Losted - 31 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટેડ - 31

Featured Books
Categories
Share

લોસ્ટેડ - 31

લોસ્ટેડ - 31

રિંકલ ચૌહાણ

"રાહુલ તારે આધ્વી ને રોકવી જોઈતી હતી, એ ગાંડી છોકરી છે. એણે કીધું કે મને બહું યાદ ન કરીશ એનો મતલબ સમજે છે તું?" રયાન ગુસ્સામાં ઊકળી ઉઠ્યો
"પણ ભાઈ ચિઠ્ઠી મે વાંચી જ નહોતી તો મને શું ખબર એમાં શું લખેલું હશે અને શું મતલબ છે એનો?" રાહુલ ગભરાઇ રહ્યો હતો.
"મતલબ એ કે એ જ્યાં ગઈ છે એ જગ્યા જોખમી છે. કદાચ એટલી જોખમી કે એ ક્યારેય પાછી ન આવે. એવા શું કામ થી ગઈ હશે એ??" રયાન બન્ને હાથ થી પોતાનું માથું પકડી બેસી રહ્યો. રયાનની વાત સાંભળી રાહુલ ને છેલ્લા થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ યાદ આવી ગઈ.
"ભાઈ મને કદાચ ખબર છે એ શું કામ થી ગઈ છે." અચાનક એક વાત તેના મગજ માં ચમકી. એણે ચિત્રાસણી માં લાશ મળી ત્યારથી આજ દિવસ સુધી ની બધી ઘટનાઓ સંક્ષિપ્તમાં રયાન ને જણાવી.
"આટલું બધું થઈ ગયું મારી આધી સાથે અને હું એની જોડે ન્હોતો. યુ નો રાહુલ, આધ્વી બાર થી બહું સખત અને મજબૂત દેખાય છે. પણ એનું દિલ બહું કોમળ છે, એકલી લડી હશે પણ ક્યારેય રડી નઈ હોય એ." રયાન ગળગળો થઈ ગયો.

રાહુલ ને થોડી વાર માટે રયાન ની ઈર્ષ્યા થઈ આવી. દિલ માં એક ટીસ ઊઠી રયાનના મોઢે આધ્વીકા નું નામ સાંભળીને," હું મારા ભાઈ ની ઈર્ષ્યા કરું છું? ના આ ખોટું છે. પણ, હું ભાઈ ના મોઢે આધ્વીકા નું નામ નથી સાંભળી શકતો તો બન્ને ને સાથે કઈ રીતે જોઈ શકીશ?" રાહુલ એ મનોમન પોતાને પુછ્યું.
"તે તારો ભાઈ છે રાહુલ, આધ્વીકા ને બહુંજ પ્રેમ કરે છે તારો ભાઈ. તારે તારા ભાઈ ની ખુશી માં ખુશ થવું જોઈએ." પોતે જ પોતાને મનોમન જવાબ આપી દીધો.
"રાહુલ તારો ફોન વાગે છે ક્યાર નો તારું ધ્યાન ક્યા છે?" રયાન એ એકીટશે સામે જોઈને ગાડી ચલાવતા રાહુલ ને ઢંઢોળ્યો.
રાહુલ એ તેનો ફોન જોયો. કોન્સ્ટેબલ ખાન નો ફોન હતો.
"ખાન મે તમને ના પાડી હતી ને કે હવે મને ફોન નઈ કરતા. તમે મારી મદદ કરવા ના ચક્કર માં ફસાઈ જાઓ એ મને બીલકુલ મંજૂર નથી." રાહુલ એ ફરિયાદ ના સુર માં કીધું.
"અરે સર, કોઈ માહીતી આપવા ફોન નથી કર્યો. જીગર રાઠોડ ના પિતા વિરાજ રાઠોડ નું મૃત્યુ થઇ ગયું છે આજે, તમારે જવું જોઈએ કદાચ." ફોન પર ખાન એ કીધું અને ફોન મૂકી દીધો. રાહુલ ના હાથ માંથી ફોન પડી ગયો. એક જારદાર બ્રેક સાથે ગાડી ઊભી રહી ગઈ.
"શું થયું? કોનો ફોન હતો? આધ્વી ને કંઈ?" રયાન ટેન્શનમાં આવી ગયો હતો.
"આધ્વીકા ના કાકા નો દેહાંત થઈ ગયો છે." રાહુલ આટલું જ બોલ્યો. બે પળ માટે બન્ને વચ્ચે મૌન છવાયું. રાહુલ એ ફરી ગાડી ચાલુ કરી યૂ ટર્ન લઈ ગાડી અમદાવાદ તરફ હંકારી.

