લવ બ્લડ
પ્રકરણ-58
ડમરૂનાથે પાર્ટીની તૈયારી જોઇ લીધી રાત્રે મહેમાનનવાજી કરવાનાં મૂડમાં હતો. બધી રીતે પ્રયત્ન કરી પોતાનો કક્કો સાચો કરી સામ્રાજ્ય વધારવાનાં કેફમાં હતો. પ્રવાર, મોહીતો, આદીવાસી યુવાનો સાથે એનો લીડર બોઈદો બધાને પોતાની પાસે બોલાવીને જંગ જીતી જતો હતો સામી છાતીએ કઈ કરી શકે એમ ન હોતો એટલે ષડયંત્રની જાળ રચી હતી. છેક છેલ્લી કક્ષાનાં પ્રયત્નો કરવા માટે પ્રયત્નશીલ હતો.
બાવાને ખબર પડી કે પશ્ચિમ-દક્ષિણમાં કોઇ માણસો એનાં આશ્રમથી થોડે દૂર આવી પહોચ્યાં છે એની ચિંતામાં પડેલો પણ આજે ખરાખરીનો ખેલ બધીજ દિશામાં લડવા તૈયાર હતો. એની પોતાની પલટન અને શસ્ત્રો તૈયાર હતાં જ્યાં સુધી ષડયંત્રથી જીતી જવાય તો સારું એવાં આયોજનો કરી રહેલો.
સાંજ ધીમે ધીમે ઢળી રહી હતી. વાતાવરણ ખુશનુમા થઇ રહેલું એનાં આશ્રમના ખાસ હોલમાં બધી તૈયારીઓ સંપૂર્ણ થઇ ચૂકી હતી. જે જવાનો દક્ષિણમાંથી આવ્યાં છે એને રોકવા માટે આદીવાસી પલટન ગોઠવી દીધી હતી. આશ્રમની ચારોબાજુ બંદોબસ્ત કરી ખાસ માણસા ગોઠવી દીધાં અને નિશ્ચિંત થયો હતો એને વિશ્વાસ હતો કે એનો વાળ કોઇ વાંકો નહીં કરી શકે એનાં મહેમાનો પહોચેલી માયા હતાં. એની પાસે લૂટાવવા ખવાનો હતો માણસો હતાં આખરી બાજી ખેલી લેવા પૂરી તૈયારી હતી.
આશ્રમનાં સેવકો ઉપરનાં માળે જઇને રીતીકાદાસ અને સુરજીતને સમાચાર પહોંચાડ્યા પાર્ટીનો સમય થઇ ગયો છે આપ પધારો અને સુરજીતે જવાબ આપ્યો તમે જાવ અમે આવી એજ છીએ.
સુરજીત ઘોષ અને સૌરભનો સંપર્ક કર્યો અને કહ્યું તમે લોકો પણ આવી જાવ અમે પહોચીએ છીએ.
બાવાએ પ્રવાર અને મોહીતોને પોતાની પાસે બોલાવીને ગુફતેગુ કરીને તાકીદ કરીકે મેં કહ્યું છે એ પ્રમાણેજ થવું જોઇએ. તમારાં ફોન એલર્ટ રાખજો. આજની સાંજ શરૂ થાય ત્યારથી મધ્ય રાત્રી સુધીમાં બધો ખેલ ખેલાઇ જવો જોઇએ અને પ્રવારને કહ્યું તારાં પેલાં માણસને કહીદે અહીંથી સીંગ્નલ મળે તરત જ એ એક્શનમાં આવે અને હું કહું છું એમજ કરે.
પ્રવારે કહ્યું "બધુ જ તમારી સૂચના પ્રમાણે ગોઠવાઇ ગયુ છે.
હોલમાં પાર્ટીની વ્યવસ્થા થઇ ગઇ હતી. સૌ પ્રથમ સહામલીક ડ્રગ મરચન્ટ અને મેઘાલયનો મીનીસ્ટર આવી ગયાં. એમની સાથે બાવાનાં આશ્રમની ખૂબ સુંદર છોકરીઓ હતી જે આ લોકની સેવામાં હતી. બાબાએ એવી એરેજમેન્ટ કરેલી કે એમની ટી મરચન્ટ સાથે વાત થાય ત્યાં સુધી આ મહેમાનો એમની રંગરેલીયા મનાવે અને બાવાનો આદેશપછી મીટીંગમાં હાજર થાય.
