Beauty - A Mystery (Part-20) in Gujarati Fiction Stories by Kaushik Dave books and stories PDF | સૌંદર્યા- એક રહસ્ય ( ભાગ-૨૦)

Featured Books
Categories
Share

સૌંદર્યા- એક રહસ્ય ( ભાગ-૨૦)

" સૌંદર્યા - એક રહસ્ય "( ભાગ-૨૦)

સૌંદર્યા- એક રહસ્ય ભાગ-૧૯ માં જોયું કે ધીમાન છ મહિના પછી આવે છે અને સૌંદર્યાને વાંસવાડા પોતાના બીજા ઘરે લઈ જાય છે.. એમના લગ્ન ની વાર્ષિક તિથિ આવે છે.. બંને પોતાની first marriage anniversary આનંદ થી મનાવે છે.

હવે આગળ.

પ્રથમ મેરેજ એનીવર્સરીના બીજા દિવસથી સૌંદર્યાને લાગે છે કે હવે દુઃખના દિવસો દૂર થયા.

એ હવે ધીમાન સાથે આનંદ અને ઉત્સાહથી દિવસો પસાર કરે છે.

આમને આમ સ્નેહથી દિવસો જાય છે.

ગણેશ ચતુર્થી આવે છે.

સૌંદર્યા ધીમાન ને કહે છે.

મારા માટે ચાંદીના ઝાંઝર લાવો. હવે તો આ ઝાંઝર જુના થયા છે..

ધીમાન સૌંદર્યા ને કહે છે.. આ પહેલી વખત તેં મારી પાસે ઝાંઝર ની માંગણી કરી. આજે તો તું બહુ ખુશ લાગે છે."

સૌંદર્યા શરમાઇ ને બોલે છે:- તમારા પ્રેમ થકી હું છું ખુશ, નવા આગંતુક નું થવાનું છે આગમન... તમે પપ્પા બનવાના છો ‌"

આ સાંભળી ને ધીમાન ખુશ થાય છે.સૌદર્યાને આલિંગન આપીને ગાલે ચુંબન કરે છે.

ધીમાન:-" સૌંદર્યા, આપણે ડોક્ટર ને બતાવી આવીએ. અહીં એક હોશિયાર ગાયનેક ડોક્ટર નાગર સાહેબ છે. સાથે સાથે નજીકમાં મહાદેવ જી નું મંદિર પણ છે... પહેલાં આપણે દર્શન કરીને હોસ્પિટલમાં જઇશું."

સૌંદર્યા:-" હમણાં ડોક્ટર ને બતાવવું નથી.. આવતા મહિને જઇશું. પણ મહાદેવ જી અને ગણેશ જીના દર્શન કરવા જરૂર જવાનું."

સંધ્યાકાળે ધીમાન અને સૌંદર્યા મહાદેવજી અને ગણેશ જીના દર્શન કરે છે.

ધીમાન:-" આ હાટકેશ્વર દાદા નું મંદિર છે. નાગરો અહીંના મંદિર ની જાળવણી કરે છે.. હાટકેશ્વર જયંતિ ના દિવસે શોભાયાત્રા અને મહાદેવ જી ની પાલખી પણ નીકળે છે."

સૌંદર્યા:-" હા, મને યાદ છે કે અમદાવાદમાં પણ ખાડિયા થી હાટકેશ્વર દાદા ની શોભાયાત્રા અને પાલખી નીકળે છે. એક વખત મેં દર્શન કર્યા હતા. ચાલો આજે મહાદેવ જી અને ગણેશ જીના આશિર્વાદ મલ્યા."

ત્યાંથી બંને માર્કેટમાં ખરીદી કરવા નીકળે છે..

સૌંદર્યા માટે ઝાંઝર લે છે. તેમજ અન્ય જરૂરી સામાન લે છે.

થોડા દિવસ પછી સૌંદર્યા આ સમાચાર ડો.સુનિતા દીદી ને જણાવે છે.

સુનીતા દીદી એને કેટલીક દવાઓ લખીને મેસેજ કરે છે. તેમજ ડોક્ટરને બતાવી આવવા કહે છે.કેટલીક સલાહ પણ આપે છે.

ધીમાન કહે છે કે જે બાબો કે બેબી સંતાન આવશે એ સ્વિકારી લેશે.

આ સાંભળી ને સૌંદર્યા તનાવમુક્ત થાય છે..

એને ભય લાગતો હતો કે સંતાન બેબી આવશે તો ધીમાન મને છોડી ને જતો રહેશે..તો!..

પણ ધીમાનની વાતથી સંતોષ થાય છે.

ધીમાન સૌંદર્યાને લઈને ડો.નાગરને બતાવવા જાય છે.

ડોક્ટર ચેકઅપ કરીને દવાઓ નિયમિત લેવાનું તેમ જ હેલ્થ સાચવવા જણાવે છે.

સૌંદર્યા ધીમાન ને પોતાની પાસે કાયમ જુએ છે..

સૌંદર્યા ખુશ થઈ ને ગાય છે.

તને જોઈ જોઈને કરું સ્મિત,
થઇ હું હવે આનંદિત,
તારા ચંદ્ર મુખ પર,
હું વારી જાવું રે,
ઓ રાજ, તારા મુખ કમલ પર વારી જાઉં રે,

આવો મારી પાસે મનમોજી,
આંખોથી આંખો મેળવી,

ઓ રાજ,તારા નયનમાં મને દેખું રે,(૨)

ના રહું હું તારા વગર,
મને સતાવે યાદ પલ પલ,
ઓ રાજ,મારા હ્રદયમાં તમે વસી જાવ રે(૨)

सौंदर्या:-

आपको काजल बना लूं ,
मेरे आन्खो में बसा लू ,
राज , पलकों में बंद कर रखूगी ,

धीमान:-

पलकों में बंद हुए तो नींद कैसे फिर आएगी ,

फिर तो गौरी , पिया को तुम्हारी याद बहुत तड़पाएगी ।

દિવસો પસાર થાય છે..

કાર્તિક પૂર્ણિમા આવવાની હોય છે..

ધીમાન:-" સૌંદર્યા, મારે બે દિવસ માટે મંદસૌર પશુપતિનાથજીના દર્શન કરવા જવાનું છે.. કાર્તિક પૂર્ણિમા નો મોટો મેળો ભરાય છે.. અને એક અગત્યનો મેસેજ પણ આવ્યો છે.. મારે મંદસૌર ગયા વગર ચાલે એમ નથી."

સૌંદર્યા:-" પણ હું પણ આવીશ. મારે પણ મેળામાં જવું છે."

ધીમાન:-" તને આ સ્થિતિમાં લઇ જઇ શકાય નહીં..બસ બે કે ત્રણ દિવસમાં જ પાછો આવીશ.. ચોક્કસ.. મારી રાહ જોજે... મંદસૌર દૂર ક્યાં છે? આ રાજસ્થાન ને અડીને મધ્ય પ્રદેશ માં છે."

સૌંદર્યા:-" પણ પહોંચી ને મને કોલ કે મેસેજ કરજો. જલ્દી આવજો.. મેળામાં જાવ છો તો મારા માટે કંઈ ક લાવજો."

ધીમાન:-

હા,તારા માટે હું લાવીશ.
તને હું કેટલો પ્રેમ કરું છું..
તને દિલથી ચાહું છું..
હું ચોક્કસ તને કોલ કરીશ કે મેસેજ કરીશ..પણ જો મને આવતા વાર લાગે તો તું ઈડર જતી નહીં.મારી રાહ જોજે.

गोरी रे प्रित की डोर ना तूटे,
गोरी रे प्रित की डोर ना तूटे,
इस जनम में,उस जनम में,
सौ जनम में साथ ना तूटे,
मेरी जान कंवर सा,

અને કાર્તિક પૂર્ણિમાના એક દિવસ પહેલા ધીમાન મંદસૌરના મેળામાં જવા નીકળે છે.

સૌંદર્યા ધીમાન ના ગયા પછી થોડી ગમગીન થઈ જાય છે ‌‌
..
કદાચ‌. પાછા.. ના આવે તો?..

સૌંદર્યા વાંસવાડાથી મંદસૌરનો રસ્તો સર્ચ કરે છે.

... ઓહ્. માય.. ગોડ..

સૌંદર્યા ને મેપ જોતા ખબર પડે છે કે, મંદસૌર જતા રસ્તામાં પ્રતાપગઢ આવે છે.. મંદસૌર નો રસ્તો અઢી કલાક નો છે.

સૌદર્યાને હવે ચિંતા થવા લાગી..

ધીમાને મંદસૌર પહોંચી ને કોલ કરીને તબિયત ની ખબર અંતર પુછી. ને સવિતા ચાચી ને કંઈ હોય તો પુછી લેવું એમ કહે છે.

પણ..

ધીમાન ના ગયે ત્રણ દિવસ થયા..

પછી.. કોઈ સમાચાર આવ્યા નહીં..

સૌંદર્યાને ચિંતા થવા લાગી..

બીજા બે દિવસ ગયા..

પણ... ધીમાન ના કોઈ સમાચાર આવ્યા નહીં..

સૌંદર્યાને ગભરામણ થવા લાગી..

એને ચક્કર આવવા માંડ્યા..

આ જોઈ ને સવિતા ચાચીએ એને સાંત્વના આપી..

ને નજીક રહેતી એક ઉંમર લાયક દાઈ ને બોલાવી લાવી.

દાઈ એ સૌંદર્યા ની નાડી જોઈ ને બોલી.. ખુશ ખબરી છે.. સૌંદર્યાને બાબો છે.. ચિંતા કરવા જેવી નથી.. એણે આનંદ માં રહેવું. ડોક્ટર ને બતાવી ને દવા લેવી.. ચિંતા કરવી નહીં.. છતાં કોઈ કામ હોય તો કહેજો.

આ સાંભળી ને સૌંદર્યા ખુશ થાય છે...પણ.. ધીમાન ના સમાચાર આવતા નથી.. મન મક્કમ કરે છે..

બીજા દિવસે સવિતા ચાચી સાથે ડોક્ટર ને બતાવી ને દવા લે છે.

બીજા દિવસે ધીમાન નો મેસેજ આવે છે..‌

સોરી નો.....

બસ સાંજ સુધીમાં પહોંચું જ છું..

આ વાંચીને સૌંદર્યાને આનંદ થાય છે...

પણ પછી વિચારે છે કે જો બાળકનો જન્મ થયા પછી હું મુળ સ્વરૂપે આવું તો મારા બાળક નું શું?. મારી માં ની મમતા છીનવાઈ જશે.. ના.. ના.. હું સૌંદર્યા તરીકે જ રહીશ... માં ને વિનંતી કરીશ.. મારે હવે સૌરભ બનવું નથી...

સાંજે ધીમાન આવે છે.

આટલા દિવસો ક્યાં હતો એ કહે છે.

ધીમાન:-" મંદસૌરના મેળામાં પહોંચ્યા પછી ખબર પડીકે કોઈ આતંકવાદીઓ હુમલો કરવાના છે.એ આતંકવાદીના સંતાવવાની જગ્યાએ હું પહોંચ્યો.ને એક ને ત્યાં જ પાડી દીધો.
બીજા બે ભાગી ગયા હતા. એમનો પીછો કરતા એ ભોપાલ બાજુ ભાગ્યા. ને પછી પોલીસની સહાયતાથી બંને ને પકડી લીધા."

સૌંદર્યા:-" પણ ન્યૂઝ ચેનલમાં આવા તો કોઈ સમાચાર નહોતા. કે તમે પ્રતાપગઢ ગયા હતા.?"

ધીમાન:-" જો.. સૌંદર્યા, તું મારા પર ભરોસો રાખ. હું પ્રતાપગઢ ગયો નથી. ને હવે પ્રતાપગઢ માં કોઈ સગાં રહેતા નથી. ઘણા સમાચારો ન્યૂઝ ચેનલો પર આપવામાં આવતા નથી.. એમાં પણ આતંકવાદી પ્રવૃત્તિઓ ના.. ખાસ.."

સૌંદર્યા:-" મને તમારા પર ભરોસો તો છે જ.. પણ જ્યારે તમે ના આવ્યા ત્યારે શંકાકુશંકા થવા લાગી. તમને એક સારા સમાચાર કહું. મારી તબિયત થોડી બગડી હતી ત્યારે સવિતાચાચી એક દાયણ બહેન ને બોલાવી લાવ્યા હતા.એમણે નાડી જોઈ ને અને તપાસીને કહ્યું કે સંતાન બાબો છે.. હવે ખુશ છો ને.! પછી ડોક્ટર ને બતાવ્યું હતું."

ધીમાન આ સાંભળીને ખુશ થયો..

એ મનમાં વિચારવા લાગ્યો કે આ સંતાન બાબો આવશે એ પછી સૌંદર્યા નો શ્રાપ પુરો થવા આવશે.. ને એ પહેલાં મારે પણ... ગુરૂજી પાસે જવું પડશે.....

ધીમાન સૌંદર્યા ને ખુશ કરવા માટે એની સાથે લાવેલી ચીજવસ્તુઓ બતાવે છે.

આ જોઈને સૌંદર્યા કહે છે.

मेरे बलमा,म्हारा सारु परदेश से क्या लाये हो,
त्हारी बन्नी सारू भेंट कोई लाया जी,
बोलो कांई ल्याया जी बोलो कांई ल्याया जी'

ધીમાન:-
કોટા શહેરથી તારા માટે ચુડીઓ લાવ્યો છું.
બુંદી શહેરથી તારા માટે પન્ના જડેલો હાર પણ લાવ્યો છું.

લેતા જજો રે દલડું દેતા જજોરે,
બદલે મેં પ્યાર તારો દેતા જજોરે,

બિકાનેર થી ગોરી તારાં માટે પાયલ લાવ્યો છું.
સાથે સાથે જયપુરી સાડી પણ લાવ્યો છું.

લેતા જજો રે દલડું દેતા જજોરે,
બદલે મેં પ્યાર તારો દેતા જજોરે,

આ ભેંટ અને ચીજવસ્તુઓ જોઈને સૌંદર્યા ખુશ થાય છે.
ધીમાન પ્રત્યેની શંકા દૂર થાય છે.

હવે ધીમાન દરરોજ સવાર સાંજ સૌંદર્યાને રામાયણની ચોપાઈઓ,કથા.. કૃષ્ણ લીલા તેમજ મહાભારતની શૌર્ય વાર્તા ઓ સંભળાવે છે..

આમ હવે સૌંદર્યા ને સાતમો મહિનો બેસે છે.

ધીમાન:-" સૌંદર્યા, હવે સમય આવી ગયો છે.. તારે ડિલિવરી અમદાવાદ કે જબલપુર કરવાની છે?"
સૌંદર્યા:-" મારા પપ્પા મમ્મી તો હરદ્વાર જ છે.. હું જબલપુર ફોન કરીને પુછી જોઉં."

સોદર્યા જબલપુર ફોન કરીને માં ને અને ડો. સુનિતા દીદી ને જણાવે છે..

તેઓ ડિલિવરી જબલપુરમાં કરાવવા તૈયાર થાય છે.

ધીમાન અને સૌંદર્યા જબલપુર જાય છે..

ધીમાન સૌંદર્યાને 'માં ચંદ્ર કલા માં' ને સોંપે છે..

અને એક રૂમમાં ધીમાન અને માં વાત કરે છે..

બહાર આવીને ... ધીમાન અને માં સૌંદર્યાને રૂમમાં બોલાવે છે.

ધીમાન:-" સૌંદર્યા, હવે તારી ડિલિવરી અહીં થવાની છે.. પણ હું હવે અહીં આવી શકીશ નહીં. મેં માં સાથે ચર્ચા કરી લીધી છે.. એમણે તારી બધી જવાબદારી લીધી છે. મારા ગયા પછી માં તને મારા વિશે કહેશે.. તેમજ બાબાના જન્મ પછી ક્યારે તારો શ્રાપ પુરો થશે એ 'માં' જણાવશે. તને દુઃખ તો થશે જ..
પણ મારો અને સૌંદર્યાનો જનમોજનમ નો સંબંધ રહેશે.. ભવિષ્ય માં કદાચ હું તારા મુળ રૂપ ને મલીશ.. તારા શ્રાપના નિવારણ માટે જ હું આવ્યો હતો.. તેં મારા માટે ઘણો ભોગ આપ્યો છે. આપણા થનાર સંતાનની જવાબદારીની વ્યવસ્થા કરતો જવાનો છું. તું કોઈ ચિંતા કરીશ નહીં... પણ જતા જતા તને તારા સુખી જીવન માટે બાર હીરા આપતો જાવું છું... એક એક હીરાની કિંમત એક કરોડ છે."

સૌંદર્યા:-" ના, મારે નથી જોઈતા.. પણ તમે મને મુકીને જતા નહીં..તમે મને લેવા આવજો.. મારે મુળ સ્વરૂપે આવવું નથી.. મારી માં ની મમતા નું શું?"

ધીમાન:-" તું આવા વિચારો ના કર.તારે તારા માતા પિતા નો પણ વિચાર કરવાનો છે.. ને તારૂં આ રૂપ તો temporary છે.. તારે મુળ સ્વરૂપે આવવું જ પડશે. ગુરૂજી સાથે વાત કરી છે. મારી આ ભેંટ સ્વિકારી પડશે.. તો જ હું માનીશ કે તેં મને માફ કર્યો છે."

માં બંને ને રૂમમાં એકાંત આપવા બહાર નીકળે છે.

ધીમાન ગમગીન બનીને સૌંદર્યાને મનાવે છે..

સૌંદર્યાને ઘણું દુઃખ થાય છે..

ધીમાન સૌંદર્યાને મહાભારતનો એક પ્રસંગ કહે છે..

જે આગાઉ કહ્યો હતો..
ભિષ્મ પિતામહ યુવા યુધ્ધિષ્ઠીરને આ પ્રસંગ કહે છે....
ને સમજાવે છે કે અગાઉ પણ તારી જેમ વર્ષો પહેલાં પુરુષમાં થી સ્રી બનેલા બે કેસ હતા.. પછી શ્રાપ પુરો થતા પુનઃ પુરુષ રૂપ ધારણ કરવું પડ્યું હતું....અંતે એક સવાલ પુછે છે..

જેનો જવાબ સૌંદર્યાએ પુનઃ પુરુષ રૂપ ધારણ કરીને પિતા બને ત્યાર પછી આપવો પડશે....

આખરે સૌંદર્યા પોતાની હેલ્થ અને બાળકના સારા ભવિષ્ય માટે ધીમાન ની ભેંટ સ્વિકારે છે..

ધીમાન સૌંદર્યાને સ્નેહ કરીને વિદાય લે છે..

ધીમાન ની વિદાય પછી સૌંદર્યા ને જીવનમાં ખાલીપો લાગે છે..

પણ ગૌરી,રાધા અને કલ્યાણી, લક્ષ્મી એનું મનોબળ મજબૂત બનાવે છે.

સૌંદર્યા ' માં ' ને સવાલ કરે છે.

" કેમ મારા જીવનમાં આવી તકલીફો? મારા ધીમાન ક્યાં છે? અસલ માં એ કોણ છે? મારા પુનઃ પુરુષ રૂપ પછી મારા સંતાનનું શું?"

' માં ' સૌંદર્યા ને સમજાવે છે.

" તારા સંતાનની જવાબદારી મારી છે. ગૌરી તારી અને તારા સંતાનની દેખભાળ રાખશે. તારા નસીબમાં આ જ લખાયેલું છે. તારો શ્રાપ પુરો થતા પુનઃ પુરુષ રૂપ ધારણ કરવું પડશે..
ધીમાન કોણ છે? તો જવાબ છે કે ધીમાન એના પાછલા જીવનમાં થયેલી ભુલ સુધારવા તેમજ તારા શ્રાપ નું જલ્દી નિવારણ થાય એ માટે જ કુદરતે એને મોકલ્યો છે. એ પૃથ્વી રક્ષક છે.. ને એ આ દુનિયાનો નથી.. ધીમાન ભવિષ્યમાં થી આવેલો છે. એના સૌંદર્યા પ્રત્યેના પ્રેમના કારણે જ આવ્યો હતો.. તું કોઈ પ્રકારનો શોક ના કર. હજુ તારે તારા સંતાનને જન્મ આપવાનો છે.. તું બહાદુર માં ની બહાદુર દીકરી છે..
પુનઃ સૌરભ બની ને તારા માતા પિતા ને સંતાન સુખ આપવાનું છે. તું એક જવાબદાર છે.. ને ભવિષ્યમાં તારી રાહ જોતું કોઈ બેસેલુ છે."

' માં ' ચંદ્ર કલા ની વાણી સાંભળી ને સૌંદર્યાનો શોક દૂર થાય છે.
પોતાની પાસેના બાર હીરા "માં'' ને સોંપે છે.

ગૌરી સૌંદર્યા ને લઈ ને ડો.સુનિતાદીદી પાસે ચેકઅપ કરાવવા જાય છે.
સુનિતા દીદી સૌંદર્યાની ડિલિવરીની બધી જવાબદારી ઉપાડી લે છે.. યોગ્ય દવાઓ નિયમિત લેવાનું કહે છે.

ચૈત્ર સુદી આઠમ ના દિવસે સૌંદર્યા ને પેઈન થાય છે.

ગૌરી સૌંદર્યા ને લઈ ને ડો.સુનિતા દીદીની હોસ્પિટલમાં દાખલ કરે છે..

સુનિતા દીદી ચેકઅપ કરીને કહે છે કે નોર્મલ ડિલિવરી માટે હજુ એક બે દિવસ થશે. સૌંદર્યાને સુનિતા દીદી પોતાના ઘરે રોકી લે છે.‌

ને.. આખરે એ દિવસ આવી ગયો..

જેની સૌંદર્યા રાહ જોતી હતી....

ચૈત્રી નોમ રામનવમી ના દિવસે સંધ્યાકાળે સૌંદર્યા પુત્રને જન્મ આપે છે.

સૌંદર્યા પોતાના ધીમાન ને યાદ કરતી પોતાના પુત્ર ને વ્હાલ કરે છે..

' માં ' ના આશ્રમમાં સૌંદર્યાના પુત્રનું નામકરણ રાખવામાં આવે છે.

છઠ્ઠી ના દિવસે ડો.સુનિતા દીદી સૌંદર્યાના પુત્રનું નામકરણ કરે છે.

સૌંદર્યાના પુત્રની રાશી કર્ક આવે છે..
નામ ડ અને હ પરથી પાડવાનું હોય છે.' માં ' ડો.સુનિતાને નામ પાડવાનું કહે છે.
સુનિતા દીદી બે નામ સુચવે છે.એક હેમિશ અને બીજું હેમેન..

