મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે ડિબેટમા એરેંજ મેરેજ પધધતિ વિશે સુરુ તથા બીજા પારટીસિપેટે તેમના વિચારો જણાવ્યા. હવે બરખા અને બીજાઓને લવ મેરેજ સિસટમ બાબત તેમના વિચારો રજુ કરવા પિ્નસિપાલ આમંત્રણ આપે છે.
બરખા:મારા અગાઉના વક્તા તથા મારા અંગત મિત્ર સુરુએ એરેંજ મેરેજ પધધતિ વિષે જે મંતવ્ય રજુ કરેલ છે તેના વિચારો સાથે હું સહમત નથી.મારી દંષ્ટ્રીએ લવ મેરેજ સિસટમ એજ ઉત્તમ છે.
આજના આધુનિક તથા વિકસતા વિશ્વમાં હવે જૂની મેરેજ પધધતિ યોગ્ય નથી.આપણે ભણેલા-ગણેલા સંતાનો આપણા પૂર્વજોએ ઘડેલ પધધતિ પ્રમાણે ચાલવું જોઇએ નહીં.અતિયારના જમાનામાં એક છોકરો-છોકરી પોતાના ભાવીનો ફેંસલો પોતાના વડીલોના હાથમાં સોંપી શકે નહી!તમારે તમારું જીવન એકબીજા સાથે વિતાવવાનું હોવાથી લગ્ન બાબત પહેલા અરસ-પરસ પરિચય કેળવવો જોઇએ.એકબીજાના વિચારો,સમજ,લાગણી અને પે્મથી પરિચિત થવું જોઇએ.આ માટે નજીકના સહવાસમાં આવવાથી અને સાથે સમય વિતાવવાથી લગ્નનાં બંધનમાં જોડાવા માટે યોગ્ય વ્યક્તિ છેકે નહી તેનો અનુભવ થાય છે.જીંદગી સાથે વિતાવવાની હોવાથી લગ્ન પહેલા પે્મ કરવો જરુરી છે.જો એરેંજ મેરેજથી પસંદગી કરવામાં આવે તો તેમાં દેહનું આકર્ષણ વધુ અને પે્મ ઓછો હોય છે.આથી આગળ જતા ઝગડા-કંકાશ અને અશાંતિ ઊભી થાય છે.ધણા કિસ્સાઓમાં છુટાછેડામા પણ પરિણમે છે.આવા સંબંધો સમાજની અને વડીલોની બીકથી જાણે-અજાણે મનમારીને નિભાવી લેવામા આવે છે.જેમા પે્મ જેવું રહેતું નથી ફક્ત એક છત નીચે પતિ-પત્નીને જબરદસ્તિથી સંબંધ નિભાવવાની ફરજ પડે છે.
એરેંજ મેરેજમા ઘણીવાર કજોડાનું સર્જન થતું હોય છે.તેઓ એકબીજાને પસંદ નહી કરતા હોવા છતા સમાજની બીકે સંબંધ જિંદગીભર મનમારીને નિભાવે છે.સંસારમા કુટુંબનું વિસતરણ થતા તેમનું ધ્યાન પોતાના સંતાનોના ભણતર અને ઊછેરમાંજ પુરુ થાય છે.આમા પે્મ કરતા આથિઁક અને સામાજીક જવાબદારી ઊભી થતા રગસિયા ગાડાની જેમ જીવન વ્યતિત કરતા હોય છે. પે્મ લગ્નમાં બન્ને વ્યક્તિ ખભે ખભા મિલાવી સુખ-દુ:ખમા સાથે ઊભા રહેતા હોય છે.બન્ને નોકરી કરી આર્થિક મુશ્કેલી હલ કરી પોતાના સંતાનોને સારી કેળવણી અને સપોઁટ(sport)તથા ઇતર પ્રવૃત્તિમાં આગળ વધવામા મદદરુપ થઇ તેમનું યોગ્ય ઘડતર કરતા હોય છે.પે્મ લગ્ન કરનાર કપલો તેમના સાસુ-સસરા અથવા માતા-પિતા તથા કુટુંબના અન્ય સદસ્યોની સદંતર અવગણના કરતા હોય છે તેવી માન્યતા પર્વતતી હોય છે પરંતુ હકિકતમા પોતાની મર્યાદામાં યોગ્ય સહાય અને સહારો પણ આપતા હોય છે.
પે્મ લગ્ન કરનાર વ્યકિત તેમના એકબીજાના પરિચય અને સહવાસથી જોડાતા હોવાથી તેઓ નાત-જાત કે દહેજ જેવા સામાજીક દુષણોથી પર હોય છે.પે્મ કરનાર પોતાની પસંદગીની વ્યકિત સાથે લગ્ન કરવા માટે ઘરના વડીલો તથા માતા-પિતાની મંજુરી મેળવવા પણ પ્રયત્ન કરે છે,જો તેઓ મંજુરી ના આપે તોજ રજીષટર મેરેજ કરે છે.હાલના આધુનિક તથા વિકસતા વિશ્વમાં દરેકને પોતાની મનપસંદ વ્યકિત પસંદ કરવાનો અધિકાર હોવો જોઇએ.પુખત ઉંમરની વ્યકિત જ્યારે પસંદગીની વ્યકિત સાથે મેરેજ કરવા માંગતી હોય તો તેને કાયદો પણ મંજુરી આપે છે.દરેક વ્યકિત પોતાની યુવાનીમા કોઇ પણ પ્રત્યે આકષાઁય છે,જે સમજ અને લાગણી જીવનભર સુખદુ:ખમા સાથ નિભાવવાની હોય તેજ વ્યકિતઓ મેરેજ કરતા હોય છે.એવુ જરુરી નથી કે બધાજ પે્મીઓ લગ્ન કરતા હોય છે. તેઓ જીંદગીભર સારા દોસ્ત બનીને પણ રહેતા હોય છે.સમાજમા એવા ઘણા દાખલા છે કે પે્મ લગ્ન કરનાર સુખ અને શાંતિથી જીવન જીવતા જોવા મળે છે.પછચિમના (western) દેશોમાં તો school સમયથી જ ફે્નડશિપ થતી હોય છે.આવી ફે્નડશિપ લગ્નમાં પરિણમવી જરુરી નથી.તેમના પેરેંટસ તેમને યોગ્ય પસંદગી માટે નિર્ણય લેવાની મંજુરી આપતા હોય છે.જયારે તેમના માર્ગ દર્શનની જરુર પડે ત્યારે જ ઇનટરફિયર થતા હોય છે.તેઓ તેમના સંતાનોને યોગ્ય નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે.ઊપરોકત વિચારો અને હાલના આધુનિક જમાના પ્રમાણે મારી વિચારધારા પ્રમાણે લવ મેરેજ સિસટમ એ ઉત્તમ છે.આથી વધુ મારે કહેવાનું રહેતું નથી અને હું મારુ વક્તવ્ય પુરુ કરી જજીસ ઉપર કોની વિચારધારા ઉત્તમ છે તેનો નિર્ણય જાહેર કરવા વિનંતી કરુ છું.
મિત્રો હવેના પ્રકરણમાં જજીસનો નિર્ણય કોની તરફેણમાં આવશે અને કોને વિજેતા જાહેર કરવામાં આવશે તે માટે વાંચો પ્રકરણ -૨૦
આમના સુચનો તેમજ પ્રતિભાવ જણાવતા રહેશો.આ ધારાવાહિક માટે આપનો અભિપ્રાય અને રેટીંગ આપીને અમારો ઊતસાહ વધારવા નમ્ વિનંતી કરુ છું.