Beauty - A Secret (Part 12) in Gujarati Fiction Stories by Kaushik Dave books and stories PDF | સૌંદર્યા - એક રહસ્ય (ભાગ -૧૮)

Featured Books
Categories
Share

સૌંદર્યા - એક રહસ્ય (ભાગ -૧૮)

સૌંદર્યા- એક રહસ્ય ( ભાગ-૧૮)


સૌંદર્યા - એક રહસ્ય ના ભાગ -૧૭ માં જોયું કે સૌંદર્યા અને ધીમાન ના લગ્ન નક્કી થાય છે.. સંગીત કાર્યક્રમમાં સૌંદર્યા રાજસ્થાની લોકગીત પર પરફોમન્સ કરે છે. ધીમાન Emotional થાય છે.. ધીમાન ના ભાઈ દેવ કહે છે કે ભાઇ,સૌંદર્યા ભાભી ની યાદ આવી?.

હવે આગળ...

ધીમાન ધીમા સ્વરે :-" દેવ,આ વાત અહીં કોઈ ને કહેતો નહી.. પ્રસંગ માં ખલેલ પડશે.એ હાદસો ભુલી શકાશે નહીં..મારી જ ભુલ હતી.. એ ભુલનુ પ્રાયશ્ચિત કરવાનું છે.. તારી ભાભીનો આત્મા ની મુક્તિ માટે...પણ...... બધી... વાત બીજી વાર તું મલીશ ત્યારે કહીશ.. હવે કંઈ બોલતો નહીં."

એટલામાં ધીમાન ના ઘરની ડોર બેલ વાગે છે.. ધીમાન શાંતિ દાઇ માં સામે જુએ છે.

શાંતિ દાઈ માં:-" शायद मेरे लड़के की बिंदडी है।मदद के लिए बुलाई है।"

શાંતિ દાઈ માં સાથે ગામઠી ડ્રેસમાં એક યુવતી કપડાંની ગઠરી લાવી હોય છે.

"इसका नाम रेशमा है।"

હવે કોણે પરફોમન્સ કરવું એ નક્કી થતું નથી.. સૌંદર્યા અને લક્ષ્મી ગૌરી દીદી ને વિનંતી કરે છે...
પણ પરફોમન્સ ના બદલે ગીત ગાય છે.
ગૌરી:-
प्यार मिल जाए पिया का प्यार मिल जाये
हाँ ऐसा प्यार मिल जाए
गोरी शंकर जी के जैसी जोड़ी बन जाए
हाँ ऐसी जोड़ी बन जाए

હવે પરફોમન્સ કરવા માટે દેવ અને લક્ષ્મી સાથે તૈયાર થાય છે.

ला ला ...
दीदी तेरा देवर दिवाना
दीदी तेरा देवर दिवाना
हाय राम कुड़ियों को डाले दाना
को: हाय राम कुड़ियों को डाले दाना

(धंधा है ये उसका पुराना) - २
हाय राम कुड़ियों को डाले दाना
को: हाय राम कुड़ियों को डाले दाना

સુંદર પરફોમન્સ ને તાલીઓથી વધાવે છે.
હવે પરફોમન્સ ધીમાન અને સૌંદર્યા કરવાના હોય છે..
રાજસ્થાની ગીત પર...

સૌંદર્યા:-
मिश्री सुँ मीठी बांता थारी मन है प्रेम को झरणों सा
काँच भी थासुँ शरमा जावे ऐसो रूप सजिलो सा

ધીમાન:-
बन्नी थारो चाँद सरिसो मुखड़ो कोई नजर नही लग जाय
बन्नी थोड़ा हळवे हळवे चालो कोई मोच नही पडजाय
बन्नी थारो चाँद सरिसो मुखड़ो कोई नजर नही लग जाय
बन्नी थोड़ा हळवे हळवे चालो कोई मोच नही पडजाय

આ બંને ના પરફોમન્સ થી બધા ખુશ થાય છે...
ગૌરીને થાય છે...હાશ.. બંને ને સારૂં જ બની રહ્યું છે..

દેવ ધીમાન ને બીજુ એક પરફોર્મન્સ કરવા કહે છે..

