The Corporate Evil - 28 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-28

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-28

કોર્પોરેટ એવીલ
પ્રકરણ-28
શ્રોફે અનુપ ઇન્ડસ્ટ્રીઝ અનુપ સર અને અમોલની બધી વાત કરી એમનાં કુટુંબ અને ઇજ્જતની વાત કરીને નીલાંગીને સમજાવી દીધુ કે એ અનિશા મોડલ જ ચરિત્રહીન હતી. નીલાંગીને અનુપ ઇન્ડસ્ટ્રીઝની ફાઇલ આપી અભ્યાસ કરવા કહ્યું અને પછી નીલાંગીની સામે જોઇ રહ્યાં.
નીલાંગીએ કહ્યું "ઓકે સર હું સ્ટડી કરી લઇશ. પછી શ્રોફે કહ્યું "જો નીલાંગી તારાં ફાધરનાં મિત્ર મારાં પણ ખાસ મિત્ર છે એટલે તારાં પર ભરોસો રાખીને આ ફાઇલ આપુ છું એમાં ઘણાં પર્સનલ ટ્રાન્ઝેકશન થયેલાં છે એમનાં દેશ પરદેશમાં વહીવટ ચાલે છે મહારાષ્ટ્ર ગર્વમેન્ટ અને સેન્ટ્રલ ગર્વમેન્ટ સાથે પણ ધંધાકીય કામકાજ છે. ખૂબ પહોચેલાં લોકો છે આમાંથી કોઇ વિગત બહાર જાય નહીં કોઇની પણ સાથે કોઇ વાત શેર ના કરીશ એ તારી જવાબદારી આવા કલાયન્ટ મળે નહીં આપણે એટલી ફી.. કંઇ નહીં પણ જો એમાં અમુક કેશ ટ્રાન્ઝેકશન છે હમણાં બે દિવસનાં એમાં મેં ક્યાં ખર્ચ નાંખવા એની નોંધ લખેલી છે એ પ્રમાણે પતાવીને મને બનાવી જા. બીજુ આ બેગ છે એમાં 50 લાખ રૂપિયા રોકડા છે એ અંદરની કેબીનનાં લોકરમાં મૂકી દેજે એમ કહી બેગ આપી અને લોકરની ચાવી.
નીલાંગીથી બેગ ઉંચકાઇજ નહીં એટલે શ્રોફે કહ્યું જા તું લોકર ખોલ હું ભાવે ને કહુ છું તને કેશ પહોંચતી કરે સાચવીને મૂકી દે પછી ચાવીઓ મને આપી જા આ કામ તનેજ સોંપુ ભાવેને પણ ચાવી નથી મળતી કદી.
નીલાંગીએ કહ્યું "થેક્યુ સર એમ કહીને લોકરની ચાવી અને ફાઇલ લઇને બહાર નીકળી ગઇ. શ્રોફે એને ધારી ધારીને જોઇ રહેલો. નીલાંગીને પાછળથી જોઇને માપી રહેલો કે લાળ પાડી રહેલો એ એજ જાણે.
નીલાંગી લોકર રૂમમાં પહોચી અને પાછળ પાછળજ ભાવે આવ્યો બેગની સોંપણી કરીને કહ્યું "આ મૂકી દેજે પછી લોકર લોક કરી ચેક કરીને સરને ચાવી આપી દેજે અને હાં કેબીન પણ લોક કરજે એમ સૂચના આપીને ભાવે જતો રહ્યો. નીલાંગીએ બેગ મહાપરાણે ઊચકીને આખી બેગજ લોકરમાં મૂકી દીધી અને લોકર લોક કરી ચેક કરીને શ્રોફ પાસે આવીને ચાવી આપી દીધી. શ્રોફે કહ્યું "બરાબર લોક કર્યુ છે ને ? અને કેબીન લોક કરી ?
નીલાંગીએ કહ્યું "હાં સર તમારી સૂચના પ્રમાણેજ બધુજ કર્યુ લોકર અને કેબીન બંન્ને લોક કરીને ચાવી આપવા આવી.
શ્રોફે કહ્યું "ગુડ હવે તું ફાઇલનો બરાબર અભ્યાસ કરીલે અને મને રીપોર્ટ કરો. મેં આપેલી નોંધ પ્રમાણે રોકડ જે ખર્ચા બતાવ્યાં છે એમાં ખતવી દે..
