રાજકુમારી સૂર્યમુખી-2
રાજકુમારીને રાજકુમારે એકબીજાનો હાથ પકડયો.શ્વેત ઋષિએ તેમને પહેલા લાલ રંગની દુનિયામાં દાખીલ કર્યા.
બંને હાથ પકડીને 9 પગલા ચાલ્યા ત્યાં તો થોડે દૂર ખૂબ જ મોટો ધબાકો થયો.લાલ રંગની એક મહાકાય રાક્ષસી પ્રગટ થઈ.તે બોલવા લાગી હું તમને બંનેને ગુલામ બનાવું.
રાજકુમારને રાજકુમારી પાછા પગલે ચાલવા લાગ્યા.બંનેએ આજુબાજુ નજર કરી તો દૂર દૂર સુધી નિર્જન પ્રદેશ છે.દૂર દૂર સુધી લાલ રંગની ચળકતી સપાટી દેખાય છે.તમામ વસ્તુઓનો રંગ લાલ છે.
રાજકુમારી સૂર્યમુખી ખૂબ જ ડરી ગયા.એ ડરીને રાજકુમારને પકડી લીધા.એ મહાકાય રાક્ષસી ક્રૂર અટ્ટહાસ્ય કરતા બોલી "મારા પ્રશ્નના સહિ ઉત્તર આપો. નહીંતર મારા ગુલામ બનો.હા. હા."
રાજકુમારને રાજકુમારી હજુ પણ આજુબાજુના દ્રશ્ય જોઈ રહ્યા છે.લાલ રંગની રાક્ષસીના રાક્ષસો લોકોને મારી મારીને કામ કરાવી રહ્યા છે.દરેક મનુષ્ય લબડી ગયેલા પાન જેવું દેખાઈ છે.શરીર તો જાણે પાન વગરના વૃક્ષ જેવું દેખાય છે.એક સાઠીડાળખું જોઈલો.
ચેહરાઓ યુવાન હોવા છતાંય વૃદ્ધ દેખાય છે.રાજકુમાર અમન ખૂબ જ નીડર થઈ રાજકુમારીને પોતાની બાહોમાં પકડીને બોલ્યા "રાજકુમારી હું તમને ખૂબ જ પ્રેમ કરું છું.તમારું સ્થાન મારા હૃદયમાં છે.આ મુશ્કેલી અને આવતી તમામ મુશ્કેલીઓમાં હું તમારી સાથે છું.પણ...."
રાજકુમારી ખુબજ ડરીને બોલ્યા પણ શું રાજકુમાર?
ત્યારે તે બોલ્યા તેમણે શ્વેતઋષિનો શ્રાપ યાદ અપાવ્યો એ બોલ્યા તમને યાદ છે તેમણે તમારા રાજયમાં કહ્યું હતું તમારો જાદુ છીનવવામાં નહીં આવે.તમારા બંનેનો જાદુ તમારી પાસે જ છે. તેમ છતાંય તમે બંને આ મેઘધનુષ્યની દુનિયામાં તમારા જાદુનો ઉપયોગ કરી શકશો નહીં.
સૌથી મોટી આપત્તિ આ જ છે.આપણી પાસે જાદુ હોવા છતાં તેનો ઉપયોગ નહીં કરી શકીએ. અને જો કરીશું તો વધારે સમસ્યા અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે."
રાજકુમારી રાજકુમારને સજ્જડ પકડીને બોલ્યા "હા, મને યાદ આવ્યું તો..."
રાજકુમાર બોલ્યા "આમ તો મને આ સફરમાં તમારા જોડે મજા આવશે."
કેમ?
બસ આમ જ ડરીને મારી બાહોમાં રહેશો.
તમને મજાક સૂઝે છે રાજકુમાર?
આ મહાકાય રાક્ષસીનો સામનો કેવી રીતે કરશો?
જેમ દરરોજ જ એક પરીનો કરું છું.
રાજકુમાર ખૂબ જ નીડર થઈને બોલ્યા "અમે તમારા પ્રશ્નોના ઉત્તર આપવા માટે તૈયાર છીએ.'
લાલ રાક્ષસી બોલી આ લોકમાં સૌથી મોંઘો શું છે?
રાજકુમાર અને રાજકુમારી બંને વિચારમાં પડી ગયા.આખરે આ તે કેવો પ્રશ્ન?