સુનિતા નામનો અર્થ બતાવે છે.
હેમિશ એટલે ' lord of earth '..
હેમેન એટલે ' king of gold.

આખરે હેમિશ નામ પસંદ કરવામાં આવે છે.
ડો.સુનિતા દીદી સૌંદર્યાના પુત્ર નું નામ ' હેમિશ ' પાડે છે.

સૌંદર્યા અને એના પુત્રની દેખભાળ ગૌરી તેમજ બીજી દીદી ઓ કરે છે.. પણ ગૌરી હેમિશને પોતાના સંતાનની જેમ રાખે છે..

આમને આમ એક વર્ષ થાય છે..
હેમિશ એક વર્ષ નો થયો.

સૌંદર્યા પોતાના સંતાન પ્રેમમાં ખોવાઈ જાય છે..

અને એક દિવસ...

' માં ' પોતાની રૂમમાં ગૌરી અને સૌંદર્યા ને બોલાવે છે.

માં :-" જો સૌંદર્યા, હવે તારો સૌંદર્યા તરીકે નો સમય પુરો થાય છે. ઈશ્વર કૃપાથી તારા શ્રાપ નું નીવારણ થાય છે..
તારે હવે પુનઃ સૌરભ તરીકે જીવન પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે.. ઈશ્વર કૃપાથી ગુરુજીનો આદેશ છે કે હવે સૌંદર્યા નો શ્રાપ પુરો થાય છે.. એટલે એને તપસ્યા ભુમિ માં લઇ જવાની છે. ત્યાં એ પુનઃ સૌરભ બનશે."

સૌંદર્યા:-" મારા પુત્ર હેમિશ નું શું ? એક માં ની મમતા છીનવાઈ જાય છે."

માં :-" જો બેટા, તું પણ એક માં નો દીકરો છે..એ માં ના દીલમાં શું વિત્યું હશે..? તને સૌંદર્યા તરીકે જોઈને એમના દીલમાં પણ દુઃખ થતું હશે.હવે સમય આવ્યો છે તારે તારા મા-બાપની સૌરભ તરીકે સેવા કરવી.. ને ..હા.. હેમિશની ચિંતા ના કર.
તને માતા યશોદા અને કૃષ્ણની કહાની તો ખબર હશે.
તારા હેમિશને તારી દીદી ગૌરી પોતાના જીવથી વધુ સારી રીતે રાખશે. યશોદા બનીને એક માં નો પ્રેમ આપશે. અમે પણ છીએ. જો સૌંદર્યા જ્યારથી તું સૌંદર્યા બની ત્યારથી ગૌરી એ જ તને સારીરીતે સંભાળ રાખી.. એક દીદી કે એક માં બનીને તને પ્રેમ આપ્યો. તને ગૌરી પર ભરોસો છે ને?. તારા લગ્ન વખતે પણ મેં ગૌરી ને જ મોકલી હતી.. એના કરતા વધુ સારીરીતે તને કોઈ જાણી ના શકે.
મારા બદલે એણેજ એક માં તરીકે તારૂં કન્યા દાન કર્યું.. એના દીલમાં માં ની મમતા છે.. તને ગૌરી પર વિશ્વાસ છે ને?"

સૌંદર્યા:-" હા, મને ગૌરી દીદી પર વિશ્વાસ છે. પણ મારી મમતા..! મારી નજર સમક્ષ હેમિશ ને જોતા હું એના વગર રહી શકીશ નહીં. મને પણ મારા મા-બાપ ની ચિંતા છે.. હું દ્વિધા અનુભવું છું.. શું કરવું?"

માં :-" તને તારી માં પર વિશ્વાસ છે? તો મારી વાત માન.. ને હું બીજો ઉપાય પણ કરું છું. જેવો તું સૌરભ બનીશ કે એ પછી તારે મારી એક વાત માનીને અમદાવાદ તારા મા-બાપ ની સેવા કરવાની છે..તારે તારી મનપસંદ કન્યા સાથે લગ્ન કરીને મા-બાપ સાથે રહેવાનું છે.. ગૌરીને હેમિશ સાથે એક ગુરુમાં ના ગુરૂકુળમાં મોકલવાની છું.. તારા સંતાનનું ભવિષ્ય ઉજળું છે.. તું ચિંતા ના કર."

