ફક્ત તું ..!
ધવલ લીંબાણી
૧૪
અવનીને મેસેજ કર્યા બાદ નીલ મોબાઈલને સ્વીચ ઓફ કરી સુઈ જાય છે પણ યાર ઊંઘ કેમ આવે ! એક વ્યક્તિ સાથેનો અનહદ પ્રેમ કઈ રીતે ભૂલી શકાય? નીલ બસ પથારીમાં આમ તેમ પડખા ફર્યા કરે છે અને આખી રાત બસ અવનીના વિચારો કરતા કરતા થોડીવાર હસે છે, રડે છે અને ગુસ્સે પણ થાય છે.આ બધુ થતા થતા થોડી નીંદર આવી જાય છે અને આંખ લાગી જાય છે..
સવારમાં પોતાની આંખો ચોળતા ચોળતા ઉભો થાય છે. બસ કશુ જ ન થયું હોય એમ પોતાનુ બધુ કામ કરે છે, સવારમાં નાસ્તો કરીને પોતાના કામ પર ચાલ્યો જાય છે.પોતાનો ફોન ઘરે મૂકી ને જ જાય છે. આખો દિવસ પોતાનું કામ મન લગાવીને કરે છે. ચેહરા પર એક પણ પ્રકારનુ ખરાબ એક્સપ્રેશન દેખાડતો નથી પણ કહેવાય ને સાહેબ કે પોતાના હોય એ ચહેરો જોઈને જ આપણને ઓળખી કાઢે છે કે ખુશ છે કે દુઃખી ! તેથી નીલની ઓફીસના એક મેડમ એને પૂછે છે કે શું થયુ છે ? જવાબ માં નીલ કહી નથી થયું એમ કહી ને વાત ને ટાળી દે છે અને કામમાં પાછો વ્યસ્ત થઈ જાય છે.સાંજે ઘરે પહોંચતા જ ફ્રેશ થઈ જમી લે છે અને પોતાના રૂમમાં જઈને પોતાનો મોબાઇલ સ્વીચ ઓન કરે છે અને અવનીનો રીપ્લાય આવ્યો છે કે નહીં એ ચેક કરે છે પણ સાંજે જે નીલએ જે મેસેજ કર્યા હોય છે એ અવનીએ વાંચ્યા હોય છે પણ રીપ્લાય નથી આપ્યો હોતો.નીલ ફરી એક વાર પોતાના મન ને મનાવીને અવની ને મેસેજ કરે છે,
“ હેલો અવની, યાર બસ છેલ્લી વાર રીપ્લાય આપી દે. સાથે ના રહેવુ હોય તો ના પાડી દે. હા મને ખબર છે કે તે એક વાર મને ના કહ્યું છે પણ છતાં એક વાર મને વિચારીને ફરીથી જવાબ આપ પ્લીઝ.
એટલો મેસેજ કરતા જ સામે અવનીનો મેસેજ આવે છે.
“ હા ચાલ નીલ તારે મારી સાથે રેહવું છે ને તો એક કામ કર. એક અઠવાડિયા પછી દિવાળી છે બરોબર તો હું તને આવતી દિવાળી એટલે કે એક વર્ષ પછી તને મેસેજ કરીશ. એટલે કે આપણે એક વર્ષ સુધી વાત નહીં કરીએ.ના વોટ્સએપમાં, ના ફેસબુકમાં અને ના ફોનમાં.
હું પણ જોવ કે તારો પ્રેમ કેવો છે !
આમ પણ તું બોવ પ્રેમ પ્રેમ કરે છે ને ! તો જોઈએ ! બરોબરને નીલ ?
નીલ : ઓહ વાહ સરસ ! શુ વાત છે ? અલગ રહેવાનુ એક અલગ બહાનુ એમને !
અવની : ના નીલ બહાનુ નથી .જે છે એ જ કહુ છું ને.