***

"હેલ્લો જયેશ તું હાલ જ ઘરે આવ તારું બહું અરજન્ટ કામ છે." ફોન મૂૂૂકી આધ્વીકા એ અરીસામા જોયું. તેની આંખો સાબિતી આપતી હતી કે તે રડી હતી. બાથરૂમ માં જઈ મોઢુ ધોઈ સ્વસ્થ થઈ તે દિવાન ખંડ માં આવી.

"મોન્ટી તારી સાથે એકલા માં કઈક વાત કરવી છે." આધ્વીકા ધીમે થી મો મોન્ટી ના કાન માં બોલી અને પોતાના રૂમ તરફ આગળ વધી.
"શું થયું દીદી? બધું ઠીક તો છે ને? શું વાત કરવી છે તમારે?" મોન્ટી એ રૂમમાં આવતા જ પૂછ્યું.
"હું તને સીધો સવાલ પુછું છું તું મને સાચા જવાબ આપજે. તું અને તારા દોસ્ત મિતલ ચૌધરી ને કઈ રીતે ઓળખતા હતા? અને 4 મહિના પહેલા શું બન્યું હતું?" આધ્વીકા સિધી મૂદ્દા પર આવી. તેની નજર સતત મોન્ટી ના ચહેરા પર હતી. તેના દરેક શબ્દે મોન્ટી ના ચહેરા ના બદલાતા હાવભાવ ઘણું બધું કઈ ગ્યા.
"4 મહિના પહેલા શું થયું હતું? મને આ બાબત વિશે કોઈ માહિતી નથી. મિતલ નું નામ જ મે પેલી વાર સાંભળ્યું છે દીદી." મોન્ટી બોલતાં બોલતાં ગભરાઇ રહ્યો હતો.
"તે મિતલ નું નામ જ પેલી વાર સાંભળ્યું છે તો તું તેની સાથે આબુ રોડ કેમ ગ્યો'તો?"
"તમને કોણે કીધું આ બધું દીદી?" મોન્ટી લગભગ પરસેવે રેબઝેબ થઈ ગ્યો હતો.
"મિતલ એ કીધું મને, હું એને સવારે મળીને આવી છું." આધ્વીકા એ અંધારામાં એક તીર છોડ્યું.
"એ તમને કઈ રીતે કઈ શકે? એને તો અમે મારી નાખી....." આગળ ના શબ્દો મોન્ટી બોલી શક્યો નઈ. તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા.

"શું બોલ્યો તું મોન્ટી? તે એક છોકરી ને... અમે એટલે? તમે ભેગા થઈ ને એને મારી નાખી? જવાબ આપ મોન્ટી, અને ખબરદાર જો ખોટું બોલ્યો છે તો." આધ્વીકા એ અંગાર ઝરતી આંખો થી મોન્ટી સામે જોયો.
"દીદી મારી ભૂલ થઈ ગઈ દીદી, મારા દોસ્તો ના કારણે હું ફસાઈ ગયો એમાં. પ્રથમ એ અમને દારું પીવડાવ્યો એટલે નશાની હાલત માં અમે મિતલ સાથે.... પછી એ કેતી હતી કે અમને બધા ને જેલમાં પુરાવશે તો....." મોન્ટી બોલતાં બોલતાં રડી પડ્યો.
"મિતલ સાથે શું??" આધ્વીકા તાડુકી.
"દીદી સોરી અમે નશામાં મિતલ સાથે જબરદસ્તી.... પણ દીદી મારો કોઈ વાંક ન'તો...બધો વાંક એ છોકરી નો......"

"સટાક....." મોન્ટી તેની વાત પૂરી કરે એ પેલા એના ડાબા ગાલ પર એક જોરદાર તમાચો પડ્યો.

ક્રમશ: