The Corporate Evil - 27 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-27

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-27

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-27
નીલાંગી પાસેથી એ યુવાન ગયો એ નીલાંગે જોયો એણે નીલાંગી પાસે આવીને પૂછ્યુ કે પેલો કોણ હતો ? તને શું કીધુ ? નીલાંગીને કહ્યું ડાન્સ ફલોર પરથી આવેલો કોઇ પહોચેલી માયા જેવો હતો ખૂબજ પૈસાવાળો લાગતો હતો મને કહે ડાન્સ કરીશ મારી સાથે ? મેં ગુસ્સાથી ના પાડી જતો રહ્યો.
નીલાંગે કહ્યું "આને મેં ક્યાંક જોયો છે ? યાદ નથી આવતું ક્યાં જોયો છે. બહુ મોટું માથુ છે ચોક્કસ નીલાંગને ડ્રિન્કનો કેફ હતો નીલાંગી કહે નીલાંગ આપણે અહીંથી જઇએ હવે પ્લીઝ મને ખૂબ ડર લાગે છે આ આપણાં જેવા માટે નથી.
નીલાંગે શેમ્પેઇનની મોટી સીપ મારી કહ્યું "ચલ જમી લઇએ પેટ ભરીને જમીએ એટલે દારૂ ઓછો ચઢે.. મસ્ત સ્વાદીપ્ટ દેખાય છે બધુ ચાલ ડીનર લઇએ અને પાછા ફરી જઇએ આમ પણ રાતનાં બાર વાગી ગયા છે અહીંતો પાર્ટી આખી રાત ચાલવાની આઇ ઘરે ચિંતા કરતી હશે. નીલાંગીએ કહ્યું "ચાલ જમી લઇએ.
નીલાંગે જમતા જમતા કહ્યું "સાલી આપણ એક ઐયાશ જીંદગી છે પૈસા ઉડાવો મજા મારો.. ના કંઇ ચિંતા ના બબાલ ક્યાંથી પૈસા આવશે ક્યાં જશે એની કોઇ ગ્લાનીજ નહીં.
નીલાંગે આગળ કહ્યું નીલો તું આ ફલોર પર જેટલા કપલ જુએ છે ને એ કોઇ પતિપત્નિ નથી બધાંજ લફડા વાળાં છે ગર્લફેન્ડ હશે ક્યાં કોલગર્લ બધાં અહી મજા કરીને ઘરે જતાં રહેવાનાં પછી તું કોણ અને હું કોણ ? એમ કહીને હસ્યો.
તને ખબર છે નીલો ? મુંબઇની કેટલીયે છોકરીઓ આ ધંધામાં છે સવારે ઓફીસમાં સેક્રેટરી રાત્રે સાથે પથારી સજાવે કેટલીયે મજબૂર હશે અને કેટલીયે શોખીન કોઇ નિયમ નહીં વિચાર સંસ્કાર કંઇ નહી. બસ બધાં પોતાનું કામ કાઢવામાંજ લીપ્ત રહે છે મને ઘણું શીખવ્યું સમજાવ્યુ છે ટ્રેઇનીંગમાં.
નીલો અહીં જે ઉઘાડા ડ્રેસમાં નાચી રહી છે દારૂ પી રહી છે એ સવારે સતિસાવીત્રી થઇને ફરતી હશે કુટુંબીઓને લલ્લુ બનાવતી હશે ખોટું બોલવા સિવાય કંઇજ શીખ્યા ન હોય મીઠી મીઠી ભાષામાં શિકાર પાડવા સિવાય કંઇ કામ નહીં એક નંબરની લુખ્ખીઓ સાલી...
નીલાંગનો ગુસ્સો જોઇને નીલાંગી બોલી "તું શું વાત કરે છે ? બધાં એવાં થોડાં હોય.. જાણ્યા વિના કેમ આવું બધુ બોલે છે ?
એવું કોઇ ના કરે.. તું પણ બધાને એકજ નજરે જુએ છે.
નીલાંગે કહ્યું "નીલો તું ખૂબ ભોળી છે તેં દુનિયાજ નથી જોઇ મારી આંખ પડે નજર મળે હું સામેવાળાને માપી લઊં છું હું ક્યારેય થાપ ના ખઊં.
નીલાંગીએ કહ્યું "ચલ જમીને નીકળી જઇએ તું આટલુ જાણતો હોય તો એવી જગ્યાએ મને કેમ લઇને આવ્યો ?
નીલાંગે કહ્યું "આવી દુનિયા બતાવવા અને મારે તારી સાથે અંગત સમય ગાળવો હતો પ્રેમ કરવો હતો અને ગિફ્ટ મળી એટલે એને વટાવી લીધી ચાન્સ ના છોડ્યો.