નીલાંગીએ ઓકે સર કહીને કેબીનમાંથી નીકળી ગઇ પોતાનાં ટેબલ પર આવીને એ થોડીવાર શાંતિથી બેઠી એનાં આખાં શરીરે પરસેવો વળી ગયેલો. આટલી મોટી રકમ જોઇ નહોતી. હાંશ કહીને બેઠા પછી એણે ચા મંગાવી ભાવે એની કેબીનમાંથી નીલાંગીને જ જોઇ રહેલાં માપી રહેલો.
થોડીવાર પછી ચા આવી. ચા પીને એણે અનુપ ઇન્ડસ્ટ્રીઝ ફાઇલ ખોલી અભ્યાસ કરવા માંડ્યો કંપનીની આવક અને રોકડ વ્યવહારની એન્ટ્રીઓ જોઇને ચક્કર ખાઇ ગઇ. એને થયુ આટલો બધો પૈસો ક્યાંથી આવતો હશે ? આ લોકો શું કરતાં હશે ? અધ્ધ થઇ ગયુ એનું મન પચી શ્રોફે સમજાયેલી એન્ટ્રીઓ ફેરવવા માડી ખતવવા માંડી...
***************
અનુપ.. અનુપ.. આ બધું શું થઇ રહ્યું છે ? અનુપ સર પોતાની જાતને પ્રશ્ન પૂછી રહેલાં.. આ બે ત્રણ દિવસમાં બધુંજ જાણે બદલાઇ ગયુ હાથમાં ના રહેલાં અમોલની વાઇફે સુસાઇડે કર્યુ અને એને ઠેકાણે પાડતાં દમ નીકળી ગયેલો અનુપ સરે બેલ મારીને પ્યુનને કહ્યું અમોલ સર આવે એટલે મારી પાસે મોકલજો.
થોડીવારમાંજ અમોલ અનુપસરની ચેમ્બરમાં પ્રવેશ્યો આવીને પાપાની સામેની ખુરશીમાં પહોળો થઇને બેઠો અને બોલ્યો "પાપા શું કામ હતું ? હવે તો બધુ પતી ગયુ ને ? કેમ ટેન્શન લો છો ?
અનુપ સરે કહ્યું "તને મેં કીધેલું આની સાથે લગ્ન ના કર પણ માન્યો નહીં અને થોડાંકજ સમયમાં આ બલાએ બખડજંતર કર્યુ અને મેં તને ના પાડી હતી કે થોડાં દિવસ..ક્યાંય નીકળીશ નહીં તો પણ તું કાલે.... અમોલે પાપાને અટકાવતાં કહ્યું "બધુ ટેન્શન તમનેજ થાય છે ? હું તો કેવો ડઘાયેલો ? ડીપ્રેશન આવી જાત. પણ તમારાં જેવો પાપા હોય પછી મારે શું ચિંતા ? પાપા હવે તમે ચિંતા છોડો આરામ કરો હવે બધુજ મેનેજમેન્ટ હું સંભાળીશ.. તમે કંપનીને ઘણી આગળ કરી હવે હું આસમાન પહોચાડીશ.
અનુપ સરે કહ્યું "તારેજ સંભાળવું પડશે હવે મારે રીટાયર્ડ થવુ છે મારે પણ આરામ કરવો છે મને માનસિક અને શારીરિક આરામ જોઇએ છે હું અને તારી મંમી બંન્ને બધુંજ વ્યવસ્થીત થઇ જાય પછી એબ્રોડ જઇએ છીએ આરામ કરીને આવીશું રોજ વાત થશેજ એટલે કંઇક અટકશે તો આવી જઇશ પણ મારે રીલેક્ષ થવુજ પડશે.
અમોલ પાપાની સામે જોઇ કંઇક વિચારી રહ્યો પછી બોલ્યો પાપા કંપનીને કોઇ નુકશાન નથી ભીનુ સંકેલાઇ ગયુ છે પછી કેમ ચિંતા કરો છો ? હું બમણો ધંધો કરીશ આખા મુંબઇ પર રાજ કરીશ આપણી પાસે એવી આઇટમ છે આપણાં સિવાય કોઇ કરી નહીં શકે સરકારી બાબુઓને હું સંભાળી લઇશ પાપા મેં માર્ક કર્યું છે મોટા ભાગનાં ઓર્ડર સરકારી બાબુઓને સાચવવામાં મળી જાય છે કવોલીટીનું ધ્યાન કાબે સર રાખે છે ચિંતા શું છે ?
અનુપસરે કહ્યું "ખાસ સરકારી બાબુઓની સરભરા અને એમનું કમીશન ધ્યાન રાખજે કોઇને નારાજ ના કરીશ સાથે સાથે તારાં શોખ કાબુમાં રાખજે. આ આટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ મેં એમજ ઉભી નથી કરી. આપણાં બાદશાહી શોખ હોય એમાં હું વચ્ચે નથી આવ્યો પણ એવુ ના થાય કે શોખજ ડૂબાડે એ ખાસ ધ્યાન રાખજે.