આ લોકમાં ઈશ્વરે બનાવેલી કેટલી વસ્તુઓ છે અને એમાં સૌથી મોંઘો શું?
એ કઈ રીતે શોધી શકાય?
રાજકુમારી બોલ્યા રાજકુમાર આ લોકમાં સૌથી મોંઘું શું?
એ આપણને કઈ રીતે ખબર પડે?
રાજકુમાર બોલ્યા રાજકુમારી તમે ધીરજ રાખો.આ તો હજુ શરૂઆત છે.જંગ લડવાની હજુ પૂરી બાકી છે.
રાજકુમાર બોલ્યા "આ લોકમાં સૌથી મોંઘો પ્રેમ છે અને આ લોકના દરેક મનુષ્યને ઈશ્વર પ્રદાન પણ કરતા નથી."
આજ સુધીમાં ક્યારેય એક પ્રશ્નનો ઉત્તર કોઈનો પણ સાચો પડ્યો નથી.જ્યારે રાજકુમારે પ્રથમ પ્રશ્નનો સાચો ઉત્તર આપી દીધો,રાક્ષસી ગભરાઈ ગઈ. ડરી ગઈ.તેનો ચહેરો મુરઝાયેલા ફૂલ જેવો નાનો થઈ ગયો.તેના હૃદયના ધબકારા પણ વધી ગયા.
તેને યાદ આવ્યું જ્યારે તારા ત્રણે ત્રણ પ્રશ્નના ઉત્તર સાચા પડી જશે ત્યારે તારી લાલ રંગની દુનિયા નષ્ટ થઈ જશે.તારૂ રાજ્ય પણ નષ્ટ થઈ જશે. પણ આજ સુધી કોઈએ પ્રથમ પ્રશ્નનો પણ ઉત્તર આપ્યો નથી.રાજકુમારે પ્રથમ પ્રશ્નનો ઉત્તર જ સાચો આપી દીધો.
રાક્ષસી ફરી અટ્ટહાસ્ય કરતા બોલી હજુ એક જ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે.
ત્યાં જ આજુબાજુના લોકો રાજકુમાર અને રાજકુમારી બાજુ વળી ગયા અને બોલવા લાગ્યા બચાવો,બચાવો આ રાક્ષસીથી અમને બચાવો.તેના અત્યાચારથી બચાવો. વર્ષોથી અમે તેના ગુલામ છીએ.અમને મારી મારીને હાડપિંજર જેવા કરી દીધા છે.બચાઓ, બચાઓ. તમે અમારા તારણહાર થઈને આવ્યા છો.
એ લાલ રાક્ષસી એ પૂછ્યું હવે બતાવો, પ્રેમ કરતા પણ મોંઘુ શુ છે?
બોલો,બોલો.કેમ?
તૈયાર થઈ જાવ ગુલામ બનવા.આ લાલ રાક્ષસીની સેવા કરવા.ગુલામો આવો.બનાવો ગુલામ.આપીદો ગુલામીના વસ્ત્રો.એ આદેશના સ્વરમાં બોલી.
રાજકુમાર અને રાજકુમારી એકબીજાની સામે જોવા લાગ્યા.થોડું વિચાર્યા પછી રાજકુમારી બોલ્યા પ્રેમ કરતા મોંઘો જીવ છે કેમકે અગર તમારી પાસે જીવન જ નહીં હોય તો પ્રેમ કોને કરશો?
રાક્ષસી પાછી ગભરાઈ ગઈ.તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા.તેનું મન ભાંગી ગયું.દિલમાં એક ડર અને ધ્રાસકો બેસી ગયો.બીજા પ્રશ્નનો જવાબ સાચો પડ્યો.
રાજકુમાર અને રાજકુમારીની આસપાસના લોકો ખૂબ જ ખુશ થઈ ગયા.એ બોલવા લાગ્યા.તમે આમારો ઉદ્ધાર કરો.તમે આ કષ્ટમાંથી અમને બહાર કાઢો.
લાલ રાક્ષસીના રાક્ષસો એ લોકોને પકડીને ધસડીને મારીને લઈ જવા લાગ્યા.રાજકુમાર ખૂબ જ નીડર થઈને બોલ્યા હવે ત્રીજો પ્રશ્ન બોલો.