કાચનાં મોટાં પાર્ટીશનવાળી ભવ્ય બધી સુખ સગવડો વાળાં હોલનાં બંન્ને જણાં બેઠાં અને છોકરીઓ એમને સુરાની સેવા કરી રહી હતી. ડ્રગ મરચન્ટ તો પહેલેથીજ નશામાં હતો. એ છોકરીઓને પોતાનાં ખોળામાં બેસાડી બિભત્સ ચાળા કરી રહેલો અને મીનીસ્ટર કાંઇ ઓછો નહોતો એ છોકરીઓ પાસેથી સુરા (દારૂ)નું સેવન કરતો કરતો પ્રેમ કરી રહેલો.
આખા હોલમાં કાચનાં પાર્ટીશન હતાં રંગબેરંગી કાચમાં મોંઘા મોંઘા ઝુમ્મરોનો પીળો પ્રકાશ રેલાઇ રહેલો ધીમુ ધીમુ માદક મ્યુઝીક વાગી રહેલું. અને બાવો પાર્ટીશનની બીજી બાજુનાં હોલનાં વિભાગમાં સુરજીત અને ટી ગાર્ડનનાં માલીકોની રાહ જોતો બેઠો હતો.
સુરજીત, રીતીકા, સૌરભ અને ઘોષ બધાંજ બાવાની સેવા કરતો સાથે ભવ્ય હોલમાં આવ્યાં હોલનાં બીજા વિભાગમાં શું ચાલે છે એ કોઇ જોઇ શક્તુ નહોતું.
બાવો ડમરુનાથ ઉભો થઇ ગયો અને બધાંને ખૂબ સાહજીક માન સન્માન સાથે આવકાર્યા અને મોટાં ગોળ ટેબલની આજુબાજુ મૂકેલાં લકઝરી સોફાપર બેસવા માટે કહ્યું.
સુરજીત-રીતીકાતો ડમરુનાથનાં આશ્રમની ભવ્યતા જોઇને આશ્રર્ય પામી ગયાં આવી રોનકતો રાજામહારાજાનાં મહેલમાં હોય એવી અહીં જોવા મળી હતી. ડમરુનાથે કહ્યું "માફ કરજો બે દિવસ ક્યાં ગયાં કંઇ ખબર ના પડી અને હું મીનીસ્ટર સાથે મીટીંગમાં વ્યસ્ત હતો. બાવાની નજર રીતીકાદાસ તરફ હતી... પણ જવાબ સુરજીતે આપ્યો કે કંઇ નહીં અમે અહીં તમારી મહેમાનગતીજ માણી છે અમને કોઇ તકલીફ નથી પડી તમે ખૂબજ સુંદર આયોજન બધુ કરેલું.
સુરજીતે આયોજન શબ્દ પર વજન મૂક્યુ. બાવો સમજી ગયો છતાં હસતાં હસતાં હળવાશથી કહ્યું એ મારી ફરજ હતી તમને કોઇ રીતે તકલીફ ના પડવી જોઇએ. આશા રાખુ છુ તમને લોકોને મજા આવી હશે પછી સેવક સેવીકાઓને ઇશારો કર્યો અને એ લોકો આ મહેમાનો માટે સુરા લઇને આવ્યાં. આ સુરા એટલે ઊંચી કક્ષાનો દેશી દારૂ જેની કિંમત ઘણી ઊંચી ગણાય છે વનસ્પતિનાં ફળ, છાલ અને મૂળમાંથી બનતો આસવ સુરાથી ઓળખાતો એ બધાંને સર્વ કરવામાં આવ્યો.
એકપછી એક સુરાની બોટલો આવતી ગઇ સાથે ફુટજ્યુસ, બીજા પીણાં, સોડા, બરફ, નાસ્તાં અને ડ્રાયફુટથી ભરેલી ડીશો આવવા લાગી.
ડમરુનાથે કહ્યું "આ સેવક તરફથી આ નજીવી સેવા છે આપ સ્વીકારો થોડો આનંદ કરીએ પછી વાત ચાલુ કરીએ એમ કહીને પોતે સુરાની બોટલ હાથમાં લીધી અને સીધીજ મોંઢે માંડી.
આ જોઇને સુરજીતે રીતીકાને કાનમાં કહ્યું "જો આટલો બાદશાહી ઠાઠ અને વૈભવ છે છતાં જાત પર આવી ગયોને જો કેવી રીતે પીવાનું ચાલુ કર્યું. આ સાંભળી રીતીકા હસી.
ડમરુનાથની નજર પડી એટલે વિનયથી બોલ્યો "અરે સુરજીતબાબુ અમને પણ સંભળાય એવું કહોતો અમે પણ આનંદ લઇએ અને મનમાં ને મનમાં મોટી ગાળ બોલ્યો. ડમરુનાથને સમજાઇ ગયું હતુ કે સુરજીતે પોતાનાં માટે કંઇક કીધુ જે સાંભળી રીતીકા હસી છે.
સુરજીતે કહ્યું "અરે એવું કાંઇ નથી પણ અમને એવો વિચાર આવ્યો કે ધાર્યુ નહોતું કે અમારી આટલી બધી સરસ સરભરા થશે.
ડમરુનાથ બોલ્યો "હજી તો સરભરા શરૂ થઇ છે આગળ જુઓ ખૂબ આનંદ આવશે એવું દાઢમાં બોલ્યો.
સુરજીતે કહ્યું "ખુબ સુદર સ્વાદ અને ભારે કેફી પીણું છે વાહ કહેવુ પડે આતો મોંધી મોંધી વાઇન કે વ્હીસ્કીને આંટી મારે એવુ છે એમ કહીને એકસીપ મારી અને રીતીકાને એલર્ટ કરી દીધી કે બધુ પીશ નહીં. રીતીકા શાનમાં સમજી ગઇ અને ઇશારાથી હા કીધી.
ડમરૂનાથે એણે નક્કી કરેલાં પ્લાન પ્રમાણો ઘોષબાબુને કહ્યું ઘોષબાબુ કેમ ચૂપચાપ છો ? સુરા કેવી લાગી ? મન દઇને પીઓ થોડો કેફ ચઢશે પણ શરીરને નુકશાન બીલકુલ નહીં થાય ઉપરથી ફાયદો થશે એવી મારી બનાવેલી સ્પેશીયલ સુરા છે બીજે ક્યાંય અહીં મળે. ઘોષ જવાબ આપે એ પહેલાં સૌરભે મોટી સીપ મારીને કહ્યું "વાહ ક્લાસ ક્વોલીટી અને સ્વાદ છે.. સૌરભને બોલતો સાંભળી સુરજીત અને રીતીકા બન્ને એક સાથે સૌરભની સામે જોવા લાગ્યાં અને આંખનાં ઇશારાથી સમજાવવા પ્રયત્ન કર્યો.
ઘોષબાબુએ કહ્યું બાપજી તમારાં રાજમાં કંઇ ઉતરતું થોડું હોય કલાસજ હોયને ? ઘોષ અને સૌરભે અત્યાર સુધી કે 2-3 પેગ લાર્જ પી લીધેલાં.
સુરજીતને ટેન્શન થયુ આ લોકો બબડાટ કરશે તો બધો પ્લાન બફાઇ જશે આ લોકોને ચૂપ કરવા પડશે એટલે સુરજીતને કહ્યું "બાવાજી મહેમાનગતી ખૂબ સરસ છે ભવ્ય છે પણ આની પાછળનો સંદર્ભ શું છે શું વાત છે ? મીટીંગનો મુદ્દો તો જણાવો તો જે કામ માટે અમને તેડાવ્યાં છે એ તો જણાવા મળે.
ડમરુનાથે બાજી સંભાળતાં કહ્યું "રોયબાબુ હું તો નાનો માણસ છું અહીં આધ્યાત્મીક આશ્રમ ચલાવુ છું જડીબુટ્ટીઓથી લોકોની સેવા કરુ છું તમારાં જેવાનો પ્રેમ અને સાથ છે એટલે આટલે પહોંચી શક્યો છું. મારી ખાસ વાત તો એ છે કે.. બાવાજી આગળ બોલે પહેલાં પ્રવાર અંદર ઘસી આવ્યો એણે કહ્યું "બાપજી એક મીનીટ આવોને ખાસ કામ છે.
ડમરુનાથ બગડ્યો જા પછી આવ હમણાં અગત્યની મીટીંગ ચાલે છે આમ પૂછ્યા વિના અંદર કેમ આવ્યો ? જા બહાર હું બોલાવુ ત્યારે આવજે. પ્રવારે સમજાવવા પ્રયત્ન કર્યો. મૂળ જે અગત્ય કામ છે પણ ડમરુનાથ સુરાનાં કેફમાં હતો એણે કહ્યું "ચંડાલ કહું છું બહાર જા અગત્યની વાત પુરી થાય પછી બોલાવુ છું એમ કહીને હડદૂત કરીને કાઢી મૂક્યો.
પાછી બોટલ મોઢે માંડીને ડમરુનાથ બોલ્યો "રોયબાબુ મેં તમને કહ્યું એમ નાના માણસની એક અરજ છે અને તે તમેજ પુરી ફરી શકો એમ છો.. અને ત્યાં બહાર...
વધુ આવતા અંકે ------ પ્રકરણ-59