મિત્રો આગળના પ્રકરણમાં આપણે જોયું કે સુરસિંહજી પોતાના ગામથી વધુ અભ્યાસ કરવા અમદાવાની કોલેજમા આવે છે.તેમની પરસઁનાલીટીથી આકર્ષાઇ બરખા તેમના પે્મમા પડે છે અને બન્ને કોલેજના મિત્રો અને બરખાના સાથથી ઈલેકસનમા વિજયી થાય છે.કોલેજની ડા્મા કોમપીટીસનમાં સુરુને ફ્સટઁ પા્ઇસ મળે છે...હવે આગળ વાંચો....
કોલેજના ઓડિટોરિયમમાં પિ્નસિપાલ તથા પો્ફેસરોની હાજરીમાં ડિબેટની શરુઆત થાય છે.
સુરુને પહેલા પોતાના વિચારો રજુ કરવા માટે કહેવામા આવે છે.સુરુ ઊભો થઇ સ્ટેજ ઉપર આવી એરેંજ મેરેજ બાબત પોતાના વિચારો રજુ કરે છે.
સુરુ:લગ્ન એ સામાજીક સંસ્થા છે,આપણા વડીલોના વિચારો લગ્ન બાબત બહુજ ઊંડા અને સમજવાળા હતા.વડીલો પોતાના સંતાનોને સારા સંસ્કાર પોતાના વારસામાં આપતા હોવાથી તેમના સંતાનોને સારી કેળવણી અને સામાજીક જવાબદારી નિભાવવાની તાલીમ આપતા હતા.વડીલો પોતાના સંતાનોના સુખ અને શાંતિ માટે તેમના સમાજના ખાનદાન અને જાણીતા ઓળખીતા સજ્જનો સાથે તેમના સંતાનોના વિવાહ કરતા હતા.તેઓ દિધઁ દંષ્ટ્રા હોવાથી તેમના સંતાનોના ખાનદાન કુટુંબમાં વિવાહનું આયોજન કરતા હતા જેથી તેમનો સંસાર સારી રીતે અને શાંતિથી ચાલે.આ કારણે ભલે તેમના સંતાનો વિવાહ પહેલા પરિચિત થતા નહતા પરંતુ ત્યારે સહકુટુંબની ભાવના હોવાથી સંયુક્ત ફેમિલીમા રહેતા હતા.જયારે કુટુંબમાં સારા-નરસા પ્રસંગો આવે ત્યારે સમજ અને જવાબદારીથી ઊકેલતા હતા.તેઓનો સંસાર શાંતિથી ચાલતો હતો.ઘરના વડીલો તથા અન્ય સભ્યોને માન આપતા હતા.પેઢી દર પેઢી તેમના કુટુંબમાં સંપ રહેતો હતો.સમય વિતતા વિવાહિત કપલો એકબીજાના સ્વભાવ અને જરુરિયાતોથી ટેવાઇ જતા અને સુખમય સંસારની સમજમાં ગોઠવાઇ જતા હતા.આ પદ્ધતિમાં છૂટાછેડા તથા ઝગડા-કંકાસનું પ્રમાણ નહિવત્ રહેતું હતું.ભાઇ-ભાંડુના ભણતર તેમજ લગ્ન પ્રસંગો પણ સલાહ સુચનો લઇ,માનપાન આપી લાગણી આપી ઊકેલવામા આવતા હતા.ઘરના દરેક સભ્યો એકબીજાનો માન-મરતબો જાળવતા હતા તેમજ સમય જતા ઘરના રિવાજો તથા સામાજીક જવાબદારી નિભાવતા હતા.
લવ મેરેજ સિસટમમા શરુઆતમાં પે્મ થાય છે પરંતુ આ પે્મ બોનડેડ નહી હોવાથી તેમાં ફક્ત દેહનું આકર્ષણ હોય છે.જયારે આવા પે્મીઓ મેરેજ કરે છે ત્યારે શરુઆતમાં પે્મનુ આકર્ષણ હોવાથી એકબીજાને ખૂબ ચાહતા હોય છે પરંતુ જ્યારે દેહ સુખની પા્પતિ થાય છે પછી પે્મનુ આકર્ષણ ઓછું થતું જાય છે.આગળ જતા ઝગડા-કંકાશ પ્રવેશે છે.ધણા કિસ્સામાં આવા ઝગડા-કંકાશ છૂટાછેડામાં પણ પરિણમે છે.સમાજ તથા માતા-પિતાની મંજુરી વગર લગ્ન કરેલ હોવાથી તેમના માતા-પિતા તથા સમાજ તેમને સવિકારવા તૈયાર થતા નથી તેથી એકાંકી અને સંધઁસમય જીવન વિતાવવું પડે છે.ઘણા કિસ્સામાં પે્મનુ આકર્ષણ ઘટવાથી પુરુષ અથવા સત્રિ (ladies)પાત્ર બીજાના પ્રત્યે આકર્ષાતા હોય છે.આથી પણ ઝગડા-કંકાશ તથા શંકા ઉત્પન્ન થતી હોય છે.
ઉપરોક્ત વિચારો તથા વિધાનોને નજરમાં રાખી મારા મંતવ્ય મુજબ એરેંજ મેરેજ પધધતિ ભારત દેશ માટે સેષઠ પધધતિ છે અને તેને હું સમર્થન આપું છું.હવે હું મારુ વક્તવ્ય પુરુ કરુ છું અને મારા પ્રતિધ્વી ને તેમના વિચારો રજુ કરવા આમંત્રણ આપું છું.
સુરુનુ વક્તવ્ય પુરુ થયા પછી એરેંજ મેરેજ વિષયમાં ભાગ લીધેલ બીજા પારટીસિપેટ ચાર પાંચ વક્તાએ પણ તેમના વિચારો રજુ કર્યા .સુરુનુ વક્તવ્ય બીજાની સરખામણીમાં ઊતમ હોવાથી સભાજનોએ તેને તાલીઓના ગડગડાટથી વધાવી લીધું. પિ્નસીપાલે એરેંજ મેરેજની તરફેણના વક્તવ્યમાં ભાગ લીધેલ સર્વે વક્તાઓને અભિનંદન પાઠવી હવે લવમેરેજ સિસટમની તરફેણમાં જેઓએ ભાગ લીધો છે તેમને એક પછી એક સ્ટેજ ઊપર આવી તેમના વિચારો રજુ કરવા માટે આમંત્રણ આપ્યું.
લવ મેરેજની તરફેણમાં બીજા ચાર-પાંચ બોયઝ અને ગલઁસે(girls) તેમના વિચારો પ્રગટ કર્યા. આ પછી બરખાને તેના વિચારો જણાવવા આમંત્રણ આપવામા આવ્યું.બરખા સ્ટેજ ઊપર આવી તેના પ્રવચનની શરુઆત કરે છે.
મિત્રો હવે પછીના પ્રકરણમાં બરખા તેના વક્તવ્યમાં કેવી રજુઆત કરશે? તે પોતાના વિષયથી સુરુને માત આપી શકશે? આ માટે હવેના પ્રકરણ-૧૯ મા મલીશું. તો આંગળનું પ્રકરણ વાંચવાનું ચુકશો નહી.
તમને આ વાર્તા કેવી લાગી કે બાબત તમારો અભિપ્રાય અને રેટીંગ આપવાનું ભુલશો નહીં.તમારા મંતવ્ય અને રેટીંગ અમારો ઉત્સાહ વધારે છે. કો મલીએ નવા પ્રકરણ -૧૯ મા .......