મારી આશિકી... - 2 (કમાઈમેક્સ - અંતિમ ભાગ)
કહાની અબ તક: મારા હેમંત ને એવું કહેવાની પ્રીતિની હિંમત શું થઈ, મન તો એણે એક ઝાપટ મારવાનું થઈ ગયું હતું! ક્લાસમાં સૌથી હોશિયાર હેમંત ને એકવાર મે હિંમત કરી ને કોફી પીવા ઇન્વાઇટ કરી દીધો. એ પછી તો અમે નંબર ની આપ લે કરી. એની સાથે મને પુસ્તક મેળામાં જવાનું ખૂબ જ ગમ્યું! અમે વધારે કલોઝ આવી ગયા. જ્યારે એ મને કોલ કરી ને કહેતો કે તાન્યા, તાનું... મને બહુ ગમે છે તારા અવાજ ને સાંભળવાનું તો હું તો શરમથી મારા ચહેરા ને ચાદર માં છુપાવી લેતી! એક વાર મારા અસ્ત વ્યસ્ત વાળ જોઈ એણે મને ઓળવીને તો આવ એવું કહ્યું તો મેં એને મારે તો મરી જવું છે એમ કહી જ દીધું! ઓય તને શું દુઃખ પડી ગયું, એમ એણે મને ધારદાર નજર નાંખતા પૂછ્યું!
હવે આગળ: "દુઃખની વાત ના કર, અહીં તો પોતાના જ મારી નાખવા બેઠા છે!" મેં વધારે દુઃખી થતાં કહ્યું.
"પણ થયું શું?!" એણે મારા હાથને પકડવા ચાહ્યો, પણ મેં હાથને દૂર કરી દીધો!
મારી બસ આટલી હરકતથી જ એણી જમણી આંખમાંથી એક આંસુ વહીને નીચે પડી ગયું! પણ હું એણે નિષ્ઠુર બનીને બસ જોઈ રહી, જાણે કે કોઈ ઠોઠ વિદ્યાર્થીને સજા આપીને શિક્ષક એના દર્દથી દૂરી કરી લે!
પણ અહીં એવું તો હતું જ નહિ, મને પણ દર્દ થઈ રહ્યું હતું! મેં બુક ઓપન કરી અને એમાં માથું નાખી દીધું! એ પણ ચૂપચાપ બાજુમાં આવીને બેસી ગયો. એનો હસતો ચહેરો બહુ જ ગંભીર અને ઉદાસ થઈ ગયો હતો!
માંડ ત્રીજી વાર રીંગ વાગી ત્યારે મેં એનો કૉલ રીસિવ કર્યો.
"જમી?!" એણે એના તેજહિન અવાજમાં પૂછ્યું.
"ના... જમી કે ના જમી તારે શું?!" મેં એને કહી જ દીધું!
"તું તારી પ્રીતિને પૂછ!" મેં એને કહી જ દીધું, જેનો ઉભરો મારા મનમાં છેલ્લાં કેટલાક સમયથી આવ્યાં કરતો હતો!
"ઓય! ભાભી છે એ તો મારી! એ તો એમને મને એવું કહેલું કે કૉલેજમાં તો નામ લઈને જ બોલવાનું એમ! એટલે જ તો એ મારા ગળે હાથ રાખીને વાતો કરે, મારી પાસે રહે! કેમ કે ભાઈએ એમને મારું ધ્યાન રાખવા કહ્યું છે! એટલે તે એ દિવસે મને કહેતા કે કોઈ છોકરી સાથે તું બહુ રહેતો નહિ એમ!" એણે એની વાત કહી તો મને તો એટલો અફસોસ થઈ રહ્યો હતો જાણે કે ક્યારે આ જમીન ફાટે અને હું એમાં સમાઇ જ જાઉં!
"સારું, તું જમી લે, ઓકે!" એણે મને ફરી કહ્યું.
"ના, નહિ જમવું, મરી જવું છે મારે તો!" મેં ઉદાસીનતાથી કહ્યું.
"ઓ પણ થયું શું છે!" એણે કહ્યું તો એના અવાજની ભીનાશ પણ જણાઇ આવતી હતી.
"અરે યાર માસી કાલે છોકરો લઈને આવે છે, અને હું જેને લવ કરું છું એણે મને આઈ લવ યુ પણ નહિ કહ્યું!" મેં ચિડાઈ જતાં કહ્યું.
"ઓહ, તો તું કોને લવ કરે છે?!" સાવ ધીમેથી એણે પૂછ્યું.
"તને..." એણે અટકી જઇને ફરી ઉમેર્યું, "નહિ ખબર!"
"ના કહીશ, ઑક્કે!" મેં એને થોડા ગુસ્સામાં કહ્યું તો એણે "અરે આઈ લવ યુ, બાબા!" આખીર કહેવું જ પડ્યું.
"આઈ લવ યુ ટુ! એન્ડ સોરી યાર ફ્રેન્ડે એવું કહ્યુંને તારું અને પ્રીતિ વિશે તો..." મેં કહ્યું.
"ઓકે, ચાલ હવે જમી લે તું!" એણે બહુ જ પ્યારથી કહેલું.
(સમાપ્ત)