નીલ : અરે અવની. હુ સમજી ગયો બધુ. તું શુ કહેવા માંગે છે એ.પણ તું એ નથી સમજતી કે આપણે રિલેશનશિપમાં છીએ અને રિલેશન એટલે એકબીજા સાથે રેહવુ, સમય વિતાવવો, એક બીજાને સપોર્ટ કરવા વગેરે. પણ તારા માટે હવે કદાચ આ બધુ કઇ પણ રહ્યું નથી.બસ છેલ્લે વાત એટલે જ નીકળે છે કે તું મારા થી કંટાળી ગઈ છે અને Now U want To Live alone.અને હા આ દિવાળી સુધી વાત નહીં કરવાની, કોલ નહીં કરવાના તો આ રિલેશનનો મિનિંગ શુ ? ચાલ માન્યું કે તું તારા મતે સાચી હશો પણ એક વાર એટલુ વિચાર કે એ ક્યાં પ્રકાર નું રિલેશન જે એક વર્ષ માટે નહીં બોલવનું ?એક બીજાને યાદ કરવાના પણ વાત નહીં કરવાની ? એકબીજાનું ધ્યાન રાખવાનું પણ એક બીજા ને મળવાનું નહીં ? એક બીજાના ફોટો જોવાના પણ સામે આવવાનું નહિ ? કઈ નહીં હશે ચાલો. મેં માન્યું આ બધુ પણ મને આ મંજુર નથી. આઈ એમ સોરી.
અવની : હા તારે તો નો જ ચાલે ને ! તું તો છો જ કેરેકટરલેસ છોકરો. તારે તો ના જ ચાલેને કોઈ છોકરી વગર લાઈફમાં !!! તારે ટાઈમ પાસ માટે કોઇ તો જોઇએ જ નહિ ?
નીલ - અવની તને ખબર જ છે કે હું કેવો છોકરો છુ ! અત્યાર સુધી તો તારા માટે હું જ સારો હતો ને ! અને તું જ કહેતી ને કે you are the Best husband of this universe. અને એમ પણ કહેતી કે તારાથી સારું કોઈ ના હોઈ શકે અને આજે હું તારા માટે ખરાબ બની ગયો. સરસ સરસ. અને વાત રહી તારી તો તું ખૂબ જ સારી છે. તારા તો જેવું કોઈ ના હોઈ શકે. અને હા હું કઈ આ ટોન્ટ મારી ને નથી કહેતો.
અવની : તારે તો બસ કારણ જ જોઈએ ને નીલ ઝઘડવા માટે અને મને નીચું દેખાડવા માટે ? રિયલી તું બોવ ખરાબ છે હો નીલ.
નીલ : ઓહ ના ના અવની . ખરાબ છુ નહીં પણ હવે થી તે મને બનાવી દીધો છે.
આમ બને એકબીજા સાથે આવી વાતો કરે છે. એક બીજા ઉપર આક્ષેપો કરે છે, એક બીજા ઉપર ગુસ્સો કરે છે. ન બોલવાનું બોલે છે અને છેલ્લે..
અવની : બસ નીલ હવે આપણા વચ્ચે સાવ પૂરું. હવે મારે તારા સાથે રહેવું જ નથી. તું તારા રસ્તે અને હું મારા.
નીલ - હા અવની આમ પણ તારા તરફ થી ઘણા સમય પહેલાથી પૂરું થઈ ગયુ છે.કઈ વાંધો નહીં તને મેં બોવ જ સમજાવી. હવે મારામાં એટલી તાકાત નથી કે હું તને સમજાવી શકુ. મને અફસોસ તો બોવ જ છે કે હું તારી સાથે ના રહી શક્યો.તારી સાથે જે સપના જોયા હતા એ પુરા ન કરી શક્યો.તારી સાથે જે હસતા હસતા જીવન પસાર કરવાના જે સપના હતા એ પણ ના પૂરી કરી શક્યો.કઈ નહીં ચાલ. તે અત્યાર સુધી મને જે સપોર્ટ કર્યો એ બદલ તારો ખૂબ ખૂબ ધન્યવાદ. કદાચ મારા પ્રેમમાં જ કઈક ખોટ રહી ગઈ હશે.મારાથી કશીક ચૂક રહી ગઈ હશે.કદાચ તને મારે અમુક વસ્તુ નહી ગમી હોય.કદાચ મારો પ્રેમ તને પૂરો નહીં પડયો હોય. કદાચ મારો પ્રેમ તને ઓછો પડ્યો હશે અને કદાચ મારો પ્રેમ તને સમજમાં નહીં આવ્યો હોય કે પછી કદાચ હું તારા પ્રેમ ને લાયક નહીં હોય એટલે આ બધુ થઈ રહ્યું છે પણ કઇ વાંધો નહીં.જેવી ભગવાનની ઈચ્છા.તને જેમ ઠીક લાગે એમ.તું ખુશ તો હું ખુશ.સારું મારાથી કઈ બોલાઈ ગયું હોય તને, કઈ ખોટું લાગ્યું હોય કે પછી ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજે.બસ હવે તું પણ મને ભૂલી જા અને હું પણ. બને જણાં આગળ વધીએ અને ખુશ રહીએ. છેલ્લે બસ એટલુ જ કે,
અવની કોઈપણ સંબંધ હોય એમાં એક વ્યક્તિને નમતું મૂકવું જ પડે.એક વ્યક્તિએતો સમજવું જ પડે.સંબંધમાં જ્યારે ઈગોની શરૂઆત થાય ને ત્યારે બધુ ગો થઈ જાય છે.પહેલું કહેવાય ને કે ઢાઈ અક્ષર પ્રેમ કા પણ એ કોઈ નથી કહેતું કે બે અક્ષર ઈગો ના. ચાલ માન્યું કે તારામાં ઈગો નથી પણ..
કઈ નહી છોડ બધુ. પહેલું મુવી છે ને જેમાં એવું કહે છે કે “ જ્યારે તમને કોઈ ગમે ને ત્યારે તમને બધું જ ગમવા લાગે “ પણ સાલું એમ શા માટે ના કહ્યું કે જ્યારે તમને એ જ વ્યક્તિ ના ગમે તો એ અને એની બધી જ વસ્તુ પ્રત્યે નફરત થઈ જાય છે.જે વ્યક્તિ કાલ સુધી બધુ જ હતો એ જ વ્યક્તિ એના આજે સૌથી ખરાબ થઈ જાય છે, વેલ્યુ વગરનો થઈ જાય છે. એ વ્યક્તિ જયારે ખુબ ધ્યાન રાખતો ત્યારે એવું કેહતા કે એટલુ ધ્યાન ન રાખ.મને કઈ જ નહીં થાય,મારી એટલી બધી ચિંતા ન કર અને આજે એ જ વ્યક્તિ એવું કહે છે કે તે મારા માટે શુ કર્યું ? તે ક્યાં મારુ ધ્યાન રાખ્યું છે!
કાલ સુધી તો એવું હતું કે મારા માટે તું અમૂલ્ય છે, તારા માટે તો હું બધુ કરીશ, તને સમય આપીશ, આખી દુનિયા સામે લડી લઈશ અને હમેશ ને માટે તારી / તારો જ બની ને રહીશ પણ આજે આ બધું ક્યાં ગયુ ? પોતાના બનાવા માટે તો દૂર રહ્યું પણ બીજાની સાથે નફરત કરાવી દીધી એનું શું ? પોતાનું ધ્યાન ઓછું રાખ્યું અને સામે વાળા ઉપર જાન લૂંટાવી એનું શુ ?
કઈ નહીં અવની મારા થી બોવ વધુ બોલાઈ ગયુ.બાય. એક ખરાબ સપનુ સમજી ને ભૂલી જજે.અને આગળ વધજે. તું આગળ વધીશ અને કઈક બની જઈશ તો સૌથી વધારે ખુશી મને થશે. બસ તારું ધ્યાન રાખજેઅને હંમેશા ખુશ રે જે બાય.
નીલ આવું કહી અવનીનો નંબર મોબાઈલમાંથી નંબર ડીલીટ કરી દે છે. અવની પણ નીલનો નંબર ડીલીટ કરી દે છે. બંને જણા એકબીજાને સોશિયલ મીડિયામાં બ્લોક કરી છે, અનફ્રેન્ડ કરે છે, બધા ફોટોસ ડીલીટ કરે છે અને બન્ને સુઈ જાય છે પણ બોસ. કોઈ પ્રિય વ્યક્તિનુ જીવનમાંથી ચાલ્યા જવું એનાથી વધારે દુઃખ બીજુ શુ હોય.એ વસ્તુ કેમ ભૂલી શકાય જે એક સાથે વિતાવી હોય.બને જણાં આખી રાત ઊંઘી શકતા નથી.છેલ્લે નીલ ને એમ થાય છે કે મેસેજ કરું પણ કેમ કરવો એ વિચારે છે. છેલ્લે હિંમત કરીને મેસેજ કરે છે.