આ સામ્રાજ્ય ઉભા કરવા પાછળ મારી કાળી મહેનત અને સાચાં સમયે સાચાં વ્યવહારનું પરીણામ છે એમજ નથી થતું કંઇ સરકારી કંપનીઓના ઓર્ડર વધવા જોઇએ એમાં આપણે સેઇફ છીએ અને ખાસ સલાહ તારો દીલ ફેક સ્વભાવ સુધારજે. જ્યાં ત્યાં હાથ નાખવાથી હાથ ખરડાય ઇજ્જત જાય. સારી છોકરી જોઇને ફરીથી તારાં લગ્ન કરાવી લઇશ આ બધી અંગત વાતો આપણે આજેય નિખાલસ્તાથી કરી શકીએ છીએ એ માટે પ્રભુનો પાડ માનુ છું... સ્ટાફને સંભાળજો બાકી બધુ રૂટીનમાં થતું રહેશે. અમોલે કહ્યું "પાપા લાસ્ટ વાત જે ખૂબજ ઇમ્પોર્ટન્ટ છે. મારે ખાસ વિશ્વાસુ, મહેનતી અને હોશિયાર સેક્રેટરી રાખવી છે આ તમારાં વખતની પલ્લવીમેમ સાથે મને નહીં ફાવે એ ભલે કોરસ્પોન્ડન્સ અને બાકીનું જોવે પણ સરકારી વ્યવસ્થા ખાસ કરીને કેશ માટે મારે યોગ્ય વ્યક્તિ જોઇશે પ્લીઝ તમે એનાં માટે પલ્લવી મેમનેજ કહો કે એ એક આપી દે અથવા સાચુ વ્યક્તિ શોધે.
અનુપ સર થોડીવાર અમોલ સામે જોઇ રહ્યાં પછી ખંધુ હસતાં બોલ્યાં સેક્રેટરીને સેક્રેટરીજ રાખજે તને ખબર છે ને કે મારાથી પણ બહુ મોટી ભૂલ થઇ હતી તારાંથી ના થાય એની ખાસ કાળજી રાખજે. અને એ આવ તું હું અને શ્રોફ ત્રણ જણજ જાણીએ છીએ. શ્રોફને હાથમાં રાખજે એ ખાસ કામનો માણસ છે બીજુ એ સૂઢ છે એટલે જરૂરીજ વાતો આપજે ફી બાબતમાં એ કહે એ થોડુ બાર્ગેન કરીને ચૂકવી દેજો. આમ તો એનાં ઘણાં ઉપકાર છે એ પેલી નેન્સીની બાબતમાં એજ સાથે ઉભો રહેલો એમાંજ હું છૂટી શકેલો.
અમોલે કહ્યું "શ્રોફ અંકલને નાનો હતો ત્યારથી ઓળખુ છું પણ ખાસ વાત કહું ભલે એ વાણીયા કે ડરપોક સ્વભાવથી હોય પણ ઊંચી માયા છે... મને એમનાં પણ શોખ ખબર છે કંઇ નહીં હું બધુ. મેનેજ કરી લઇશ તમે નિશ્ચિંત રહો.
અનુપ સર શ્રોફની વાત કાઢી નેન્સીનો કેસ યાદ આવી ગયો. થોડીવાર વિચારમાં રહ્યાં પછી બોલ્યાં પલ્લવી જોવે તો ઠીક છે નહીંતર શ્રોફને જવાબદારી સોંપી દેજો શ્રોફ બધું તને ગોઠવી આપશે.
અને હાં ખાસ વાત.. શ્રોફને મેં 1 કરોડ રોકડા આપ્યાં છે વહીવટમાં એમાં ખર્ચા બધાં સુલટાવવાનાં છે એ બધી એન્ટ્રીઓ તું પોતે ચેક કરજે બાકીનુ પેમેન્ટ પછી એને આપીશું અને ખંડાલાનાં બંગલે બાકીની કેશ તને ખબર છે જગ્યા ત્યાં સલામત રાખી છે મારાં ગયાં પછી મારી સાથે ચર્ચા કરીને આગળ વહીવટ કરજો. પહેલેથી એવાં માણસો પાળી રાખ્યાં છે એટલે ચિંતા નથી ત્યાંજ ફોન આવ્યો અનુપ સરે ઉઠાવ્યો "હાં શ્રોફ બોલો.......
વધુ આવતા અંકે ---- પ્રકરણ-29