સૌંદર્યા:-" સારું માં,પણ મને મારા હેમિશના સમાચાર મલતા રહેવા જોઈએ. મને મારી ગૌરી દીદી પર ભરોસો છે.. હું તમારી બધી વાત માનવા તૈયાર છું"

માં:-" તો સૌંદર્યા, કાલે સવારે આપણે નદીના પેલેપાર આવેલી મારી તપોભૂમિ જવાનું છે."

બીજા દિવસે સવારે ગૌરીને સૌંદર્યાના પુત્ર હેમિશ સાથે ગુરુમાં ના આશ્રમમાં વિદાય કરે છે.

સૌંદર્યા લાગણીશીલ બંને છે..
ખૂબ રડે છે..
..છેલ્લા છેલ્લે હેમિશને ખુબ લાડ અને પ્રેમ કરે છે.

માં સૌંદર્યાને ખુબ સમજાવે છે.

ગૌરીની હેમિશ સાથે વિદાય થાય છે.

' માં ' રાધા અને સૌંદર્યા ને લઈ ને તપોભૂમિ જાય છે.. સાથે પુરુષ માટેના બે જોડી કપડાં લે છે...
જેવા તપોભૂમિ પાસે આવે છે કે દૂરથી એક વાઘ તપોભૂમિ પાસે આવે છે.

સૌંદર્યા અને રાધા ગભરાઈ જાય છે.
માં ની પાછળ લપાઈ જાય છે..
આ જોઈ ને માં ધીમું સ્મિત કરે છે..
રાધા બોલે છે.. માં આ એજ વાઘ છે જેના કારણે આ તપોભૂમિ માં દાખલ થઇ હતી. અને શ્રાપનો ભોગ બની ને સૌંદર્યા બની હતી..

માં કહે છે..હા.. મને ખબર છે.

એ વાઘ માં પાસે આવીને માં ની ચારેબાજુ આંટા મારે છે..
માં પ્રેમથી એ વાઘ પર હાથ ફેરવે છે..

બોલે છે.:-" રાધા, તું આ તપોભૂમિની બહાર બેસ. હું સૌંદર્યાને લઈ ને તપોભૂમિમાં જાવ છું.."

આટલું કહેતા જ એ વાઘ તપોભૂમિની ઝુંપડીમાં દાખલ થાય છે..

પાછળ પાછળ ' માં ચંદ્ર કલા માં' અને સૌંદર્યા પણ તપોભૂમિની ગુફામાં પ્રવેશ કરે છે.

( ક્રમશઃ ભાગ-૨૧ માં સૌંદર્યાનો શ્રાપ પુરો થાય છે.. એ પુનઃ સૌરભ બનશે. સૌરભ બનીને એનું જીવન કેવું જશે?
'સૌંદર્યા - એક રહસ્ય' વાર્તા સૌરભથી શરૂ થઈ હતી..
હવે અંત પણ સૌરભના જીવનમાં આવતા વળાંકોથી પુરી થશે. સૌરભ જબલપુરથી નર્મદા કિનારે આવેલા સ્થળોની મુલાકાત લે છે.. જ્યાં એને વિવિધ અનુભવ થાય છે.. અંતે અમદાવાદ આવીને મા-બાપ ની વાત માનીને લગ્ન કરે છે..પણ.. કોની સાથે?.. કદાચ ભાગ ૨૨ મો અંતિમ ભાગ હશે....જાણવા માટે વાંચો મારી ધારાવાહિક વાર્તા સૌંદર્યા-એક રહસ્ય)🙏 કૌશિક દવે ના જય શ્રી કૃષ્ણ 🙏