.. " મીરાએ મોં બગાડીને કહ્યું.

"ચાલ ચાલ હવે, મોઢાં બગાડ કે ના બગાડ.. હું કાંઈ નથી સાંભળવાનો.. તારે સૂવાનું જ છે હવે." મિહિર ખીજાય ને બોલ્યો.

"હા સારું હવે.. તું પણ સુઈ જજે. ગુડ નાઇટ." મીરાએ કહ્યું.

"હા, ગુડ નાઇટ."

કહીને મિહિર પોતાનાં રૂમમાં જતો રહ્યો અને મીરા પણ બીજા રૂમમાં જઈને સૂતી. પણ આજે મીરાને તેનાં મમ્મી-પપ્પાની ખૂબ યાદ આવી રહી હતી. તેણે બે વર્ષમાં એકવાર પણ તેની સાથે વાત કરવાની કોશિશ નહોતી કરી. તે મને માફ કરશે કે નહીં.. તે મારી સાથે વાત કરશે કે નહીં.. તેવાં વિચાર આવી રહ્યાં હતાં. તેને દહેરાદુનથી મુંબઈ આવતી વખતે બા એ કહેલી વાત યાદ આવી ગઈ. મીરાને થયું કે એકવાર તેની સાથે વાત કરી લવ પણ ઘડિયાળમાં જોયું તો બહુ મોડું થઈ ગયું હતું. તેણે વિચાર્યું કે અત્યારે તે સૂઈ ગયાં હશે ખોટી કોઈની નિંદર નહીં બગાડવી. થોડીવારમાં મીરા પણ સુઈ ગઈ.

***

બીજે દિવસે સવારે,

"મીરા એ મીરા.. જાગ.. જો અહીં કોણ છે તે..." મિહિર મીરાને જગાડતાં બોલ્યો.


***

વધુ આવતા ભાગમાં..

જોડાઈ રહો અને આપના અમૂલ્ય પ્રતિભાવ આપતાં રહો.

જય શ્રી કૃષ્ણ..