રોમન હજુ પણ અસમંજસ ની ભૌતિકતામાં જ જીવી રહ્યો છે અને તે હજુ પણ એમજ વિચારી રહ્યો છે કે આ ટેઈલ vibrations ને કેવી રીતે કાઉન્ટ કરવા?પરંતુ તેને તેના મસ્તિષ્કની હદો ની બહાર દૂર દૂર સુધી કોઇ જ ઉપાય નથી દેખાતો. જોકે તેને ઉપાય ના દેખાય તે પણ સ્વાભાવિક જ છે કારણ કે પરમ તત્વ પરમેશ્વરથી અતિરિકત આ કાઉન્ટિંગ અન્ય કોઈપણ કરી શકે તેમ છે જ નહીં. સ્વયં female કે અન્ય પ્રેતાત્માઓ પણ નહીં .રોમન અંતે હારી જાય છે અને એવી જ અવસ્થામાં જંગલ ની ફર્શ પર સૂઈ જાય છે .થોડીવાર પછી રોમન ને એક તૃટક અવાજ સંભળાય છે.અને તેની બીજી જ સેકન્ડે તેને વિચાર આવે છે તે ચાલો કાઉન્ટિંગ ના સહી જંગલ પર જ કોઈક અધ્યયન કરી નાખુ. રોમન જંગલ ની ફર્શ પર થી ઉભો થાય છે અને કશુક લખવાના આશય થી તેના મંચ પર ચડવા લાગે છે. વાસ અને સુતળી વચ્ચેનું ઘર્ષણ જંગલના નિર્જન સન્નાટાને રીતસર ડિસ્ટર્બ જ કરી રહ્યું છે.અને રોમન મચાંન પરની તેની બેગમાંથી નોટ અને પેન કાઢે છે અને નીચે ઉતરી જાય છે.
રોમન ફીમેલ ના સામ્રાજ્યની હદો ની બહાર જઈને કશુક લખવાનો વિચાર કરે છે અને તરત જ તેને તૃટક અવાજ સંભળાય છે. જેને રોમન ફરીથી નજર અંદાજ કરે છે.અને સન્નાટા ની બહાર જવાનો વિચાર માંડી વાળે છે.
રોમન અત્યાર સુધી પોતાનેે બહુ મોટો પ્રેક્ટીકલ અને સ્માર્ટ વર્કિંગ મેન સમજતો આવ્યો છે. પરંતુ હવે તેના અહંકાર તૂટવાનો સમય પણ આવી ગયો છે.
રોમન ફરીથી ફર્શ ઉપર જઈને બેસી જાય છે અને તરત જ બ્રેકિંગ નૉઈઝ શરૂ થાય છે.
રોમન તેના જીવનનોનનો અપૂર્વ અને અદ્વિતીય લેખનનો આરંભ કરે છે but of course તેની જાણકારી વગર જ. કારણ કે રોમન નથી જાણતો કે તે શું લખવા જઈ રહ્યો છે. બસ તેનેે પૂરો આત્મવિશ્વાસ છે કે હુંં જે લખું છું તે બરાબર જ લખું છું.
રોમન સ્વયંને એક બહુ મોટો જંગલ scientist સમજે છે જે પણ તેનાા મગજની એક હવા માત્ર જ છે. જેનું જ્ઞાન પણ તેનેે થવાની તૈયારીમાં જ છે.
રોમન જંગલ વિશે લખવાનું ચાલુ કરે છે અનેેે તે લેખન દરમિયાન નિરંતર તે બ્રેકિંગ noise ને નઝર અંદાઝ જ કરતો રહે છે. રોમનના આ લેખનની અંદર એનો અનુભવ શત પ્રતિશત સમાયેલો છે તેમાં નામ નહીં પરંતુ આ પહેલા તેણે પોતાના અનુભવ નો આટલો સ્માર્ટ use પણ ક્યારેય નહોતો જ કર્યો.
સતત ત્રણ કલાકના નિરંતર લેખન બાદ રોમન તેની પેન નીચે મૂકે છે અને એ સાથે જ બ્રેકિંગ noise પણ બંધ થાય છે.
અચાનક જ રોમન ને ભાન થાય છે અને તે આજુબાજુમાં જુએ છે અને વિચારે છે કે બ્રેકિંગ noise બંધ કેમ થઈ ગયો. રોમન વિચાર્યું કે ફિમેલ કદાચ જંગલમાંં ફરવા ગઈ હશે અને તેણે નોટ હાથમાં ઉઠાવીી ને વાંચવાનું ચાલુ કર્યું. રોમ અનેે તેનાઅનુભવ પરથી જંગલ વિશે ની એવી એવી સંભાવનાઓની ધારણા બાંધી હતી કેે જે ધારણાઓ સત્ય કરતાંં પણ અધિક વિશ્વાસનીય હતી. રોમન નો આત્મવિશ્વાસ તેને પોકારી પોકારીનેે કહેેેતો હતો કે અત્યારેે તોો આ મારી ધારણાઓ સ્વયંને જ દેખાઈ રહી છે. કારણકે હું ઊભો થઈને ક્યાંય પણ તપાસ કરવા ગયો નથી . પરંતુ આવનાર ભવિષ્યમાં આ ધારણાઓ સત્યનો આકાર અવશ્ય લેશે જ. રોમને તેના લેખનને વાંચવાનો આરંભ કર્યો અને વાંચવાનોો અંત પણ કર્યો.અને મહા આશ્ચર્ય પામીને વિચારવા લાગ્યોો કે આ મેં જ લખ્યું છે.અને હું આટલો મોટોોો વિદ્વાન છુંં.