ધીમાન અને સૌંદર્યા રાજસ્થાન નું પ્રખ્યાત લોક ગીત ..
અને " નૌકર" ફિલ્મ માં સંજીવકુમાર અને જ્યાં ભાદુરી પર ના ગીત પર કરે છે.

સૌંદર્યા:-
पल्लो लटके रे म्हारो पल्लो लटके (૨)
ज़रा सा टेढ़ो हो जा बालमा म्हारो पल्लो लटके
ધીમાન:-
जियो भटके रे म्हारो जियो भटके (२)
ज़रा सा ऊँ ज़रा सा आ
ज़रा सा सीधो हो जा ज़ालिमा म्हारो जियो भटके .....

બધાને બંનેના પરફોમન્સ બહુ ગમી ગયા..
પરફોર્મન્સ પતી ગયા પછી...

લક્ષ્મી:-" સૌંદર્યા દીદી તમે સરસ પરફોમન્સ કર્યું..ને આ રાજસ્થાની ગીતો ક્યાંથી શીખ્યા?"

સૌંદર્યા:-" દીદી, છેલ્લા ત્રણ દિવસથી હું રાજસ્થાની લોકગીતો અને ગુજરાતી ગીતો સાંભળી ને દીવસ પસાર કરું છું...
કાલે મને એમણે ગાઇડ કરીને કહ્યું કે આ ગીત પરફોર્મન્સ માટે સારૂં છે.. ને અમે કર્યું... એમને સરસ આવડતું હોય એમ લાગે છે."

બીજા દિવસે...

સવાર સવારે ઉદેપુર થી મેનેજરનો આસીસ્ટન્ટ પોતાની સાથે લગ્ન નો જરૂરી સામાન ,ગોર મહારાજ અને એના મદદનીશ ને લેતો આવ્યો.

સવારથી આકાશમાં થોડા થોડા વાદળો દેખાવા માંડ્યા.

સવારે સૌંદર્યાની પીઠી નો કાર્યક્રમ શરૂ થયો.
ગૌરી, લક્ષ્મી, રેશમા અને દાઈ માં એ સૌંદર્યાની હલદી પીઠી કરી.


સૌંદર્યાને લક્ષ્મી અને ગૌરી એ લગ્ન માટે તૈયાર કરી.' માં ચંદ્ર કલા માં ' એ મોકલેલું પાનેતર તેમજ દાગીના પહેરાવ્યા.

ધીમાન પણ પરંપરાગત રાજસ્થાની શેરવાની પહેરી ને તૈયાર થયો.

હવે લગ્ન નો સમય થવા આવ્યો.

સૌદર્યા ને લગ્ન માટે ધીમાન સાથે બેસાડી.

ગોરમહારાજે મંત્રોચ્ચાર શરૂ કરીને લગ્ન વીધી નો આરંભ કર્યો.

"વક્રતુંડ મહાકાયક સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ને કુરુવે દેવા સર્વ કાર્યેશું સર્વદા”

મંગલાષ્ટક અને મંગલ ગીતો શરૂ થયા.

પ્રારંભે સહુ કાર્યમાં જગત આ,જેને સદા પૂજતું,

રીધ્ધી સિદ્ધિ સહીત જે જગતનું,નિત્ય કરે મંગલ.

જેના પૂજન માત્રથી જગતના,કાર્યો બને પાવન,

એવા દેવ ગણેશ આ યુગલનું , કુર્યાત સદા મંગલ.

કન્યા છે કુલદીપીકા ,ગુણવતી,વિદ્યાવતી,શ્રીમતી,

પહેરીને પરિધાન મંગલ રૂડા,આનંદ પામે અતિ,

કંઠે મંગલ-સૂત્ર સુંદર દીપે, મુક્તાફલો ઉજ્જવળ,

પામો હે પ્રિય ”સૌદર્યા ” સુખ ઘણું , થાજો સહુ મંગલ.


કુર્યાત સદા મંગલમ્...


સૌંદર્યા અને ધીમાન નો હસ્તમેળાપ શરૂ થયો.

ઢોલ ઢમક્યા ને વર વહુના હાથ મળ્યા,
જાણે ઈશ્વર પારવતીના હાથ મળ્યાં…
જેમ દૂધમાં સાકર જાય ભળી,
એમ વર કન્યાની જોડી મળી…
ઢોલ ઢમક્યા ને વર વહુના હાથ મળ્યાં,
જાણે વિષ્ણુ લક્ષ્મીજીના હાથ મળ્યાં..
.........................

ધીમા ધીમા શરણાઈ સૂર માં,

જામ્યો લગ્ન માહોલ,

મંત્રોચ્ચાર સાથે લગ્ન વેદી પાસે,

બેઠા ધિમાન અને સૌંદર્યા,

એક બીજા ને હાર પહેરાવી,

બન્યા Mr. & MS.,
ચોરી ના ફેરા ચાર ફરી ને,
વચનો એ બંધાઈ ને,
માવા મિઠાઈ ખાઈ ને,
સૌંદર્યા બની સાચી સૌ.,


ગૌરી એ ગીત ગાયું.....

प्यार मिल जाए पिया का प्यार मिल जाये
हाँ ऐसा प्यार मिल जाए
गोरी शंकर जी के जैसी जोड़ी बन जाए
हाँ ऐसी जोड़ी बन जाए
तोड़े से ना टूटे छोड़े से ना छुटे
ऐसे बांध जाएँ ऐसे बांध जाएँ
प्रीत हो जाए अमर ये
रीत हो जाए
प्रीत की रीत हो जाए

લક્ષ્મી એ ફટાણા ગાયા.

આંબા ડાળે કોયલ,

ને વનમાં નાચે મોર,

સૌંદર્યા દીદી ને લઈ જનાર,

ધીમાન કુમાર છે ચોર,,

શોર કરી ને એ ,

" માં ' ને બોલાવે,
શાદી કરવા માટે,
' માં ' ને મનાવે,
" માં ' થયા રાજી,

ઈશ્વર બને સાક્ષી,
આજે થાય શાદી,
ને સૌંદર્યા બને રાની,
વન વગડાના પક્ષીઓ,
કરે છે કિલ્લોલ,
સૌંદર્યા દીદીના મનમાં,
ખુશીના હિલ્લોળ ,


આ સાંભળી ને શાંતિ દાઈ અને એમની વહુ રેશમા એ પણ ગાયું.
સાથે દેવે પણ સાથ પુરાવ્યો...

અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભર્યો...



આમ લગ્ન બે વાગ્યે પુરા થયા.

સૌંદર્યા અને ધીમાને શાંતિ દાઈ,રઘુચાચા અને ગૌરી ને પગે લાગી ને આશીર્વાદ લીધા..

લક્ષ્મી અને દેવે લગ્નના congratulations આપ્યા.

બધા એ જમીને થોડો આરામ કર્યો.

ગૌરીએ સૌંદર્યાને સલાહ સુચનો આપ્યા.

સાંજે છ વાગ્યે ગૌરી અને લક્ષ્મી એ વિદાય લેવાનું નક્કી કર્યું.

ગૌરી:-" અમે અહીંથી ઉદેપુર જવાના. ત્યાંથી કેબ કરીને અમદાવાદ રાત્રે પહોંચીશું.. સવારની જબલપુર ની ફ્લાઈટ છે."

ધીમાન:-" પણ અહીં થી જશો કેવીરીતે?"

દેવ:-" ભાઈ હું પણ જવા માગું છું.મારે કાલ સાંજ સુધીમાં ગઢવાલ પહોંચવાનું છે...આ બંને ને મારી કારમાં ઉદેપુર મુકી જઈશ."

ધીમાન:-" થોડે સુધી હું આવું છું."

આમ હવે ઘરમાં સૌંદર્યા એકલી રહી.

સૌંદર્યા એ શાંતિ દાઈ માં સાથે ઝડપથી કામ સમેટીને શાંતિ દાઈ માં ને એક દિવસ ની રજા આપી.

શાંતિ દાઈ ,રઘુચાચા અને રેશ્મા નજીક આવેલા પોતાના ગામ ગયા.

સંધ્યા કાળ પુરો થાય છે ને ધીમાન આવે છે.

બહાર આકાશમાં વાદળો ઘેરાયેલા છે.

ધીમાન:-" સૌંદર્યા,કેમ ઘરમાં તારા સિવાય કોઈ દેખાતું નથી?"