નીલાંગી કહે "તું બધાને એ નજરે જુએ છે અને કહે છે મોટાં ભાગનાં આવાં જ હોય તો આપણાં માટે પણ કોઇ એવું વિચારતુંજ હશે ને ?
નીલાંગે નજર ઊંચી કરી નીલાંગીને જોઇ રહ્યો અને પછી બોલ્યો "કોઇની હિંમત છે તને એવી રીતે જુએ ? એનાં ડોળા બહાર કાઢી નાંખુ.. આપણે એવાં નથી અને એ ઊંડા વિચારમાં પડી ગયો.
બંન્ને જણાં જમીને બેરાને ટીપ આપીને રીસેપશન પર ગયાં ત્યાં બધાં વહીવટ પતાવીને સીક્યુરીટીને કહ્યું કાર લઇ આવવા વેલે પાર્કીંગમાં કાર હતી થોડીવારમાં કાર આવી ગઇ. બંન્ને જણાં બેઠાં અને થોડાવખત ચૂપકીદી છવાઇ ગઇ.
નીલાંગે એનાં પાઉચમાંથી બીયરનું ટીન કાઢ્યું અને તોડીને ડ્રાઇવ કરતાં કરતાં મોઢી માંડ્યુ. નીલાંગી ભડકી અરે આટલુ પીવુ ઓછું છે તો બીયર પીએ છે ? ક્યાંથી લીધુ ટીન ?
નીલાંગે કહ્યું આપણે મંગાવેલા રૂમમાં એમાં બે વધેલાં પાઉચમાં નાંખી દીધેલાં યાર પુરેપુરુ વસુલવું હતું. એમ કહીને હસવા માંડ્યો. નીલાંગીએ કહ્યું "બહુ લુચ્ચો છે પણ ચાલુ ડ્રાઇવીંગે ના પી પ્લીઝ ઘરે જઇને પીજે.
નીલાંગે કહ્યું "આઇ જોઇ છે મને મારીજ નાંખે ઘરે લઇ જઊં તો ઓકે ચલ સાઇડમાં પાર્ક કરુ છું બસ પીને પછી ચલાવીશ એમ કહીને ગાડી જગ્યા જોઇને પાર્ક કરી દીધી.
રોડ પર અડધીરાત્રી વીતી ગઇ હોવા છતાં ટ્રાફીક હશે નીલાંગે પાર્કીંગ લાઇટ ચાલુ કરીને બીયર પીવા માંડી અને કહ્યું થોડી તું પણ પી લેને મજા આવશે આજે ઘસઘસાટ ઊંઘ આવવાની છે કાલની વાત કાલે.
નીલાંગીએ કહ્યું "હોય.. નો ડાયલોગ બોલ્યો.. આજે મજા કરો કાલની વાત કાલે. કાલનીવાત શબ્દ પરથી નીલાંગને યાદ આવ્યુ કાલે તો ડ્યુટી છે અને આગળનો રીપોર્ટ.. પછી એ બીયર પુરી કરીને બીજી ટીન ખોલ્યું "નીલાંગીનાં મોઢે લગાવ્યુ થોડો પી લેને.. નીલાંગીએ બે ઘૂંટ પીધાં પછી બોલી તું પણ ક્રેઝી છે જમ્યા પછી નહીં સદે મને બધુ ઉપર આવશે પ્લીઝ તુ પુરી કર.
નીલાંગ શાંતિથી ટીન પુરુ કર્યુ અને એકદમજ બોલ્યો "હાં હાં યાદ આવ્યુ આતો પેલો અમોલ હતો ચોક્કસ એજ મેં ફ્રેમમાં એનો ફોટો જોયેલો એ અહીં ક્યાંથી ? એની બૈરીએ સુસાઇડ કર્યુ છે અને એ અહીં રંગરેલીયા મનાવે છે ?
નીલાંગીએ કહ્યું "શું વાત કરે છે ? મને તો અત્યારે એનો ચહેરો પણ યાદ નથી અંધારા જેવી લાઇટો એટલી ખબર પડી કે કોઇ ધનવાન નબીરો છે બોલે ચાલે એટીટ્યુડમાં હતો પણ ચહેરો યાદજ નથી તને ક્યાંથી યાદ રહ્યો ?
નીલાંગે કહ્યું "હું અંધારામાં પણ સ્પષ્ટ જોઇ શકું એવો નિશાચર છું.. મને લાગે છે ત્યાં સુધી એજ હતો ? પણ એ અત્યારે હોય ?
નીલાંગીએ કહ્યું "નીલુ તને ખૂબ ચઢી ગઇ છે અને તારાં દિમાગમાં અમોલ અને એની મોડલ બૈરીજ છે હમણાંથી એમનું જ કામ કરે છે એટલે મનમાં એજ આવે. એ થોડો હોય અત્યારે તારો વહેમજ છે છાપામાં મેં ફોટો જોયેલો સુટબુટમાં પણ આ.. એવો ના લાગ્યો છોડ અત્યારે તારો કેસ અ એ અમોલ મને તો અત્યારે યાદ પણ નથી તું ય પીધેલો હું ય નશામાં.. નીલાંગે કહ્યું " છોડ એવુ હશે તેં સાચુ કીધુ અત્યારે મગજમાં એ લોકો જ ફરે છે.
અને વાતો કરતાં કરતાં નીલાંગીનાં ઘર પાસે આવી કાર ઉભી રહી નીલાંગીએ પર્સ લીધુ ઉતરી.. નીલાંગે પાછી પોતાની પાસે બોલાવી દીર્ધ ચુંબન લીધુ.. બાય ડાર્લીંગ હું ઉતરતો નથી પણ તું ઘરમાં જાય ત્યાં સુધી વેઇટ કરુ છું
ત્યાંજ નીલાંગીની માં બહાર આવી. બારણુ ખોલીને બોલી "આવી ગયા ? ચાલ બહુ મોડુ થયુ છે તારાં બાબા ચિંતા કરે છે બાય નીલાંગ કહી નીલાંગીને લઇ અંદર જતા રહ્યાં.
*************
સુજોય શ્રોફે ચેમ્બરમાં બેઠાં બેઠાં ઇન્ટરકોમ પર ફોન કરીને નીલાંગીને બોલાવી. નીલાંગી તરતજ ઉઠીને શ્રોફની કેબીનમાં ગઇ. શ્રોફે કહ્યું "તારી સાથે એક સાંજ જ બેસાયું હું બે દિવસ ખૂબજ વ્યસ્ત રહ્યો છું પેલો કેસ.. આઇ મીન અનુપ ઇન્ડસ્ટ્રીઝ વાળા અનુપસરની ઓફીસ અને ઘરે જવું પડતું હતું એમનાં ઘરમાં અચાનક આવી ઘરનાં બની ગઇ.. મોટાં લોકોની મોટી વાતો પણ એમનું એકાઉન્ટ અને બધાંજ વ્યવહાર આપણે સાચવીએ છીએ એમનાં આપણે ખાસ વિશ્વાસુ છીએ એટલે કરવું પડે.
નીલાંગીએ કૂતૂહૂલતાથી પૂછ્યું "સર પછી એમાં શું થયુ ખબર પડી કે કેમ અનિસા મેડમે સ્યુસાઇડ કર્યુ ?
શ્રોફે કહ્યું "આપણને શું ખબર ? એ તો પોલીસનું કામ છે પણ તને ખાસ ખાનગી વાત કરું છું. આખો કેસનું ભીનું સંકેલાઇ ગયુ છે હવે આગળ કંઇ નહીં થાય એની એમણે મોટી રકમ ચૂકવી દીધી.
મોડલ અનીસા જોડે લગ્ન કર્યા એજ અમોલની ભૂલ હતી ક્યાં અનુપ સરનું સંસ્કારી કુટુબ પેઢીઓથી એમની ઇજ્જત આબરૂ પણ એ છોકરીએ પાણી ફેરવી દીધું. એક નંબરની ચરીત્રહીન હતી લગ્ન પછી પણ એનાં સંબંધો ચાલુ હતાં. એની હિંમત તો જે એનાં પ્રેમીને ઘરે બોલાવે છે અમોલની ગેરહાજરીમાં અમોલ સિંગાપુર ગયેલો હતો અનુપસર તો એમનાં વહીવટમાં રચ્યા પચ્યા શેઠાણીને તો કોઇ ગાંઠે નહીં.
એની ચોરી પકડાઇ ગઇ પેલાને બચાવવા જતાં પોતે કૂદી પડી પેલો તો રફુચક્કર થઇ ગયો. આપણે શું એનાં કર્યા એણે ભોગવ્યાં. આવું ઘર અને આવુ કુટુંબ ખૂબ શ્રીમંત અને સફળ ઘર ક્યાં મળવાનું હતું ?
આતો સરે કહ્યું "અમારાં નસીબ ફૂટેલાને અમોલને અનીસાએ ફસાવ્યો હતો ના છૂટકે લગ્ન કરેલાં આતો સારુ છે ઓળખાણ અને પૈસાએ બધુ ભીનુ સઁકેલ્યું નહીતર સમાજમાં ક્યાંય મોઢું બતાવવા લાયક ના રહેત.
નીલાંગીએ શાંતિથી સાંભળ્યા કર્યુ પછી કહ્યું "ઓહો તો બધુ પતી ગયું ? એમની ફાઇલ આપણી પાસે છે મને ખબરજ નથી. શ્રોફે નીલાંગીની સામે જોઇને કહ્યું લે આ ફાઇલ એમનીજ છે તું અભ્યાસ કરી રાખજે.
વધુ આવતા અંકે ----- પ્રકરણ-28