રાક્ષસી પોતે પણ મૂંઝાઈ ગઈ.હવે, એટલી હિંમત ન રહી કે તે ઝડપથી ત્રીજો પ્રશ્ન બોલી શકે.તે મનમાં ને મનમાં વિચારી રહી મારા રાજ્યને બચાવવું હોય તો આ રાજકુમાર ત્રીજા પ્રશ્નનો જવાબ ન આપે એ ખૂબ જરૂરી છે.
હવે રાજકુમારીમાં થોડી હિંમત આવી .એ ફરી વખત રાજકુમારી બોલ્યા હવે આપનો ત્રીજો પ્રશ્ન અમને જણાવો.
લાલ રાક્ષસી બોલી તમે લોકો જીવ બચાવવા માટે શું કરશો?
રાજકુમાર અને રાજકુમારી બંને હવે મૂંઝાઈ ગયા. મૂંઝાયેલા ચહેરા સાથે ઉદાસ ચહેરે એકબીજાની સામે જોવા લાગ્યા.
રાક્ષસી આ બંનેના મનમાં વિચારો ન આવે એ માટે જોર જોરથી અટ્ટહાસ્ય કરવા લાગી.એ પ્રશ્નના જવાબ ન આપી શકે એટલા માટે તે બોલવા લાગી.હવે તમે મારા ગુલામ બનાવાના છો.આ લોકોની જેમ.આને ગુલામ બનાવી લો. દસ દિવસ સુધી ભૂખ્યા રાખો અને પછી કામે લગાડી દો.
રાજકુમાર અને રાજકુમારીને રાક્ષસોએ પકડી લીધા. તે બંનેને અલગ કરીને અલગ-અલગ દિશામાં લઇ જવા લાગ્યા.રાજકુમારી...રાજકુમાર,રાજકુમાર અમન એમ ખૂબ જ રડવા લાગ્યા.
ને રાજકુમાર એટલામાં જ બોલી ગયા અમે જીવ બચાવવા માટે તમારા ત્રીજા પ્રશ્નનો જવાબ આપીશું.
રાજકુમારનો જવાબ સાચો પડવાની સાથે જ લાલ રાક્ષસીની દુનિયા ખતમ થઈ ગઈ અને રાજકુમારી આટલી વારમાં તો એ રાક્ષસોથી ડરીને બેભાન પણ થઇ ગયેલા.
રાજકુમાર અને રાજકુમારી સીધાજ લીલા રંગની દુનિયા માં પડ્યા.
★
પુષ્પદેવના મહેલમાં શ્વેત ઋષિએ માત્ર પાણીના ગોળા મુકેલા છે.તેમાં પાણી ગોળ ગોળ ફરે છે.પાણી ભરવા માટે કોઇપણ પાત્ર નો ઉપયોગ કર્યો નથી.માત્ર પાણી જ ગોળ ફરતું દેખાય છે અને શ્વેત ઋષિએ કહેલું કે જ્યારે એક રંગ પાર કરશે ત્યારે એક પાણીનો ગોળો તેની જાતે ફૂટી જશે.
એક રંગ પાર થતા જ પુષ્પ દેવના રાજમહેલમાં પાણીનો એક ગોળો ધડાકા સાથે ફૂટ્યોને રાજકુમારીનો પરિવાર ખુશ ખુશ થઈ ગયો.જોડે બધી જ યુવાન પરીઓ પણ.
★★★
શ્વેતઋષિ એ અંજની મહાદેવનું ધ્યાન ધરી મહાદેવને કહ્યું
"મહાદેવ,પૃથ્વી પરના લોકોને તમે જે સંદેશ આપવા માંગો છો તેની વ્યવસ્થા મેં કરી દીઘી છે.મેં રાજકુમારી સૂર્યમુખીના મનમાં મારા યોગ બળથી અભિમાન, ઘમંડ ભરી દીધો કેમકે રાજકુમારને રાજકુમારી જેટલું કોઈ સાચુંને પ્રેમાળ જોડે પવિત્ર દિલવાળું ન્હોતું. એટલે મેં રાજકુમારીનો જ ઉપયોગ આપનો સંદેશો પૃથ્વીવાસી સુધી પહોંચાડવા ઉપયોગ કર્યો.હવે ખુદ રાજકુમારી જિંદગી જીવવા લોકોને પ્રેરિત કરશે."
મહાદેવ ધ્યાનમાં જ ઋષિને કહેવા લાગ્યા.તમે યોગ્ય વ્યક્તિ પસંદ કર્યા છે.
પાર્વતીજી બોલ્યા મહાદેવની ઈચ્છા પૂરી થઈ ગઈ.