નીલ - જો અવની જે થયું હોય એ પણ આ વાત માં હું તને દોષ આપવા નથી માંગતો. તું ખૂબ જ સારી છોકરી છે, તારા જેવું કદાચ આ દુનિયામાં કોઈ નહીં હોય. તે જ્યાં સુધી મને પ્રેમ કર્યો એ કદાચ મને કોઈ નહીં કરી શકે. તારો પ્રેમ મારા માટે બોવ જ અમૂલ્ય હતો..તું તારા વિચાર પ્રમાણે સાચી છે. આપણા સંબંધના અંતમાં તારો કોઈ જ વાંક નથી.બસ વાંક છે તો એ છે સમય અને સંજોગ નો.જે થયું હશે એ
કદાચ સારા માટે જ થયુ હશે.આપણી વચ્ચે જે થયુ એ તો હું ક્યારેય નહીં ભૂલી શકુ.પણ પ્લીઝ આ વસ્તુમાં તું પોતાને દોષ ના આપતી..
જે થયું હોય એ.બસ તું આગળ વધ.તારા સપના ખૂબ ઉંચા છે એ પુરા કર.લાઈફમાં કઈક બનીને બતાવ.આ જે થયું હોય એ એને જવા દે, એક ખરાબ સપનુ હતું એમ સમજી ભૂલી જા અને પહેલાની જેમ ફરી તારા પ્રમાણેનું જીવન જીવવાનું શરુ કર.
પહેલું કહેવાય ને કે “ કોઈ ને પ્રેમ કર્યો હોય તો એનું અંતિમ પગથિયું લગ્ન હોય પણ ના કોઈ ને પ્રેમ કર્યો હોય તો એનું અંતિમ પગથિયું એ વ્યક્તિની ખુશી હોય”
બસ ખુશ રહે.
આવજે.
અને હા ક્યારેક આ ભૂતની યાદ આવે તો યાદ કરતી રે જે કે એક ભૂત મળ્યું હતું એક દમ એન્ટિક.
સારું ચાલો. સોરી મેસેજ કર્યો એ માટે પણ હવેથી મેસેજ નહીં આવે.
Good Bye.....Take Care...God Bless You...
* * *
મિત્રો કોઈ પણ સંબંધ વિશ્વાસ કરતા, એક બીજાની સમજણ પર વધુ ટકેલો હોય છે. જો સમજણ હશે તો વિશ્વાસ શબ્દની જરૂર જ નથી.બસ બંને વ્યક્તિઓ એકબીજા ને સમજે એ જ જરૂરી છે. આલીશાન બંગલા બનાવવા, કાર લેવી ખૂબ સરળ છે પણ કોઈના દિલ માં વસી જવું અને જગ્યા બનાવવી એ જ અઘરૂ છે. મિત્રો જીવન ત્યાં સુધી જીવન નથી જ્યાં સુધી એમાં પ્રેમ નથી અને પ્રેમ ત્યાં સુધી પ્રેમ નથી જે હસાવીને રડાવતો નથી.પ્રેમમાં બધા ખુશ જ હોય છે પણ ક્યારેક ક્યારેક મીઠો ઝઘડો પણ આનંદ આપતો હોય છે.ક્યારેક કયારેક એક બીજા માટે રડવું એ પણ એક આનંદ છે, એ પણ એક જાત નો પ્રેમ છે.બસ છેલ્લે એટલું કે,
“ કોઈ ની ખુશી માટે દૂર રહેવું એ પણ એક જાતનો પ્રેમ છે. પ્રેમ અને કિસ્મત માણસ ને ખૂબ જ હેરાન કરે છે પણ સાહેબ જ્યારે સાથ આપે છે ને ત્યારે જિંદગી બદલી નાખે છે”