સૌંદર્યા:-" રઘુચાચા અને શાંતિ દાઈ માં એમના દિકરાના ઘરે રેશમા સાથે ગયા. મેં એક દિવસ ની રજા આપી.. ખોટું કર્યું મેં?" સૌંદર્યા પ્રેમથી પુછે છે.

"ના,ના... સારૂં થયું.. હવે આપણે બે એકલાં.."

હા...પણ તમે અત્યારે જમશો શું? શું બનાવું ?"

"કંઈ બનાવવાની જરૂર નથી..આમેય અત્યારે ભૂખ લાગી નથી. દૂધ અને ફ્રૂટસ ખાઈશ... પણ મોડા... હા પણ ...જો લાઈટ નું ઠેકાણું નથી.. ફાનસ અને ઢેબરી તૈયાર છે કે નહીં...? "

"હા,,ફાનસ , મીણબત્તી,અને ઢેબરી પણ તૈયાર રાખી છે... વાદળો ગર્જના કરવા માંડ્યા છે... જુઓ વધેલું જમવાનું તો શાંતિ દાઈ ને આપી દીધું છે... ઘરમાં ચુરમો, જલેબી,ઘેબર અને ચમચમ મિઠાઈ છે.. જો તમારે ખાવી હોય તો..."

" ને તું?"

"બસ તમને જોયા ને ... હાશ..થઈ....હવે ભૂખ નથી. હું પણ બદામ વાળું દૂધ બનાવીને પીશ."

ધીમાન સૌંદર્યા ને જોઈ ને ધીમે ધીમે ગણગણે છે.


आज से तेरी सारी गलियां मेरी हो गयी
आज से मेरा घर तेरा हो गया
आज से मेरी सारी खुशियाँ तेरी हो गयीं
आज से तेरा गम मेरा हो गया
ओ तेरे कंधे का जो तिल है
ओ तेरे सीने में जो दिल है
ओ तेरी बिजली का जो बिल है
आज से मेरा हो गया
ને વીજળીના ચમકારા સાથે ઘરની લાઈટ જતી રહે છે.

ધીમાન મીણબત્તી કરીને સૌંદર્યા પાસે આવીને એને જેવો સ્પર્શ કરે છે...

ત્યાં સૌંદર્યા નો અવાજ ઘેરો થયો....

એની આંખો ચકળવકળ ફરવા લાગી..

ને ઘેરા અવાજે બોલી....


बरसों से तेरे इंतज़ार में,

मेरी रूह तड़पती थी,

अच्छा है कि,
यह सौंदर्या तुम को मिलती है,

बरसों से अधुरा है हमारा मिलन,
आज़ .........
આ સાંભળી ને ધીમાન આશ્ચર્ય પામે છે. ગુરુજી એ આપેલ મંત્ર નું સ્મરણ કરે છે.અને પાણી ના છાંટા સૌંદર્યા પર કરે છે.

સૌંદર્યા નું બેલેન્સ જતું રહે છે..ને બેભાન જેવી થાય છે. જેને ધીમાન પોતાના બાહુ માં લઇ ને પલંગ પર સુવાડી દે છે.

થોડીવારમાં સૌંદર્યા ભાનમાં આવે છે.

સૌંદર્યા:-" મને શું થયું હતું?"

ધીમાન:-" બસ કશું નહીં..આ બીજલી જતી રહી ને તું અંધારામાં ગભરાઈ ગઈ.. ને ઉંઘ આવી ગઈ.


બંને એ થોડો સમય વાતચીત કરી.

પણ્્્ સૌંદર્યા.....
હજુ સામાન્ય લાગતી નહોતી.. એટલે ધીમાન સમજાવે છે.

ધીમાન:-

કંપન તારા શરીરમાં હું જોઉં છું,
ધીરે ધીરે ઘુંઘટ ખોલું છું,

આંખો માં શરમ જોઉં છું,
સાથે આંખ માં આંસુ પણ જોઉં છું,

કેમ કરી આંખ માં આંસુ આવે,
ધીરજ રાખ,તારો મિત્ર બનું આજે,

આંખો લુછી ને આવ મારી પાસ,
આપણે કરશું પ્રેમ ભરી વાત,,,

સૌંદર્યા હવે ફ્રેશ થવા જાય છે... થોડીવારમાં નોર્મલ બની જાય છે.... સૌંદર્યા ધીમાન સામે જોઈ ને સ્મિત કરે છે.


પ્રણયના આ ખીલેલા પુષ્પ માં ,બહાર આવી,
જાણે સૌંદર્યા ના જીવન માં , નવું સૌરભ લાવી,

સૌંદર્યા:-

સ્વાગતમ્ ધિમાન આપનું કરૂં,
સ્વિકારો આતિથ્ય મન ભરી કરૂં,
બહારો પુષ્પો માં આજે આવી,
જાણે સિતાર ની ધ્વનિ લાવી..

ધિમાન :-

તારા મુખ કમળ ની આભા દેખી,
થનગનાટ કરતું તારૂં જોબનિયું જોયું,
તારા સૌંદર્ય ને મન ભરી નીરખુ,
જાણે અપ્સરા ને હું નીરખુ,
સમજ ના પડે મને આજે,
કેવીરીતે સૌંદર્યને મનાવું,,,

સૌદર્યા :-
તમારા આગોશમાં મને લઈ લો,
એક આલિંગન પ્રેમ થી દેજો,

હું છું તમારી, તમે છો મારા,
વ્હાલ થી એક ચુંબન તો દેજો,
..............

અધરો થી અધર આજે મલ્યા,
પ્રણયના ફાગમાં મદમસ્ત બન્યા,

જાણે કામદેવ રતિ ને મલ્યા,
સૌંદર્યાને આજે ધિમાન મલ્યા,

સમય સમય વિતતો ગયો,
પ્રણય ફાગ ખીલતો ગયો,

આજે એક શ્રાપ ફળદાયી નિવડ્યો,
ધિમાન જેવો પીયુ ,સૌંદર્યા ને મલ્યો,
..........
બહાર આકાશમાં કાળા વાદળો ના ગડગડાટ અને વીજળી ના ચમકારા સાથે ધીરે ધીરે વરસાદ ની શરૂઆત થઈ....

રમણ કરતા બે પ્રેમી ઓ ને,
કુદરતે સાથ આપ્યો,
ઘનઘોર કાળા વાદળો એ,
રીમઝીમ રીમઝીમ વરસાદ આવ્યો,

કડડડ.. વીજળી ચમકે આકાશ માં,
એ અજવાળે જીવનમાં ઉજાસ આવ્યો,

કાળા વાદળો પાછળ નો ચંદ્ર,
ધીમે ધીમે બહાર દેખાયો,

એ ચાંદની રાતે,
ફરી થી મેહુલીયો ગાજ્યો,

શરમાઈ ને ચંદ્ર ફરી છુપાયો,
એ ચાંદની રાતે,

કુદરત માં આનંદ છવાયો...

પ્રકૃતિ પણ રમણે ચડી,
મોર અને ઢેલ નું ટેહુક થયું,


અને....એ.... સૌંદર્યા અને ધીમાન ની પ્રણય રાત.....

વહેલી સવારે સૌંદર્યા જાગી જાય છે.. એ સુતેલા ધીમાન સામે હસતી હસતી ફ્રેશ થવા જાય છે..

વહેલી સવારે જાગીને સૌંદર્યા નિત્ય ક્રમ મુજબ ઈશ્વર નું સ્મરણ, પ્રાર્થના કરે છે...

સવારના આઠ વાગે છે.
સૌંદર્યા ધીમાનને જગાડે છે.

થોડીવારમાં....

ધીમાન માટે ચા નાસ્તો લઈને આવે છે.

સૌંદર્યા:-" આજે રસોઈ બનાવવાનો મારો પ્રથમ દિવસ છે.. તમને દાલ બાટી ભાવે છે. તો હું દાલ બાટી અને ચુરમો બનાવું છું. ભાવશે ને!"

ધીમાન:-" હા, તારા હાથે બનાવેલી રસોઈ તો જમાવી જ પડશે."

અગિયાર વાગ્યા સુધી માં સૌંદર્યા દાલ બાટી અને ચુરમો બનાવી લે છે.
ઘરની ડોર બેલ વાગે છે.
સૌંદર્યા દરવાજો ખોલે છે તો શાંતિ દાઈ માં આને રઘુચાચા હોય છે.
સૌંદર્યા:-" દાઈ માં ,આજે રસોઈ મેં બનાવી દીધી છે.તમારા બે જણ માટે પણ. દાલ બાટી અને ચુરમો.."

દાઈ માં:-" ઓહ્. એટલે ગુજરાતી ને રાજસ્થાની રસોઈ બનાવતા આવડી ગઈ... પણ બાટી ને તો ઘી માં ડુબાડીને રાખવાની...ખબર છે.?
એમ બોલી ને દાઈ માં ધીમાન સામે જુએ છે.. પછી સૌંદર્યા ને કહે છે:-" બાટી ને ઘી માં ડુબાડીને રાખવાથી સ્વાદિષ્ટ લાગે છે.. અને પૌષ્ટિક બને છે.."

આમ સૌંદર્યા નો લગ્ન પછી નો પ્રથમ દિવસ...

બીજા દિવસે સવારે એક માણસ ધીમાન માટે ઘોડો લઈ ને આવે છે.
ધીમાન રોજ ઘોડેસવારી કરીને જતા હોય છે.
સૌંદર્યા ને શીખવવા માગે છે...પણ ના પાડે છે..
ધીમાન સૌંદર્યા ને ઘોડા પર બેસાડીને નજીક આવેલા શીવ મંદિર દર્શન કરવા જાય છે.
એક દિવસ એ સાબરમતી સુધી ફરવા લેતો જાય છે.
પાછા ઘરે આવે છે ત્યારે. ઘણો કોલાહલ નજીકના વિસ્તારમાં થાય છે..
ધીમાન રઘુચાચા ને પુછે છે..તો રઘુચાચા કહે છે કે ધાડપાડુઓ અમારા ગામમાં ત્રાટકેલા છે.

આ સાંભળી ને ધીમાન ની આંખોમાં ક્રોધ દેખાય છે.
સૌંદર્યા એ પહેલી વખત ધીમાનને આટલો ક્રોધિત જોયો.
ધીમાન સ્ટોર રૂમ માં જાય છે. એનું જેકેટ પહેરીને બે રીવોલ્વર સાથે લે છે.
સૌંદર્યા:-" સ્વામી..તમે એકલા છો અને લુટારુ ઘણા હશે. તમારી જાનનું જોખમ છે. હું તમને એકલા જવા દેવાની નથી. પોલીસ સ્ટેશન ફોન કરો. આ નાનકડી બે પિસ્તોલ થી સામનો કેવી રીતે કરશો?"
ધીમાન:-" સૌંદર્યા, મને કશું નહીં થાય. હું રાજપૂત છું. અસહાય અને નિર્દોષ લોકો ની સુરક્ષા કરવી એ મારો ધર્મ છે. ને આ સામાન્ય રીવોલ્વર નથી.. તું રાજપુતાની છે. તને તો ગર્વ થવો જોઈએ."

આટલું બોલીને ધીમાન ઘોડા પર બેસીને ધાડપાડુઓ ને પકડવા જાય છે.

થોડીવારમાં ધડાકા ભડાકા સંભળાય છે.
સૌંદર્યા નો જીવ અધ્ધર થઈ જાય છે..
શું થયું હશે? મને મારા ધીમાન પર ભરોસો છે.

એકાદ કલાક માં ધીમાન હસતો આવે છે.
ધીમાન:-" બે લુટારુઓ ને પાડી દીધા. બાકીના ભાગી ગયા. લુંટનો માલ ફેંકી ને જતા રહ્યા.. પછી પોલીસ ની ગાડી આવી. જો સૌંદર્યા તને તારા વર પર ભરોસો હોવો જોઈએ."


આમ ધીરે ધીરે ધીમાન આને સૌંદર્યા ના સુખના દિવસો પસાર થાય છે.
બંને એકબીજાને સારી રીતે ઓળખતા થાય છે અને સમજે છે.
આમને આમ છ મહિના વીતી જાય છે.
એક દિવસ...
સૌંદર્યા:-" સ્વામી, તમને મારો ભૂતકાળ તો ખબર છે ને?.. કે્... પૂર્વે હું....
સૌંદર્યા આગળ બોલે એ પહેલાં ધીમાન બોલે છે..:-" હા.. મને ખબર છે.. પૂર્વે તું સૌરભ હતી.. તારા શ્રાપની મુક્તિ માટે જ..."
સૌંદર્યા:-" એક વાત પુંછું"
"હા,બોલ .. હવે આપણી બધી વાત એક બીજાને જણાવવી પડે.. તોજ વિશ્વાસ વધે."

સૌંદર્યા:-" દેવ ભાઇ પરણેલા છે? તમારા કુટુંબ માં કોણ કોણ છે? તમારું સ્થાઈ રહેઠાણ ક્યાં? મને તમારા સગા સંબંધી સાથે મળાવવો."

ધીમાન સ્મિત કરતો બોલ્યો:-" દેવ મારો નાનો ભાઈ નેપાળ રહે છે. ને પરણેલો છે.. મારા બે મોટા ભાઇ વિદેશમાં છે. અમે ઉદેપુર એરીયા માં જ રહેતા હતા.. પણ વાગડ દેશ.. તને ખબર છે વાગડ દેશમાં ડુંગરપુર,બાસવાડા,અને પ્રતાપગઢ વિસ્તાર આવે.
અહીં અમારા પૂર્વજો મોગલ શાસન માં રહેવા આવી ગયા હતા.. બાસવાડા માં એક મોટું ફાર્મ હાઉસ છે. ત્યાં થોડું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે... અને પ્રતાપગઢ.....તો મારા માટે...."
બોલતા ધીમાન રોકાઇ ગયો. એની આંખો માંથી આંસુ આવી જાય છે.

સૌંદર્યા આ જોઈ ને વધુ પુછવાની હિંમત થતી નથી. એને થાય છે કે માનવ ના માન પ્રતાપગઢ સાથે કોઈ emotional વાત જોડાયેલી છે.. મારે એમને દુઃખી કરવા નથી.

અને એક દિવસ...
ધીમાન:-" સૌંદર્યા આપણે કાલે સવારે Hill Forest જવાનું છે.. હા.. પણ નાસ્તો.. થોડું કોરૂ જમવાનું.. ને મિઠાઈ પણ સાથે રાખજે.. એક પિકનિક જેવું થશે."
સૌંદર્યા ખુશ થાય છે... હાશ .. કેટલા દિવસ પછી.. ફરવા જવા મલશે..
પણ ત્યાં બીજું શું જોવાનું છે?

"આમ તો એ ફોરેસ્ટ જોખમી તો છે.. ટ્રેકીગ છે.. કુદરતી દ્રશ્યો... ફોટોગ્રાફી માટે ઉત્તમ.. પશુ પક્ષીઓ.. એકદમ કુદરત ના સાનિધ્ય માં.."

બીજા દિવસે બંને કાર લઈને ફોરેસ્ટ જાય છે.
લગભગ એક કલાકમાં પહોંચી જાય છે.
આંખો દિવસ એન્જોય કરે છે. સેલ્ફી અને ફોટા ઓ પાડે છે...

પણ એક સરોવર માં બોટીગ કરતી વખતે સૌંદર્યા નો મોબાઈલ તળાવ માં પડી જાય છે.

ધીમાન કહે છે કે બે દિવસ પછી ઉદેપુર જવાનો છે ત્યારે નવો મોબાઈલ લેતો આવશે.

સંધ્યાકાળે ધીમાન અને સૌંદર્યા ઘરે આવી જાય છે..

થોડીવારમાં એક કાર આવે છે.
એમાં થી એક માણસ હાંફળો થઈ ને આવે છે.
ધીમાન ને એક રૂમમાં મલે છે.

ધીમાન એ માણસને વિદાય કરે છે.

ધીમાન:-" સૌંદર્યા, મારા માટે એક મેસેજ આવ્યો છે.. ગુરુજી ના વિસ્તાર માં દુશ્મનો એ હુમલો કર્યો છે. મારો ભાઈ દેવે એમનો સામનો તો કર્યો પણ દુશ્મનો એને પકડી ને લઈ ગયા. મારે તાત્કાલિક જવું પડે એમ છે. મારી રાહ જોજે. ભાઈ ને મુક્ત કરીને આવીશ. મારા પર વિશ્વાસ છે ને?"

સૌંદર્યા પણ ગભરાઈ જાય છે.. એ. હા પાડે છે.

ધીમાન એનો સામાન લે છે સાથે રીવોલ્વર પણ લે છે..
ધીમાન:-" સૌંદર્યા ,એક રાજપુતાની ની જેમ .. રડવાનું નહીં.. તિલક કરી વિદાય કર.. "
સૌંદર્યા ધીમાન ના ભાલે તિલક કરીને વિદાય આપે છે..
ધીમાન ના ગયા પછી સૌંદર્યા ઉદાસ રહે છે. પાસે મોબાઈલ પણ નથી.
હવે એફ એમ સાંભળી ને દિવસ પસાર કરે છે.

આમને આમ ત્રણ મહિના થયા.
પણ ધીમાન ના કોઈ સમાચાર આવતા નથી.
મેનેજર નું આવવાનું પણ બંધ થયું.
સૌંદર્યા ને થાય છે કે જબલપુર મારી વિતક કથા જણાવું .
પણ..પણ.. સાસરિયાં ની વાત કહેવાય નહીં.
એક દિવસ શાંતિ દાઈ માં એને વધુ પડતી રડતા જોતા બોલે છે:- બેટી ..રંગ નહીં. આ બધા રજવાડા વાળા .. એમને પડી હોય નહીં. કુવર' સા ને મેં તમારા લગ્ન ના બે દિવસ પહેલા જ જોયા હતા. મને ઉદેપુર થી મેસેજ હતો... આ રાજ ઘરાના ના લોકો પોતાના મોજશોખ પુરા થાય એટલે જતા રહેતા હોય છે.. અહીં કેટલાય જણ આવીને ગયા.. બેટી મારૂં માન.. તું તારા પિયર ઈડર જતી રહે.."


આ સાંભળી ને સૌંદર્યા ઉદાસ થઈ જાય છે..
હવે એ ઈડર જવાનું નક્કી કરે છે.. કેટલા દિવસ એકલી...
હવે ધન પણ ખૂટવા માંડ્યું.
ઈડર માં તો કોઈ નાનું મોટું કામ મલી જશે..
પણ જબલપુર કે માં ને દુઃખી વાતો કરીને ટેન્શન વધારવું નથી.
સહનશક્તિ રહેશે મારામાં..

સૌંદર્યા વિરહમાં ....

તારી રાહ જોઈ ને બેસી છું,
તારું શુભ મંગલ ઈચ્છું છું,
હવે આવી જાવને મારા નાથ....
તારા વગર હું જીવું કેમ?,
આપેલા વચનો પાળીશુ કેમ?,
તારા સંતાનની માં બનીશ કે કેમ?,
તારા દુઃખ માં હું દુઃખી છું,
તારા સુખો ને ઈચ્છું છું હું,
ખુટી ગઈ છે મારી ધીરજ,
કોને કહું મારી વિગત,
માં ને કેવીરીતે કહેવાય?,
મારો શ્રાપ કેમ જાય ?.
હવે આખું જીવન સૌંદર્યા બની,
એકલી અટુલી આ જંગલમાં,
કેવીરીતે હવે જીવાય!
આશા છોડી નથી મેં,
એક દિવસ આવશો તમે,
મારા જીવનમાં લાવશો ઉજાસ!,

( ક્રમશઃ ભાગ -૧૯.. હવે સૌંદર્યા કેવીરીતે તકલીફો ભોગવે છે.. પણ જબલપુર માં ને પોતાનું દુઃખ જણાવતી નથી.. ધીમાન ની મજબુરી? ધીમાન નો ભૂતકાળ ની વાતો.. સૌંદર્યા ને ખબર પડશે? સૌંદર્યા નો શ્રાપ પુરો થાય છે? જાણવા માટે વાંચો મારી ધારાવાહિક વાર્તા "સૌંદર્યા-એક રહસ્ય" .**આપ બધા મિત્રો આ કપરા કાળમાં આનંદ થી...પણ સ્વસ્થ રહીને તહેવારો નો આનંદ માણો..જય શ્રી કૃષ્ણ🙏🙏..